Get The App

''નજીવાં ટાસ્ક પૂરાં કરો, કમાણી કરો ! ''

Updated: Aug 3rd, 2025

GS TEAM

Google News
Google News
''નજીવાં ટાસ્ક પૂરાં કરો, કમાણી કરો ! '' 1 - image


- ©kðý çkuMke økÞku Au, Lkðk «fkhLkk swøkkh{kt VMkkþku Lknª

ફરી આવી પહોંચ્યો છે શ્રાવણ. આ મહિનો આવતાં બે તદ્દન વિરોધાભાસી જુવાળ જોવા મળે છે - શ્રદ્ધા અને જુગાર! જુગારમાં પણ શ્રદ્ધા તો હોય છે, પણ ખોટી. આજના સમયમાં તકલીફ એ છે કે જુગારમાં જેમને શ્રદ્ધા છે એમણે શ્રાવણ આવે ત્યાં સુધી રાહ જોવી પડતી નથી. એમને પત્તાંની પણ જરૂર નથી. તેઓ ઇચ્છે ત્યારે જુગાર રમી શકે છે, એ પણ જાતભાતની રીતે. બધું એમને માટે એકદમ હાથવગું રહે છે, એમના મોબાઇલમાં જ.

પણ, આજે જે જુગારની વાત કરવી છે એનો પ્રકાર અલગ છે.

સાવ સાચું કહેજો, ઉપરનું શીર્ષક વાંચીને તમે વાંચવા લલચાયાને? રૂપિયાની ખરી-ખોટી ભીંસ અને ઓછી મહેનતે વધુ કમાઈ લેવાની લાલચ - આ બંને કારણે, ખાસ કરીને ટેલિગ્રામ જેવાં ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ્સ પર લોકોને નજીવાં, તદ્દન સહેલાં કામ પૂરાં કરીને ઠીક ઠીક કમાણી કરવાની ‘સગવડ’ આપતા લોકોનો રાફડો ફાટ્યો છે. એમાં ફસાતા લોકો પોતે પણ કદાચ સમજતા હશે કે આ જુગાર છે, પણ ખેલી લેવાની લાલચ એ જતી કરી શકતા નથી. સમયસર અટકી શકાય તો ઠીક, બાકી આમાં જીવ પણ જાય છે.

MkkRz RLf{Lkk [¬h{kt Sð økw{kÔÞku

ભાવનગરમાં એક ખાનગી બેંકમાં નોકરી કરતી યુવતી મનીષા  (બધાં નામ-શહેર બદલ્યાં છે) આમ તો વોટ્સએપ પર વધુ સક્રિય હતી. પરંતુ ક્યારેક ક્યારેક એ ટેલિગ્રામમાં પણ એક્ટિવ થતી. બેંકની નોકરી સારી હતી છતાં મનીષા કમાણીના નવા રસ્તાની શોધમાં હતી. એવી શોધમાં જ એ ટેલિગ્રામમાં એક ગ્રૂપ પર પહોંચી.

એ ગ્રૂપમાં નાનાં નાનાં ટાસ્ક પૂરા કરીને નાની મોટી કમાણી કરવાની તક આપવામાં આવતી હતી. શરૂઆતમાં કોઈ ઓનલાઇન પ્રોડક્ટને લાઇક કરવી કે તેના વિશે રિવ્યૂ આપવા જેવાં ટાસ્ક તેને સોંપવામાં આવ્યાં. દરેક ટાસ્ક પૂરું કરવાના બદલામાં મનીષાને ૧૫૦-૨૦૦ કે ૩૦૦ રૂપિયા જેવી રકમ ચૂકવવામાં આવતી હતી. ધીમે ધીમે મનીષાને કહેવામાં આવ્યું કે એ થોડી રકમ ઇન્વેસ્ટ કરે તો ખાસ્સી મોટી રકમનો મળે તેવા ટાસ્ક તેને સોંપવામાં આવી શકે છે.

તમે સમજી ચૂક્યા હશો તેમ મનીષા આ કળણમાં ખૂંપતી ગઈ. શરૂઆતમાં તેણે પ્રમાણમાં મોટી રકમ ઇન્વેસ્ટ કરી અને તેનાથી વધુના રિવોર્ડ પણ મળ્યા. એ પછી ઇન્વેસ્ટમેન્ટ અને રિવોર્ડ વચ્ચેનો તફાવત વધતો ગયો.

