mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

જૂના ફોનથી છૂટકારો મેળવતાં પહેલાં....

Updated: Apr 3rd, 2024

જૂના ફોનથી છૂટકારો મેળવતાં પહેલાં.... 1 - image


- M{kxoVkuLkLkku WÃkÞkuøk Võík ðkík fhðk Ãkqhíkku Mker{ík LkÚke, íku{kt ykÃkýku Ãkkh ðøkhLkku zuxk nkuÞ Au.

નવો ફોન! એક વાર આપણા મનમાં એવો વિચાર ઝબકી જાય કે હાલનો ફોન બરાબર ચાલતો નથી, એ પછી મનમાં સતત નવા ફોનના વિચાર રમ્યા કરે. એમાં વળી જો કોઈ કાચી પળે આપણે કોઈ ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ પર નવા ફોન વિશે થોડું સર્ચ કરીએ તો પત્યું. પછી આખા ઇન્ટરનેટ પર, આપણા નવા ફોનના વિચારને સતત હવા મળે એ રીતે જુદા જુદા ફોનનાં વિવિધ મોડેલ અને ફીચર્સની જાહેરાતો દેખાવા લાગે. આપણને હાલના - હવે વધુ જૂના લાગતા ફોનમાં - વધુ ને વધી તકલીફો દેખાવા લાગે.

છેવટે આપણે નવો ફોન ખરીદી લઈએ!

જેમ નવો ફોન ખરીદવાની તાલાવેલી આપણી માનવસહજ નબળાઈ છે, એમ હાથમાં નવો ફોન આવે એ સાથે જૂના ફોનથી વહેલી તકે છૂટકારો મેળવવાની પણ આપણને ઉતાવળ જાગે છે.

જોકે એવી ઉતાવળ કરવા જેવું નથી. જૂનો ફોન તમે એક્સચેન્જમાં આપો કે અન્ય કોઈને વેચો/આપી દો એ પહેલાં તેમાં ઘણી બાબતોની કાળજી લેવી જરૂરી હોય છે. એ જ જ રીતે, અમુક ખાસ સંજોગમાં નવો ફોન સેટઅપ કરતી વખતે  જૂનો ફોન હાથવગો હોય એવું પણ અનિવાર્ય બની શકે છે.

બંને સ્થિતમાં શું શું ધ્યાન રાખવું એની વાત કરીએ.

પૂરો બેકઅપ લઈએ

જૂનો ફોન આપણી સાથે જ રહેવાનો હોય તો આ બાબતે બહુ ચિંતા કરવાની જરૂર નહીં. પરંતુ જો તે કોઈને આપી દેવાનો હોય તો તેમાંના બધા ડેટાનો પૂરો બેકઅપ લઇ લેવો જરૂરી છે. આપણા ગૂગલ/એપલ એકાઉન્ટમાંના કોન્ટેક્ટસ, કેલેન્ડરમાંની એન્ટ્રી, નોટ્સ, ડ્રાઇવમાંની ફાઇલ્સ વગેરે બધું તથા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયામાંની પોસ્ટ વગેરે ક્લાઉડમાં જ સેવ થતું હોય છે. પરંતુ વોટ્સએપમાંનો ડેટા, ફોનના કેમેરાથી લીધેલા ફોટો/વીડિયો વગેરે ફક્ત ફોનમાં સ્ટોર્ડ હોઈ શકે છે. તેનો યોગ્ય બેકઅપ લેવો જરૂરી બનશે. તમારી પાસે એન્ડ્રોઇડ કે એપલ હોય તો ફોનના સેટિંગ્સમાં બેકઅપના પેજ સુધી પહોંચી ગૂગલ/એપલના એકાઉન્ટમાં ફોનમાંની બધી બાબતોનો બેકઅપ લેવાની કાળજી રાખવી જોઇશે.

એકાઉન્ટ્સમાંથી સાઇન આઉટ થઇએ

જૂનો ફોન કોઈને પણ આપતા પહેલાં તેમાં આપણે જેટલા એકાઉન્ટ્સમાં લોગ ઇન હોઇએ તે બધામાંથી સાઇન આઉટ થવું બહુ જરૂરી છે. એમ ન કરીએ તો ફોન જેને પણ આપીએ તેને અનલોક્ડ સ્થિતિમાં આપવો પડે તેમ હોવાથી જો આપણે ફોનમાં કોઈ પણ એકાઉન્ટમાં લોગ ઇન હોઇએ તો તેને એકાઉન્ટ ખુલ્લું મળી જાય છે.

