એપલ ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવ્યા નવા એરપોડ્સ, આઇવોચ અને આઇફોન 17 સિરીઝ: આઇફોન એર ફક્ત 5.6 MM પાતળો
Apple Event: એપલ દ્વારા 9 સપ્ટેમ્બરે ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં એપલ દ્વારા એરપોડ્સ, આઇવોચ અને આઇફોન 17 સિરીઝ લોન્ચ કરવામાં આવી રહી છે. એપલ દ્વારા તેમની નવી ડિઝાઇનની સાથે નવા ઇનોવેશનને પણ રજૂ કર્યું હતું.
એરપોડ્સ પ્રો 3
એપલ દ્વારા નવા એરપોડ્સ પ્રો 3 લોન્ચ કરવામાં આવ્યાં છે. એમાં એક્ટિવ નોઇઝ કેન્સલેશન છે. આ નોઇઝ કેન્સલેશન એરપોડ્સ પ્રો 2 કરતાં બમણું કામ કરે છે અને પહેલાં પ્રો મોડલ કરતાં ચારગણું કામ કરે છે. આથી યુઝર્સને વર્લ્ડનું બેસ્ટ કેન્સલેશન હેડફોન મળશે. એપલ પ્રો 3માં લાઇવ ટ્રાન્સલેશનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. યુઝર્સ જ્યારે અન્ય દેશમાં ટ્રાવેલ કરી રહ્યો હશે ત્યારે આ ફીચર ખૂબ જ કામ આવશે. સામેની વ્યક્તિ જે બોલે છે એનું ટ્રાન્સલેશન યુઝરને એરપોડ્સમાં સંભળાશે. તેમ જ યુઝર પોતે જે બોલી રહ્યો છે એને ટ્રાન્સલેટ કરીને આઇફોનની સ્ક્રીન પર રજૂ કરવામાં આવશે. આથી સામેની વ્યક્તિ એને વાંચી શકે.
આ એરપોડ્સમાં 65 ટકા રિસાયકલ પ્લાસ્ટિકનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમ જ IP57 વોટર એન્ડ ડસ્ટ રેસિસ્ટન્ટ હોવાની સાથે એમાં હાર્ટ રેટ સેન્સરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એક્ટિવ નોઇઝ કેન્સલેશનમાં એક વાર ચાર્જ કરતાં આઠ કલાકનું બેટરી બેકઅપ આપે છે.
એપલ વોચ 11
એપલ વોચ 11ને સૌથી કમ્ફર્ટેબલ અને ડ્યુરેબલ વોચ બનાવવાની કોશિશ કરવામાં આવી છે. આ વોચમાં Ion-X glassનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઇન્ડસ્ટ્રીમાં આ અત્યાર સુધીનો સૌથી મજબૂત ગ્લાસ છે. એમાં એપલ સિરામિક કોટિંગનો સમાવેશ કરવામાં આવ્યો છે જેથી એ ખૂબ જ મજબૂત બને છે. આ વોચ સ્ક્રેચ રેસિસ્ટન્ટ છે. સિરીઝ 11માં સેલ્યુલર 5Gનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં 5G મોડમનો ઉપયોગ કરવામાં આવ્યો હોવા છતાં ખૂબ જ ઓછી બેટરીનો ઉપયોગ કરશે. સિરીઝ 11માં વોચઓએસ 26નો સમાવેશ કરવામાં આવ્યો છે. નવા ફીચર્સ અને ઇન્ટેલિજન્સની સાથે એની ડિઝાઇન પણ એલિગન્ટ બનાવવામાં આવી છે. એમાં હાર્ટ, હિયરીંગ, સાયકલ ટ્રેકિંગ, મેન્ટલ હેલ્થ અને અન્ય નવા હેલ્થ ફીચર્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આ વોચમાં હાઇપરટેન્શન નોટિફિકેશન પણ આપવામાં આવ્યું છે. તેમ જ વર્કઆઉટ બડીને સાથે 24 કલાકની બેટરી લાઇફનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
એપલ વોચ SE
એપલ દ્વારા નવું વોચ SE મોડલ રજૂ કરવામાં આવ્યું છે. આ વોચમાં ઊંઘમાં બદલાવ, સ્લીપ સ્કોર અને સ્લીપ એપ્નિયા જેવા ઘણાં ફીચર્સ આપવામાં આવ્યાં છે. ઓલવેસ-ઓન-ડિસ્પ્લેની સાથે 100 ટકા રિસાયકલ એલ્યુમિનિયમમાંથી બનાવવામાં આવ્યું છે. ટેમ્પરેચર સેન્સિંગ સેન્સરની સાથે એમાં ફાસ્ટ ચાર્જિંગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ વર્કઆઉટ બડી આ વોચમાં પણ જોવા મળશે.
