Get The App

થ્રેડસમાં ઉમેરાયા ડાઇરેક્ટ મેસેજિસ

Updated: Jul 20th, 2025

GS TEAM

Google News
Google News
થ્રેડસમાં ઉમેરાયા ડાઇરેક્ટ મેસેજિસ 1 - image


- {uxk ftÃkLkeyu yufMk yLku ÚkúuzTMk ðå[uLkku íkVkðík ½xkze ËeÄku

જો તમે સોશિયલ મીડિયા પર ખાસ્સા એક્ટિવ હો તો તેમાં ડાઇરેક્ટ મેસેજિસની સુવિધાનો અચૂક ઉપયોગ કરતા હશો. સોશિયલ મીડિયાનો મૂળ હેતુ આમ તો ઓછી મહેનતે અનેક લોકોના સંપર્કમાં રહેવાનો છે, પણ વન-ટુ-વન કમ્યુનિકેશન હજી પણ જુદી જુદી ઘણી રીતે ઉપયોગી છે. એટલે જ વોટ્સએપ, ટેલિગ્રામ કે સિગ્નલ જેવી સર્વિસમાં બધું ફોકસ ડાઇરેક્ટ મેસેજિંગ પર જ છે. એ જ કારણે, લગભગ બધી સોશિયલ   મીડિયા સાઇટ્સ માસ કમ્યુનિકેશન ઉપરાંત ડાઇરેક્ટ મેસેજિસની પણ સગવડ આપે છે. તેમાં એક અપવાદ હતો - સોશિયલ મીડિયામાં પ્રમાણમાં મોડી ઉમેરાયેલી મેટાની થ્રેડ્સ સર્વિસ.

હવે આ મહિનાની શરૂઆતમાં મેટા કંપનીએ તેની થ્રેડ્સ સર્વિસમાં પણ ડાઇરેક્ટ મેસેજિંગ ફીચર ઉમેરી દીધું છે.

અત્યાર સુધી થ્રેડ્સ અને ઇન્સ્ટાગ્રામ એકમેક સાથે ગાઢ રીતે સંકળાયેલી એપ રહી છે. એ કારણે થ્રેડ્સના યૂઝરે એકમેકને ડાઇરેક્ટ મેસેજ મોકલવો હોય તો ઇન્સ્ટાગ્રામની મદદથી એમ કરી શકાતું હતું. પરંતુ મેટા કંપની ધીમે ધીમે થ્રેડ્સનો અલગ યૂઝર બેઝ ઊભો કરવા માટે પ્રયત્નશીલ છે. આથી હવે ડાઇરેક્ટ મેસેજ મોકલવા માટે યૂઝરે ઇન્સ્ટાગ્રામમાં સ્વિચ થવાની જરૂર રહી નથી.

તમે સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરતા તો થ્રેડ્સની આ નવી સુવિધા વિશે થોડું વધુ જાણવા જેવું છે.

fk{Lke ðkík - zkRhuõx {uMkus

થ્રેડ્સમાં નવા ઉમેરાયેલા ડાઇરેક્ટ મેસેજિસ વિશે વતા કરતાં પહેલાં સોશિયલ મીડિયા પર ડાઇરેક્ટ મેસેજિસ ફીચર વિશે જેમને ખાસ સ્પષ્ટતા નથી એમની ગૂંચવણો દૂર કરી દઇએ.

આપણા ફોનમાં મુખ્યત્વે બે પ્રકારની સોશિયલ મીડિયા એપ હોય છે. પહેલા પ્રકારમાં આવે છે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ (અગાઉની ટ્વીટર), લિંક્ડઇન વગેરે એપ. આવી એપ્સમાં મોટા ભાગે આપણે જે કંઈ શેર કરીએ એ આપણી સાથે કનેક્ટેડ અન્ય અનેક યૂઝર જોઈ શકે છે. બીજા પ્રકારમાં વોટ્સએપ, સ્નેપચેટ, સિગ્નલ વગેરે પ્રકારની એપ છે, જેમાં મુખ્ય ફોકસ વન-ટુ-વન મેસેજિંગ પર છે. એટલે કે આપણે નજીકના મિત્રો કે સ્વજનને વ્યક્તિગત રીતે મેસેજ મોકલી શકીએ, જે બીજી કોઈ વ્યક્તિ જોઈ શકે નહીં.