બેંક, યુપીઆઈ એપ્સ વગેરેમાં આ બાબતે ખાસ ચિંતા નથી કેમ કે ફોન અનલોક્ડ હોય તો પણ એ એપ ઓપન કર્યા પછી દરેક વખતે લોગ ઇન કરવું જરૂરી હોય છે.

પરંતુ ગૂગલ/એપલની વિવિધ સર્વિસ તથા સોશિયલ મીડિયા સાઇટ્સ ઓપન મળી શકે છે. એ બધામાંથી લોગ આઉટ થઈને, શક્ય હોય એ બધી એપ્સ અનઇન્સ્ટોલ કરી દેવી હિતાવહ છે.

એકાઉન્ટના પાસવર્ડ બદલીએ

આમ તો ફોનમાંની મહત્ત્વની એપ્સમાંથી આપણે સાઇન આઉટ થઇએ અને એ પછી એ બધી એપ્સનો ડેટા ડિલીટ કરી, તેને ફોનમાંથી અનઇન્સ્ટોલ પણ કરી દઈએ એટલું આપણને પૂરતું લાગે. પરંતુ એવું નથી.

એપ્સમાં લોગ ઇન માટેની યૂઝરનેમ-પાસવર્ડ જેવી વિગતો આપણે ફોનમાં જ સેવ કરી હોય એવું બની શકે. આ સ્થિતિમાં જૂનો ફોન જેને મળે તે આપણા એકાઉન્ટમાં લોગ ઇન થઈ શકે. આ શક્યતા ટાળવા, ફોન બદલીએ ત્યારે કમ્પ્યૂટર કે અન્ય ફોનથી મહત્ત્વના એકાઉન્ટ્સના પાસવર્ડ બદલી નાખવા જરૂરી છે. અહીં બતાવેલા આગલા સ્ટેપ મુજબ ફોન ફેકટરી રિસેટ કરીએ ત્યારે તેમાં સેવ થયેલા બધા પાસવર્ડ સહિત બધો ડેટા ડિલીટ થાય છે, તેમ છતાં આ કામ જાતે કરી લેવું પણ સારું છે.

બધાં કનેક્શન્સ દૂર કરીએ

હવેના સમયમાં આપણા સ્માર્ટફોનનો ઉપયોગ ફોન પૂરતો સીમિત હોતો નથી. ફોનને આપણે ઘર કે ઓફિસના વાઇ-ફાઇ નેટવર્ક સાથે કનેક્ટ કર્યો હોય. એ ઉપરાંત બ્લુટૂથથી તેને જુદાં જુદાં ઘણાં સાધનો સાથે કનેક્ટ કર્યો હોઈ શકે છે.

જેમ કે ફોનને હેડફોન કે સ્પીકર સાથે કનેક્ટ કર્યો હોય. ઘરના સ્માર્ટ ટીવી સાથે કનેક્ટ કર્યો હોય કે ઘર/ઓફિસના પ્રિન્ટર સાથે કનેક્ટ કર્યો હોઈ શકે છે. આ બધાં કનેક્શન્સ દૂર કરવા માટે ફોનમાં બ્લુટૂથના ઓપ્શન્સ ઓપન કરીને ફોન જે પણ ડિવાઇસ સાથે પેર્ડ હોય એ બધા સાથેથી તેને અનપેર્ડ કરવો હિતાવહ છે. આ બહુ મહત્ત્વનું પગલું નથી. પરંતુ કાળજી લેવામાં કશું ખોટું નથી.

ફોન ફેક્ટરી રિસેટ કરીએ

જૂનો ફોન કોઈને આપવાનું નક્કી કરીએ ત્યારે તેમાંનો બધો ડેટા દૂર કર્યા પછી પણ તેમાં મહત્ત્વની વિગતો રહી જઈ શકે છે. આ રહ્યો સહ્યો ડેટા સંપૂર્ણપણે દૂર કરવા માટે ફોનને ફેક્ટરી રિસેટ કરવો જરૂરી છે. એમ કરવાથી ફોન કોરોકટ થઈને, તે ખરીદ્યો હોય ત્યારેની સ્થિતિમાં આવી જાય છે. ફોનના સેટિંગ્સમાં ‘ફેક્ટરી રિસેટ’નો વિકલ્પ શોધો ત્યારે તમારા ફોનના મોડેલ અનુસાર તેમાં કેટલાક મહત્ત્વના ઓપશન્સ જોવા મળી શકે છે, જે નવા ફોનમાં પણ સલામતી માટે કામ લાગશે. એ ઉપરાંત, આપણે પોતે ઇચ્છીએ ત્યારે ફોનમાંના સેટિંગ્સ, નેટવર્ક સેટિંગ્સ તથા એક્સેસિબિલિટી સેટિંગગ્સ રિસેટ કરી શકીએ છીએ. એ ઉપરાંત સંપૂર્ણ ફોન રિસેટ કરવાનો પણ વિકલ્પ મળશે.

