Get The App

વોટ્સએપના પ્રોફાઈલમાં આવી રહ્યા છે મોટા ફેરફાર

Updated: Mar 12th, 2025

GS TEAM


Google News
Google News
વોટ્સએપના પ્રોફાઈલમાં આવી રહ્યા છે મોટા ફેરફાર 1 - image


વોટ્સએપમાં આપણા પ્રોફાઇલ સંબંધિત અમુક મોટા ફેરફાર આવી રહ્યા છે. તે મુજબ આપણે પોતાના વોટ્સએપ પ્રોફાઇલમાં સોશિયલ મીડિયા લિંક ઉમેરી શકીશું, એટલું જ નહીં, તેને કોણ કોણ જોઈ શકે તેનાં સેટિંગ પણ કરી શકીશું.

આ માટે ચાર ઓપ્શન મળશે - એવરીવન, માય કોન્ટેક્ટ્સ, માય કોન્ટેક્ટ્સ, એક્સેપ્ટ... તથા નોબડી. આમાંથી આપણે જે વિકલ્પ પસંદ કરીએ એ મુજબ સોશિયલ મીડિયા એકાઉન્ટની લિંક અન્ય લોકોને જોવા મળશે કે નહીં જોવા મળે.

જેમ કે જો કોઈ વ્યક્તિ કે બિઝનેસ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને વધુ પ્રમોટ કરવા માગતા હોય તો તે તેની લિંક વોટ્સએપમાં પોતાના પ્રોફાઇલમાં ઉમેરી શકશે. આ પછી તેની વિઝિબિલિટી અંગેનાં સેટિંગમાં ‘એવરીવન’ સિલેક્ટ કરે તો તેમનો પ્રોફાઇલ એ વ્યક્તિના ફોનમાં સેવ થયેલા કોન્ટેક્ટ્સ તથા કોન્ટેક્ટ્સમાં સેવ ન થઈ હોય તેવી વ્યક્તિઓ પણ આ પ્રોફાઇલની લિંક જોઈ શકશે. બીજી તરફ જે વ્યક્તિ માત્ર તેમના નજીકના સ્વજનો કે પરિચિતો તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની લિંક જોઈ શકે તેવું ઇચ્છતા હોય તેઓ એ મુજબ સેટિંગ કરી શકશે.

અલબત્ત વોટ્સએપના પ્રોફાઇલમાં સોશિયલ મીડિયાની લિંક ઉમેરવાનું ફીચર ઓપ્શનલ એટલે કે વૈકલ્પિક રહેશે. આથી આપણે ઇચ્છીએ તો જ પોતાના આન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટની લિંક વોટ્સએપના પ્રોફાઇલમાં ઉમેરી શકીશું. મેટા કંપનીએ આ વિશે હજી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. પરંતુ આગામી થોડા અઠવાડિયામાં સૌ યૂઝર્સને આ ફીચર તથા તેની વિઝિબિલિટી અંગેના સેટિંગનો લાભ મળવા લાગે તેવી શક્યતા છે.

તમે કદાચ જાણતા હશો કે ગૂગલના માય બિઝનેસ પ્રોફાઇલમાં પણ આ રીતે પોતાના અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ઉમેરવાની સગવડ મળી છે. ગૂગલના પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બનવાના બધા પ્રયાસ નિષ્ફળ ગયા પછી, આ રીતે ગેમમાં રહેવાનો પ્રયાસ કરે છે!

Tags :