Get The App

લીક્વિડ ગ્લાસ ડિઝાઇનનું કન્ટ્રોલ યુઝર્સને આપશે એપલ: પારદર્શકતા કેટલી રાખવી હવે નક્કી કરી શકશે…

Updated: Oct 21st, 2025

GS TEAM

Google News
Google News
લીક્વિડ ગ્લાસ ડિઝાઇનનું કન્ટ્રોલ યુઝર્સને આપશે એપલ: પારદર્શકતા કેટલી રાખવી હવે નક્કી કરી શકશે… 1 - image

Apple to Give More Control to Users: એપલ દ્વારા iOS 26માં લિક્વિડ ગ્લાસ ડિઝાઇન યુઝર ઇન્ટરફેસને લોન્ચ કર્યો હતો. આ ડિઝાઇનનો ઓપરેટિંગ સિસ્ટમના દરેક જગ્યાએ ઉપયોગ કરવામાં આવે છે. આ ડિઝાઇનમાં હાલમાં યુઝરને બે વિકલ્પ આપવામાં આવ્યાં છે. એમાંથી એક છે ક્લિયર અને બીજું ટિન્ટેડ. એટલે કે એકમાં એકદમ સાફ પારદર્શકતા હશે અને એક કલરમાં જોવા મળી રહી છે. ક્લિયર ઓપ્શનમાં યુઝર તેના બેકગ્રાઉન્ડની સાથે એપ્લિકેશન, બાર્સ અને મેન્યૂની સાથે બટનને પણ જોઈ શકે છે. જોકે હવે પારદર્શકતા કેટલી રાખવી એ હવે એપલ દ્વારા યુઝર્સના હાથમાં આપવામાં આવી રહી છે.

પારદર્શકતા પર યુઝરનો કન્ટ્રોલ

એપલ દ્વારા ટિન્ટેડ ઓપ્શનમાં ઓપેસિટી વધારી દેવામાં આવે છે, જેથી લિક્વિડ ગ્લાસ ડિઝાઇનમાં વધુ કોન્ટ્રાસ્ટ જોવા મળે છે. આ માટે હવે યુઝરને નવો કન્ટ્રોલ આપવામાં આવ્યો છે. એ માટે યુઝરે સેટિંગ્સમાં ડિસ્પ્લે અને બ્રાઇટનેસમાં જઈને એડજસ્ટ કરી શકશે. મેકબુકમાં સેટિંગ્સમાં અપીયરન્સમાં એ સેટિંગ્સ જોવા મળશે. યુઝર દ્વારા જ્યારે બીટા વર્ઝનને ટેસ્ટ કરવામાં આવી રહ્યું હતું ત્યારે તેમના દ્વારા એપલને આ વિશે ફીડબેક આપવામાં આવ્યો હતો. પારદર્શકતા કેટલી રાખવી એ દરેક યુઝરની પસંદગી હોય છે, આથી એ કન્ટ્રોલ યુઝરના હાથમાં હોવું જોઈએ એની ડિમાન્ડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: એમેઝોનના આઉટેજથી ડિજિટલ દુનિયા હચમચી: એલેક્સા, ચેટજીપીટી, સ્નેપચેટ અને ફોર્ટનાઇટ સહિત અસંખ્ય એપ્સ થઈ બંધ

iOS 26.1માં જોવા મળશે આ ફીચર્સ

એપલ દ્વારા આઇફોન અને આઇપેડના iOS 26.1 વર્ઝનમાં આ કસ્ટમાઇઝેશન કન્ટ્રોલ આપવામાં આવી રહ્યો છે. તેમ જ મેકબુકમાં macOS Tahoe 26.1માં આ વિકલ્પ આપવામાં આવશે. આ અપડેટમાં સ્લાઇડ-ટૂ-સ્ટોપ ફીચરનો પણ સમાવેશ કરવામાં આવશે. એલાર્મ અને ટાઇમર્સ માટે આ ફીચર છે. એપલ ઇન્ટેલિજન્સ માટે નવી ભાષાનો એમાં સમાવેશ કરવામાં આવશે. આ સાથે જ એપલ ટીવી આઇકનને અપડેટ કરવાની સાથે અન્ય નાના-મોટા ફીચરનો પણ એમાં સમાવેશ કરવામાં આવશે.