Get The App

દુનિયાના ગેમ તે ખૂણે થશે ડિજિટલ પેમેન્ટ જૂનીને જાણીતી યુપીઆઈથી

Updated: Oct 19th, 2025

GS TEAM

Google News
Google News
દુનિયાના ગેમ તે ખૂણે થશે ડિજિટલ પેમેન્ટ જૂનીને જાણીતી યુપીઆઈથી 1 - image

- ÞwÃkeykR ÔÞðMÚkk Äe{u Äe{u swËk swËk Ëuþku{kt rðMíkhe hne Au Ãký nðu...

આવતા વર્ષે તમારું જાપાન જવાનું કોઈ પ્લાનિંગ હોય તો તમારે માટે સારા સમાચાર છે. ભારતના નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઇ)ની વૈશ્વિક પાંખ એનપીસીઆઈ ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડે જાપાન સાથે હાથ મિલાવ્યા છે અને હવે જાપાન જતા ભારતીયો અહીં પણ યુપીઆઇથી પેમેન્ટ કરી શકશે.

જાપાનમાં એક સૌથી મોટું કાર્ડ પેમેન્ટ પ્રોસેસિંગ નેટવર્ક કાર્યરત છે જે જાપાનના મર્ચન્ટ્સ, બેંક અને એટીએમને એકમેક સાથે જોડે છે. આ નેટવર્કનું સંચાલન કરતી મૂળ સંસ્થા સાથે યુપીઆઇ કનેક્ટ થઈ જશે. અત્યારે આપણે ભૂતાન, ફ્રાંસ, મોરેશિયસ, નેપાળ, સિંગાપોર, શ્રીલંકા, યુએઇ અને કતાર જેવા દેશોમાં પહેલેથી યુપીઆઇથી પેમેન્ટ કરી શકીએ છીએ.

જોકે વાત હવે બહુ વ્યાપક રીતે બદલાશે. આપણે વિશ્વના લગભગ તમામ દેશોમાં યુપીઆઇથી પેમેન્ટ કરી શકીશું. વિદેશોમાં ગયા હોઇએ ત્યારે અથવા ભારતમાં જ ઘેર બેઠાં એ દેશોમાંથી ઓપરેટ થતી કોઈ પણ ઓનલાઇન સર્વિસ કે સ્ટોર પર પેમેન્ટ કરતા હોઇએ ત્યારે આપણે યુપીઆઇનો લાભ લઈ શકીશું.

અત્યાર સુધી આવા ઇન્ટરનેશનલ પેમેન્ટ માટે આપણે મોટા ભાગે ક્રેડિટ કાર્ડ પર આધારિત રહેવું પડતું હતું. હવે આખી વાત યુપીઆઇથી એકદમ સહેલી બની જશે. આ ફેરફાર મૂળ અમેરિકાના ‘પેપાલ’ નામના ગ્લોબલ પેમેન્ટ નેટવર્કને કારણે આવી રહ્યો છે.

yíÞkhu ¼khík WÃkhktík ykXuf Ëuþku{kt ¼khíkeÞ ÞwÃkeykR ÔÞðMÚkkÚke Ãku{uLx þõÞ çkLke økÞwt Au.

nðu ÃkuÃkk÷ Lkk{Lkwt ø÷kuçk÷ Lkuxðfo swËk swËk ËuþkuLke zku{uÂMxf ÔÞðMÚkkykuLku yuf{uf MkkÚku Mkktf¤e hÌkwt Au.

yk fkhýu nðu ykÃkýu rðËuþkuLkk «ðkMku nkuEyu íÞkhu fu ½uh çkuXkt rðËuþe ykuLk÷kRLk Mxkuh{kt ÞwÃkeykRÚke Ãku{uLx fhe þfeþwt.

