હવે સીધા ફોન પર ચલાવો ChatGPT, આ 12 દેશોમાં મોબાઈલ એપ થશે ઉપલબ્ધ
OpenAI એ iPhones માટે ChatGPT એપ લોન્ચ કરી
અમેરિકા સિવાય બીજા 12 દેશોને પણ હવે મળશે લાભ, ભારતમાં પણ ટૂંક સમયમાં થશે ઉપલબ્ધ
ChatGPT એ તેની ક્ષમતાઓથી દરેકને આશ્ચર્યચકિત કરી દીધા છે. તેને લઇ હજુ એક સારા સમાચાર સામે આવ્યા છે. હવે તમે ChatGPTનો ઉપયોગ મોબાઈલમાં પણ કરી શકશો. તાજેતરમાં OpenAI એ iPhones માટે ChatGPT એપ લોન્ચ કરી છે.
આ દેશોમાં હવે ChatGPTની એપ ઉપલબ્ધ થશે
શરૂઆતમાં તે માત્ર યુએસમાં ઉપલબ્ધ હતું પરંતુ હવે તેને વધુ દેશોમાં રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે. કંપનીની સીટીઓ મીરા મુરાતીએ એક ટ્વીટમાં જણાવ્યું કે, આ એપ અલ્બેનિયા, ક્રોએશિયા, ફ્રાન્સ, જર્મની, આયર્લેન્ડ, બ્રાઝિલ, દક્ષિણ કોરિયા, ન્યુઝીલેન્ડ, યુકે, નાઈજીરિયા અને નિકારાગુઆમાં પણ હવે ઉપલબ્ધ છે.
ટૂંક સમયમાં ભારતમાં પણ ઉપલબ્ધ થશે આ એપ
મુરતિએ તે ઉપરાંત કહ્યું હતું કે, આ એપ ટૂંક સમયમાં હજુ વધુ દેશોમાં રોલઆઉટ કરવામાં આવશે. આગામી તબક્કામાં તે ભારતને પણ જોડશે. જો કે, ChatGPTની હજુ સુધી કોઈ એન્ડ્રોઇડ એપ ઉપલબ્ધ નથી.
જે દેશો ChatGPTની એપ નથી તે આ એપ ડાઉનલોડ કરી શકે છે
જે દેશોમાં ChatGPT એપ્લિકેશન હજી ઉપલબ્ધ નથી ત્યાંના વપરાશકર્તાઓ તેમના પ્રશ્નોના ઝડપી જવાબો મેળવવા માટે ChatGPT ના સમાન Bing ચેટ ટૂલને ઍક્સેસ કરવા માટે Microsoft ની Bing એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે.