બી.કોમ. કે બીબીએ તો જૂનું થઈ ગયું, 12મા પછી કરો AI કોર્સ, હાઈ સેલરી અને કન્ફર્મ નોકરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Artificial Intelligence Courses: સારી નોકરી મેળવવા માટે અપડેટેડ સ્કિલ્સ હોવી ખૂબ જ જરૂરી છે. હાલના સમયમાં જોબ માર્કેટમાં દરેક ફિલ્ડમાં સ્પર્ધા છે અને AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) આવવાથી આ સ્પર્ધા વધી ગઈ છે. જો તમે પણ 12મું ભણ્યા બાદ હાઈ સેલેરી જોબની તલાશમાં છો તો જૂના કોર્સ વિશે વિચારવાનું છોડો અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સાથે આગળ વધો. તો ચાલો જાણીએ કે, AIમાં આગળ વધવા માટે 12મું ભણ્યા પછી કયા કોર્સ કરી શકાય.
B.Tech In Artificial Intelligence
આ ચાર વર્ષનો અન્ડરગ્રેજ્યુએટ ડિગ્રી કોર્સ છે, AIની થિયરી અને પ્રેક્ટિકલ પાસાઓની સાથે-સાથે મશીન લર્નિંગ, એનાલિટિક્સ, વિઝ્યુલાઈઝેશન ટેકનોલોજી વિશે ભણાવવામાં આવે છે. બી.ટેક ઈન એ.આઈ લર્નિંગ કર્યા બાદ તમે સોફ્ટવેર એનાલિસ્ટ, ડેવલપર, અલ્ગોરિધમ સ્પેશિયાલિસ્ટ, મિકેનિકલ અથવા ઈલેક્ટ્રિકલ એન્જિનિયર અને રિસર્ચર તરીકે કારકિર્દી બનાવી શકો છો.
BCA in (AI) and Machine Learning (ML)
આ એક ત્રણ વર્ષનો અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ છે જેમાં વિદ્યાર્થીઓને AI-આધારિત એપ્સ ડેવલપ કરવા માટે સ્કિલ્સ, ડેટા માઈનિંગ ટૂલ્સનો ઉપયોગ અને સિસ્ટમ શેલ્સ ડેવલપ કરવાનું શીખવવામાં આવે છે. આ કોર્સ કરીને વિદ્યાર્થીઓ વિડિઓ ગેમ ડેવલપર્સ, ડેટા એનાલિસ્ટ, મશીન લર્નિંગ એન્જિનિયર અથવા સોફ્ટવેર એન્જિનિયર બની શકે છે.
BSC In AI
આ ત્રણ વર્ષનો ફુલ-ટાઈમ ડિગ્રી પ્રોગ્રામ છે જેમાં કમ્પ્યુટર સાયન્સ, મેથેમેટિક્સ અને સાયન્સ સાથે સંબંધિત અન્ય વિષયોમાં AI નો ઉપયોગ કરવા અંગે ભણાવે છે. ત્યારબાદ વિદ્યાર્થીઓ AI એન્જિનિયરિંગ, ડેટા સાયન્સ અને બિઝનેસ ઈન્ટેલિજન્સ જેવા ફીલ્ડમાં આગળ વધી શકે છે.
AI Certificate Courses
ગૂગલ અને આઈબીએમ જેવી મોટી કંપનીઓ મશીન લર્નિંગ, AI ઈન બિઝનેસ, રાઈટિંગ, ચેટ-જીપીટી અને જનરેટિવ એઆઈ જેવા ઉભરતા વિષયો પર એક થી ચાર અઠવાડિયાના સર્ટિફિકેટ કોર્સ પણ ઓફર કરી રહી છે. આ ઉપરાંત ઘણી પ્રાઈવેટ યુનિવર્સિટીઓ છ મહિના સુધીના નાના-નાના સર્ટિફિકેટ કોર્સ પણ ઓફર કરે છે.








