એઆઈ ચેટબોટ અને પ્રોફેસર્સની સરખામણી- સ્ટુડન્ટની નજરે
દુનિયાભરના ડોક્ટર્સની ફરિયાદ છે કે તેમના દર્દીઓ તેમને મળવા આવતાં પહેલાં કે
પછી, ગૂગલ કે એઆઇ ચેટબોટને તેમની
બીમારીનાં લક્ષણો કહીને તેની દવા પણ પૂછી લે છે! એવી ફરિયાદ હવે દુનિયાભરના
પ્રોફેસર્સ અને પ્રોફેસર્સ કરવા લાગ્યા છે,
જોકે એમના વિદ્યાર્થીઓ
ગૂગલ કે એઆઇ પાસેથી શીખવાને બદલે, એઆઇમાંથી સીધું કોપી-પેસ્ટ
કરવા લાગ્યા છે.
હમણાં ઓસ્ટ્રેલિયામાં એઆઇ ચેટબોટ અને પ્રોફેસર્સ વિશે વિદ્યાર્થીઓનો મત
જાણવાનો એક પ્રયાસ થયો. તેમાં ઓસ્ટ્રેલિયાની ચાર મોટી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને
આવરી લેવામાં આવ્યા. તેનાં તારણો જાણવા જેવાં છે - વિદ્યાર્થીઓ અને પ્રોફેસર્સ, બંનેએ.
સર્વેમાં આવરી લેવાયેલા વિદ્યાર્થીઓને એઆઇ તથા પોતાના પ્રોફેસર-પ્રોફેસર બંને
તરફથી મળતો ફીડબેક લગભગ સરખા પ્રમાણમાં ઉપયોગી હોય તેવું લાગે છે. પરંતુ વિશ્વાસની
વાત આવે ત્યારે તેમનો અભિપ્રાય બદલાઈ જાય છે. લગભગ ૬૦ ટકા વિદ્યાર્થીઓએ કહ્યું કે
એઆઇનો ફીડબેક તેમને ભરોસાપાત્ર લાગે છે, તેની સરખામણીમાં ૯૦ ટકા
વિદ્યાર્થીઓએ પ્રોફેસરના ફીડબેકને ભરોસાપાત્ર ગણાવ્યો.
વિદ્યાર્થીઓના મતે એઆઇ અને પ્રોફેસર્સની મદદ લેવાના તેમના હેતુ જુદા જુદા હોય
છે. વિદ્યાર્થીઓના મતે તેમના પ્રોફેસર એસાઇન્ટમેન્ટનો કનસેપ્ટ જેટલો સારી રીતે
સમજી શકે છે તેટલી સારી રીતે એઆઇ સમજી શકતી નથી.
જોકે વિદ્યાર્થીઓને એક વાતે પ્રોફેસર કરતાં એઆઇની મદદ લેવી વધુ સારી લાગે છે.
તેઓ એકની એક વાત પ્રોફેસરને એકથી વધુ વાર પૂછતાં ખચકાય છે. જ્યારે એઆઇ સાથે એવા
કોઈ ખચકાટ વિના તેઓ ગમે તેટલી વાર, ગમે તે મુદ્દે વારંવાર પૂછી
શકે છે. એ જ રીતે પ્રોફેસરનો ફીડબેક મેળવતી વખતે વિદ્યાર્થીઓને લાગે છે કે અમુક
વાતો પૂછવા જતાં પ્રોફેસર તેમને જજ કરવા લાગશે. જો તેમના સવાલો પ્રોફેસરને યોગ્ય
નહીં લાગે તો પ્રોફેસર તેમના વિશે નબળો અભિપ્રાય બાંધી લેશે, જ્યારે એઆઇ સાથેની વાતચીતમાં આવી કોઈ ચિંતા હોતી નથી!