છેવટે વાત લાખોમાં પહોંચી. મનીષાએ આત્મહત્યા કરી અને સ્યૂસાઇડ નોટમાં તેણે લખ્યું કે તેના માથે ૨૮ લાખ રૂપિયા જેટલું દેવું થઈ ગયું હતું!

Úkkuze Mkkð[uíkeÚke £kuz{kt VMkkíkkt çkåÞku

ઇન્દોરનો પ્રજ્ઞેશ પણ આ રીતે ટેલિગ્રામ પર નાનાં કામ સોંપીને તેના બદલામાં રકમ ચૂકવતા ગ્રૂપના સંપર્કમાં આવ્યો.

શરૂઆતમાં બધી વાતચીત એ ગ્રૂપ પર જ ચાલી, પછી ગ્રૂપના એડમિને તેને એક એજન્ટ સાથે સંપર્ક કરાવ્યો.

આ એજન્ટ કોઈ શોપિંગ સાઇટ પર કોઈ ચોક્કસ પ્રોડક્ટને સારું રેટિંગ આપવું કે યુટ્યૂબ વીડિયોને લાઇક કરવા જેવાં કામ સોંપતો હતો - આ બધું પણ ટેલિગ્રામના નવા ગ્રૂપમાં થતું હતું.

દરેક ટાસ્ક પૂરું કરતાં પ્રજ્ઞેશને રૂ. ૨૦૦ જેવી રકમ મળતી હતી. પ્રજ્ઞેશનો ઉત્સાહ વધતો ગયો.

ધીમે ધીમે તેને રોજનાં ૨૦-૨૦ ટાસ્ક મળવા લાગ્યાં.

ઘેરબેઠાં સાવ નજીવાં કામ પૂરા કરીને રોજની ૪૦૦૦ રૂપિયા જેટલી આવક થવા લાગતાં પ્રજ્ઞેશનો ઉત્સાહ બેવડાયો.

જોકે એ પછી એક દિવસ વાત બદલાઈ. પેલા એજન્ટે પ્રજ્ઞેષને કહ્યું કે જો એ રૂ. ૩૦૦૦નું ઇન્વેસ્ટમેન્ટ કરે તો દરેક ટાસ્ક પૂરો કરતાં રૂ. ૧૦૦૦નો રિવોર્ડ મળી શકે છે. માંડ બસો રૂપિયાના રિવોર્ડ કરતાં સીધા પાંચ ગણા રિવોર્ડની વાત હતી! પણ પ્રજ્ઞેશ મનીષા કરતાં નસીબદાર અને સચેત હતો. સાવ નજીવું કામ કરવાના બદલામાં આટલું વળતર મળે એ સંભવ નથી એ સમજાતાં તેણે ટેલિગ્રામ ગ્રૂપ છોડી દીધું.

Ãknu÷kt rhðkuzo, ÃkAe ÄkfÄ{fe

મેંગ્લોરમાં એક ખાનગી કંપનીમાં નોકરી કરતો ૨૯ વર્ષનો વિષ્ણુ પણ આ રીતે ટેલિગ્રામ ગ્રૂપના સંપર્કમાં આવ્યો. એ ગ્રૂપમાં બે એડમિન હતા. બંને એડમિનનો સીધો સંપર્ક થઈ શકતો નહોતો. વિષ્ણુને કોઈ ઓનલાઇન સ્ટોરમાં અમુક નિશ્ચિત પ્રોડક્ટ્સ કાર્ટમાં એડ કરવા જેવાં કામ સોંપવામાં આવ્યા. એ પછી તેણે પોતે ટાસ્ક પૂરું કર્યા હોવાના પુરાવા રૂપે કાર્ટનો સ્ક્રીનશોટ લઇને મોકલવાનો હતો.

િવષ્ણુ તેને સોંપવામાં આવતાં ટાસ્ક પૂરાં કરતો ગયો. એ પછી તેને ટેલિગ્રામમાં બીજા એક ગ્રૂપમાં મોકલવામાં આવ્યો. આ ગ્રૂપમાં વિષ્ણુને એક યુપીઆઇ એડ્રેસ આપવામાં આવ્યું. કહેવામાં આવ્યું કે હવે તેને ટાસ્ક સોંપવામાં આવશે તે પ્રીપેઈડ પ્રકારના છે, આથી પહેલાં તેણે નિશ્ચિત રકમ ચૂકવવી પડશે અને પછી ઇન્વેસ્ટમેન્ટ કરતાં વધુ રકમનું વળતર મળશે.

