ફોન અને લેપટોપ કનેક્ટ કરો

- Lkðk Mk{Þ{kt fk{ fhðkLke Lkðe heíkku ík{u yÃkLkkðe Au?
અત્યારે એવો સમય આવી ગયો છે કે દીકરો કે દીકરી, હોંશિયાર હોય, સારી લાઇનમાં જવા તૈયાર હોય
તો એ બારમા ધોરણમાં આવે ત્યાં સુધીમાં તેેના સ્ટડી ટેબલ પર એક લેપટોપ ગોઠવાઈ ગયું
હોય. હાથમાં સ્માર્ટફોન તો એ પહેલાં ક્યારનોય આવી ગયો હોય! સ્માર્ટફોન અને લેપટોપ
બંનેમાં કામ કરવાનો આ સિલસિલો વ્યક્તિ ઓફિસકામમાંથી નિવૃત્ત થાય તે પછી પણ ચાલુ
રહી શકે. આ આખા સમયગાળા દરમિયાન આપણે બંને ડિવાઇસમાં સતત પરોવાયેલા રહીએ છીએ.
જો આપણી આર્થિક સ્થિતિ સદ્ધર હોય તો લેપટોપ અને ફોન બંને એપલ કંપનીના હોય. તમે
એપલનાં વિવિધ ડિવાઇસનો ઉપયોગ કર્યો હોય તો તમે જાણતા હશો કે તેનાં જુદાં જુદાં
સાધનો એકમેક સાથે સાચા મનમેળથી કામ કરે છે. આપણે આઇફોનમાં કોઈ કામ કરતા હોઇએ અને
ત્યાંથી તેને અધૂરું મૂકીને આઇપેડ હાથમાં લઇએ કે મેકબુક પર જઇએ તો કામ જ્યાં
અધૂરું મૂક્યું હોય ત્યાંથી એકદમ સહેલાઈથી આગળ વધારી શકાય. કોપી-પેસ્ટ કરવા માટેના
ક્લિપબોર્ડ સહિત બધું જ એકમેક સાથે એકદમ સિંક્ડ રહે!
પરંતુ લેપટોપ વિન્ડોઝનું હોય અને ફોન એન્ડ્રોઇડનો હોય તો આખી વાત જરા મુશ્કેલ
બને.
વિન્ડોઝ લેપટોપ અને એન્ડ્રોઇડ ફોનમાં પોતપોતાની મૂળ ઓપરેટિંગ સિસ્ટમ એકસરખી
પરંતુ જુદી જુદી કંપની અને તેમાં જુદાં જુદાં મોડેલ અનુસાર ફીચર્સમાં વધઘટ થતી
રહે. વિન્ડોઝ અને એન્ડ્રોઇડની ઓપરેટિંગ સિસ્ટમ પોતે પણ મૂળભૂત રીતે અલગ. બંનેની
ઇકોસિસ્ટમ એપલ જેવી યુનિફાઇડ નહીં.
આપણે મોટા ભાગે જેમાં કામ કરવાનું થતું હોય એ પ્રોગ્રામ્સની એપ અને બ્રાઉઝર
માટેનું વેબ વર્ઝન હોય એટલે ફોન અને લેપટોપમાં આવા પ્રોગ્રામમાંનું આપણું કામકાજ
સિંક્ડ રાખી શકાય. પરંતુ એ સિવાય ઘણું બધું એવું હોય છે, જે સીધેસીધું બંને ડિવાઇસમાં કનેક્ટેડ રહે તો આપણને ઘણી આસાની રહે.
સદનસીબે પાછલા થોડા સમયથી માઇક્રોસોફ્ટે પોતાના પીસી/લેપટોપ અને એન્ડ્રોઇડ
ફોનને એકમેકની નજીક લાવવાના પ્રયાસો શરૂ કર્યા છે.
માઇક્રોસોફ્ટે આવી શરૂઆત અગાઉ યોર ફોન અને હવે ફોન લિંક તથા લિંક ટુ વિન્ડોઝ નામની સર્વિસથી કરી છે. આપણે પોતાના એન્ડ્રોઇડ ફોન અને વિન્ડોઝ પીસી-લેપટોપમાં
આ સર્વિસ એક્ટિવેટ કરીએ એ પછી બંને ડિવાઇસ વચ્ચે જુદી જુદી બાબતોની આપલે એકદમ
સહેલી બની જાય છે.
જો તમારે પણ એન્ડ્રોઇડ ફોન અને વિન્ડોઝ પીસી-લેપટોપ બંનેમાં કામ કરવાનું થતું હોય તો વહેલી તકે ફોન લિંકનો ઉપયોગ શરૂ કરવા જેવો છે.
