- yksLkk {Míke¼Þko rËðMku, yuf VLkxwh ðeíke økÞu÷k rËðMkkuLke {òf{Míke{kt
આજના ગુજરાત સમાચારની શતદલ પૂર્તિ એવા સ્પેશિયલ કાગળ પર છાપવામાં આવી છે કે તમે તેને હાથમાં મસળી
જુઓ. કાગળ ફરી ખોલી, જરા તરા હાથ ફેરવશો તો કાગળ
ફરી સવાર સવારમાં આવેલા તાજા અખબાર જેવો થઈ જશે - ટ્રાય કરી જુઓ!
આટલું વાંચીને અને આ લેખનું શીર્ષક જોયા પછી તમે એવી ટ્રાય નહીં જ કરો. આમ પણ
હવેના સમયમાં આપણે જરા વધુ સ્માર્ટ થઈ ગયા છીએ. સહેલાઈથી એપ્રિલ ફૂલ બનતા નથી.
પરંતુ નીચે આપેલા, પાછલાં થોડાં વર્ષોના કિસ્સા વાંચી
જુઓ.
બધા જ કિસ્સા જુદી જુદી ટેક કંપનીઓએ અજમાવેલી એપ્રિલ ફૂલની હળવી મજાકનાં
ઉદાહરણ છે - જેને, જે તે સમયે લોકોએ ખરેખર સાચી
વાત માની લીધી હતી. અથવા એવું પણ બન્યું છે કે વાત સાચી હોય, મજાક ન હોય, છતાં લોકોએ તેને મજાક ગણી
લીધી હોય. ઉપરછલ્લી નજરે જોતાં એ પણ સમજાશે કે બધી ટેક કંપનીઓમાં ગૂગલ સૌથી વધુ
મસ્તીખોર છે!
આમ પણ ઘણી ખરી ટેક પ્રોડક્ટ કે સર્વિસ શરૂઆતમાં ગપગોળા જેવી જ લાગતી હોય છે! આપણે હવે એવા સમયમાં જીવીએ છીએ કે ટેકનોલોજીની મોટા ભાગની વાતો માઇન્ડબ્લોઇંગ હોય છે!
ykRfkurLkf
ftÃkLkeLke MÚkkÃkLkk ÚkE Ãknu÷e yur«÷u
આજે આઇફોન અને આઇપેડ માટે દુનિયાભરમાં આઇકોનિક બનેલી કંપની એપલની સ્થાપના ૧૯૭૬માં થઈ. ત્યારે ટાર્ગેટ હતું પર્સનલ કમ્પ્યૂટર્સ બનાવીને વેચવાં. મજા જુઓ કે કંપનીની સ્થાપના પહેલી એપ્રિલના દિવસે થઈ! જોકે એમાં સ્થાપકોનું કોઈ ટીખળ નહોતું. કંપનીની રચના માટેનાં પેપર્સ ફાઇનલ થયાં, સબમિટ થયાં અને કંપની રચાઈ ગઈ પહેલી એપ્રિલે! એપલની બધી પ્રોડક્ટ્સનાં પરફોર્મન્સ જુઓ તો આપણાથી કોઈ ફરિયાદ ન થાય, પણ ફક્ત પ્રોડક્ટ્સ અને એને સંબંધિત ચીજવસ્તુઓની કિંમત જુઓ તો એમ થાય કે કંપની છેક સ્થાપનાના દિવસથી, રોજેરોજ આપણને ફૂલ બનાવી રહી છે!
÷kufkuyu
suLku {òf økýe, yuýu ËwrLkÞk Ãkh hks fÞwO
ગૂગલે છેક વર્ષ ૨૦૦૦થી લોકોને એપ્રિલ ફૂલ બનાવવાની પરંપરા શરૂ કરી હતી. એટલે જ, ૨૦૦૪માં કંપનીએ જીમેઇલ સર્વિસ લોન્ચ કરી ત્યારે લોકો તેને પણ મજાક ગણી લીધી. તેનાં બે કારણ હતાં - સર્વિસ લોન્ચ થઈ પહેલી એપ્રિલે અને જીમેઇલમાં શરૂઆતમાં ૧ જીબી સ્ટોરેજ સ્પેસ ઓફર થઈ, જે તે સમયના જીમેઇલના હરીફો કરતાં પહેલે ધડાકે ૫૦૦ ગણી વધુ હતી! જોકે ગૂગલની મજાક બીજી હતી - એપ્રિલ ૧, ૨૦૦૪ના દિવસે ગૂગલે જાહેર કર્યું કે તે ચંદ્ર પર એક રિસર્ચ અને હોસ્ટિંગ સર્વિસ શરૂ કરશે. કંપનીએ તેના માટે જોબ એપ્લિકેશન્સ પણ મંગાવી!
