Get The App

ટાઈપિંગની યોગ્ય રીતો જાણો છો

Updated: Mar 1st, 2026

GS TEAM

Google News
Google News
ટાઈપિંગની યોગ્ય રીતો જાણો છો 1 - image

- fBÃÞqxhLkwt feçkkuzo ík{kÁt ËkuMík Au fu Ëw~{Lk?

ટીટ્વેન્ટી વર્લ્ડ કપની મેચ દરમિયાન તમે ચેટજીપીની જાહેરાત જોતા હશો. ચેટજીપીટીનો વોઇસ મોડ કેટલો સહેલો છે અને એઆઇ સાથેનું ચેટિંગ કેવાં ઊંડાણભર્યાં પરિણામ મળી શકે છે એ  તેમાં બતાવાયું છે. આજના સમયમાં એઆઇ સાથે આવી વોઇસ મોડમાં વાતચીત પોપ્યુલર થવા લાગી છે, પણ એ કારણે ટાઇપિંગનું મહત્ત્વ બિલકુલ ઓછું થતું નથી. 

તમારે કવિતા લખવાની હોય, ડૉક્ટર તરીકે દવાનાં પ્રીસ્ક્રિપ્શન લખવાનાં હોય કે કમ્પ્યૂટર પ્રોગ્રામનો કોડ લખવાનો હોય, વર્ષો જૂનું ને જાણીતું ટાઇપિંગ શીખ્યા વિના ચાલે તેમ નથી.

અગાઉ જેમ કાગળ પર લખતાં ન આવડે એ અભણ કહેવાય, એ જ રીતે અત્યારે કમ્પ્યૂટર પર ‘યોગ્ય રીતે’ ટાઇપિંગ કરતાં ન આવડે તો...! ના ચાલે. આ ‘યોગ્ય રીત’ એટલે કઈ એ સવાલ થયો હોય તો સાદો જવાબ એટલો કે જો તમે વિચારની ઝડપે ટાઇપ કરી શકો તો એ યોગ્ય રીત. નીચે જાણો વધુ!

અચ્છા બીજી વાત.

આ લખનારને ઘણા લોકો પૂછતા હોય છે, આટલા નવા નવા વિષય કેવી રીતે શોધો છો? એક જવાબ છે - ક્રિકેટ મેચ  વચ્ચેની જાહેરાતો પણ રસથી જોઈને!

M{kxo xkR®Ãkøk {kxu æÞkLk{kt ÷uðk suðe ðkíkku

÷øk¼øk ykÃkýu Mkki hkusuhkus fBÃÞqxhLkk feçkkuzo Ãkh yktøk¤e Vuhðíkk hneyu Aeyu, Ãký íkuLkk íkhV Ãkqhíkwt æÞkLk ykÃkíkk LkÚke.

ફાસ્ટ ટાઇપિંગ દરેકે શીખવું જરૂરી છે

સ્માર્ટફોન અને કમ્પ્યૂટર પર ફટાફટ ટાઇપિંગ કરતાં શીખ્યા વિના કોઈને ચાલે તેમ નથી, છતાં કોલેજમાં પહોંચી ગયેલા, કમ્પ્યૂટરનો જ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ આમાં કાચા હોઈ શકે છે.

તમે જેટલા વહેલા, આ મુદ્દા પર ધ્યાન આપશો એટલા ફાયદામાં રહેશો.

કીબોર્ડ વર્ષોજૂનું છે, પણ હજી યોગ્ય છે

વોઇસ ટાઇપિંગ ટ્રેન્ડિંગ બની રહ્યું છે, પણ પરફેક્શન માટે હજી પણ જૂનું કીબોર્ડ વધુ ઉપયોગી છે. તેમાં સ્વર અને વ્યંજનની ગોઠવણી એ રીતે થઈ છે કે દસેય આંગળીના ઉપયોગથી વિચારની ઝડપે ટાઇપિંગ થઈ શકે. તમે ડોક્ટર કે એન્જિનીયર હો તો પણ દસેય આંગળીથી ટાઇપિંગ શીખવું જ જોઈએ.

તમે ટાઇપિંગનો અલ્ટીમેટ ટેસ્ટ પાસ કરી શકો?

