Get The App

ભારતમાં આવી રહ્યું છે એપલ પે: જાણો યુઝર્સને શું ફાયદો થશે…

Updated: Jan 21st, 2026

GS TEAM

Google News
Google News
ભારતમાં આવી રહ્યું છે એપલ પે: જાણો યુઝર્સને શું ફાયદો થશે… 1 - image


Apple Pay in India: એપલ હવે તેની ડિજિટલ પેમેન્ટ સર્વિસ એપલ પેને ભારતમાં લાવી રહ્યું છે. આ વર્ષની અંત સુધીમાં એ સર્વિસ ભારતમાં શરૂ થઈ જશે. આ સર્વિસની મદદથી યુઝર ડિજિટલ પેમેન્ટ સર્વિસ અને ડિજિટલ વોલેટનો ઉપયોગ કોન્ટેક્ટલેસ ખરીદી કરવા માટે કરી શકશે. સ્ટોર પરથી કે એપ્લિકેશન પરથી કે ઓનલાઇન ખરીદી માટે હવે એપલ ડિવાઇસનો ઉપયોગ પેમેન્ટ માટે કરી શકાશે. આ સર્વિસ યુઝર માટે ખૂબ જ ફાયદાકારક છે કારણ કે એનાથી મર્ચન્ટને કાર્ડ આપવાની જરૂર નથી પડતી અને એમ છતાં કાર્ડમાંથી જ પૈસા કપાય છે. આ માટે ફક્ત ફેસ આઈડી અથવા તો ટચ આઈડીનો ઉપયોગ કરવામાં આવે છે.

એપલ પેની શરૂઆતની સર્વિસ

એપલ પે શરૂઆતમાં ભારતમાં ટેપ-ટૂ-પે સર્વિસ આપશે. આ સર્વિસમાં યુઝર્સ તેમની એપલ ડિવાઇસને ફક્ત ટેપ કરીને પેમેન્ટ કરી શકશે. આ માટે નીયર-ફિલ્ડ કમ્યુનિકેશનનો ઉપયોગ થાય છે. આ માટે કંપની હાલમાં રેગ્યુલેટર્સ, બેંક અને કાર્ડ નેટવર્ક સાથે વાતચીત કરી રહી છે જેથી તેઓ પોતાની સર્વિસને ભારતમાં શરૂ કરી શકે. આ સર્વિસ શરૂ કરવા માટે એપલ દ્વારા કાર્ડ પ્રોવાઇડ કરનાર કંપની અથવા તો બેંક સાથે મળીને કેટલીક બાબતો નક્કી કરવી જરૂરી છે.

આ પણ વાંચો: ChatGPTએ ઉંમરનું અનુમાન લગાવતું ફીચર ડેવલપ કર્યું, એડલ્ટ કન્ટેન્ટથી બાળકોને સુરક્ષિત રાખવા OpenAIનો નિર્ણય

ફક્ત એપલ યુઝર્સ કરી શકશે આ સર્વિસનો ઉપયોગ

માર્કેટમાં હાલમાં ડિજિટલ પેમેન્ટ માટે ગૂગલ પે, ફોન પે અને પેટીએમ જેવી ઘણી સર્વિસ છે જે એપલની સાથે અન્ય ડિવાઇસ પર પણ કામ કરે છે. જોકે એપલ પે ફક્ત એપલની ડિવાઇસ પર જ કામ કરશે. એન્ડ્રોઇડ યુઝર્સ એનો ઉપયોગ નહીં કરી શકે. એપલ પેને એપલ ઇંકની એપલ પેમેન્ટ સર્વિસ દ્વારા ઓપરેટ કરવામાં આવે છે અને એ ફક્ત એપલની ડિવાઇસ માટે જ છે. એનો ઉપયોગ યુઝર્સ તેમના આઈફોન, એપલ વોચ, આઈપેડ અને મેકબૂક દ્વારા કરી શકશે.