For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

Appleએ લોન્ચ કર્યા સૌથી મોંઘા iPhones, જાણો કિંમત

Updated: Sep 8th, 2022

Appleએ લોન્ચ કર્યા સૌથી મોંઘા iPhones, જાણો કિંમત

- iPhone 14 Pro અને iPhone 14 Pro Max ચાર કલરમાં ઉપલબ્ધ થશે- ડીપ પર્પલ, સિલ્વર, ગોલ્ડ અને સ્પેસ બ્લેક

નવી દિલ્હી, તા. 08 સપ્ટેમ્બર 2022, ગુરૂવાર

એપલના ચાહકોની રાહ અંતે પૂરી થઈ છે. કંપનીએ આ ઇવેન્ટમાં iPhone 14 સિરીઝના iPhone 14, iPhone 14 Plus, iPhone 14 Pro, iPhone 14 Pro Maxના 4 મોડલ રજૂ કર્યા છે.  iPhone હંમેશાથી પોતાની કિંમતને લઈને ચર્ચામાં રહ્યો છે અને હવે નવી સિરીઝના બે iPhoneની કિંમત લોકોના હોંશ ઉડાવી શકે છે. એવું એટલા માટે કારણ કે, સીરિઝના  iPhoneની કિંમત ખૂબ જ વધારે રાખવામાં આવી છે. અહીં અમે વાત કરી રહ્યા છીએ સીરિઝના સૌથી મોંઘા iPhone- Apple iPhone 14 Pro અને iPhone 14 Pro Maxની.

નવા iPhone 14 Pro અને iPhone 14 Pro Max 128GB, 256GB, 512GB, અને 1TB સ્ટોરેજ સાથે આવે છે. કિંમતની વાત કરીએ તો Apple iPhone 14 Pro (128GB) મોડલની કિંમત 1,29,900 રૂપિયા, Apple iPhone 14 Pro (256 GB)ની કિંમત 1,39,900 રૂપિયા, Apple iPhone 14 Pro (512 GB) સ્ટોરેજની કિંમત 1,59,900 રૂપિયા અને અંતે Apple iPhone 14 Pro (1TB) મોડલની કિંમત 1,79,900 રૂપિયા રાખવામાં આવી છે.

બીજી તરફ Apple iPhone 14 Pro Max (128GB) સ્ટોરેજની કિંમત 1,39,900 રૂપિયા રાખવામાં આવી છે. આ ઉપરાંત Apple iPhone 14 Pro Max(256GB) ની કિંમત 1,49,900 રૂપિયા, Apple iPhone 14 Pro Max (512GB) ની કિંમત 1,69,900 રૂપિયા અને Apple iPhone 14 Pro Max (1TB) મોડલની કિંમત 1,89,900 રૂપિયા રાખવામાં આવી છે.

Article Content Image

iPhone 14 Pro સીરિઝના ફોન 4 કલરમાં આવે છે

iPhone 14 Pro અને iPhone 14 Pro Max ચાર કલરમાં ઉપલબ્ધ થશે- ડીપ પર્પલ, સિલ્વર, ગોલ્ડ અને સ્પેસ બ્લેક. આ ફોન 9 સપ્ટેમ્બરથી પ્રી-ઓર્ડર માટે ઓફર કરવામાં આવશે અને 16 સપ્ટેમ્બરથી ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ બંને ફ્લેગશિપ ડિવાઇસમાં નવી પિલ-આકારની નોચ છે, જે નોટિફિકેશન અનુસાર સાઈઝમાં ફેરફાર કરે છે. એપલે તેને ડાયનેમિક આઈલેન્ડ નામ આપ્યું છે. હાલના સમયમાં ખૂબ જ યુનિક ફિટર છે જે હજી સુધી કોઈ સ્માર્ટફોનમાં જોવા નથી મળ્યો.

મળશે સ્ટેનલેસ સ્ટીલ ડિઝાઈન

 iPhone 14 Pro સીરિઝમાં ઓલવેજ-ઓન ડિસ્પ્લે આપવામાં આવી છે અને તે લેટેસ્ટ A16 બાયોનિક ચિપસેટથી લેસ છે. તેમાં સેટેલાઈટ અને ક્રેશ ડિટેક્શન દ્વારા ઈમરજન્સી એસઓએમ પણ છે. આ સીરિઝમાં ક્વોડ-પિક્સેલ સેન્સર અને ફોટોનિક એન્જિન સાથે 48-મેગાપિક્સલનો મુખ્ય કૅમેરો છે.

Gujarat