ík{u MxwzLx
nku fu ykurVMk yuÂõÍõÞwrxð - ‘VkuLk ®÷f’ yuÃkÚke fhe þfþku M{kxo ðfo!
ફોનનો સ્ક્રીન પીસીના સ્ક્રીન પર ઓપન કરી, તેમાં કામ થઈ શકે
ફોન અને પીસીના મૂળ ઉપયોગ જુદા જુદા છે,
છતાં, બંનેનું કામ એકમાં જ થઈ શકે તો વાત ઘણી સહેલી બને. ખાસ કરીને આપણે પીસી પર કામ
કરી રહ્યા હોઈએ ત્યારે. ફોન લિંકથી ફોન-પીસી કનેક્ટ કર્યા પછી પીસીના સ્ક્રીન પર ફોનનો સ્ક્રીન ઓપન કરી શકીએ
છીએ. એ માટે ફોન લિંકમાં ઉપર ડાબી તરફ દેખાતા ફોનના નાના સ્ક્રીન પર ક્લિક કરવાનું રહે છે. એ પછી
ફોનમાં જે કોઈ એકશન લઇ શકીએ એ બધા જ પીસીના સ્ક્રીન પરથી મોબાઇલમાં લઈ શકાય છે!
મોબાઇલમાં કોઈ એલાર્મ કે રીમાઇન્ડર સેટ કરવો છે, એ કામ પીસીના સ્ક્રીન પર, પીસીના માઉસ-કીબોર્ડથી થઈ
શકે!
ફોનમાંના ફોટોગ્રાફ સીધા જ કમ્પ્યૂટરમાં ઓપન કરી શકાય
તમારે પોતાના ફોનમાં વારંવાર સ્ક્રીનશોટ્સ લઇને તેનો પીસીના કોઈ પ્રોગ્રામમાં
ઉપયોગ કરવાનો થાય છે? તમારી આ કાયમી જરૂરિયાત હોય
તો તમે જાણતા હશો કે ફોનમાંથી સ્ક્રીનશોટ કે ફોટોઝ પીસીમાં લઇ જવાનું કામ
ઝંઝટભર્યું છે. તેને શેર કરવાની કસરત કરવાને બદલે ફોન લિંક પ્રોગ્રામ ઓપન કરી, તેમાં ફોટોઝ ટેબમાં જતાં સ્માર્ટફોનમાં લીધેલા ફોટોગ્રાફ તરત જ પીસીના સ્ક્રીન પર જોઈ શકાય
છે. અહીંથી કોઈ પણ ફોટોગ્રાફ ઓપન, કોપી, સેવ, શેર કે ડિલીટ કરી શકાય. અગાઉ
અહીં મર્યાદિત સંખ્યામાં ફોટો જોવા મળતા,
હવે ફોનમાંના ૨૦૦૦
ફોટોગ્રાફ પીસી પર જોઈ શકાય છે!
ફોનમાંનાં નોટિફિકેશન્સ પીસીના સ્ક્રીન પર જોઈ, એક્શન લઈ શકાય
ફોન-પીસી કનેક્ટેડ હોય ત્યારે પીસીમાં ફોન લિંક પ્રોગ્રામમાં આપણા ફોનમાં આવતાં બધાં નોટિફિકેશન જોઈ શકાય છે. એટલું જ નહીં, તેના પર એકશન પણ લઈ શકાય. જેમ કે જે રીતે ફોનમાં વોટ્સએપમાં નોટિફિકેશન આવે
અને તેમાંથી જ આપણે (વોટ્સએપ એપ ઓપન કર્યા વિના) જવાબ આપી શકીએ, એ જ રીતે પીસીના સ્ક્રીન પરથી વોટ્સએપ મેસેજનો જવાબ આપી શકાય છે.
ફોન લિંકમાં ફોનમાંની વિવિધ એપ્સ પણ ઇન્ટિગ્રેટેડ છે. આથી કોઈ નોટિફિકેશન પર ક્લિક
કરતાં પીસીના સ્ક્રીન પર મોબાઇલનો સ્ક્રીન ઓપન થાય છે અને તેમાં જે તે એપ ઓપન થાય
છે!
