Get The App

ફોટો એડિટ કર્યા વગર જ થઈ જશે બેકગ્રાઉન્ડ ચેન્જ, Instagram સ્ટોરી પર યૂઝ કરો AI ફીચર

Updated: Jan 3rd, 2024

GS TEAM

Google News
Google News
ફોટો એડિટ કર્યા વગર જ થઈ જશે બેકગ્રાઉન્ડ ચેન્જ, Instagram સ્ટોરી પર યૂઝ કરો AI ફીચર 1 - image

Image:Freepik 

નવી દિલ્હી,તા. 3 જાન્યુઆરી 2024, બુધવાર  

આજકાલ AI નો જમાનો છે. એપલ,ગુગલ,માઇક્રોસોફ્ટ જેવી મોટી મોટી કંપનીઓ પોતાના પ્લેટફોર્મને સારુ બનાવવા માટે AI ની તાકાતનો ઉપયોગ કરી રહી છે. Meta પણ ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટામાં આજ કામે લાગી ગયુ છે.હાલમાં જ કંપનીએ AI ફીચર્સ લોન્ચ કર્યા છે જેમાંથી એક ખાસ ફિચર તમને થોડા ક્લિકમાં તમારા ફોટાનું બેકગ્રાઉન્ડ ચેન્જ કરવામાં મદદરૂપ થશે. આ માટે તમારે કોઈ ફોટો એડિટિંગ એપની મદદ લેવાની જરૂર નથી.

આ ફીચરનું નામ બેકડ્રોપ ( Backdrop) છે. તેની મદદથી તમે તમારી પસંદ મુજબ તમારા ફોટોનું બેકગ્રાઉન્ડ બદલી શકો છો. તમારે ફક્ત થોડા શબ્દો કહેવાના છે અને AI તમારા માટે એક સુંદર બેકગ્રાઉન્ડ બનાવી દેશે. આ ટેક્નોલોજી DALL-E અથવા મિડજર્ની જેવા AI પ્લેટફોર્મ જેવી જ છે.

મળતી માહિતી મુજબ, આ ફીચર હાલમાં માત્ર કેટલાક સિલેક્ટેડ યુઝર્સ માટે જ ઉપલબ્ધ છે. પરંતુ આશા છે કે, આગામી વીકમાં તમામ યુઝર્સ વાપરી શકશેય જે લોકો ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ છે તેમના માટે આ ફીચર ઉપયોગી સાબિત થઈ શકે છે. 

આ ફીચરનો ઉપયોગ કેવી રીતે કરવો?  

1. આ ફીચરનો ઉપયોગ કરવા માટે તમારે સૌથી પહેલા એક ફોટો સિલેક્ટ કરવો પડશે.

2. આ પછી ઇન્સ્ટાગ્રામ સ્ક્રીનની ટોપ પર સ્ટોરી આઇકોન પર ક્લિક કરો.

3. અહીં તમે ફોટો એડિટિંગ સ્ક્રીન પર જાઓ અને ઉપરના જમણા ખૂણામાં ત્રણ બિંદુઓ પર ટેપ કરો.

4. અહીં તમને મેનુમાં Background લખેલું જોવા મળશે, તેને સિલેક્ટ કરો.

5. AI થોડા સમય માટે તમારા ફોટાનું વિશ્લેષણ કરશે. 

6. હવે તમને ફોટાના ભાગો પસંદ કરવા માટે કહેવામાં આવશે. તમે જે ભાગ પસંદ નહી કરો તે તમારા ફોટોના બેકગ્રાઉન્ડમાં નહીં આવે. 

7. આ પછી નેક્સ્ટ બટન પર ક્લિક કરો.

8. અહીં તમારે અંગ્રેજીમાં પ્રોમ્પ્ટ લખવાનું રહેશે. જો તમે ઈચ્છો તો હિન્દીમાં પણ લખી શકો છો.

9. આ પછી, ફોટોનું બેકગ્રાઉન્ડ ચેકર્ડ પેટર્નમાં દેખાશે, જે તમે કોઈપણ ફોટો એડિટિંગ સોફ્ટવેરમાં જોયું હશે.

10. આ પછી તમને એક ટેક્સ્ટ બોક્સ દેખાશે જેમાં લખેલું હશે કે, Describe the backdrop you want. અહીં તમે ફોટામાં તમારી ઈચ્છા મુજબની સજાવટ વિશે કહી શકો છો. આ પછી નેક્સ્ટ બટન પર ક્લિક કરો.

11. હવે AI તમારા પ્રોમ્પ્ટના આધારે બે અલગ અલગ બેકગ્રાઉન્ડ ઓપ્શન બનાવશે.

12. બેકગ્રાઉડ પસંદ ન હોય તો એજ પ્રોપ્ટ સાથે વધુ એક બેકગ્રાઉન્ડ બનાવવા માટે રિફ્રેશ કરો. 

13. જો તમે પ્રોમ્પ્ટ બદલવા માંગતા હો, તો તેને નીચે ટેપ કરો અને ન્યુ ટાઇપ કરો.

14. તમારી પસંદગીનું બેકગ્રાઉડ પસંદ કરો અને નેક્સ્ટ બટન પર ક્લિક કરો.

15. જે બાદ તમે તમારી સ્ટોરી શેર કરી શકો છો, જે બાદ Your Story પર ક્લિક કરો.

Tags :