Get The App

યૂટ્યૂબમાં ડાઈરેક્ટ મેસેજિસ

Updated: Mar 18th, 2026

GS TEAM

Google News
Google News
યૂટ્યૂબમાં ડાઈરેક્ટ મેસેજિસ 1 - image

- nðu Þwxâqçk ¾hk yÚko{kt MkkurþÞ÷ {erzÞk çkLkþu

સોશિયલ મીડિયાની વાત આવે ત્યારે સામાન્ય રીતે યુટ્યૂબને આપણે સોશિયલ મીડિયા ગણતા નથી અને તેને વીડિયો પ્લેટફોર્મ તરીકે જ જોઇએ છીએ. પરંતુ હકીકત એ છે કે આ પ્લેટફોર્મ વિવિધ કન્ટેન્ટ ક્રિએટર્સને પોતાના ફોલોઅર્સ સાથે કનેક્ટ થવાની અને બંનેને એકમેક સાથેના વિચારોની આપલે કરવાની પણ સરસ તક આપે છે.

અત્યાર સુધી યુટ્યૂબ પર આ માટે વીડિયો નીચેનું કમેન્ટ સેકશન એ જ કમ્યુનિકેશનનું સૌથી મોટું માધ્યમ હતું. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે એક્સ જેવા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર થતી વિવિધ પોસ્ટ પર કમેન્ટ કરવાની જે સુવિધા છે એના જેવી જ આ વાત થઈ. પરંતુ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે એક્સ પર પબ્લિક કમેન્ટ ઉપરાંત ડાયરેક્ટ મેસેજ પણ મોકલી શકાય છે. ડાયરેક્ટ મેસેજિસ સ્વરૂપે થતી વાતચીત કન્ટેન્ટ ક્રિએટર અને બીજી વ્યક્તિ વચ્ચેની અંગત વાતચીત રહે છે. અન્ય લોકો તેને જોઈ શકતા નથી.

હવે યુટ્યૂબ પર પણ આવી જ સુવિધા આવી રહી છે. જોકે એ નવી ન કહેવાય. યુટ્યૂબ પર આવી સુવિધા સાતેક વર્ષ પહેલાં ૨૦૧૭માં લોન્ચ પણ થઈ હતી! પરંતુ તેના બે વર્ષ પછી તેને સમેટી લેવામાં આવી હતી.

હમણાં થોડા સમય પહેલાં, ચોક્કસપણે કહીએ તો નવેમ્બર ૨૦૨૫માં યુ્ટ્યૂબ પર કેટલાક યૂઝર્સને ડાયરેક્ટ મેસેજ મોકલી શકાય તેવી સુવિધાનો ફરી પ્રયોગ કરવામાં આવ્યો. આ વખતે પ્રોત્સાહક પરિણામો મળતાં આ પ્રયોગને વિસ્તારવામાં આવી રહ્યો છે. શરૂઆતમાં ફક્ત પોલેન્ડ અને આયર્લેન્ડમાં યુ્ટ્યૂબ એપમાં ડાયરેક્ટ મેસેજિસનું નાના પાયે ટેસ્ટિંગ થયું. હવે કુલ ૩૧ દેશોમાં તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે.

જોકે અત્યારે આ દેશોમાં મોટા ભાગે યુરોપના દેશો સામેલ છે. યુ્ટ્યૂબના સૌથી મોટા માર્કેટ સમાન યુએસ અને ભારતમાં હજી આ પ્રયોગ શરૂ થયો નથી. પરંતુ આપણા દેશમાં પણ આ સગવડ વહેલા મોડી આવે તેવી પૂરી શક્યતા છે. એ પછી ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરની વ્યક્તિ યુટ્યૂબ પર પોતાના એકાઉન્ટમાં સાઇન ઇન થયા પછી અન્ય યૂઝર્સ સાથે ડાયરેક્ટ મેસેજની આપલે કરી શકશે તથા વીડિયો પણ શેર કરી શકશે. એ પછી યુટ્યૂબ પણ ખરા અર્થમાં સોશિયલ પ્લેટફોર્મ બનશે!