સિમ-મેમરી કાર્ડ દૂર કરીએ

અહીં બતાવેલાં પગલાં અનુસાર ફોનમાંની આપણી બધી વિગતો સલામત રીતે, પૂરેપૂરી દૂર થઈ જાય એ પછી આપણે ફોનમાંનું સિમ કાર્ડ તથા એન્ડ્રોઇડ ફોનના કિસ્સામાં મેમરી કાર્ડનો ઉપયોગ કરતા હોઇએ તો એ પણ દૂર કરી શકીએ છીએ.

આપણે ફોનમાં પોતાના કોન્ટેક્ટ્સ સિમ કાર્ડમાં પણ સેવ કરી શકીએ છીએ. આથી ફોનમાંની કોન્ટેક્ટ્સ એપ ઓપન કરીને તેના વિકલ્પોમાં માત્ર સિમ કાર્ડમાં સેવ થયેલા કોન્ટેક્ટ્સ તપાસીને તેમને પોતાના ગૂગલ કે એપલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકીએ છીએ. જો એ જ સિમનો નવા ફોનમાં ઉપયોગ કરવાના હોઇએ તો આ બાબતે ચિંતા રાખવાની જરૂર નથી.

Lkðku VkuLk MkuxyÃk fhíke ð¾íku sqLkku VkuLk òuEþu

આપણે જૂનો ફોન બદલીને નવા ફોનનો ઉપયોગ શરૂ કરીએ ત્યારે નવો ફોન સેટઅપ કરતી વખતે જૂના ફોનની જરૂર પડી શકે છે. આથી નવો ફોન સેટઅપ કર્યા પહેલાં જૂના ફોનનો નિકાલ કરવાની ઉતાવળ કરવામાં જોખમ છે. નવો ફોન સેટઅપ કરતી વખતે મુખ્યત્વે ત્રણ બાબતે જૂનો ફોન ઉપયોગી થઈ શકે છે.

૧. જૂના ફોનમાંનો બધો ડેટા સહેલાઈથી નવા ફોનમાં ટ્રાન્સફર કરવા માટે

૨. જૂના ફોનમાંનો વોટ્સએપનો ડેટા નવા ફોનમાં ટ્રાન્સફર કરવા માટે

૩. જૂના ફોનમાંની ઓથેન્ટિકેટર એપનો નવા ફોનમાં ઉપયોગ શરૂ કરતી વખતે

આમાંથી પહેલા મુદ્દામાં જૂના ફોનમાંના બધા ડેટાનો આપણે યોગ્ય રીતે બેકઅપ લઈ લીધો હોય તો જૂના ફોન વિના પણ નવો ફોન સેટઅપ થઈ શકે છે. વોટ્સએપની બાબતે નવો ફોનમાં વોટ્સએપ સેટઅપ કરતી વખતે આપણા એકાઉન્ટની સલામતી માટે જૂના ફોન પર આપણી ઓળખ સાબિત કરવી પડી શકે છે.

ત્રીજો મુદ્દો હજી મહત્ત્વનો છે. જો તમે વિવિધ એકાઉન્ટ્સની સલામતી માટે ટુ-સ્ટેપ વેરિફિકેશનનો ઉપયોગ કરતા હો તો એ માટે ઓથેન્ટિકેટર એપનો ઉપયોગ કરતા હોઇ શકો છો. અગાઉ આવી એપમાંનો ડેટા જે તે ફોનમાં જ રહેતો હતો. આથી જૂનો ફોન હાથવગો ન હોય તો તેમાંની ઓથેન્ટિકેટર એપમાં જનરેટ થતો ઓટીપી આપણને મળી શકે નહીં. હવે ઓથેન્ટિકેટર એપમાંનો ડેટા ક્લાઉડના આપણા એકાઉન્ટમાં સેવ થઈ શકે છે. પરંતુ એવું સેટિંગ ન કર્યું હોય, તો નવો ફોન સેટ-અપ કરતી વખતે જૂનો હાથવગો હોય તે બહુ મહત્ત્વનું બને છે.

Gujarat