Get The App

પ્રોફાઈલ તૈયાર કરો નોકરી માટે

Updated: Sep 7th, 2021

GS TEAM

Google News
Google News
પ્રોફાઈલ તૈયાર કરો નોકરી માટે 1 - image


- VuMkçkwfLke Mkh¾k{ýe{kt ®÷õzRLk õÞktÞ ÃkkA¤ Au, Ãký Lkkufhe þkuÄðk{kt yu ðÄw {ËËYÃk ÚkE þfu Au

કોરોનાને કારણે અનેક લોકોની નોકરી અને કામકાજને ખાસ્સી અસર પહોંચી. હવે બધું પૂર્વવત થઈ રહ્યું છે ત્યારે, લાઇફને રીબૂટ કે રીસ્ટાર્ટ કરવાની તક છે! 

એ માટે લિંક્ડઇન તમને બહુ ઉપયોગી થઈ શકે.

ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરે પણ બિઝનેસના પ્રમોશન માટે સરસ છે, પણ જ્યારે વાત પ્રોફેશનલ કરિયરની હોય ત્યારે લિંક્ડઇન પર ફોકસ કરવું જરૂરી છે. હવે માઇક્રોસોફ્ટની માલિકીના લિંક્ડઇન નેટવક પર ૭૭.૪ કરોડ પ્રોફેશનલ્સ એક્ટિવ છે. ફેસબુકની સરખામણીમાં આ આંકડો કંઈ નથી, પણ અહીં ‘યૂઝર્સ’ નહીં, ‘પ્રોફેશનલ્સ’ શબ્દ વાપર્યો છે એ તરફ ધ્યાન આપજો. લિંક્ડઇન પર આપણે પોતાના પ્રોફેશનના કે તેની બહારના લોકો સાથે કનેક્ટ થઈ શકીએ છીએ. અહીં સામાન્ય રીતે સૌનું ફોકસ પ્રોફેશનલ વર્ક, કરિયર કે બિઝનેસ સક્સેસ પર હોય છે.

તમે પણ લિંક્ડઇન પર એક્ટિવ થઈને કરિયર કે બિઝનેસ માટે તેનો લાભ લેવા માગતા હો, તો તેમાં તમારા પ્રોફાઇલ તરફ પૂરતું ધ્યાન આપવું જરૂરી છે. લોકો લિંક્ડઇન પર પોતાનો સારો પ્રોફાઇલ, બીજા પ્રોફેશનલ્સ પાસે લખાવવા રૂપિયા ખર્ચવા પણ તૈયાર હોય છે એ યાદ રાખજો!

જો લિંક્ડઇન પર એક્ટિવ રહેવાનો તમારો હેતુ સ્પષ્ટ હોય - વધુ સારી નોકરી કે વધુ ક્લાયન્ટ્સ, તો તેમાં તમારી પોસ્ટ્સ જેટલું જ ધ્યાન પ્રોફાઇલ તરફ આપવું જરૂરી છે. શરૂઆતમાં પૂરતો સમય આપીને અહીં તમારી પ્રોફેશનલ લાઇફની વિગતો આપશો તો એ તમારા ઓનલાઇન બાયોડેટા જેવું જ કામ આપશે અને યોગ્ય નેટવર્કિંગ પછી, તમારે માટે સૌથી ઉપયોગી સાબિત થાય એવા લોકો સુધી એ પહોંચશે!

કોરોના પછી નોકરી ગુમાવનારા ઘણા લોકોએ લિંક્ડઇન તરફ નજર દોડાવી અને તેમાં નવી પોસ્ટ્સ મૂકીને મિત્રોને નોકરી શોધવામાં મદદ કરવા માટે અપીલ કરી, પણ આમાંના ઘણા લોકોએ લિંક્ડઇન પરના તેમના પ્રોફાઇલમાં જરૂરી ફેરફાર કર્યા નહોતા! વાસ્તવમાં, પીસી કે સ્માર્ટફોનમાં લિંક્ડઇનની એપમાં પ્રોફાઇલમાં પૂરતી વિગતો આપ્યા પછી, તમે ‘નવી નોકરી શોધી રહ્યા છો’, ‘સર્વિસ પ્રોવાઇડ કરી રહ્યા છો’ કે ‘અન્ય લોકોને હાયર કરી રહ્યા છો’ એ સ્પષ્ટપણે જણાવી શકો છો. આમ કરવાથી, મિત્રોને કરેલી અંગત અપીલ ઉપરાંત, લિંક્ડઇન પોતે આપણને ઘણી અસરકારક રીતે મદદ કરી શકે છે.

જેમ કે તમે મોબાઇલમાં પ્રોફાઇલમાં, લિંક્ડઇન એપ ઓપન કરી, તેમાં ઉપર ડાબે ખૂણે તમારા પ્રોફાઇલ પિક્ચર પર ક્લિ કરી, ‘વ્યૂ પ્રોફાઇલ’ પર ક્લિક કરો (અહીં તમે પોતાના વિશે ૩૦ સેકન્ડનો વીડિયો પણ અપલોડ કરી શકો છો). પછી તમારા પ્રોફાઇલમાં, આ લેખમાં આગળ જણાવેલી બાબતો ધ્યાનમાં રાખીને તમારી વિગતો ઉમેરો.

એ પછી ‘ઓપન ટુ’ બટન પર ક્લિક કરો. અહીં તમે િલંક્ડઇન પાસેથી તમે શું ઇચ્છો છો તે જણાવી શકશો. તમે નવી કે સારી નોકરી શોધી રહ્યા હો તો તે વિકલ્પ પસંદ કરી, જે પેજ ખૂલે તેમાં તમે કયા ફિલ્ડમાં નોકરી ઇચ્છો છો, કયા લોકેશનમાં, ફુલ-ટાઇમ કે પાર્ટ-ટાઇમ વગેરે બાબતો જણાવી શકો છો. એ ઉપરાંત, તમે હાલ ક્યાંય નોકરી કરી રહ્યા હો તો એ કંપનીના રીક્રૂટર, તમે લિંક્ડઇન પર નોકરી શોધી રહ્યા છો એવું ન જાણે, એવું સેટિંગ પણ કરી શકાય છે (જોકે લિંક્ડઇન પ્લેટફોર્મ એ વાતની પૂરી ખાતરી આપતું નથી)!

આવી નાની નાની વાતની કાળજી સાથે લિંક્ડઇનના પ્રોફાઇલમાં તમે વ્યવસ્થિત રીતે વિગતો આપશો તો નવી કે સારી નોકરી શોધવાનું કામ સહેલું બનશે. જો આ કામ તમે સારી રીતે કરી શકશો તો નોકરીમાં પણ સારું પરફોર્મન્સ આપી જ શકશો!

«kuVkR÷{kt þõÞ yux÷e rðøkíkku W{uhku

લિંક્ડઇન પરનો તમારો પ્રોફાઇલ અલગ પ્રકારનો બાયોડેટા જ ગણી શકાય. તમારા સંભવિત નવા એમ્પ્લોયર કે રીક્રૂટર તમારો રેગ્યુલર બાયોડેટા જુએ એ પહેલાં અહીં તમારી વિગતો જુએ એવી પૂરી સંભાવના છે. અહીં તમારી પ્રોફેશનલ લાઇફ વિશે શક્ય એટલી વધુ વિગતો આપો. સામાન્ય બાયોડેટા કરતાં પણ અહીં વધુ વિગત આપી શકાય.અલબત્ત અહીં પણ સંતુલન જરૂરી છે. સામાન્ય રીતે લિંક્ડઇન પ્રોફાઇલમાં ઇન્ટ્રો, અબાઉટ, ફીચર્ડ, બેગ્રાઉન્ડ, સ્કિલ્સ, એકમ્પ્લીશમેન્ટ્સ, એડિશનલ ઇન્ફર્મેશન, સપોર્ટેડ લેંગ્વેજીસ, વગેરે સેકશનમાં આપણી વિગતો આપી શકીએ છીએ. જરૂરિયાત અનુસાર આપણે નવાં સેકશન ઉમેરી શકીએ છીએ.