થોડો સમય બધું બરાબર ચાલ્યું. પરંતુ પછી વિષ્ણુને કંઈક ગરબડ હોવાની શંકા જાગવા લાગી. તેણે વધુ રકમની ચૂકવણી કરવા આનાકાની શરૂ કરી તો સામેના છેડેથી દબાણ વધવા લાગ્યું અને તેણે ઇન્વેસ્ટ કરેલી બધી રકમ ગુમાવવી પડશે એવી ધમકી મળી. આ વિષચક્રમાં વિષ્ણુએ પોણા ત્રણ લાખ જેટલી રકમ ગુમાવી. એ પછી હાથમાં કંઈ ન આવતાં તેણે સાયબર ક્રાઇમ પોર્ટલ મારફત ફ્રોડની ફરિયાદ નોંધાવી.

yk «fkhLkk £kuz fE heíku ÚkkÞ Au?

ઉપર જણાવ્યા એવા, લગભગ એક સરખી રીતે થતા ફ્રોડ દેશભરમાં ખૂબ ફૂલ્યાફાલ્યા છે. ઇન્ટરનેટ પર ભેદી ગેમ્સમાં ફસાયેલા કિશોરોને તેઓ જીવ ગુમાવે એવાં ટાસ્ક સોંપવામાં આવતાં એ અલગ વાત હતી. આ પ્રકારના ફ્રોડમાં ફક્ત ઓછી મહેનતે કમાણીની લાલચ આવવામાં આવે છે અને પછી લૂંટી શકાય એટલી રકમ લૂંટી લેવામં આવે છે.

તેની શરૂઆત વોટ્સએપ પર મેસેજ કે વોઇસ કોલથી થાય છે. એ પણ યાદ રાખશો કે આ પ્રકારનાં કૌભાંડ આગળ જતાં મોટા ભાગે ટેલિગ્રામ  પર ચલાવવામાં આવે છે. વોટ્સએપની સરખામણીમાં ટેલિગ્રામ પર તદ્દન ગુમનામ રહીને બહુ મોટી સંખ્યામાં મેમ્બર્સ ધરાવતાં ગ્રૂપ્સ ચલાવી શકાય છે. ટેલિગ્રામમાં ગ્રૂપમાં ૨ લાખ મેમ્બર્સ હોઈ શકે છે, જ્યારે ચેનલમાં કોઈ લિમિટ નથી. આ પ્રકારના ફ્રોડ કરતા લોકોની હિંમત હવે વધુ ખુલી છે એટલે રેકોર્ડેડ કોલ્સને બદલે સીધેસીધા જીવતાજાગતા લોકો પણ ફોન કોલ કરવા લાગ્યા છે. પહેલા સંપર્ક પછી જે વ્યક્તિ સાણસામાં આવે તેને ટેલિગ્રામ ગ્રૂપ પર લઈ જવામાં આવે છે.

સામાન્ય વાતચીતથી શરૂ થતા આવા કોલમાં, હળવેકથી, ઘેરબેઠાં સ્માર્ટફોનમાંથી થઈ શકે એવાં કામ કરીને સાઇડ ઇન્કમ ઊભી કરવાની વાત કરવામાં આવે છે. પૂછો કે કામ શું કરવાનું રહેશે? જવાબ મળશે કે ગૂગલ મેપ્સમાં કે અન્ય સાઇટ્સ પર હોટેલ કે અન્ય બિઝનેસ માટે ફાઇવ સ્ટાર રેટિંગ આપવા, યુટ્યૂબ વીડિયો લાઇક કરવા કે ઇન્સ્ટાગ્રામ પર ચોક્કસ પેજિસને ફોલો કરવા જેવાં સિમ્પલ કામ. દરેક કામના બદલામાં રૂા.૧૫૦ થી ૨૦૦ જેટલી રકમ ચૂકવવાની ખાતરી આપવામાં આવે. કામ એટલું બધું સહેલું હોય અને તેની સામે કોઈ રોકાણ વિના સારી રકમ મળવાની ખાતરી આપવામાં આવે, તો ભલભલા લોકો લલચાઈ જાય.