nË ÚkE -
xkuR÷ux{ktÚke çkúkuzçkuLz RLxhLkux
તમે કહેશો, યે કુછ જ્યાદા હી હો ગયા! ગૂગલે ૨૦૦૭માં જાહેર કર્યું કે તેણે લોકોને મફત, ઇન-હોમ વાયરલેસ બ્રોડબેન્ડ સર્વિસ પૂરી પાડવા એક નવી ટેક્નોલોજી વિક્સાવી છે. સર્વિસનું નામ હતું TiSP (ટોઇલેટ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર). નામ મુજબ, લોકોએ પોતાના ઘરમાં બાથરૂમના કમોડમાં એક ફાઇબર ઓપ્ટિક કેબલ નાખવાનો હતો, જે ડ્રેનેજ લાઇન મારફત ગૂગલની બ્રોડબેન્ડ સર્વિસ સાથે કનેક્ટ થવાનો હતો! ગૂગલે એક વેબપેજ બનાવીને આ સર્વિસ માટે સાઇન-અપ ને ઇન્સ્ટોલેશનની ગાઇડ આપી. માન્યામાં ન આવતું હોય તો એ પેજ જુઓ અહીં ઃ https://archive.google/tisp/
{òf Lkf÷e
«kuzõxLke, ÃkAe yMk÷e çkLkkððe Ãkze
તમે વર્ષો જૂની સ્ટારવોર્સ સીરિઝ જોઈ હશે તો કદાચ તમને યાદ હશે કે તેમાં બર્ફીલા પ્રદેશમાં જોવા મળતાં ટાઉનટાઉન નામનાં એનિમલ કેરેક્ટર હતાં. એક એપિસોડમાં, સ્ટારવોર્સનો હીરો ટાઉનટાઉનની ખાલ ખોલી, તેમાં ઘૂસીને કાતિલ ઠંડીમાં જીવ બચાવે છે એવો સીન હતો. તેમાંથી પ્રેરણા લઈને થિંકગીક નામની એક કંપનીએ ટાઉનટાઉન સ્લીપિંગ બેગ બનાવીને ઓનલાઇન વેચવા મૂકી. સ્ટારવોર્સના ફેને તેને ખરીદવા પડાપડી કરી! ડિમાન્ડ એટલી જોરદાર હતી કે થિંકગીક કંપનીએ સ્ટારવોર્સની નિર્માતા કંપની પાસેથી જરૂરી મંજૂરી લઈને ખરેખરી ટાઉનટાઉન સ્લીપિંગ બનાવવી પડી!
økqøk÷Lku
ftEf Mkqt½kzku yLku íkuLkk rðþu sðkçkku {u¤ðku
આપણા મનમાં કોઈ સવાલ સળવળે એટલે આંગળીઓ ગૂગલમાં એ સવાલ લખવા તલપાપડ થાય. થોડાં વર્ષથી આપણે બોલીને કે ગૂગલ લેન્સની મદદથી ગૂગલને કશુંક બતાવીને પણ તેના વિશે પૂછી શકીએ છીએ. પણ ગૂગલને કશુંક સુંઘાડી શકાય? ગૂગલે કહ્યું, કેમ નહીં! ૨૦૧૩માં ગૂગલ સર્ચમાં ગૂગલ નોઝ નામે એક ફીચર લોન્ચ થયું. એક વીડિયો (યુટ્યૂબમાં સર્ચ Introducing Google Nose) બનાવીને ફીચર કેમ કામ કરે છે એ પણ સમજાવવામાં આવ્યું - કોઈ ફૂલ પાસે મોબાઇલ લઈ જાઓ અને ગૂગલ તેને સૂંઘીને ફૂલ વિશે વધુ માહિતી આપે! આપણને ફૂલ બનાવવાનો કેવો કીમિયો!