કીબોર્ડના ખાસ્સા ઉપયોગ પછી, તેમાં કીબોર્ડ પર લખેલા અક્ષરો ભૂંસાવા લાગતા હોય છે. કીબોર્ડ પરના બધા અક્ષરો ભૂંસાઈ ગયા હોય તો પણ તમે ટાઇપિંગ કરી શકો?

બીજા શબ્દોમાં કીબોર્ડમાંની કી પર જોયા વિના તમે ટાઇપિંગ કરી શકો છો? તો જ તમને ખરેખર ટાઇપિંગ આવડે છે એમ કહી શકાય.

અન્ય ભાષામાં કીબોર્ડનો ઉપયોગ

આ લખનાર જેવા અનેક લોકો, ઇંગ્લિશ કીબોર્ડ પર ગુજરાતી, હિન્દી, મરાઠી વગેરે ભાષામાં ટાઇપ કરે છે. ફટાફટ. એ પણ કીબોર્ડ પરના અક્ષરો ભૂંસાઈ ગયા હોય એવી જ સ્થિતિ છે. સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ (ડીઓઇ)એ સ્ટાન્ડર્ડાઇઝ કરેલા ‘ઇન્સ્ક્રિપ્ટ’ કીબોર્ડથી આ શક્ય બને છે.

કીબોર્ડ પર બધી કીની ગોઠવણી પર પૂરતું ધ્યાન આપો તો વાત બહુ સહેલી બનશે

ભાષા ઇંગ્લિશ હોય કે અન્ય, તેમાં ટાઇપિંગ માટે કીબોર્ડ પર ઇંગ્લિશ વોવેલ્સ (એ, , આઇ...) અને કોન્સોનન્ટ્સ (અન્ય અક્ષરો) (સ્વર અને વ્યંજન કે માત્રા)ની ગોઠવણી એ રીતે થઈ છે કે ટાઇપિંગ ઝડપી બને. કીની આવી ગોઠવણીથી દસેક આંગળીના ઉપયોગથી ટાઇપિંગ સહેલું બને છે. ફક્ત મહાવરો જોઈએ. તમે કીબોર્ડ પર વચ્ચેની હરોળમાં એફ અને જે કી ધ્યાનથી જુઓ. બંનેમાં નાની અમથી, ઉપસેલી લાઇન જેવી નિશાની હોય છે. એ બંને કી પર બંને હાથની પહેલી આંગળી રહેવી જોઈએ. ફક્ત સ્પર્શથી, આંગળી યોગ્ય જગ્યાએ છે એની ખબર પડે એ માટે આવી વ્યવસ્થા છે. એ પકડી લો, આંગળીઓ બરાબર ગોઠવો અને કરો શરૂ!

 

ík{u xkR®Ãkøk {kxu ykðe ¼q÷ku Lk fhþku

suLk Íe Mkrník, nS Ãký ½ýk ÷kufkuLku çknw sqLke heíku xkR®Ãkøk fhðkLke xuð nkuÞ Au, yu{ktÚke ðnu÷e íkfu çknkh ykðe òð.

nS yuf-çku yktøk¤eÚke xkRÃk fhku Au?

હજી પણ ઘણા લોકોને સ્માર્ટફોનની જેમ કમ્પ્યૂટરના કીબોર્ડ પર પણ બંને હાથની એક-એક આંગળીથી ટાઇપ કરવાની ટેવ હોય છે.

તમારે ભાગ્યે જ કમ્પ્યૂટર પર કામ કરવાનું થતું હોય તો આવી ટેવ (કે કુટેવ!) કદાચ ચાલી જાય પરંતુ નવા સમય મુજબ તમારા ઓફિસ ટેબલ પર (અને ઘરમાં પણ) કમ્પ્યૂટર કાયમ માટે ગોઠવાઈ ગયું હોય તો વહેલી તકે કીબોર્ડ પર બંને હાથની દસેદસે આંગળીઓથી ટાઇપિંગ કરવાની આવડત કેળવી લેવા જેવી છે. આ રીતે તમે બહુ ઓછા સમયમાં સારી એવી ઝડપે કામ કરી શકશો. શરૂઆતમાં બધી આંગળીઓથી ટાઇપિંગ કરવાની પ્રેક્ટિસ માટે તમે જુદી જુદી વેબસાઇટની મદદ લઈ શકો છો.