ફોનમાંના બધા એસએમએસ પીસીમાં જોઈ શકાય,
નવા મેસેજ મોકલી શકાય
જે રીતે વોટ્સએપ માટે ફોનમાં એપ અને વિન્ડોઝ માટે વેબ વર્ઝન છે, તેમ એસએમએસ માટે પણ ગૂગલની મેસેજિસ એપ અને વેબ વર્ઝન છે. ફોન લિંકનો ઉપયોગ કરો તો આવા અલગ વેબ
વર્ઝનની જરૂર નહીં. ફોનમાં આવતા મેસેજ આપણે પીસીના સ્ક્રીન પર જોઈ શકીએ. અહીં બધા
મેસેજ એક સાથે જોઈ શકાય, તેમ જ મેસેજિસ સર્ચ કરી શકાય
અને મેસેજ ઓપન કરીને તેનો જવાબ આપી શકાય. એ જ રીતે નવા મેસેજ પણ પીસીના સ્ક્રીન પર
ટાઇપ કરીને સેન્ડ કરી શકાય છે. આ બધું ફોનમાં પણ થઈ શકે. પરંતુ મૂળ મુદ્દો બધું
કામ બે અલગ અલગ ડિવાઇસને બદલે એક ડિવાઇસમાંથી કરવાની સગવડનો છે.
પીસીના સ્ક્રીન પરથી કોલ રીસિવ કરી શકાય કે નવા કોલ કરી શકાય
ફોન લિંકની મદદથી બધા કોન્ટેક્ટ પીસી સાથે
સિંક્ડ રાખી શકાય. પીસીમાં ફોન લિંકમાં કોલ્સ ટેબમાં જઇને આવેલા કે આપણે કરેલા કોલ્સની હિસ્ટ્રી જોઈ શકાય. અહીંથી, એટલે કે પીસીમાંથી જ કોલ રીસિવ કરી શકાય અથવા અન્યને કોલ કરી શકાય. આ સમયે કોલ
ખરેખર ફોનમાંથી થાય પરંતુ આપણે લેપટોપમાં સ્પીકરની મદદથી વાતચીત કરી શકીએ. મતલબ કે
આપણે પીસીમાં કંઈ કામ કરતા હોઇએ અને કોઈનો ફોન આવે તો ફોન હાથમાં લઇને વાત કરવાની
જરૂર ન રહે. અલબત્ત અહીં બ્લુટૂથ હેન્ડસેટ કામ કરતા નથી. આથી પોતાનો અલગ રૂમ કે
ચેમ્બર હોય તો વાત વધુ સહેલી બને.
ફોન-પીસીમાં કોપી કરેલી બાબતો સીધી બીજા સાધનમાં પેસ્ટ થાય
આ પણ ફોન લિંક સર્વિસની એક ખાસ ઉપયોગી સુવિધા છે, જે તમારું કામકાજ એકદમ સહેલું
બનાવી શકે છે. તેની મદદથી આપણે ફોન અથવા પીસીમાં કોઈ પણ વાત કોપી કર્યા પછી તેને
બીજા ડિવાઇસમાં સીધેસીધી પેસ્ટ કરી શકીએ છીએ!
સાદું ઉદાહરણ લઇએ તો આપણે સ્માર્ટફોનમાં બ્રાઉઝરમાં કોઈ વેબ પેજ જોઈ રહ્યા
હોઇએ અને તેને પીસીના મોટા સ્ક્રીન પર જોવું હોય તો ફોનમાં બ્રાઉઝરમાં એ વેબપેજની
લિંક કોપી કરવાની અને પીસીમાં બ્રાઉઝરમાં પેસ્ટ કરવાની! આ સુવિધા સ્ટુડન્ટ્સ અને
ઓફિસ એક્ઝિક્યુટિવ્સને અત્યંત ઉપયોગી થઈ શકે છે.
એક ડિવાઇસમાંની ફાઇલ્સ સહેલાઈથી બીજા ડિવાઇસમાં લઈ જઈ શકાય
તમે પોતાના સ્માર્ટફોન અને લેપટોપ બંનેનો પૂરેપૂરો ઉપયોગ કરતા હો તો ઘણી વાર
એક ડિવાઇસમાંની ફાઇલ્સ કે અન્ય બાબતો બીજા ડિવાઇસમાં લઈ જવાની જરૂર ઊભી થતી હશે.
આ કામ આપણે કાં તો વોટ્સએપ કે ઇમેઇલ જેવી કોઈ રીતે કરવું પડે. એ કામ હવે ફોન લિંકની મદદથી એકદમ સહેલાઈથી થઈ
શકે છે. એ માટે પીસીમાં ફોન લિંકમાં સેટિંગ્સમાં ફીચર્સમાં જઈને, ટ્રાન્સફર કરેલી ફાઇલ્સ
પીસીમાં કયા ફોલ્ડરમાં સેવ થાય એ આપણે નક્કી કરી શકીએ છીએ. મોબાઇલમાંથી ફાઇલ સાદી
રીતે શેર કરવાની અને એપ તરીકે લિંક ટુ વિન્ડોઝ પસંદ કરવાની, બસ!