yuf økB{ík,
suýu Ãkkufu{kuLk økku øku{Lku sL{ ykÃÞku
૨૦૧૬માં સૌને પોકેમોન ગોનું ઘેલું લાગ્યું હતું એ યાદ છે? બીજી ગેમ ફક્ત મોબાઇલના સ્ક્રીન પર રમાય, આ ઓગમેન્ટેડ રિઆલિટી આધારિત ગેમમાં આપણે મોબાઇલ લઈને નીકળી પડવાનું, અસલી દુનિયામાં વર્ચ્યુઅલ પોકેમોન શોધવા! આ ગેમનાં મૂળ બે વર્ષ પહેલાંના એક ગૂગલ એપ્રિલ પ્રેન્કમાં હતાં. ગૂગલે કહ્યું, મેપ્સ એપ અપડેટ કરીને તેની મદદથી અસલી દુનિયામાં ૧૫૦ પોકેમોન શોધી કાઢો! જોકે એ કોરી મસ્તી નહોતી, લોકો ખરેખર ગૂગલ મેપ્સમાં પોકેમોન શોધી શકતા હતા અને ગૂગલે તેમને ઇનામ પણ આપ્યાં. એ પ્રેન્ક એટલી પોપ્યુલર બની કે તેના પરથી બે વર્ષે અસલી ગેમ બની!
yu{yuMk-zkuMkLkku
s{kLkku ÃkkAku ÷kðíke yuÃk
ગૂગલની જેમ માઇક્રોસોફ્ટને પણ લોકોને એપ્રિલ ફૂલ બનાવવાની ચાનક ચઢતી, ક્યારેક ક્યારેક. ૨૦૧૫માં કંપનીએ વિન્ડોઝ ફોન માટે એમએસ-ડોસ મોબાઇલ એપ લોન્ચ કરી અને કહ્યું કે તે અત્યાર સુધીની સૌથી સિમ્પલ ઓએસ છે! આ એપ વિન્ડોઝ લુમિઆ ફોનમાં ઇન્સ્ટોલ કરી શકાતી હતી અને લોકો તેની મદદથી જૂના જમાનાની જેમ, કમાન્ડ ટાઇપ કરીને એક્શન લઈ શકતા હતા - ફોનમાં કેમેરા ઓપન કરવા માટે, આ એપ ઓપન કરી, તેમાં ટાઇપ કરવાનું - camera. હતી મજાક-મસ્તી, પણ કંપનીએ અસલી એપ બનાવવાની મહેનત કરી હતી!
ònuhkíkLkwt
f®xøk ÷kðku, LkðeLk¬kuh fkh ÷E òyku
વાત એક અલગ ટેક કંપનીની છે. એપ્રિલ ૧, ૨૦૧૫ના દિવસે ન્યૂઝીલેન્ડના એક મોટા અખબારમાં બીએમડબલ્યૂ કારની જાહેરાત છપાઈ. હેડલાઇન હતી એપ્રિલ ફૂલ્સ ડે સ્પેશિયલ. ઓફર શું હતી? પોતાની જૂની કાર અને આ જાહેરાતનું કટિંગ લઈને આવો, નવી નક્કોર બીએમડબલ્યૂ લઈ જાઓ. ઓફર ફક્ત પહેલી વ્યક્તિ માટે હતી. મૂરખ બનવા કોઈ આગળ ન આવ્યું. ફક્ત એક મહિલાએ હિંમત કરી. પછી શું થયું? કંપનીએ ૧૫ વર્ષ જૂની કારના બદલામાં, આજના લગભગ ૩૫ લાખ રૂપિયાની કાર ભેટ આપી! હવે વિચારીને કહો, આ આખા કિસ્સામાં ખરેખર એપ્રિલ ફૂલ કોણ બન્યું?!
ðMíkw ¾qxu
íkku ykÃkkuykÃk ykuzoh ÚkkÞ yuðwt çkxLk
એપ્રિલ ૧, ૨૦૧૫નો દિવસ શરૂ થવાના ગણતરીના કલાકો બાકી હતા ત્યારે એમેઝોને એક ડેશ બટન લોન્ચ કર્યું. આ બટનમાં તે એપ્રિલ ફૂલની મજાક હોય એવો પૂરો મસાલો હતો. તમારા ઘરમાં ટાઇડ કંપનીનો વોશિંગ પાવડર કે જિલેટ કંપનીનું શેવિંગ ક્રીમ હોય, તો એ બ્રાન્ડનું ડેશ બટન એમેઝોન પરથી ખરીદી લો ને જે તે પ્રોડક્ટ પર લગાવી દો. એ વસ્તુ ખલાસ થવા આવે ત્યારે પેલું બટન વાઇ-ફાઇથી એમેઝોનની સાઇટ સાથે કનેક્ટ થઈ, વસ્તુ રિઓર્ડટર કરી દે! લોકોએ તેને મજાક ગણી, બટન ચર્ચાસ્પદ બન્યું ને એમેઝોનનો હેતુ પાર પડી ગયો! જોકે કંપનીએ ૨૦૧૯માં તેને પાછું ખેંચ્યું.