મોટી ઉંમરે આવી ટેવ કેળવવાનું કદાચ મુશ્કેલ બને, પણ એ અશક્ય નથી. છતાં, તમારું બાળક નાનું હોય ત્યારે જેટલી કાળજી કે ચિંતા તેના અક્ષરોની કરો એટલી જ કાળજી એ યોગ્ય રીતે ટાઇપિંગ કરતાં શીખે એ માટે લેવા જેવી છે. કમ્પ્યૂટર સાથે ઇન્ટરેક્શન ટાઇપિંગથી થાય છે અને આ વર્ષોજૂની પદ્ધતિ બહુ ઝડપથી બદલાવાની નથી.

xkR®Ãkøk ð¾íku Ãkus M¢ku÷ fuðe heíku fhku Aku?

કુછ આદતેં ઐસી હોતી હૈં, જો સાલો તક જાતી નહીં! એ ન્યાયે એવું બને કે તમે પણ હજી કમ્પ્યૂટરના સ્ક્રીન પર દેખાતી બાબતો સ્ક્રોલ કરવા માટે વર્ષો જૂની પદ્ધતિનો ઉપયોગ કરતા હો. માઉસ પર વચ્ચેનું સ્ક્રોલ વ્હિલ હજી આવ્યું નહોતું એવા સમયે, આપણે કમ્પ્યૂટર સ્ક્રીન પર સ્ક્રોલિંગ કરવું હોય તો માઉસથી કર્સરને જમણે છેડે લઇ જઈ સ્ક્રોલ બારને ઉપર કે નીચે ખેંચી લઇ જવો પડતો. હવે માઉસમાં સ્ક્રોલ વ્હિલ વર્ષોથી આવી ગયાં છે. તમે તેના પર આંગળી ફેરવીને બહુ સહેલાઈથી સ્ક્રીનને સ્ક્રોલ કરી શકો. હજી વધુ એક સહેલો રસ્તો સ્પેસબારનો ઉપયોગ કરવાનો છે. જોકે એ રીતે સ્ક્રીન પરનું પેજ બહુ ઝડપથી સ્ક્રોલ થાય છે.

xkRÃk fhíke ð¾íku Lksh õÞkt nkuÞ Au? MfeLk Ãkh fu feçkkuzo Ãkh?

ફક્ત બે આંગળીથી ટાઇપ કરવાની જેમ ઘણા લોકોને કમ્પ્યૂટર પર ટાઇપ કરતી વખતે સ્ક્રીન પર જોવાને બદલે કીબોર્ડ પર નજર માંડી રાખવાની ટેવ હોય છે.

આ પણ ટાઇપિંગ કરવાની ખોટી રીત છે. એક વાર તમને બંને હાથની બધી આંગળીઓથી ટાઇપ કરવાની ફાવટ આવવા લાગે તેમ તેમ, તેની સાથે ને સાથે નજર સ્ક્રીન પર રાખીને ટાઇપ કરવાની આદત કેળવી જુઓ. ધીમે ધીમે આખું કીબોર્ડ તમારી મસલ મેમરીમાં જ સમાઈ જશે અને તમે ઝાઝા પ્રયાસ વિના સરળતાથી ટાઇપ કરવા લાગશો.

આ રીતે સ્ક્રીન પર નજર રાખીને ટાઇપ કરવાથી ધીમે ધીમે આપણે પોતાના વિચારોની ઝડપે જ ટાઇપિંગ કરતાં શીખી શકીએ છીએ. ખાસ કરીને યંગ જનરેશને આ રીતે ટાઇપિંગ શીખ્યા વિના છૂટકો જ નથી. મૂવીઝમાં આપણે યંગ, એથિકલ હેકર્સને કીબોર્ડ પર અત્યંત તેજ ગતિએ આંગળી ફેરવતા જોઈએ છીએ, એવું ટાઇપિંગ પ્રેક્ટિસથી ચોક્કસ શક્ય છે.  આજના તેજ સમયમાં આપણે તેજ ગતિએ વિચારવું જરૂરી છે અને એટલી જ તેજ ગતિએ વિચારો સ્ક્રીન પર પહોંચે એ જરૂરી છે. ચાલશે જ નહીં.