ÃkuÃkk÷ ‘ðÕzo’ MkkÚku ÞwÃkeykRLkwt òuzký

સમગ્ર વિશ્વમાં ઓનલાઇન પેમેન્ટ કરવા અને મેળવવા માટે ‘પેપાલ’ એક ખાસ્સું લોકપ્રિય પ્લેટફોર્મ છે. લોકો પેપાલ પર પોતાનું એકાઉન્ટ ક્રિએટ કરીને તેની સાથે પોતાના બેંક એકાઉન્ટ અથવા ક્રેડિટ કાર્ડને કનેક્ટ કરી શકે છે. બીજી તરફ, ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ, સ્ટોર કે અન્ય વેપારીઓ પણ પેપાલ પર પોતાનું મર્ચન્ટ એકાઉન્ટ ખોલાવીને, તેનું પેમેન્ટ બટન પોતાની વેબસાઇટ કે એપમાં મૂકી શકે છે.

આ પછી આ વેબસાઇટ કે એપ પર પહોંચીને કોઈ વ્યક્તિ કોઈ ચીજવસ્તુ ખરીદે ત્યારે રકમ મેળવનાર વેબસાઇટ, કંપની કે વ્યક્તિ સાથે પોતાના મૂળ બેંક એકાઉન્ટ કે ક્રેડિટ કાર્ડની વિગતો શેર કર્યા વિના ઓનલાઇન ખરીદી માટે પેમેન્ટ કરી શકે.

એ રીતે જોઈએ તો પેપાલ આપણે ત્યાં જાણીતા વિવિધ પેમેન્ટ ગેટવે જેમ કે સીસીએવન્યૂ, રેઝરપે, પેયૂ વગેરે જેવી જ સર્વિસ આપે છે. પરંતુ પેપાલ લગભગ આખા વિશ્વમાં કાર્યરત કંપની છે. આથી એની ઉપયોગિતા ઘણી વધી જાય છે.

સમગ્ર વિશ્વમાં ઓનલાઇન લેવડદેવડ હજી વધુ સહેલી બનાવવા માટે પેપાલ કંપનીએ જુલાઈ ૨૦૨૫માં એક ગ્લોબલ પ્લેટફોર્મ તરીકે ‘પેપાલ વર્લ્ડ’ પ્લેટફોર્મ લોન્ચ કર્યું હતું.  તેમાં સમગ્ર વિશ્વની મેજર ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ સિસ્ટમ તથા ડિજિટલ વોલેટ્સને સાંકળી લેવામાં આવી રહ્યાં છે. અત્યારે તેમાં ભારત ઉપરાંત ચીન અને બ્રાઝિલ જેવા દેશોનાં ડોમેસ્ટિક પેમેન્ટ નેટવર્ક જોડાઈ રહ્યાં છે.

અત્યાર સુધી પેપાલમાં મોટા ભાગે બેંક એકાઉન્ટ અથવા ક્રેડિટ કાર્ડનો જ ઉપયોગ થઈ શકતો હતો. હવે વિશ્વની જુદી જુદી પેમેન્ટ સિસ્ટમ કે ડિજિટલ વોલેટ્સનો પણ તેમાં ઉપયોગ થઈ શકશે.

ભારતની યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ) વ્યવસ્થા પણ પેપાલ વર્લ્ડમાં જોડાશે.

પેપાલના સીઇઓ એલેક્સ ક્રિસે કહ્યું કે તેઓ બે વર્ષ પહેલાં ફ્લોરેન્સમાં યોજાયેલી એક કોન્ફરન્સમાં ભારતમાં યુપીઆઇનું સંચાલન કરતા નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઇ)ના એમડી અને સીઇઓ દિલીપ અસ્બે સાથે ગ્લોબલ પેમેન્ટ્સ વિશે ચર્ચા કરી રહ્યા હતા એ સમયે તેમને પેપાલ અને યુપીઆઇને એકમેક સાથે જોડવાનો વિચાર આવ્યો હતો.

