ડાઇરેક્ટ-ટુ-મોબાઈલ : જરા જુદી રીતે નેટ કનેક્શન
- ßÞkt fuçk÷ fu Mku÷ xkðh ykÄkrhík RLxhLkux ÃknkU[e þfíkwt LkÚke, íÞkt Mkuxu÷kRxLku fk{u ÷økkzðk{kt ykðe hÌkk Au
ઉપરના લેખમાં આપણે ઇન્ટરનેટ, કેબલ અને સિમ કાર્ડની બાદબાકી
કરીને રેડિયો કે ટીવીની જેમ મોબાઇલમાં કન્ટેન્ટ બ્રોડકાસ્ટ કરવાની મથામણ વિશે
જાણ્યું.
પરંતુ એક તરફ ઇન્ટરનેટ અને મોબાઇલ નેટવર્ક પરનો બોજો વધી રહ્યો હોવાનો
પ્રોબ્લેમ છે, તો બીજી તરફ, દુનિયાના ઘણા ભાગોમાં હજી વિશ્વસનીય રીતે ઇન્ટરનેટ પહોંચી જ શકતું નથી! જેમ કે
દરિયામાં તરતાં જહાજો કે દુર્ગમ પહાડો કે રણપ્રદેશો. કેમ કે ઇન્ટરનેટ કનેક્શન મોટા
ભાગે કેબલ્સ અને સેલ ટાવર્સ આધારિત છે. તેના ઉપાય તરીકે, પૃથ્વીની ફરતે, પ્રમાણમાં નજીક રહે એ રીતે
સેટેલાઇટ્સ તરતા મૂકીને તેમની મદદથી નેટ કનેક્ટિવિટી આપવાના પ્રયાસો પણ ચાલે છે.
જેમ કે, નીચેની ઇમેજમાં જહાજના તૂતક પર બેસવા માટેના સ્ટૂલ જેવું જે દેખાય છે તે
વાસ્તવમાં સેટેલાઇટ સાથે કનેક્ટ થઇને જહાજમાં કે અન્ય દુર્ગમ જગ્યાએ નેટ કનેક્શન
આપતું એન્ટેના છે!
અમેરિકન ટેક્નોક્રેટ ઇલોન મસ્કના સ્ટારલિંક પ્રોજેક્ટ વિશે આપણે અગાઉ વાત કરી ગયા છીએ.
એ જ પ્રોજેક્ટમાં હવે નીચે બતાવ્યા મુજબના કોઈ એન્ટેના વિના, ડાઇરેક્ટ-ટુ-સેલ, એટલે કે મોબાઇલમાં જ
સેટેલાઇટથી ઇન્ટરનેટ કનેક્ટિવિટી આપવાના પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે.
મહત્ત્વની વાત એ છે કે આ શક્ય બનાવવા માટે હાલના સ્માર્ટફોનમાં કોઈ પ્રકારના ફેરફારની જરૂર નથી - સાદા સ્માર્ટફોન સેટેલાઇટ ફોન બની શકશે!
Mxkh®÷f
«kusuõx Vhe ¼khík{kt ykððkLke íkiÞkhe
સમગ્ર વિશ્વમાં સેટેલાઇટની મદદથી ઇન્ટરનેટ કનેક્ટિવિટી પૂરી પાડવા માટેનો
મહત્વકાંક્ષી સ્ટારલિંક પ્રોજેક્ટ ઝડપથી આગળ વધી રહ્યો છે, પણ ભારત તેણે અવરોધ નડ્યા હતા.
વર્ષ ૨૦૨૧માં કંપનીએ જરૂરી લાઇસન્સ મેળવ્યા વિના જ, ભારતના લોકો પાસેથી આ સર્વિસનું બુકિંગ શરૂ કરી દીધું હતું. પછી સરકારના
આદેશથી કંપનીએ ભારતમાં બુકિંગ બંધ કર્યું હતું અને લોકોને રીફંડ આપવું પડ્યું
હતું.
હવે સમાચાર છે કે સ્ટારલિંકને ભારતમાં ટૂંક સમયમાં મંજૂરી મળવાની શક્યતા છે. એ
ખાસ નોંધવા જેવું છે કે ભારતમાં અત્યારે રિલાયન્સ જિઓ અને વનવેબ કંપનીને
સેટેલાઇટની મદદથી મોબાઇલ પર્સનલ કમ્યુનિકેશન સેવાઓ પૂરી પાડવાનું લાયસન્સ મળી ચૂક્યું છે. સ્ટારલિંક આવું લાયસન્સ મેળવનારી
ત્રીજી કંપની બનશે.