મજાની વાત એ છે કે આ બંને પ્રકારની એપ પોતાના મૂળ ફીચર ઉપરાંત બીજા પ્રકારની એપનાં ફીચર પણ ઓફર કરે છે. જેમ કે વોટ્સએપ. તેમાં વન-ટુ-વન મેસેજિંગ ઉપરાંત ગ્રૂપ મેસેજિંગ પણ છે, જેની મદદથી એક ગ્રૂપમાં સામેલ સંખ્યાબંધ લોકો એ ગ્રૂપમાં શેર થતા બધા મેસેજ જોઈ-વાંચી શકે છે.

તેમ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ, લિંક્ડઇન વગેરેમાં એકથી-અનેક પ્રકારના શેરિંગ ઉપરાંત, પ્રાઇવેટ મેસેજિંગની પણ સગવડ મળે છે. જેમાં, કેટલીક શરતો સાથે આપણે અન્ય યૂઝરને ખાનગીમાં, બીજા કોઈ જોઈ ન શકે એ રીતે મેસેજ મોકલી શકીએ છીએ.

એ ઉપરાંત, સોશિયલ સાઇટ્સ આપણને લિમિટેડ ગ્રૂપ મેસેજિંગની પણ સગવડ આપે છે, જેમાં શેર કરેલી બાબતો સાવ જાહેર થતી નથી, પણ ગ્રૂપમાં સામેલ લોકો પૂરતી સીમિત રહે છે.

પબ્લિક પોસ્ટની સરખામણીમાં ડાઇરેક્ટ મેસેજનો ફાયદો એ છે કે તે જેમને મોકલવામાં આવ્યો હોય એ જ વ્યક્તિ જોઈ શકે છે. જો મેસેજ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ હોય તો બે છેડાની વ્યક્તિ સિવાય વચ્ચે કોઈ તેને જોઈ શકતું નથી (બધાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવી સગવડ હોતી નથી).

ડાઇરેક્ટ મેસેજિંગમાં સામેની વ્યક્તિનો સીધો સંપર્ક થઈ શકે છે. આથી તે આપણો મેસેજ જુએ તેવી શક્યતા ઘણી વધી જાય છે. એ કારણે માર્કેટિંગ, નેટવર્કિંગ કે બિઝનેસ પ્રમોશન માટે ડાઇરેક્ટ મેસેજિંગની સગવડ બહુ કામની છે. પરંતુ સામેની વ્યક્તિ ઇચ્છતી ન હોય તો પણ આપણે તેમના પર ડાઇરેક્ટ મેસેજિસનો મારો કરીએ તો તેની ઊંધી અસર થઈ શકે છે.

ÚkúuzTMk{kt zeyu{ ykÔÞk, Ãký...

સોશિયલ મીડિયામાં મુખ્ય ફોકસ પબ્લિક શેરિંગ પર હોવા છતાં ડાઇરેક્ટ મેસેજ મોકલી શકવાની સગવડ આગવું મહત્ત્વ ધરાવે છે. એ જ કારણે લગભગ દરેક પબ્લિક સોશિયલ નેટવર્ક ડાઇરેક્ટ મેસેજિસની પણ સગવડ આપે છે.

૨૦૨૩માં લોન્ચ થયેલી થ્રેડ્સસર્વિસ તેમાંથી હજી સુધી બાકાત રહી હતી. હવે મેટાએ એ ખામી પૂરી કરી લીધી છે.

મેટા કંપની એ થ્રેડ્સ લોન્ચ કરી ત્યારે ઇન્સ્ટાગ્રામના યૂઝર્સ થ્રેડ્સમાં સીધેસીધા જોડાઈ શકે એવી સગવડ આપી હતી. કોઈ પણ નવી સોશિયલ સાઇટને શરૂઆતમાં નવા યૂઝર્સ મેળવવામાં ફાંફાં પડતાં હોય છે કેમ કે તેમના મિત્રો જેમાં ન હોય એવી સોશિયલ સર્વિસ શું કામની?