પેપાલ વર્લ્ડ પ્લેટફોર્મ સંપૂર્ણપણે કાર્યરત થશે ત્યારે દુનિયાના બે અબજ જેટલા યૂઝર્સને એકદમ સહેલાઈથી ઓનલાઇન લેવડદેવડ કરવાની સુવિધા આપશે.

અત્યારે દુનિયાના લગભગ ૩.૫ અબજ લોકો ઓનલાઇન શોપિંગ તથા મની ટ્રાન્સફર માટે પોતપોતાના દેશમાં કાર્યરત ડિજિટલ વોલેટ્સનો ઉપયોગ કરે છે. આ બધાં ડિજિટલ વોલેટ્સ એકમેક સાથે કનેક્ટેડ ન હોવાથી ગ્લોબલ પેમેન્ટ ઘણી બધી રીતે મુશ્કેલ બને છે.

પેપાલ વર્લ્ડમાં લોકો ટેકસ્ટ મેસેજ મોકલે એટલી સહેલાઈથી આખા વિશ્વમાં ગમે ત્યાં નાણાં મોકલી શકશે. એ સમયે એક ચલણમાંથી બીજા ચલણમાં કન્વર્ઝન કરવા સંબંધિત ફી, નિયમોની આંટીઘૂંટી કે વિલંબનો સામનો કરવો પડશે નહીં. સામે પક્ષે વેપારીઓ પણ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કસ્ટમર્સ પાસેથી બહુ સહેલાઈથી પેમેન્ટ મેળવી શકશે.

એક સાદું ઉદાહરણ લઇએ તો ભારતમાં રહેતો કોઈ યુવાન યુએસએના કોઈ ઓનલાઇન સ્ટોરમાંથી શૂઝ ખરીદવા માગે તો તેને ચેકઆઉટ સમયે ‘પેપાલ’ બટન ક્લિક કરવાનું રહેશે. આ સમયે તેને યુપીઆઇથી પેમેન્ટ કરવાનો વિકલ્પ જોવા મળશે.

અત્યારે જે રીતે આપણે ભારતમાં વિવિધ ઓનલાઇન શોપિંગ સાઇટ્સ કે અન્ય વેબસાઇટ પર પેમેન્ટ કરતી વખતે નેટબેકિંગ, ક્રેડિટકાર્ડ, ડિજિટલ વોલેટ્સ તથા યુપીઆઇથી પેમેન્ટ કરવાના વિકલ્પો મેળવી શકીએ છીએ બરાબર એ જ રીતે પેપાલ વર્લ્ડનો ઉપયોગ કરતી કોઈ પણ ગ્લોબલ સાઇટ પર યુપીઆઇથી પેમેન્ટ કરવાનું શક્ય બનશે.

ભારતમાં યુપીઆઇને કારણે જુદી જુદી અનેક એપ્સની મદદથી જુદી જુદી સંખ્યાબંધ બેંકના ખાતાં એકમેક સાથે કનેક્ટ થયાં છે અને તેમની વચ્ચે આંખના પલકારે ઇન્ટરઓપરેબલ પેમેન્ટ શક્ય બન્યું છે. કંઈક એવું જ હવે પેપાલ વર્લ્ડને કારણે ગ્લોબલ પેમેન્ટ માટે શક્ય બનશે!

ÃkuÃkk÷ ðÕzo{kt ÞwÃkeykR fuðe heíku fk{ fhþu

અત્યારની સ્થિતિ

અત્યારે આપણે યુએસ-યુકેમાં હોઇએ કે ભારતમાંથી આ દેશોના કોઈ ઓનલાઇન સ્ટોરમાંથી કંઈ ખરીદી કરવી હોય તો પોતાના ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવો પડે છે. એ સાઇટ પેપાલથી પેમેન્ટ સ્વીકારતી હોય અને આપણું પેપાલમાં એકાઉન્ટ હોય તો તેમાંથી પેમેન્ટ થઈ શકે. પરંતુ એ માટે પણ પેપાલ એકાઉન્ટ સાથે આપણું બેંક ખાતુ કે ક્રેડિટ કાર્ડ કનેક્ટેડ હોવા જરૂરી છે.