ખાસ કરીને ઓછું ભણે, સારી નોકરીમાં હજી ગોઠવાઈ ન શકેલા લોકો,  રૂપિયાની સતત તંગી અનુભવતા લોકો કે પછી સાવ નિવૃત્ત લોકો આ પ્રકારના સ્કેમમાં સહેલાઈથી સાણસામાં આવી જાય છે. કોલ કરનાર વ્યક્તિ તેના નિશાન તરફથી થોડો પણ પ્રોત્સાહક પ્રતિસાદ મળતો લાગે તો વાતચીત આગળ વધારે છે અને નામ, શહેર, ઉંમર, આજકાલ શું કરો છો વગેરે જેવા સામાન્ય પ્રશ્નો પૂછે છે. આ પ્રકારના ફ્રોડ કરનાર લોકો વાતચીતમાં ભારે પાવરધા હોય છે. તે સહેલાઈથી કળી શકે છે કે કઈ વ્યક્તિ તેના સકંજામાં આવી શકે તેમ છે અને કોની પાસેથી વધુ રકમ મેળવી શકાય તેમ છે.

શરૂઆતમાં નજીવાં કામ સોંપવામાં આવે,તે પૂરું કર્યાના સ્ક્રીનશોટ શેર કરવાથી ટાર્ગેટના યુપીઆઇ કે બેંક એકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર પણ કરવામાં આવે છે.

આ પછી આ પ્રકારના ટાસ્કમાં આગળ વધવા માટે ટેલિગ્રામ પર ‘કંપનીના રીપ્રેઝન્ટેટિવ’નો કોન્ટેક્ટ કરવાનું કહેવામાં આવે છે. આવા લગભગ દરેક કિસ્સામાં કંપનીની રીપ્રેઝન્ટેટિવ કોઈ યુવતી જ હોય. તેનો પ્રોફાઇલ ફોટોગ્રાફ પણ પ્રોફેશનલ જેવો હોય. આ રીપ્રેઝન્ટેટિવ ફરીથી ટાર્ગેટની બેંક વિગતો પૂછે છે અને વાતચીત પૂરી થાય ત્યાં તો શરૂઆતના બોનસ તરીકે ટાર્ગેટના બેંક એકાઉન્ટમાં રૂા.૧૫૦-૨૦૦ સુધીની રકમ જમા થઈ જાય છે. બધું એટલી ઝડપથી થાય છે કે ટાર્ગેટ બરાબર સકંજામાં આવી જાય છે.

એ પછી ટેલિગ્રામ ગ્રૂપ દ્વારા ડેઇલી ટાસ્ક મોકલવામાં આવે છે. શરૂઆતનાં ટાસ્ક ફ્રી હોય. તેના બદલામાં રકમ ચૂકવાય અને પછી હળવેકથી પ્રીપેઇડ ટાસ્ક બતાવવામાં આવે. એ માટે દરેક ટાસ્ક દીઠ પહેલાં રૂ.૫૦૦ થી ૧૫૦૦ જેવી રકમ ચૂકવવાનું કહેવામાં આવે. બદલામાં ચૂકવેલી રકમ વત્તા ૪૦ થી ૫૦ ટકાનું બોનસ ઓફર કરવામાં આવે.

આ પછી પહેલેથી ચૂકવવાની રકમ વધતી જાય. રિવોર્ડની રકમ આપવામાં વિલંબ થતો જાય. પછી એવું વિષચક્ર ઊભું થાય કે ટાર્ગેટ તેને ચૂકવેલી રકમ પાછી મેળવવાની લ્હાયમાં વધુ ને વધુ રકમ ચૂકવતો જાય. આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન ગ્રૂપમાંના અન્ય લોકો કેવી કમાણી કરી રહ્યા છે તેની સ્ટોરીઝ અને પેમેન્ટના સ્ક્રીનશોટ્સ પણ સતત શેર કરવામાં આવે. એ પછી પહેલેથી ચૂકવવાની રકમ દસ-વીસ હજાર કે તેથી પણ વધતી જાય છે. આવી ડિમાન્ડ યોગ્ય ઠેરવવા માટે જુદાં જુદા બહાનાં આપવામાં આવે, જેમ કે કંપનીનો કેશફ્લો જાળવવો જરૂરી છે, દરેક મેમ્બરને રોટેશનમાં પૂરતી રકમ મળતી રહે એ માટે બધા મેમ્બર તરફથી રકમ જમા થવી જરૂરી છે, કંપની ક્રિપ્ટોમાં રોકાણ કરે છે આથી તેને કેશમાં રિટર્ન મળવામાં મોડા વહેલું થઈ શકે છે વગેરે વગેરે.