ઇન્સ્ટાગ્રામ સાથેના સીધા જોડામને કારણે થ્રેડ્સને શરૂઆતમાં રેડી યૂઝર બેઝ મળ્યો, પરંતુ હવે કંપની કહે છે કે થ્રેડ્સના યૂઝર ઇન્સ્ટાગ્રામ કરતાં અલગ હોય એવા થ્રેડ્સના એકાઉન્ટ સાથે મોટા પ્રમાણમાં કનેક્ટ થવા લાગ્યા છે. આમ ફક્ત થ્રેડ્સ પર અલગ રીતે એક્ટિવ હોય એવા યૂઝર્સની સંખ્યા પણ વધતી જાય છે. આથી થ્રેડ્સના યૂઝર્સને આગવી સગવડ આપવા માટે કંપનીએ તેમાં ડાઇરેક્ટ મેસેજિસની સુવિધા ઉમેરી.

આ સગવડ સમગ્ર વિશ્વમાં રોલઆઉટ થવા લાગી છે.

જોકે અત્યારે થ્રેડ્સમાં ડાઇરેક્ટ મેસેજિસમાં અન્ય સોશિયલ સાઇટ્સ જેટલાં ફીચર્સ મળતાં નથી. તેમાં ફક્ત વન-ટુ-વન ચેટ, વોટ્સએપની જેમ પ્રીસેટ ઇમોજી રિએકશન, કોઈ મેસેજને સ્પામ તરીકે રિપોર્ટ કરવાની સગવડ તથા ઇન્સ્ટાગ્રામની જેમ ડાઇરેક્ટ મેસેજિને મ્યૂટ કરવાની સગવડ છે. અન્ય સોશિયલ સર્વિસની જેમ ગ્રૂપ મેસેજિંગ, ઇનબોક્સ ફિલ્ટર કે વધુ એડવાન્સ્ડ મેસેજ કંટ્રોલની સુવિધા હવે પછી મળશે.

અત્યારે થ્રેડ્સના ૧૮ વર્ષથી મોટી ઉંમરના યૂઝર્સ ડાઇરેક્ટ મેસેજિસનો ઉપયોગ કરી શકશે. સિક્યોરિટી તથા પ્રાઇવસી માટે, અત્યારે થ્રેડ્સ પર આપણે જેમને ફોલો કરતા હોઇએ એ જ વ્યક્તિ આપણને ડાઇરેક્ટ મેસેજ મોકલી શકશે.

Lkðe MkwrðÄk ½ýkLku øk{e LkÚke

મેટા કંપનીના કહેવા મુજબ ડાઇરેક્ટ મેસેજિસ એ થ્રેડ્સના યૂઝર્સ તરફથી સૌથી વધુ ડિમાન્ડ કરવામાં આવતું ફીચર હતું. એટલે કંપનીએ યૂઝર્સને તેની ભેટ આપી છે. પરંતુ બીજી તરફ થ્રેડ્સના યૂઝર્સ તરફથી આ સગવડનો વિરોધ પણ થવા લાગ્યો છે. હવે યૂઝર્સ જાણવા માગે છે કે થ્રેડ્સમાં ડાઇરેક્ટ મેસેજની સુવિધા બંધ કેવી રીતે કરી શકાય!

આ વિરોધનું કારણ એ છે કે યૂઝર્સને લાગે છે કે હવે થ્રેડ્સ પર પણ ખાસ કરીને મહિલાઓની હેરાનગતિ વધી જશે.

અત્યારે આપણે જેમને ફોલો કરતા હોઇએ એવી કોઈ પણ વ્યક્તિ આપણને ડાઇરેક્ટ મેસેજ મોકલી શકે છે. પરંતુ ઘણા યૂઝર્સનું કહેવું છે કે આપણને કોઈ એકાઉન્ટમાં પબ્લિકલી શેર થતા કન્ટેન્ટમાં રસ હોય તો એનો અર્થ એ નથી કે કોઈ એકાઉન્ટ તરફથી ખાનગીમાં, વન-ટુ-વન મેસેજ મેળવવામાં પણ આપણને રસ હોય.

