Get The App

માઇક્રોસ્કોપ વિના નરી આંખે જોઇ શકાય તેવો બેકટેરિયા શોધાયો, સામાન્ય બેકટેરિયા કરતા 1 હજાર ગણો છે મોટો

થિયોમાર્ગરીટા મેગ્નોફીસા બેકટેરિયા 10 હજાર માઇક્રોમીટર લાંબો છે

આંતરિક રચના અને આકાર અન્ય જીવાણુઓ કરતા જુદી પડે છે

Updated: Jun 24th, 2022

GS TEAM


Google News
Google News
માઇક્રોસ્કોપ વિના નરી આંખે જોઇ શકાય તેવો બેકટેરિયા શોધાયો, સામાન્ય બેકટેરિયા કરતા 1 હજાર ગણો છે મોટો 1 - image


ન્યૂયોર્ક, 24 જૂન,2022,શુક્રવાર 

વાયરસ અને બેકટેરિયા આ એવા સુક્ષ્મ જીવાણુઓ છે જે નરી આંખે જોઇ શકાતા નથી. માઇક્રોસ્કોપની મદદથી જ ઓળખી શકાય છે, જો કે વૈજ્ઞાનિકોએ કેરેબિયાના કિચડવાળા જંગલમાં એવા બેકટેરિયા મળ્યા છે જે નરી આંખે જોઇ શકાય છે. જો કે આ બેકટેરિયા આંખની પાંપણના સૌથી નાના વાળ જેટલા છે તેમ છતાં માઇક્રોસ્કોપ વગર જોઇ શકાય છે એ ખૂબ મોટું સંશોધન છે. 

વૈજ્ઞાનિકોને આશા છે કે પૃથ્વી પર સૌથી જૂના જીવ બાબતે વધુ જાણકારી મેળવી શકાશે. આ બેકટેરિયાનું નામ થિયોમાર્ગરીટા મેગ્નોફીસા છે જેનો માત્ર આકાર જ નહી આંતરિક રચના પણ અન્ય જીવાણુઓ કરતા જુદી પડે છે. સામાન્ય રીતે બેકટેરિયા એક થી પાંચ માઇક્રોમીટર લાંબો હોય છે. આ બેકટેરિયા 10 હજાર માઇક્રોમીટર લાંબો છે. કેટલાક થિયોમાર્ગરિટા તો આના કરતા પણ વધારે લાંબા છે. સંશોધકો એક થી પાંચ માઇક્રોમીટર કરતા લંબાઇ ધરાવતા બેકટેરિયા હોય તેવું માનતા હતા પરંતુ થિયોમાર્ગરિટા તો અનુમાન કરતા ઘણી લંબાઇ ધરાવે છે.

માઇક્રોસ્કોપ વિના નરી આંખે જોઇ શકાય તેવો બેકટેરિયા શોધાયો, સામાન્ય બેકટેરિયા કરતા 1 હજાર ગણો છે મોટો 2 - image

સામાન્ય રીતે ડીએનએ કોશિકાઓ અંદર તરતી હોય છે પરંતુ થિઓના ડીએનએમાં નાની નાની પરતો જોવા મળે છે. બેકટેરિયાના થતા કોષ વિભાજન અંગે એક વાત એ પણ ધ્યાનમાં આવી કે આ નરી આંખે જોઇ શકાતા બેકટેરિયાએ કોશિકાઓના વિભાજન માટે કેટલાક જીન જરુરી છે તે ઓછા જોવા મળે છે. આ સંશોધન અમેરિકાના ઉર્જા વિભાગના જીનોમ ઇન્સ્ટીટયૂટ અને લેબોરેટરી ઓફ રિસર્ચ અને કોમ્પલેકક્ષ સિસ્ટમ્સ દ્વારા સંયુકત રીતે કરવામાં આવ્યું છે. મરિન ક્રેચર સાયન્ટિસ્ટ વોલાંદ કહે છે થિયો એક સામાન્ય બેકટેરિયા કરતા 1 હજાર ગણો મોટો છે.  

સાયન્સ પત્રિકામાં પ્રકાશિત વિગતો મુજબ નરી આંખે જોઇ શકાતો આ બેકટેરિયામાં કેરેબિયન સાગરમાં ઘણા સ્થળોએ મળ્યો છે. જો કે સૌથી પહેલા ફ્રાંસીસી ટાપુ ગ્વાદેલૂપેમાં એક માઇક્રોબાયોલોજિસ્ટ ઓલિવર ગ્રોસના ધ્યાનમાં આવ્યું હતું. જયારે અમેરિકાની ટીમને કિચડમાં મેન્ગ્રુવના પત્તા પર લપેટાયેલા સફેદ ફિલામેન્ટમાં ધ્યાનમાં આવ્યો હતો. આટલો વિશાળ બેકટેરિયા જોઇને સૌ અચંબિત થઇ ગયા હતા.


Tags :