ટૂંક સમયમાં આવનારી સ્થિતિ

હવે આપણે યુએસ-યુકેમાં ફરતા હોઇશું કે ભારતમાંથી આ દેશોના કોઈ ઓનલાઇન સ્ટોરમાંથી ખરીદી કરતા હોઇશું ત્યારે તેના પર  ‘પે વીથ પેપાલ’ બટન ક્લિક કરીશું ત્યારે યુપીઆઇથી પેમેન્ટ કરવાનો વિકલ્પ મળશે. આપણને ભારતમાં વિવિધ ઓનલાઇન સ્ટોર પર પેમેન્ટ કરતી વખતે ડિજિટલ પેમેન્ટ ગેટવેને કારણે નેટબેંકિંગ, ક્રેડિટ/ડેબિટ કાર્ડ, મોબાઇલ વોલેટ કે યુપીઆઇ જેવા પેમેન્ટ કરવાના જુદા જુદા ઘણા રસ્તા મળે છે. બરાબર એ જ રીતે હવે વિશ્વભરમાંથી ખરીદી કરતી વખતે પેપાલમાં યુપીઆઇથી પેમેન્ટ કરી શકીશું.

RLxhLkuþLk÷ Ãku{uLx {kuxk ¼køku ¢urzx fkzo ykÄkrhík Au, Ãký...

આમ તો પેપાલ કંપનીનો ભારત સાથેનો સંબંધ ઉતાર-ચઢાવવાળો રહ્યો છે. એક ગ્લોબલ કંપની તરીકે પેપાલ ભારતમાં પણ એક્ટિવ છે અને ભારતીય નાગરિકો તેના પર એકાઉન્ટ ખોલાવી શકે છે પરંતુ હાલમાં તેનો મુખ્યત્વે ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેકશન માટે ઉપયોગ થઈ શકે છે.

એટલે કે ભારતમાં રહેતા નાગરિકે ભારત બહારની કોઈ કંપની કે વ્યક્તિને પેમેન્ટ કરવું હોય તો પેપાલ એકાઉન્ટથી પેમેન્ટ કરી શકાય. આ માટે ભારતીય નાગરિકે પોતાના પેપાલ એકાઉન્ટ સાથે પોતાનું એકાઉન્ટ કે ક્રેડિટ કાર્ડ કનેક્ટ કરવા પડે છે.

એ જ રીતે ભારતમાં રહેતા ને બિઝનેસ કરતા વેપારીએ કે અન્ય વ્યક્તિએ ભારત બહારના કસ્ટમર્સ પાસેથી પેમેન્ટ મેળવવું હોય તો એ માટે તેઓ પોતાના પેપાલ એકાઉન્ટનો ઉપયોગ કરી શકે છે.

વિદેશના કસ્ટમર તેમના પેપાલ એકાઉન્ટ સાથે કનેક્ટેડ પોતાના બેંક એકાઉન્ટ કે ક્રેડિટ કાર્ડની મદદથી પેમેન્ટ કરે. વચ્ચે પેપાલ મધ્યસ્થી તરીકે કામ કરે અને ભારતના વેપારી કે અન્ય વ્યક્તિના પેપાલ એકાઉન્ટમાં નાણાં આવે. ડોલર કે અન્ય કરન્સીથી થયેલું આ પેમેન્ટ ભારતીય રૂપિયામાં કન્વર્ટ થાય અને પછી ભારતીય યૂઝર પોતાના પેપાલ એકાઉન્ટમાંથી પોતાના બેંક એકાઉન્ટમાં રૂપિયા મેળવી શકે.

હાલમાં ભારતના જ અન્ય કંપની કે બિઝનેસ સાથે પેપાલની મદદથી ભારતીય રૂપિયામાં લેવડદેવડ થઈ શકતી નથી.