થ્રેડ્સ પર ડાઇરેક્ટ મેસેજની સુવિધા નહોતી ત્યારે લોકો તેમને ગમતું કન્ટેન્ટ આપતા એકાઉન્ટને નિશ્ચિંત રીતે ફોલો કરી શકતા હતા. પરંતુ હવે એવા કોઈ પણ અજાણ્યા એકાઉન્ટ તરફથી પણ ડાઇરેક્ટ મેસેજ આવી પડવાની સંભાવના વધી ગઈ છે.

હાલ પૂરતું, થ્રેડ્સ પર આપણે કોઈ યૂઝર તરફથી ડાઇરેક્ટ મેસેજ મેળવવો ન હોય તો તેને અનફોલો કરવા પડે. એ યૂઝરને બ્લોક પણ કરી શકાય. પરંતુ એમ કરવા જતાં ઇન્સ્ટાગ્રામ પર પણ એ યૂઝર આપણે માટે બ્લોક થઈ જાય છે.

જો તમે થ્રેડ્સ પર એક્ટિવ હો તો એન્ડ્રોઇડ કે આઇફોનની થ્રેડ્સ એપ અપડેટ કર્યા પછી એપમાં નીચેના ટૂલબારમાં હોમ બટનની બાજુમાં મેસેજનો આઇકન જોવા મળશે. તેને ક્લિક કરીને નવો મેસેજ ટાઇપ કરી શકાશે. અહીં તમે જેને મેસેજ મોકલવો છે તે વ્યક્તિને સર્ચ કરી શકો. અત્યારે થ્રેડ્સ પર આ જ રીતે અન્ય વ્યકિત્ને ડાઇરેક્ટ મેસેજ મોકલી શકાય છે. તેના પ્રોફાઇલ પેજ પર જઇને ત્યાંથી તેને મેસેજ મોકલી શકાય તેવી સગવડ નથી.

જોકે થ્રેડ પરની કોઈ પોસ્ટને આપણે પોતાના ફોલોઅર્સને ડાઇરેક્ટ મેસેજ તરીકે મોકલી શકીએ છીએ. મોકલેલા મેસેજને અનસેન્ડ પણ કરી શકાય છે. અત્યારે થ્રેડ્સ પર મેસેજિંગમાં આથી વિશેષ કશું થઈ શકતું નથી. અત્યારે તેમાં અન્ય સોશિયલ સાઇટ્સની જેમ ઇમેજિસ કે વોઇસ મેસેજ મોકલવાની પણ સગવડ નથી. એ જ રીતે અન્ય કોઈ વ્યક્તિ આપણને સીધેસીધો ડાઇરેક્ટ મેસેજ મોકલી દે તે પહેલાં તેણે મેસેજ મોકલવાની રીકવેસ્ટ આપવી પડે એવી સગવડ થ્રેડ્સમાં નથી. અન્ય સોશિયલ સાઇટ્સ પર આવી સગવડ હોય છે.

‘rVL^÷wytMkMko’ Ãkh MkuçkeLke íkðkE

જેવી રીતે ખાસ કરીને ઇન્સ્ટાગ્રામને કારણે ઇન્ફ્લુઅંસર્સની એક મોટી ફોજ ઊભી થઈ છે, એ જ રીતે ફિન્ફ્લુઅંસર્સ’ (ફાઇનાન્સ ઇન્ફ્લુઅંસર્સ) તરીકે ઓળખાતા લોકોનો એક મોટો ફાલ પણ ઊભો થયો છે. આ લોકો મોટા ભાગે યુટ્યૂબ, ટેલિગ્રામ તથા ઇન્સ્ટાગ્રામ પર પોતાની ચેનલ ચલાવીને શેરબજારમાં વિવિધ રીતે રોકાણ કરીને જબરજસ્ત કમાણી કરાવવાની આંબલી-પીપળી બતાવતા રહે છે.

તકલીફ એ છે કે આવા ફિન્ફ્લુઅંસર્સ  મોટા ભાગે સેબીમાં રજિસ્ટર્ડ ફાયનાન્સિયલ એડવાઇઝર હોતા નથી. તેમની સલાહ કે ટિપ્સ પર બજારમાં આંધળું રોકાણ કરનારા લોકોને મોટું નુકસાન વેઠવાનો વારો આવી શકે છે.

