mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

WhatsApp યૂઝર્સ માટે માઠા સમાચાર, નહીં મળે આ સુવિધા, ડિસેમ્બર 2023થી થશે લાગુ

થોડા જ સમયમાં નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે

હવે Whatsapp યુજર્સ ગૂગલ પર અનલિમિટેડ ચેટ હિસ્ટ્રીને સેવ નહીં કરી શકે

Updated: Nov 21st, 2023

WhatsApp યૂઝર્સ માટે માઠા સમાચાર, નહીં મળે આ સુવિધા, ડિસેમ્બર 2023થી થશે લાગુ 1 - image
Image Envato 

તા. 21 નવેમ્બર 2023, મંગળવાર 

Whatsapp આજે દરેક લોકો ઉપયોગ કરી રહ્યા છે. સમગ્ર દુનિયામાં આ એપના 2.7 બિલિયનથી વધુ યુજર્સ છે. Whatsapp માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. હકીકતમાં હવે ગૂગલ ડ્રાઈવ પર યુજર્સ અનલિમિટેડ સ્ટોરેજનો ફાયદો નહીં મેળવી શકે. થોડા જ સમયમાં નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. 

હવે Whatsapp યુજર્સ ગૂગલ પર અનલિમિટેડ  ચેટ હિસ્ટ્રીને સેવ નહીં કરી શકે

ગૂગલે તેના સપોર્ટ પેજ પર એક જાણકારી આપતા કહ્યું હતું કે Whatsappમાં હવે ખૂબ જ જલ્દીથી એક નવો ફેરફાર થવા જઈ રહ્યો છે. તેના પછી Whatsapp યુજર્સ ગૂગલ પર અનલિમિટેડ  ચેટ હિસ્ટ્રીને સેવ નહીં કરી શકે. સ્પેશ ભરાતાની સાથે જ તમારે ગૂગલ પાસેથી ક્લાઉડ સ્ટોરેજ ખરીદવુ પડશે. 

ક્લાઉડ સિવાય બેકઅપ માટે બીજુ કોઈ ઓપ્શન પણ નથી

હકીકતમાં Whatsapp બેકઅપ આ એપનું સૌથી પોપુલર ફીટરમાંથી એક ગણવામાં આવે છે. આ ફીચર પોપુલર એટલા માટે છે કે વોટ્સએપ ચેટનું બેકઅપ જરુરી થઈ ગયુ છે.  મોટાભાગના લોકો તેનો બેકઅપ રાખતા હોય છે. ક્લાઉડ સિવાય બેકઅપ માટે બીજુ કોઈ ઓપ્શન પણ નથી. 

પહેલા બીટા વર્ઝન માટે આવશે અપડેટ 

ગૂગલ કહ્યુ કે પહેલા આ ફીચરમાં Whatsapp Beta વર્ઝન માટે જાહેર કરવામાં આવ્યું. આ રોલ આઉટ ડિસેમ્બર 2023માં શરુ થશે. દરેક ટેસ્ટિંગ પછી તેનું અપડેટ સ્ટેબલ વર્ઝન જાહેર કરવામાં આવશે. એન્ડ્રોઈડ માટે સ્ટેબલ વર્ઝનમાં તેને આવતા વર્ષે શરુ કરવામાં આવશે. એન્ડ્રોઈડ ફોનમાં જો Whatsapp backup અનેબલ કરશો, તો તેમા પર્સનલ એકાઉન્ટ સાથે 15GB સ્ટોરેજ મળશે અને તેના માટે કોઈ ચાર્જ નહી લાગે. 

Gujarat