Science & Technology

Appleનો મોટો ઝટકો: રૂ. 10 હજારથી 1 લાખ રૂપિયા સુધી મોંઘી થશે પ્રોડક્ટ્સ, જુઓ લિસ્ટ

By GS TEAM
26 Jun 20262 mins read
TukuTouch Logo
એપલે ભારતમાં ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. કંપનીએ તેની સત્તાવાર વેબસાઇટ પર MacBook અને iPad લાઇનઅપની કિંમતોમાં ₹10,000 થી ₹1,00,000 સુધીનો વધારો કર્યો છે. સીઈઓ ટિમ કુકે વૈશ્વિક સ્તરે RAMની વધતી કિંમતોને ભાવવધારાનું કારણ ગણાવ્યું છે. AIને કારણે RAMની માંગ વધતા ભાવમાં ઉછાળો આવ્યો છે. જોકે, iPhoneના ભાવમાં હાલ કોઈ ફેરફાર નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

Appleનો મોટો ઝટકો: રૂ. 10 હજારથી 1 લાખ રૂપિયા સુધી મોંઘી થશે પ્રોડક્ટ્સ, જુઓ લિસ્ટ

Apple price increase India 2026: વિશ્વની અગ્રણી ટેક કંપની એપલે ભારતમાં પોતાના ગ્રાહકોને એક બહુ મોટો ઝટકો આપ્યો છે. બાકીની કંપનીઓ કરતા થોડી મોડી પરંતુ એપલે હવે ભારતની સત્તાવાર વેબસાઇટ પર પોતાના લોકપ્રિય પ્રોડક્ટ્સની કિંમતોમાં મોટો વધારો ઝીંકી દીધો છે. ભારતમાં હવે MacBook અને iPad લાઇનઅપ ખરીદવા માટે ગ્રાહકોએ 10,000 રૂપિયાથી 1,00000 રૂપિયા સુધીની વધારાની કિંમત ચૂકવવી પડશે. એપલના સીઈઓ ટિમ કુકે ગત અઠવાડિયે જ સંકેત આપ્યા હતા કે વૈશ્વિક સ્તરે રેમ (RAM) ની સતત વધતી કિંમતોને કારણે પ્રોડક્ટ્સના ભાવ વધારવા અનિવાર્ય બન્યા છે.

જાણો કયા મોડેલના ભાવમાં કેટલો વધારો થયો
MacBook Neo:
એપલના આ ભારે ડિમાન્ડ ધરાવતા બજેટ લેપટોપની કિંમતમાં 10,000 રૂપિયાનો વધારો થયો છે. તેનો બેઝ મોડેલ હવે 69,900 ને બદલે 79,900 રૂપિયામાં મળશે, જ્યારે 512 GB વેરિઅન્ટ 89,900 રૂપિયામાં ઉપલબ્ધ થશે.
MacBook Air 13-inch (M5): આ મોડેલની કિંમતમાં સીધો 30,000 રૂપિયાનો મોટો વધારો કરાયો છે. અગાઉ 1,44,900 રૂપિયામાં મળતું આ ડિવાઇસ હવે 1,79,900 રૂપિયાનું થઈ ગયું છે.
MacBook Pro 14-inch (M5, 16GB RAM): આ પ્રોફેશનલ લેપટોપમાં 70,000 રૂપિયાનો વધારો થયો છે. ગ્રાહકોએ હવે 1,69,900 ના બદલે 2,39,900 રૂપિયા ખર્ચવા પડશે.
MacBook Pro 14-inch (M5 Max Variant): આ પ્રીમિયમ વેરિઅન્ટ ખરીદવા માટે ગ્રાહકોએ પૂરા 1,00000 રૂપિયા વધારાના ચૂકવવા પડશે.
iPad Air 11-inch (M4): આ આઇપેડ મોડેલ 25,000 રૂપિયા મોંઘું થયું છે, જેની કિંમત હવે 64,900 થી વધીને 89,900 રૂપિયા થઈ ગઈ છે.
iPad Pro (256GB, M5): આ હાઇ-એન્ડ મોડેલની કિંમત પણ 99,990 રૂપિયાથી વધારીને હવે 1,39,900 રૂપિયા કરી દેવામાં આવી છે.
જો કે, રાહતની વાત એ છે કે હાલમાં આઇફોન (iPhone) ની કિંમતોમાં કોઈ ફેરફાર કરાયો નથી, પરંતુ આગામી સમયમાં તેના ભાવ વધવાની પણ પૂરેપૂરી શક્યતા છે.

ભાવ વધવા પાછળનું અસલી કારણ શું છે?
ટેક માર્કેટમાં હાલમાં ભારે રેમ ઇન્ફ્લેશન ચાલી રહી છે. અહેવાલો અનુસાર, છેલ્લા કેટલાક મહિનામાં 512GB મેમરી ચિપના ભાવમાં 65 ટકા જેટલો તોતિંગ ઉછાળો આવ્યો છે. એકલા સેમસંગ કંપનીએ જ મેમરી ચિપના ભાવ 60 ટકા સુધી વધારી દીધા છે. આનું મુખ્ય કારણ પ્રોડક્શનમાં ઘટાડો નથી, પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના કારણે વધેલી અસાધારણ ડિમાન્ડ છે. AI ની ટેક્નોલોજી સંપૂર્ણપણે મેમરી (RAM) પર નિર્ભર હોવાથી છેલ્લા 18 મહિનામાં રેમની વૈશ્વિક માંગ 3 ગણી વધી ગઈ છે, જેની સીધી અસર હવે ગ્રાહકોના ખિસ્સા પર પડી રહી છે.