yuðe xe¾¤ fu
su{kt nMkðk{ktÚke ¾Mkðwt ÚkE økÞwt
વર્ષ ૨૦૧૬માં ગૂગલને ફરી એક ટીખળ સૂઝી, જોકે એ તેને જ ભારે પડી. કંપનીએ પહેલી એપ્રિલે જીમેઇલમાં માઇક ડ્રોપ નામે એક ફીચર ઉમેર્યું - એ નામે ખરેખર એક બટન ઉમેર્યું. એ બટન જીમેઇલના સેન્ડ બટનની બાજુમાં જ હતું. તેને પ્રેસ કરો તો એક કેરેક્ટર માઇક્રોફોન પછાડતું હોય એવું એનિમેશન જોવા મળે. આમ કરતાં, મેઇલ સેન્ડ થાય, પણ તેના જવાબમાં ભવિષ્યમાં જે કોઈ વ્યક્તિ રિપ્લાય મોકલે તે બધા મ્યૂટ થઈ જાય! માઇક ડ્રોપ, વાત ખતમ! જોકે ઘણા લોકોએ સિરિયસ બિઝનેસ મેઇલના રિપ્લાયમાં આ બટન દબાવ્યું. છેવટે કંપનીએ માફી માગવી પડીને કહ્યું, જરા હસવામાંથી ખસવું થઈ ગયું!
R÷kuLk {Mfu
Ëuðkr¤Þwt VqõÞwt, xTðexh Ãkh
અત્યારે સ્પેસએક્સ, ટેસ્લા ને એક્સથી જાણીતા ઇલોન
મસ્ક પેમેન્ટ કંપની પેપાલના કો-ફાઉન્ડર હતા. તેને વેચીને તેમાંથી તેમણે સ્પેસએક્સ ને ટેસ્લા કંપની ઊભી
કરી. તેમણે ટ્વીટર ખરીદી તેના ચાર વર્ષ પહેલાં, ૨૦૧૮માં પહેલી એપ્રિલે ટ્વીટ કરી, સાથે લખ્યું, ટેસ્લા કંપનીએ સાવ દેવાળિયું ફૂંક્યું છે. પોતે ટેસ્લા કાર પર ઢળી પડ્યા હોય એવી ઇમેજ પણ શેર કરી. એ સમયે ટેસ્લા કંપનીને
સખત નાણાભીડ હોવાની હવા હતી એટલે મસ્કે આ મસ્તી
કરી, પણ એ કારણે ટેસ્લાના શેર ખરેખર ધોવાયા! એક-બે વર્ષ પછી મસ્કે કહ્યું કે એ સાવ મસ્તી નહોતી, ટેસ્લા ખરેખર દેવાળિયું ફૂંકવાના આરે હતી.
Vq÷Akuz
MkkÚku ðkík fhe þfkÞ yuðe yuykR
૨૦૧૯માં ગૂગલને ફરી ગમ્મત સુઝી. ગૂગલ નેધરલેન્ડ્સે કહ્યું કે તેણે ટ્યૂલિપ ફૂલ
અને માણસ એકબીજાની ભાષા સમજી શકે એવી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) વિક્સાવી છે (આજની એઆઇ ૨૦૨૨થી
ચર્ચામાં આવી). કંપનીએ ગૂગલના હોમ પેજ પર આ ટ્યૂલિપ ટ્રાન્સલેટરનું બટન મૂક્યું. લોકો તેને ક્લિક કરી,
ફોન ટ્યૂલિપના છોડ
સામે ધરીને છોડને પૂછી શકે કે તેને તરસ લાગી છે? પ્રકાશની જરૂર છે? ગૂગલનો દાવો હતો કે તેણે
વિક્સાવેલી ન્યૂરલ મશીન ટ્રાન્સલેશન ટેકનિકને કારણે છોડનાં સિગ્નલ પકડીને ટ્રાન્સલેટ કરી શકાતાં હતાં! ગૂગલે
કોવિડથી આ મજાકમસ્તી બંધ કરી.