આ દૂષણ નાથવા માટે હવે સેબીએ યુટ્યૂબ, ટેલિગ્રામ અને મેટાની મદદ લેવાનું નક્કી કર્યું છે. આ ત્રણેય પ્લેટફોર્મે પણ સેબીના આદેશોનું પાલન કરવાની ખાતરી આપી છે. આ ત્રણેય પ્લેટફોર્મ તેમના પર આર્થિક બાબતોને લગતું કન્ટેન્ટ આપતા કન્ટેન્ટ ક્રિએટર્સ સેબી રજિસ્ટર્ડ છે કે નહીં તે તપાસવા અને અનરજિસ્ટર્ડ કન્ટેન્ટ ક્રિએટરનું કન્ટેન્ટ પ્લેટફોર્મ પરથી દૂર કરવા માટે સહમત થયા છે.

ગયા વર્ષે પણ સેબીએ રોકાણ સંબંધિત ટિપ્સ શેર કરતા ઓનલાઇન કન્ટેન્ટ ક્રિએટર્સને અંકુશમાં રાખવાનાં ધારાધોરણો જારી કર્યાં હતાં અને અનરજિસ્ટર્ડ ફિન્ફ્લુઅંસર્સ સાથે કે તેમની સલાહ પર કોઈ પણ પ્રકારનું ડીલિંગ કરવા સામે લોકોને ચેતવ્યા હતા.

અત્યારે વિવિધ સોશિયલ પ્લેટફોર્મ પર શેરબજારમાં રોકાણ સંબંધિત ટિપ્સ આપતા ઇન્ફ્લુઅંસર્સમાંથી માત્ર બે ટકા જેટલા લોકો સેબી રજિસ્ટર્ડ હોવાનો અંદાજ છે!

yuLzÙkuRz yLku ¢ku{ ykuyuMk {so Úkþu

અત્યારે આપણે પોતાના એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં ગૂગલની એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે લેપટોપ જેવી ક્રોમબુકમાં લિનક્સ આધારિત ક્રોમ ઓએસનો ઉપયોગ થાય છે. આપણા ઉપયોગની વાત કરીએ તો બંને ઓપરેટિંગ સિસ્ટમ લગભગ સરખું કામ આપે છે. પરંતુ અત્યારે સુધી કોઈ કારણસર કંપનીએ સ્માર્ટફોન અને  લેપટોપ જેવી ક્રોમબુક માટે અલગ અલગ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો. હવે સમાચાર છે કે આ બંને ઓપરેટિંગ સિસ્ટમને એક કરી દેવામાં આવશે. મતલબ કે હવે ક્રોમબુકમાં પણ એન્ડ્રોઇડ જેવો જ પરંતુ ડેસ્કટોપ-લેપટોપ માટે ઓપ્ટિમાઇઝ્ડ હોય એવો અનુભવ મળી શકશે.

આથી ભવિષ્યની ક્રોમબુક અને ટેબલેટ્સમાં એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમનો જ લાભ મળી શકશે.

અત્યારે કોમ ઓપરેટિંગ સિસ્ટમ માઇક્રોસોફ્ટની વિન્ડોઝ કે એપલની મેક ઓપરેટિંગ સિસ્ટમની સરખામણીમાં ખાસ્સી મર્યાદિત છે. તેનો ઉપયોગ ઘણે અંશે મોટા સ્ક્રીન અને અલગ કીબોર્ડવાળા ટેબલેટ કે સ્માર્ટફોન તરીકે થઈ શકે છે. પરંતુ અલગ ઓપરેટિંગ સિસ્ટમ હોવાને કારણે તેમાં એન્ડ્રોઇડનો પણ પૂરેપૂરો લાભ મળતો નથી. હવે બંને ઓપરેટિંગ સિસ્ટમ એક થઈ જવાથી કંપની ઓએસ ડેવલપમેન્ટ સહેલું બનશે તથા આપણા જેવા એન્ડ યૂઝર્સ માટે પણ સગવડ વધી જશે.