આ બધા દરમિયાન મોટા ભાગે ટાર્ગેટના યુપીઆઇ કે બેંક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર થવાનું બંધ થાય છે અને તેને કોઈ ખાસ વોલેટનું એકાઉન્ટ ઓપન કરાવવામાં આવે છે. તેમાં તેના નામે રિવોર્ડની મોટી રકમ જમા થતી જાય, પણ એ રકમ ઉપાડી શકાતી નથી. ટાર્ગેટ આખરે થાકીને વધુ રકમ ચૂકવવાનું બંધ કરે તો તેનું વોલેટમાંનું એકાઉન્ટ ‘ફ્રીઝ’ કરવામાં આવે છે અને એકાઉન્ટ ‘અનફ્રીઝ’ કરવા માટે ફરી વધુ રકમ માગવામાં આવે છે!

ટાર્ગેટ પ્રમાણમાં ઠીક ઠીક મોટી રકમ ઇન્વેસ્ટ કરી લે તે પછી તેને કહેવામાં આવે કે તેમનું ફુલ પેમેન્ટ રેડી છે, પરંતુ એ મેળવવા માટે ટીડીએસ, સેન્ટ્રલ સર્વિસ ટેક્સ, એકાઉન્ટ એક્ટિવેશન ફી, વોલેટ અનફ્રિઝ કરવાની ફી વગેરે વગેરે નામે વધુ રકમ માગવામાં આવે છે. અહીંથી ટાર્ગેટ વધુ રકમ ચૂકવે કે ના ચૂકવે, આખી વાતનું પૂર્ણવિરામ આવે છે!

òu¾{ Võík YrÃkÞk økw{kððkLkwt LkÚke

આ પ્રકારના સ્કેમમાં રૂપિયા ગુમાવવાનું સીધેસીધું જોખમ તો છે જ, એ ઉપરાંત પણ મોટું જોખમ છે. શરૂઆતમાં ૧૫૦-૨૦૦ રૂપિયાનો રિવોર્ડ આપવા માટે બેંક એકાઉન્ટની વિગતો માગવામાં આવે, આપણે એ આપીએ પછી ખરેખર આપણાંખાતામાં રકમ આવવાની શરૂ પણ થાય. પછી આવા સ્કેમમાં ફસાયેલા કે સાવ અન્ય લોકો સાથે થતા ઓનલાઇન સાયબર મની ફ્રોડમાં રકમની હેરફેર કરવા માટે આપણા ખાતાનો ‘મ્યૂલ’ એકાઉન્ટ તરીકે ઉપયોગ થાય એવી પણ સંભાવના છે. એ સ્થિતિમાં જો કોઈ સ્કેમર પોલીસની અડફેટે ચઢે તો રકમની લેતીદેતીમાં આપણું એકાઉન્ટ પણ પોલીસની નજરે આવી શકે છે અને એ કારણે આપણું એકાઉન્ટ બ્લોક થઈ શકે છે.

£kuzLkk MÃkü Mktfuíkku íkhV æÞkLk ykÃkku

આ પ્રકારના કૌભાંડમાં મોટા ભાગે કોઈ સારી જોબમાં ઠરી ઠામ ન થયેલા અને ઘેર બેઠાં વધુ સમય મોબાઇલ પર ગાળતા લોકો ઇઝી ટાર્ગેટ હોય છે. 

તમે આ કેટેગરીમાં આવતા હો અને વોટ્સએપ કે ટેલિગ્રામ પર કોઈ પણ પ્રકારના ટાસ્ક-રિવોર્ડ ગ્રૂપના સંપર્કમાં આવો ત્યારે નીચેની બાબતો પર ખાસ ધ્યાન આપવું.

અવાસ્તવિક કમાણીઃ વીડિયો કે ઇન્સ્ટાગ્રામ પેજ લાઇક કરવાં કે પ્રોડક્ટને રેટિંગ આપવા જેવી તદ્દન સહેલી વાતમાં કોઈ ૧૦૦-૨૦૦ રૂપિયા કેવી રીતે આપે એ ખાસ વિચારવું, લગભગ કશું કર્યા વિના રોજના ૪-૫ હજાર રૂપિયાની કમાણીનું વચન આપવામાં આવે તો અચૂકપણે ચેતી જવું.