‘rþ^x fe’ yLku ‘fuÃMk ÷kuf’ feLkku ÞkuøÞ WÃkÞkuøk fhku Aku?

ઘણા બધા લોકોને કમ્પ્યૂટર પર ટાઇપ કરતી વખતે શિફ્ટ કી અને કેપ્સ લોક કીનો યોગ્ય રીતે ઉપયોગ કરવાની ફાવટ હોતી નથી.

આ બંને કી ફક્ત કીબોર્ડ પર સ્થાનની રીતે પાસેપાસે નથી, બંને કી કામકાજની રીતે પણ એકમેકની બહુ નજીક છે.

તમે જાણતા હશો અને રોજ ઉપોયગ કરતા હશો તેમ, શિફ્ટ કી તેના નામ મુજબ, જરા પ્રેસ કરીને તેની સાથે બીજી કી પ્રેસ કરીએ તો ટાઇપ થતા અક્ષરો કેપિટલમાં ટાઇપ થાય છે. જ્યારે કેપ્સ લોક કી આપણે પ્રેસ કરીએ ત્યારી પછી ટાઇપ થતા બધા શબ્દો કેપિટલ થાય છે અને નોન કેપિટલ અક્ષરો ટાઇપ કરવા માટે આપણે કેપ્સ લોક કી ફરી પ્રેસ કરી તેનો મોડ ડીએક્ટિવેટ કરવો પડે.

શિફ્ટ કી પણ લગભગ આવું જ કામ આપે છે. પરંતુ તે આપોઆપ ઓફ થાય છે. મતલબ કે આપણે કોઈ વાક્ય કે શબ્દનો પહેલો લેટર કેપિટલ કરવો હોય તો ફક્ત એક વાર શિફ્ટ કી સાથે એ લેટર ટાઇપ કરીએ એટલે તે કેપિટલ થઈ જાય. પછી અન્ય લેટર નોર્મલ રીતે ટાઇપ કરવા માટે આપણે શિફ્ટ કી ફરી પ્રેસ કરવી ન પડે (શિફ્ટ કીના અક્ષરો કેપિટલ કરવા ઉપરાંત બીજા પણ ઘણા ઉપયોગ છે!).

છતાં ઘણા લોકો ફક્ત એક લેટર કેપિટલ કરવાનો હોય ત્યારે શિફ્ટ કીનો ઉપયોગ કરવાને બદલે કેપ્સ લોક કી પ્રેસ કરીને તેને ઓન કરે છે અને કેપિટલ અક્ષર ટાઇપ થઈ ગયા પછી ફરી કેપ્સ લોક કી ઓફ કરવા જાય છે! આવી કસરત નવા સમયમાં બિલકુલ સ્માર્ટ કહેવાય નહીં.

‘Lk{ ÷kuf’ yLku ‘fuÃMk ÷kuf’Lkk WÃkÞkuøk çkhkçkh òýku Aku?

જો તમારા કમ્પ્યૂટર કે લેપટોપમાં જમણી તરફ ન્યૂમરિકલ કી સાથેનું મોટું ફુલ કીબોર્ડ હોય તો પણ આ ન્યૂમેરિકલ કી પેડના ઉપયોગ બાબતે તમે કેટલીક મજાની ખૂબીઓથી અજાણ હો એવું બની શકે.

એ તો તમે જાણતા જ હશો કે ન્યુમરિકલ કી પેડમાં ઉપરની તરફ આપેલ ‘નમ (નંબર) કી’ની મદદથી આપણે ન્યુમરિકલ કી પેડ ઓન કે ઓફ કરી શકીએ છીએ. ઘણી વાર આપણે કોઈ જગ્યાએ પાસવર્ડ ટાઇપ કરવાનો હોય અને તેમાં ડિજિટ્સનો પણ ઉપયોગ કર્યો હોય તો ક્યારેક એવું બને કે આપણે બેધ્યાનપણે નમ કીની મદદથી ન્યુમેરિકલ કી પેડ ડિએક્ટિવેટેડ કરી દીધું હોય તો આપણે આંકડાની કી પ્રેસ કરીએ તો પણ પાસવર્ડમાં એ અંકો ટાઇપ થાય જ નહીં. પરિણામે સિસ્ટમ આપણો પાસવર્ડ ખોટો હોવાનું કહે. આપણે ચકરાવે ચઢીએ પછી ધ્યાન જાય કે ન્યુમરિકલ કી પેડ તો ઓફ છે!

