Get The App

ક્રોમ બ્રાઉઝરની ભાષા બદલીને ગુજરાતી કરવી છે ?

Updated: Apr 10th, 2024

GS TEAM

Google News
Google News
ક્રોમ બ્રાઉઝરની ભાષા બદલીને ગુજરાતી કરવી છે ? 1 - image

આમ તો મોબાઇલમાં બ્રાઉઝિંગ એકદમ સહેલું છે. તેમાં આપણે ખાસ કંઈ વાંચ્યા વિના સીધેસીધું કંઈ પણ ટાઇપ કરીને બ્રાઉઝ કરી શકીએ છીએ, આમ છતાં બ્રાઉઝરના વિવિધ સેટિંગ્સનો ઉપયોગ કરવાની વાત આવે ત્યારે બ્રાઉઝરની ભાષાની સમજ મહત્ત્વની બને છે.

મોટા ભાગે આપણા સ્માર્ટફોનમાં ડિફોલ્ટ લેંગ્વેજ તરીકે ઇંગ્લિશ સેટ થયેલી હોય અને બ્રાઉઝરમાં પણ એ જ ભાષાનો ઉપયોગ થતો હોય, પરંતુ કોઈ કારણસર ઇંગ્લિશમાં લખેલી સૂચનાઓ સમજવી મુશ્કેલ બનતી હોય તો આપણે બ્રાઉઝરની ભાષા બદલીને ગુજરાતી કે હિન્દી સેટ કરી શકીએ છીએ. એ માટે તમારા એન્ડ્રોઇડ ડિવાઇસમાં ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કરો અને તેના સેટિંગ્સમાં જવા માટે જમણી તરફ સૌથી ઉપર દેખાતા ત્રણ ડોટ પર ક્લિક કરો. જે પેનલ ઓપન થાય તેમાં સેટિંગ્સ પર ક્લિક કરો. હવે જે પેનલ ઓપન થાય તેમાં નીચેની તરફ સ્ક્રોલ કરતાં લેંગ્વેજીસનો વિકલ્પ જોવા મળશે. તેને ક્લિક કરતાં સૌથી ઉપર ફોન્સ લેંગ્વેજ એવો વિકલ્પ જોવા મળશે અને તેની નીચે મોટા ભાગે ‘કરંટ ડિવાઇસ લેંગ્વેજ ઇંગ્લિશ’ લખેલું જોવા મળશે. તેને ક્લિક કરતાં વિવિધ ભાષાના વિકલ્પો મળશે, જેમાં ગુજરાતી અને હિન્દી સહિત સંખ્યાબંધ ભારતીય ભાષાઓના વિકલ્પ પણ સામેલ છે. તમે ઇચ્છો તો ગુજરાતી પસંદ કરો. હવે ક્રોમની બધી પેનલ તથા વિવિધ સેટિંગ્સની બધી જ સૂચનાઓ ગુજરાતીમાં વાંચી શકાશે!