લેપટોપ માટે ફોનનું હોટસ્પોટ એક્ટિવેટ કરો - આપોઆપ
ઘણી વાર એવું બને કે આપણા લેપટોપ માટે ઇન્ટરનેટ કનેક્શન ઉપલબ્ધ ન હોય. આપણે પોતાના ઘર કે ઓફિસમાં ન હોઈએ ત્યારે આવું ખાસ બને. આવે સમયે આપણે ફોનમાં ડેટા કનેક્ટિવિટી ઓન કરી, તેનાં સિગ્નલ લેપટોપમાં વાઇ-ફાઇ સ્વરૂપે મેળવીને લેપટોપમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી મેળવી શકીએ. આ માટે આપણે દર વખતે ફોનમાં હોટસ્પોટ ફીચર ઓન કરવું પડે. પરંતુ ફોન લિંકને કારણે આવા મેન્યુઅલ સેટઅપની જરૂર રહેતી નથી. જોકે આ સગવડ વિન્ડોઝ ૧૧માં જ મળે છે અને પીસી-લેપટોપમાં વાઇ-ફાઇ તથા બ્લુટૂથ બંને પ્રકારની કનેક્ટિવિટી હોવી જરૂરી છે.
VkuLk ®÷f
yuÃkLkku WÃkÞkuøk fuðe heíku þY fhe þfkÞ?
માઇક્રોસોફ્ટ ફોન લિંક સર્વિસથી સ્માર્ટફોન અને પીસી-લેપટોપને કનેક્ટ કરવાથી મળતા લાભની વિગતો ઉપર
વાંચ્યા પછી, આ સર્વિસ તમને કામની લાગી? તો તેનો ઉપયોગ શરૂ કરવાનાં પ્રાથમિક પાસાં સમજી લઈએ. અહીં લખેલી વાતો થોડી
ગૂંચવણભરી લાગી શકે, પણ ફોન-લેપટોપમાં જોવા મળતી
સૂચનાનું પાલન કરતા જશો તો પ્રારંભિક સેટ અપ કરવું સાવ સહેલું છે.
પાયાની વાત, માઇક્રોસોફ્ટ ફોન લિંક શું છે?
માઇક્રોસોફ્ટ ફોન લિંક એ વિન્ડોઝ કમ્પ્યૂટર માટેની એક એપ્લિકેશન છે, જેની મદદથી એન્ડ્રોઇડ સ્માર્ટફોન અથવા આઇફોનને વિન્ડોઝ પીસી સાથે કનેક્ટ કરી
શકાય છે. તેનો મુખ્ય હેતુ મોબાઇલ ડિવાઇસમાં જે કંઈ થઈ શકે લગભગ એ બધું જ પીસી પર
શક્ય બનાવવાનો છે. જેને કારણે આપણે પીસી પર કામ કરતા હોઇએ ત્યારે વારંવાર ફોન
હાથમાં લેવો પડે નહીં - ફોનનો સ્ક્રીન પીસીના સ્ક્રીન પર આપણી સામે હાજર રહે.
ફોન લિંક સર્વિસનો હેતુ એપલ જેવી ઇકોસિસ્ટમ ઊભી કરવાનો છે, જેથી જુદા જુદા ડિવાઇસમાં વહેંચાયેલું કામકાજ એક જ ડિવાઇસ એટલે કે કમ્પ્યૂટર
પર સહેલાઈથી થઈ શકે. ફોન લિંક સર્વિસ તેના નામ મુજબ આપણા સ્માર્ટફોનને કમ્પ્યૂટર સાથે કનેક્ટ કરી આપે છે.
હમણાં માઇક્રોસોફ્ટ કંપનીએ ફોન લિંક સર્વિસ ખાસ્સી અપડેટ કરી છે તથા એમાં જુદાં જુદાં ફીચર ઉમેરાયાં છે. હવે આપણો
ફોન અને પીસી એકમેક સાથે કનેક્ટેડ હોય ત્યારે પીસીમાં સ્ટાર્ટ બટન ક્લિક કરતાં જે
શરૂઆતી મેનૂ ઓપન થાય તેમાં જ જમણી બાજુ એક અલગ પેનલમાં આપણો કનેક્ટેડ ફોન અને
તેમાંની વિવિધ બાબતો દેખાય છે. આથી અહીંથી જ આપણે પીસીમાં ફોન લિંક એપમાં જઈને વિવિધ એક્શન લઈ
શકીએ.
ફોન લિંક માટે શું શું જોઇશે?