નમ લોક ન્યુમેરિકલ કી પેડને બંધ કરવા ઉપરાંત બીજું પણ એક કામ કરે છે એ કદાચ તમે જાણતા નહીં હો. આપણે નમ લોક કી પ્રેસ કરીએ એ સાથે ન્યુમેરિકલ કી પેડમાંની બધી કી અંકો ટાઇપ કરવાને બદલે નેવિગેશન કી તરીકે કામ કરવાનું શરૂ કરે છે!

એટલે જ ન્યુમરિકલ કી પેડમાં બધી કી ઉપરાંત ડાબે-જમણે, ઉપર-નીચેના એરો તથા હોમ-એન્ડ અને પેજ-અપ, પેજ-ડાઉન, ઇન્સર્ટ-ડિલીટ જેવાં નિશાન કે શબ્દો ટાઇપ કરેલા હોય છે. આ આમ તો એક વધારાની ખૂબી છે, પણ તેને કારણે નમ લોક ઓન હોય ત્યારે ન્યુમરિકલ કી પેડમાં કોઈ પણ કી પર પ્રેસ કરતાં સ્ક્રીન પર આપણું કર્સર આમ તેમ ક્યાંક ચાલ્યું જાય અને આપણે ગૂંચવાઇએ. કીબોર્ડ પર કંઈ પણ ટાઇપ કરતી વખતે આવી એકશન કી ઓન કે ઓફ છે તે દર્શાવતી લાઇટ પર નજર રાખશો તથા ન્યુમરિકલ કીનાં ડબલ ફંકશન જાણી લેશો તો પછી ક્યારેય કમ્પ્યૂટરનું કીબોર્ડ તમને ગૂંચવશે નહીં!

‘çkufMÃkuMk’ yLku ‘zer÷x fe’Lkku M{kxo WÃkÞkuøk fhku Aku?

ટાઇપિંગ બાબતે મોટા ભાગના લોકો કેવી બાબતો નજર અંદાજ કરી લે છે અને પોતાનો સમય વેડફે છે તેના વધુ એક ઉદાહરણ તરફ પણ નજર ફેરવી લઈએ.

તમે જાણતા જ હશો કે સ્ક્રીન પર ટાઇપ કરતી વખતે કંઈ પણ ભૂલ થાય ત્યારે આપણે એ શબ્દ ભૂંસવા માટે તેના જમણે છેડે કર્સર રાખીને ‘બેક કી (કે બેકસ્પેસ કી)’ પ્રેસ કરીને એ શબ્દ લેટર બાય લેટર ભૂંસી શકીએ છીએ.

આ સગવડ ટાઇપિંગ ચાલુ હોય અને આપણે શબ્દના છેડે જ હોઈએ ત્યારે કામ લાગે. પરંતુ ટાઇપિંગ પતી ગયા પછી તેનું એડિટિંગ કરી રહ્યા હોઇએ કે ફરી તપાસી રહ્યા હોઇએ અને અધવચ્ચેથી કોઈ શબ્દોમાં ફેરફાર કરવાની જરૂર ઊભી થાય તો? એવે વખતે શબ્દના છેડે જવાની જરૂર નથી,  ત્યારે ડિલીટ કી કામ લાગે.

એટલું જ યાદ રાખવાનું કે બેકસ્પેસ કી પ્રેસ કરવાથી કર્સરની ડાબી તરફના લેટર્સ કે કેરેકટર ડિલીટ થાય છે. જ્યારે ડિલીટ કીનો ઉપયોગ કરીને કર્સરની જમણી બાજુના કેરેકટર ડિલીટ કરી શકાય છે.

વાત બહુ નાની છે પરંતુ બેકસ્પેસ અને ડિલીટ કી બંનેનો ઉપયોગ કરવાની આદત કેળવશો તો કોઈ પણ ફેરફાર કરતી વખતે કર્સરને શબ્દના જમણા છેડે લઈ જવાની ઝંઝટમાંથી છૂટકારો મળી જશે. આપણું ટાઇપિંગ આવી નાની નાની વાતોની કાળજીથી જ ઝડપી બને છે.