કોઈ સંપર્ક વિગતો નહીંઃ તમને ટાસ્ક સોંપનાર લોકો ફક્ત ટેલિગ્રામ કે વોટ્સએપ પર એક્ટિવ હોય, તેની કોઈ વેબસાઇટ કે પોસ્ટલ એડ્રેસ આપવામાં આવ્યું ન હોય, તેમના પ્રોફેશનલ ઇમેઇલ ન હોય, તો આ બધા ફ્રોડના સંકેત છે.

યોગ્ય ડોક્યુમેન્ટ્સ નહીંઃ  ઓનલાઇન ખરેખર સાચી રીતે કામ કરતી કે આપતી કંપનીઓ પ્રોપર ઓફર લેટર, કોન્ટ્રેક્ટ વગેરેના આધારે જ આગળ વધતી હોય છે. અલબત્ત આ બધી બાબતોની પણ સહેલાઇથી બનાવટ થઈ શકે છે.

નજીવા ટાસ્ક પછી તરત ચૂકવણી અને પછી તરત માગણીઃ એક નાનો ટાસ્ક પૂરો કરતાં તરત રકમ ચૂકવવામાં આવે અને પછી નેકસ્ટ લેવલનો ટાસ્ક મેળવવા માટે મોટી રકમ માગવામાં આવે તો એ પણ આખી દાળ કાળી હોવાનો પૂરો સંકેત છે.

સતત દબાણઃ આ પ્રકારના ગ્રૂપમાં જોડાતા લોકોને ‘તાત્કાલિક રજિસ્ટર કરો...’, ‘બહુ ઓછા સ્લોટ ખાલી છે...’, ‘મોડું ન કરશો...’ જેવા જુદા જુદા ઓઠા હેઠળ ઝડપથી રકમ ચૂકવવા દબાણ કરવામાં આવે છે. તેની સાથોસાથ ગ્રૂપના અન્ય લોકો કેવી મોટી કમાણી કરી રહ્યા છે તેના સ્ક્રીનશોટ શેર કરવામાં આવે છે. આવા બનાવટી સ્ક્રીનશોટ બહુ સહેલાઈથી તૈયાર કરી શકાય છે.

£kuzLkku ¼kuøk çkLÞk ÃkAe þwt fhðwt

તમે થોડી સાવધાની રાખો તો આવા ફ્રોડથી સહેલાઈથી બચી શકો છો. પરંતુ કમાણીની લાલચમાં ભૂલ કરી બેસો તો જ્યારે સમજાય કે ફ્રોડનો ભોગ બન્યા છો ત્યારે સૌથી પહેલાં તમે ગ્રૂપમાં તમારી સાથે જેટલી વાતચીત થઈ હોય એ તમામના સ્ક્રીનશોટ લઇ લો. તમે યુપીઆઇ કે બેંકની વિગતો આપી હોય અને તેમાં ટ્રાન્ઝેકશન થયાં હોય તો તેના સ્ક્રીનશોટ પણ લઈ લો. તમારી સાથે ફ્રોડ થઈ રહ્યો હોવાની બેંકમાં લેખિતમાં જાણ કરો.

આ બધી જ બાબતોના પુરાવા સાથે નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલ (https://cybercrime.gov.in/) પર ફરિયાદ નોંધાવો. ૧૯૩૦ અથવા નજીકના પોલીસ સ્ટેશને રૂબરૂ જઇને ફરિયાદ નોંધાવી શકાય. આપણે ગુમાવેલાં નાણાં પાછા મળવાની શક્યતા ઘણી ઓછી છે, પરંતુ એ અશક્ય નથી. તમે ફ્રોડની શંકા ગયા પછી બેંક તથા સાયબર પોલીસને તરત જાણ કરો તો તપાસ સંસ્થાઓ તમે જે ખાતામાં રકમ ટ્રાન્સફર કરી હોય તેને બ્લોક કરી શકે છે. મોટા ભાગે આ પ્રકારનું કૌભાંડ કરનારા લોકો આપણા જેવા સરેરાશ લોકોનાં ખાતાંઓનો જ રકમની હેરફેર કરવા ઉપયોગ કરે છે. પરંતુ આ ફ્રોડની યોગ્ય રીતે ફરિયાદ નોંધાવશો તો કમ સે કમ વધુ તકલીફમાં મુકાતાં બચી શકશો.

Tags :