«kuVkR÷ ÔÞq {kxuLkkt Mku®xøMk íkÃkkMkku

લિંક્ડઇન પર પ્રોફાઇલ મૂકવાનો અને નિયમિત અપડેટ કરવાનો આપણો હેતુ નવું કામ મેળવવાનો અથવા જરૂર પડ્યે વધુ સારી જોબ મેળવવાનો હોય તો આપણો પ્રોફાઇલ વધુ ને વધુ લોકો જુએ તેની ખાતરી કરવી મહત્ત્વની છે. એ માટે સૌથી પહેલાં તો તમારો પ્રોફાઇલ પબ્લિક હોવાની ખાતરી કરો. લિંક્ડઇનના સેટિંગ્સમાં જઇને જુઓ કે તમારી વિગતો તમારા નેટવર્ક બહારના લોકો પણ જોઈ શકે તેવું સેટિંગ પણ છે. સામાન્ય રીતે લિંક્ડઇન આપણા પ્રોફાઇલ માટે આપણાં નામ ઉપરાંત અટપટા નંબર્સ અને લેટર્સ ધરાવતું યુઆરએલ ક્રિએટ કરતું હોય છે તેને બદલે આપણે ફક્ત પોતાનું નામ હોય એવું કસ્ટમાઇઝ્ડ યુઆરએલ પસંદ કરી શકીએ છીએ.

xqtfku, MÃkü yLku æÞkLk ¾U[u íkuðku Ãkrh[Þ ykÃkku

તમે ઇન્ટરનેટ પર એક્ટિવ હો ત્યારે કોઈ એક પેજ પર તમે કેટલોક સમય આપો છો? ગેમિંગ એપ કે વીડિયોની વાત નથી! તેના પરથી, તમારો પ્રોફાઇલ જોવા આવનાર વ્યક્તિ તમને કેટલોક સમય આપશે તેનો આછોપાતળો અંદાજ આવશે. તમારા પ્રોફાઇલમાં તમારા નામ નીચે, ફક્ત ૧૨૦ કેરેક્ટરમાં તમારો એવો પરિચય આપવાનો પ્રયાસ કરો, જેથી પ્રોફાઇલ જોનાર આગળ વાંચવા પ્રેરાય. રોજિંદા બાયોડેટામાં સામાન્ય રીતે હેડલાઇન મૂકવાનો ધારો નથી, પરંતુ લિંક્ડઇન પ્રોફાઇલમાં ગયા પછી, તમારા ફોટોગ્રાફની જમણી તરફ એડિટ બટન ક્લિક કરી, તેમાં સૌનું ધ્યાન ખેંચે તેવી હેડલાઇન મૂકી શકાય છે. આ હેડલાઇન માટે કાળજીપૂર્વક શબ્દો પસંદ કરજો!

«kuVkR÷Lkku Mkkhktþ ykÃkíke Mk{he ÷¾ku

જેમ પ્રોફાઇલમાં તમારા નામ નીચેની હેડલાઇન તમારો ટૂંકો પણ સ્પષ્ટ પરિચય આપી શકે છે, તેમ  લિંક્ડઇન પર લાંબા પ્રોફાઇલ ઉપરાંત એટલે સમરીના સારાંશ આપવાની સગવડ હોય છે. આ સમરી સેકશનમાં આપણે બહુ થોડાં વાક્યો કે પોઇન્ટ્સમાં આપણી આવડતો જણાવી શકીએ છીએ. તમે પ્રોફાઇલમાંની બધી વિગતો ભરશો એટલે લિંક્ડઇનની સિસ્ટમ પોતે તેની આધારે આ સમરી તૈયાર કરી આપશે, પણ એ મશીનૈ તૈયાર કરેલી સમરી હશે. તેના ભરોસે ન રહેશો. જાતે જ ૨૬૦૦ કેટેેક્ટરની મર્યાદામાં સમરી લખી શકાશે. અહીં બોલ્ડ, ઇટાલિક્સ, નંબર કે બુલેટ લિસ્ટ જેવા ફોર્મેટિંગની સગવડ નથી, પણ ટૂંકી વિગતો માટે આ સગવડ પૂરતી છે.

