તમે ફોન ઊંધો મૂકો છો કે ચત્તો ?
- yk ðkík xufLkku÷kuSLke LkÚke, Võík yu ykÃkýk Ãkh nkðe Lk ÚkE òÞ yuLkk yuf MkkËk WÃkkÞLke Au
તમે તમારો ફોન હાથમાં લઇને તેમાં કંઈ કરતા ન હો અને ફોનને ઓફિસમાં ટેબલ પર કે
સોફા પર તમારી બાજુમાં તેને મૂકો ત્યારે તેને કેવી રીતે મૂકી રાખો છો? ફોનની સ્ક્રીન ઉપરની તરફ રહે એ રીતે ચત્તો કે સ્ક્રીન નીચેની તરફ રહે એ રીતે
ઊંધો?
તમે કદાચ આ વાત તરફ બહુ ધ્યાન આપ્યું નહીં હોય. પરંતુ આપણે ફોન સિવાય બીજું
કંઈ પણ કામ કરતા હોઇએ કે બીજી કોઈ વ્યક્તિ સાથે હોઇએ ત્યારે ફોનનો સ્ક્રીન નીચેની
તરફ રહે એ રીતે મૂકવાના કેટલાક દેખીતા ફાયદા છે. આ વાત ટેક્નોલોજીમાં ઊંડા ઊતરવાની
નથી, ફક્ત ટેક્નોલોજી આપણા પર હાવી
ન થાય એટલું જ વિચારવાની છે. એ તરફ થોડીવાર ફટાફટ નજર દોડાવીએ.
VkuLkLku
yýÄkÞwO LkwfMkkLk ÚkðkLke Mkt¼kðLkk ½xkze þfkÞ
આપણે પોતાના ઓફિસ ટેબલ પર કમ્પ્યૂટર કે લેપટોપ પર કામ કરી રહ્યા હોઇએ ત્યારે
પણ આપણો ફોન સતત હાથવગો હોય અને લેપટોપ કે કીબોર્ડની આસપાસ જ ક્યાંક હોય.
એ સમયે ટેબલ પર ચા, કોફી કે પાણીનો ગ્લાસ હોવાની
પણ પૂરી શક્યતા. આપણે કે બીજી કોઈ વ્યક્તિ જરા સરખી ગફલત કરે તો ચાનો કપ કે પાણીનો
ગ્લાસ સ્માર્ટફોન પર પડવાની પણ પૂરી શક્યતા. એ સ્થિતિમાં ફોન ચત્તા ને બદલે ઊંધો
હોય તો તેને નુકસાન થવાની શક્યતા ઘટી જાય. ખાસ કરીને ફોન પર કવર હોય તો તેમાં
પ્રવાહી દાખલ થવાની શક્યતા ઓછી રહે છે.
બીજી તરફ ફોન પર પ્રવાહીને બદલે બીજી કોઈ પણ ભારે ચીજવસ્તુ પડે, જેમ કે રસોડામાં ફોન પ્લેટફોર્મ પર ચત્તો મૂક્યો હોય અને તેના પર મીઠાની બરણી પડે તો ફોનનો સ્ક્રીન અચૂક તૂટ્યો સમજો! ફોન પર કવર હોય અને આપણે તેને ઊંધો મૂક્યો હોય તો ફોનનો સ્ક્રીન બચી જવાની પૂરેપૂરી શક્યતા.
{q¤ fk{ fu
ðkík[eík Ãkh ðÄw æÞkLk ykÃke þfkÞ
આપણો ફોન જુદાં જુદાં કામ કરવા બાબતે જેટલો સ્માર્ટ છે એટલો જ એ આપણું ધ્યાન
ખેંચવામાં પણ પાવરધો છે. ફોન આપણી સામે હોય તેનો સ્ક્રીન આપણી નજર સામે હોય તો
ફોનમાં અવારનવાર ઝબુકતાં નોટિફિકેશન આપણું ધ્યાન તેના તરફ ખેંચ્યા વગર રહે નહીં.
એટલે આપણે કોઈ પણ મહત્ત્વનું કામ કરી રહ્યા હોઇએ ત્યારે ફોન બાજુમાં મૂકીએ
ત્યારે ઊંધો રાખવાથી એ સહજ રીતે આપણી નજર તથા ધ્યાનથી પણ દૂર રહે છે.
ખાસ કરીને અન્ય કોઈ વ્યક્તિ સાથે હોઇએ ત્યારે ફોન ઊંધો મૂકીને, એ વ્યક્તિને આપણે એક નાનો પણ મહત્ત્વનો સંકેત આપીએ છીએ કે આપણે માટે ફોન કરતાં
તેમનું મહત્ત્વ વધુ છે.
ફક્ત આટલું કરતાં એ વ્યક્તિ સાથેની આપણી વાતચીતનું લેવલ બિલકુલ બદલાઈ જશે.
જો ફોન ચત્તો પડ્યો હોય તો આપણે બીજી વ્યક્તિ સાથે વાત કરતાં કરતાં આદતવશ ફોન સામે નજર ફેંકીએ અને જાતને રોકી ન શકીએ તો ફોન હાથમાં પણ લઇ લઇએ. આપણી નજર ફરે એ સાથે બીજી વ્યક્તિ સાથેની વાતચીતનો તંતુ તૂટે છે.
rçkLksYhe
çkkçkíkku{kt ¾[koíke VkuLkLke çkuxhe çk[e þfu
તમે કદાચ જાણતા હશો કે ઘણા ફોનમાં એવું ફીચર હોય છે કે તેમાં આવી રહેલા કોલની
રિંગ વાગે અને એ સમયે આપણે ફોન રીસિવ કરવા માગતા ન હોઇએ તો ફોનને ફક્ત ઊંધો મૂકી
દેવાથી રિંગ સાયલન્ટ થઈ જાય છે. ઘણા ફોનમાં આ ફીચર એક ડગલું આગળ વધે છે. આવા
ફોનમાં ફેસ ડાઉન ડિટેકશન કે અન્ય કોઈ નામે એવું ફીચર હોય છે કે તેમાં ફોન ઊંધો મૂકતાં નોટિફિકેશન્સ પણ
મ્યૂટ થાય.
ફોન ઊંધો મૂક્યો હોય તો તેમાં આવતાં
નોટિફિકેશન આપણી નજરમાં આવે નહીં અને આપણું ધ્યાન બીજા વધુ મહત્ત્વના કામમાં
પરોવાયેલું રહે. પરંતુ જો નોટિફિકેશન સદંતર મ્યૂટ થાય તો ફોન ઊંધો હોય એટલા સમય
સુધી ફોન પર થતો નોટિફિકેશન્સનો મારો અટકે. આવું દરેક નોટિફિકેશન, જો આપણે તેના તરફ ધ્યાન આપીને આગળનું એકશન લઇએ તો બેટરી ખર્ચતું રહે છે. તમે
યંગસ્ટર કે બિઝી એક્ઝિક્યુટિવ હો તો ફોનમાં એપ્સની ભરમાર હોય અને એ કારણે
નોટિફિકેશન્સની પણ ભરમાર રહે.
ફોન બાજુમાં ઊંધો પડ્યો હોય ત્યારે તેમાં નોટિફિકેશન મ્યૂટ રહે એવું સેટિંગ
તમારા ફોનના સેટિંગ્સમાં શોધવા માટે થોડી મથામણ કરવી પડશે. મોટા ભાગે તે ફેસ ડાઉન ડિટેકશન કે નોટિફિકેશન સેટિંગ કે મ્યૂટ વિથ જેસ્ચર્સ જેવા કોઈ નામે મળી આવશે.