Get The App

ChatGPT થયું ડાઉન, મોબાઇલ અને વેબ પર આવી રહી છે સમસ્યા, યુઝર્સ થયા પરેશાન

Updated: Jun 10th, 2025

GS TEAM


Google News
Google News
ChatGPT Down


ChatGPT Down: દુનિયાભરમાં આજે ChatGPT અચાનક ઠપ થઈ જતાં યુઝર્સ પરેશાન થયા. આ કારણે લાખો યુઝર્સને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. લોકો ફરિયાદ કરી રહ્યા છે કે તેઓ પ્લેટફોર્મ પર લોગ ઇન કરી શકતા નથી અને ન તો તેમને તેમના પ્રશ્નોના જવાબ મળી રહ્યા છે. ChatGPT ઘણા કલાકો સુધી બંધ રહેવાને કારણે, સોશિયલ મીડિયા પર પણ લોકોનો પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. 

ChatGPT થયું ડાઉન

ટેકનિકલ ખામીઓને કારણે, માત્ર ChatGPT જ નહીં, પરંતુ OpenAI નું વીડિયો મેકિંગ ટૂલ Sora અને ટેક્સ્ટ-ટુ-વીડિયો સર્વિસ પણ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. જે યુઝર્સ Ghibli જેવું વિઝ્યુઅલ કન્ટેન્ટ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેઓ પણ વારંવાર એરરનો સામનો કરી રહ્યા છે.

સેંકડો લોકોએ Downdetector પર નોંધાવી ફરિયાદ

આ અંગે સેંકડો લોકોએ Downdetector પર ફરિયાદ કરી. જોકે OpenAI તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, યુઝર્સ સતત આ ટેકનિકલ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. હાલમાં, એન્જિનિયરિંગ ટીમ આ સમસ્યાને ઠીક કરવા માટે કામ કરી રહી છે અને એવી અપેક્ષા છે કે ChatGPT અને અન્ય સેવાઓ ટૂંક સમયમાં ફરીથી સામાન્ય થઈ જશે.

ChatGPT થયું ડાઉન, મોબાઇલ અને વેબ પર આવી રહી છે સમસ્યા, યુઝર્સ થયા પરેશાન 2 - image

Tags :