VkuxkuøkúkV ÃkMktË fhðk{kt fk¤S hk¾ku

લિંક્ડઇન પ્રોફાઇલ પર આપણો ફોટોગ્રાફ મૂકવામાં પણ કાળજી જરૂરી છે. લિંકડઇન પર તમારો પ્રોફાઇલ તૈયાર કરવાની વાત હોય કે પછી કોઈ પણ પોસ્ટ મૂકવાની વાત હોય એ હંમેશા યાદ રાખો કે લિંક્ડઇન પ્રોફેશનલ્સ માટેનું નેટવર્ક છે. ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર આપણે ફ્રેન્ડઝ અને ફેમિલી સાથે કનેક્ટ થતા હોઇએ છીએ જ્યારે લિંક્ડઇન પર તમારા કલિગ્સ અને સંભવિત એમ્પ્લોયર તમારી બાબતો જોશે. આથી લિંક્ડઇન પરના પ્રોફાઇલમાં તમારું પ્રોફેશનલ ફોટોગ્રાફ હોય તે જરૂરી છે. તમારો ફોટોગ્રાફ વધુ પડતો કેઝ્યુઅલ ન હોય તેની કાળજી રાખો. ઉપરાંત નોકરી શોધી રહ્યા હો તો તમારા ફોટોગ્રાફમાં જ ‘ઓપન ટુ વર્ક’ અેવી ફ્રેમ ઉમેરી શકાય છે!

«kuVkR÷{kt ¾kMk feðzTMko Ãkh æÞkLk ykÃkku

સામાન્ય બાયોડેટા અને લિંક્ડઇન પરના પ્રોફાઇલમાં બહુ મોટો ફેર એ છે કે લિંક્ડઇનનો પ્રોફાઇલ ઓનલાઇન છે. એટલે કે ઇન્ટરનેટના બધા ફાયદા આપણને તેમાં મળી શકે છે. ઇન્ટરનેટ પર લગભગ આખી રમત સર્ચ અને કી વર્ડ્સ આધારિત હોય છે. આથી લિંક્ડઇન પર તમારો પ્રોફાઇલ લખો ત્યારે તમારી આવડત અને તમારી ઇન્ડસ્ટ્રી અનુસાર ચોક્કસ કીવર્ડસ તેમાં હોય તેનું ધ્યાન રાખો. આમ કરવાથી પોટેન્શિયલ એમ્પ્લોયર તેમને જોઇતા કેન્ડીડેટ્સ લિંક્ડઇન પર સર્ચ કરતા હોય ત્યારે આપણો પ્રોફાઇલ વધુ સહેલાઈથી તેમની નજરમાં આવી શકે છે. તમે તમારી ઇન્ડસ્ટ્રીના કીવર્ડ્સ જાણતા જ હશો, અન્યોના પ્રોફાઇલ પર નજર ફેરવીને પણ સમજ વિસ્તારી શકાય.

¼k»kk{kt ÃkhVuõþLkLke fk¤S hk¾ku

ફરી એ યાદ રાખવું જરૂરી છે કે ફેસબુક અને લિંક્ડઇનમાં મોટો ફેર છે. ફેસબુક પરની આપણી પોસ્ટમાં સ્પેલિંગ કે ગ્રામર પરફેક્ટ હોય તેવી કોઈ અપેક્ષા ન રાખે પરંતુ લિંક્ડઇન પર ભાષાથી પ્રોફેશનલ કેરેકટર અને સ્કિલ્સનો અંદાજ આવી શકે છે. શક્ય તેટલા પરફેકશનનો આગ્રહ રાખો. ‘ટેકનોવર્લ્ડ’માં આપણે જેની વિગતવાર વાત કરી ગયા છીએ એ ગ્રામરલી સર્વિસની મદદ લઇને તમારી ટેકસ્ટ ભૂલોરહિત  હોય તેની કાળજી લો. વાક્યો બને એટલાં ટૂંકા, સ્પષ્ટ અને મુદ્દાસર રાખો. લિંક્ડઇન પર પર કેઝ્યુઅલ લેંગ્વેજ ચાલી શકે છે એટલે કે અહીં તમે પોતાના વિશે ફર્સ્ટ પર્સનમાં જરૂર લખી શકો, થોડો પર્સનલ ટચ પણ આપી શકાય!

«kuVkR÷{kt ðÄw rðøkíkku {kxu ®÷õMk W{uhkuu

સામાન્ય બાયોડેટાની સરખામણીમાં લિંક્ડઇન પ્રોફાઇલનો વધુ એક મોટો ફાયદો એ છે કે તે ઓનલાઇન હોવાથી આપણે પોતાના પ્રોફાઇલમાં શક્ય એટલી વધુ વિગતો લિંક્સ સ્વરૂપે પણ ઉમેરી શકીએ છીએ. આપણે કરેલું કામ દર્શાવી શકાય એવાં પ્રેઝન્ટેશન, પ્રોજેક્ટ, વેબસાઇટ્સ વગેરેની લિંક લિંક્ડઇનના પ્રોફાઇલમાં ઉમેરી શકાય છે. માઇલસ્ટોન જેવી વિગતો પોસ્ટ ઉપરાંત પ્રોફાઇલમાં પણ ઉમેરવાનું યાદ રાખવા જેવું છે. હા, જ્યારે તમે ટીમના ભાગરૂપે કે કંપની માટે કામ કર્યું હોય ત્યારે તેનો કોઈ કોન્ફિડેન્શિયલ પ્રોજેક્ટ કે તેની વિગતો લિંક્ડઇન પર શેર ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખશો. આવી ચૂક થાય તો તેની ગંભીર અસર થઈ શકે છે.

Ãkrhr[íkku íkhVÚke yuLzkuMko{uLx {u¤ðku

જે રીતે સામાન્ય પ્રોફાઇલમાં આપણને ઓળખતી હોય અને આપણા વિશે સારો અભિપ્રાય આપી શકતી હોય તેવી પ્રતિષ્ઠિત વ્યક્તિઓના રેફરન્સ અને તેમની કોન્ટેક્ટ ડિટેઇલ આપણે આપતા હોઇએ છીએ, એ જ રીતે આપણો લિંક્ડઇન પ્રોફાઇલ આવા રેફરન્સથી વધુ સમૃદ્ધ બને છે. આપણે જે લોકો માટે કામ કર્યું હોય તેમને આપણા નેટવર્કમાં ઉમેરીને તેમના તરફથી આપણે રેકમેન્ડેશન કે એન્ડોર્સમેન્ટ મેળવી શકીએ છીએ. પોતાના નેટવર્કમાંના અન્ય લોકો વિશે આપણે સારા અભિપ્રાય આપીશું તો એ લોકો વળતો પ્રતિસાદ આપશે. લિંક્ડઇન એક ટ્રાન્સપરન્ટ મીડિયમ હોવાથી અહીં ‘ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી’ એ ખાસ યાદ રાખવા જેવું છે.