એન્ડ્રોઇડ ફોન અને વિન્ડોઝ કમ્પ્યૂટર પર ફોન લિંકનો ઉપયોગ કરવા માટે આપણાં
સાધનોમાં નીચેની શરતોનું પાલન થવું જોઇએ,
જે સહેલું જ છે.
વિન્ડોઝ પીસીમાંઃ મે ૨૦૧૯ કે ત્યાર પછીનું વિન્ડોઝ ૧૦ વર્ઝન અથવા વિન્ડોઝ ૧૧.
આમ તો, આ બંને વિન્ડોઝ વર્ઝનમાં ફોન લિંક એપ પહેલેથી ઇન્સ્ટોલ્ડ હોય છે, પણ જો તમારા પીસી-લેપટોપમાં આ એપ ન હોય તો તેને માઇક્રોસોફ્ટ સ્ટોરમાંથી
ડાઉનલોડ કરી શકાશે.
એન્ડ્રોઇડ ફોનમાંઃ એન્ડ્રોઇડ ૭ અથવા ત્યાર પછીનું વર્ઝન. બહેતર પરિણામ માટે
એન્ડ્રોઇડ ૧૦ કે ત્યાર પછીનું વર્ઝન હોય તો વધુ સારું. એ સાથે ફોનમાં લિંક ટુ વિન્ડોઝ કમ્પેનિયન એપ જોઈશે. આ એપ સેમસંગ અને ઓનર
કંપનીના મોટા ભાગના ફોનમાં પહેલેથી ઇન્સ્ટોલ્ડ હોય છે. બાકી ગૂગલ પ્લે સ્ટોર પરથી
મફતમાં ઇન્સ્ટોલ કરી શકાશે.
ફોન લિંક સેટ અપ કરવાનાં પગલાં
ફોન લિંકનો ઉપયોગ કરવા માટે આપણું માઇક્રોસોફ્ટ એકાઉન્ટ (ફ્રી અથવા પેઇડ) હોવું જરૂરી
છે. પીસી તથા સ્માર્ટફોન બંનેમાં આ એકાઉન્ટનો ઉપયોગ થતો હોવો જોઇએ.
પીસીમાંઃ ફોન લિંક એપ ઓપન કરો. એન્ડ્રોઇડ સિલેક્ટ કરો. તેમાં તમારા માઇક્રોસોફ્ટ એકાઉન્ટથી લોગ
ઇન થાઓ. હવે પેર વિથ ક્યૂઆર કોડ અથવા પેર મેન્યુઅલી એવા બે વિકલ્પ જોવા મળશે.
એન્ડ્રોઇડ ફોનમાંઃ પીસીમાં ઉપલા તબક્કે પહોંચ્યા પછી ફોનમાં લિંક ટુ વિન્ડોઝ એપ ઓપન કરો. પીસીમાંના
માઇક્રોસોફ્ટ એકાઉન્ટથી લોગ ઇન થાઓ. હવે સ્માર્ટફોનના કેમેરાથી પીસીના સ્ક્રીન પર
દેખાતો ક્યૂઆર કોડ સ્કેન કરી શકાશે અથવા પીસીમાં દેખાતો મેન્યુઅલ કોડ એન્ટર કરી
શકાશે.
પરમિશન્સઃ આપણે ફોનમાં ફોન લિંક એપ ફોનમાંનાં આપણાં વિવિધ કન્ટેન્ટને એક્સેસ કરી શકે એ માટે એન્ડ્રોઇડ ફોનમાં
વિવિધ પ્રકારની પરમિશન આપવી પડશે.
બ્લુટૂથ પેરિંગઃ સ્માર્ટફોનને પીસી સાથે બ્લુટૂથથી પેર કરો. પીસીમાં મોબાઇલથી
કોલ રીસિવ કે કરવા માટે આમ કરવું જરૂરી બનશે.
નેટવર્ક કનેક્ટિવિટીઃ ફોન લિંકનો પૂરો લાભ લેવા માટે આપણાં બંને ડિવાઇસ ઓન હોવાં, એકમેકની નજીક હોવાં તથા એક જ વાઇ-ફાઇ કે મોબાઇલ ડેટા/ઇન્સ્ટન્ટ હોટસ્પોટનો
ઉપયોગ કરતા હોય તે જરૂરી છે.
ફોન લિંક સર્વિસની મદદથી આઇફોનને પણ વિન્ડોઝ પીસી સાથે કનેક્ટ કરી શકાય છે. પરંતુ તેનો
ઉપયોગ એન્ડ્રોઇડની સરખામણીમાં મર્યાદિત રહે છે.