અત્યારે ગૂગલ કંપની એન્ડ્રોઇડના ડેસ્કટોપ મોડ પર પણ કામ કરી રહી છે અને પિકસેલ લેપટોપઆવી રહ્યું હોવાના પણ સમાચાર છે. આમ પણ અત્યારે કંપની ક્રોમબુક પર ઓછું ધ્યાન આપી રહી હોય એવું લાગે છે, એ જોતાં એન્ડ્રોઇડ અને ક્રોમ ઓએસ ઝડપથી એક થાય તેવી પૂરી શક્યતા છે.

Ãkk‹føk M÷kux çkwf fhku ðkuxTMkyuÃk Ãkh!

હમણાં મહારાષ્ટ્રના પીંપરી ચીંચવડ શહેરની મહાનગરપાલિકાએ કંઈક એવી પહેલ કરી, જેનું ભારતનાં અન્ય શહેરોએ તાબડતોબ અનુકરણ કરવા જેવું છે. આ શહેરની મહાનગરપાલિકાએ શહેરમાંની પે એન્ડ પાર્કસુવિધાને વોટ્સએપ સાથે સાંકળી દીધી છે! 

અત્યારે દુબઇમાં પણ આ રીતે વોટ્સએપ પર પાર્કિંગ બુકિંગ અને પેમેન્ટ કરી શકાય છે (જોકે તેની પેમેન્ટ સિસ્ટમ ભારત કરતાં જુદી છે). ભારતનાં મોટાં શહેરોમાં વિવિધ પ્રાઇવેટ એપ્સ કે કોર્પોરેશનની એપની મદદથી પાર્કિંગ સ્લોટ બુક કરવાની સગવડ મળે છે. અમદાવાદમાં આ વર્ષની આઇપીએલની ફાઇનલ સમયે કે અરિજિત સિંહના શો જેવી ઇવેન્ટ દરમિયાન પ્રાઇવેટ એપ્સમાં પાર્કિંગ બુકિંગની સગવડ મળી હતી,, પરંતુ એ માટે વોટ્સએપનો ઉપયોગ કરીને પીંપરી ચીંચવડ શહેરે અન્ય શહેરોને પાછળ રાખી દીધાં છે.

અત્યારે શહેરનાં મુખ્ય ૧૦ સ્થળોએ આ વ્યવસ્થાનો અમલ શરૂ થઈ ગયો છે અને આગળ જતાં તેને વિસ્તારવામાં આવશે. આ વ્યવસ્થા અનુસાર શહેરવાસીઓ વોટ્સએપમાં એક ચોક્કસ નંબર પર મેસેજ મોકલીને શહેરની નિશ્ચિત જગ્યા માટે નિશ્ચિત સમયનું પાર્કિંગ બુક કરી શકે છે. એ સમય સુધી પાર્કિંગ લોટમાંની એક જગ્યા તેમને નામે બુક્ડ રહે છે. તે સમય દરમિયાન જો વાહન ત્યાં પાર્ક કરવામાં ન આવે તો એ સ્લોટ આપોઆપ રીલિઝ થાય છે અને અન્ય લોકો પોતાના વાહનના પાર્કિંગ માટે તેને બુક કરી શકે છે. આપણે વોટ્સએપ પર આ સર્વિસ સાથે જોડાઇએ એ પછી પાર્કિંગ સંબંધિત ઇન્સ્ટન્ટ એલર્ટ્સ અને નોટિફિકેશન પણ આવતાં રહે છે. આપણે શહેરમાં કોઈ ચોક્કસ જગ્યાએ પાર્કિંગ શોધવાનો પ્રયાસ કરતા હોઇએ ત્યારે જે તે પાર્કિંગ પ્લોટમાં જગ્યા ન હોય તો નજીકના ક્યા સ્થળે પાર્કિંગ ઉપલબ્ધ છે એ પણ જાણી શકાય છે. આ રીતે પાર્કિંગ સ્લોટ બુક કરવાની સુવિધા મોબાઇલ એપ્સ દ્વારા ઉપલબ્ધ હતી, હવે તેને વોટ્સએપમાં જ ઉમેરી દેવામાં આવી છે.

Tags :