ÃkkuíkkLkwt Lkuxðfo fk¤SÃkqðof rðMíkkhku

લિંક્ડઇન પર આપણું નેટવર્ક જેટલું બહોળું એટલી આપણને નવી જોબ કે કામની તકો મળવાની શક્યતા વધુ. આથી લિંક્ડઇન પર તમારું નેટવર્ક શક્ય એટલું વિસ્તારવાનો પ્રયાસ કરો (લિંક્ડ્ઇન પોતે પણ ફેસબુકની જેમ, આપણાં ડાઇરેક્ટ કનેક્શન, કનેક્શનનાં કનેક્શન વગેરે રીતે આપણું નેટવર્ક વિસ્તારે છે). એ રીતે પણ તમારો પ્રોફાઇલ વધુ લોકો સુધી પહોંચી શકશે. અલબત્ત, અહીં માત્ર એવા લોકો સાથે કનેક્ટ થાઓ જેમને તમે અને તેઓ તમને બરાબર ઓળખતા હોય. તમે કોઈને ઓળખતા ન હો તેમ છતાં લિંક્ડઇન પર તેમની સાથે કનેક્ટ થવા માગતા હો તો તેમને પહેલાં પ્રાઇવેટ મેસેજ મોકલીને તમારો પરિચય આપવો વધુ યોગ્ય રહેશે.

Lkðe rMkrØyku, Lkðe rðøkíkku W{uhíkk òyku

લિંક્ડઇન પ્રોફાઇલનું સૌથી મોટું જમા પાસું એ છે કે આપણે તેને સતત વધુ ને વધુ સમૃદ્ધ કરી શકીએ છીએ, જ્યારે ઇચ્છીએ ત્યારે. આપણે કોઈ નવા પ્રોજેક્ટ પર કામ કર્યું, કંપનીમાં પ્રમોશન મળ્યું, કોઈ ખાસ સર્ટિફિકેશન મેળવ્યું... જેવી કોઈ પણ બાબત લિંક્ડઇન પર તમારા નેટવર્કમાં શેર કરવાની સાથોસાથ તેની વિગતો પ્રોફાઇલમાં પણ ઉમેરતા જાઓ. શક્ય હોય તો દર મહિને નિયમિત રીતે લિંક્ડઇન પ્રોફાઇલ અપડેટ કરવા માટે થોડો સમય ફાળવો. આમ કરવાના બે ફાયદા છે - એક જો તમે નવી સિદ્ધિઓ મેળવી હશે તો પ્રોફાઇલમાં તે ઉમેરી શકાશે અને જો મહિના દરમિયાન કશું નોંધપાત્ર ન કર્યું હોય તો એ મુદ્દા તરફ વિચારવાની જરૂરિયાત સમજાશે!

«kuVkR÷ fkuý swyu Au yu Ãký íkÃkkMkíkk hnku

આપણો સામાન્ય બાયોડેટા આપણે પોતે જુદી જુદી કંપનીઓને મોકલી શકીએ, જ્યારે લિંક્ડઇન પર લોકો સામેથી આપણો પ્રોફાઇલ જોઈ શકે છે. અલબત્ત લિંક્ડઇનમાં આપણું ક્યા પ્રકારનું એકાઉન્ટ છે તેના પર બધો આધાર છે. જો આપણું બેઝિક ફ્રી એકાઉન્ટ હશે તો છેલ્લા ૯૦ દિવસમાં આપણા પ્રોફાઇલના માત્ર પાંચ રીસન્ટ વ્યૂઅર વિશે આપણે થોડું જાણી શકીશું. પ્રીમિયમ એકાઉન્ટના કિસ્સામાં છેલ્લાં ૯૦ દિવસમાં આપણો પ્રોફાઇલ જોનારા તમામ લોકોની વિગતો જાણી શકાય છે. જોકે આપણું પ્રીમિયમ એકાઉન્ટ હોય પરંતુ પ્રોફાઇલ જોનારી વ્યક્તિ પ્રાઇવેટ મોડમાં બ્રાઉઝિંગ કરી રહી હોય તો તેમની વિગતો આપણને જાણવા મળશે નહીં.

Tags :