એપલ વોચ અલ્ટ્રા 3
એપલ દ્વારા વોચ અલ્ટ્રા 3ને સ્પોર્ટ્સ અને તેમને જરૂરી દરેક વસ્તુને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આ વોચ રેસ માટે ટ્રેઇન કરવાની સાથે કોફી માટે પૈસા ચૂકવવામાં પણ મદદ કરશે. આઇવોચ હવે હેલ્થ માટેના જરૂરી વાઇટલ પર પણ નજર રાખશે. આ વોચમાં વાઇડ-એંગલ OLEDs અને LTPO3 ડિસ્પ્લેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આથી સ્ક્રીન પહેલાં કરતાં વધુ મોટી જોવા મળશે. તેમ જ બોર્ડરને વધુ પાતળી બનાવવામાં આવી છે. એમાં ઓલવેસ-ઓન મોડ છે જે ખૂબ જ ઓછી બેટરીનો ઉપયોગ કરે છે. વર્કઆઉટ બડીમાં એપલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આથી આ વોચ યુઝર્સને કસરત માટે પ્રેરિત કરશે. એમાં 5G સેલ્યુલર કનેક્ટિવિટીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આથી યુઝર સ્પીડમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશે. તેમ જ જે દેશમાં સેટેલાઇટ સર્વિસ ઉપલબ્ધ હશે એનો પણ તેઓ ઉપયોગ કરી શકશે. આ વોચનું રેડિયો એન્ટેના ખૂબ જ જોરદાર છે. પૃથ્વીથી 800 માઇલ દૂર સેટેલાઇટ્સ હશે તો પણ એ સિગ્નલ ખૂબ જ સરળતાથી પકડશે. આ વોચમાં 42 કલાકનું બેટરી બેકઅપનો સમાવેશ કરવામાં આવ્યો છે.
એપલ વોચ SE 3ની કિંમત 25,900 રૂપિયા, એપલ વોચ 11ની કિંમત 46,900 રૂપિયા અને અલ્ટ્રા 3ની કિંમત 89,900 રૂપિયાથી શરૂ થાય છે.
એપલ આઇફોન 17
એપલ દ્વારા આઇફોન 17માં ફાસ્ટ વાયર્ડ ચાર્જિંગનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં પ્રો મોશન 120Hzની ડિસ્પ્લે છે જેમાં 3000 nitsની બ્રાઇટનેસ ધરાવતી ડિસ્પ્લેનો સમાવેશ કરવામાં આવ્યો છે. A19 પ્રોસેસર ધરાવતા આ આઇફોનમાં 48 MPના ડ્યુઅલ ફ્યુઝન કેમેરા સિસ્ટમ છે. 6.3 ઇંચની ડિસ્પ્લે ધરાવતાં આ આઇફોનમાં કન્ટ્રોલ બટન અને નવું કેમેરા કન્ટ્રોલ આપવામાં આવ્યું છે. એપલ ઇન્ટેલિજન્સ ધરાવતા આ આઇફોનમાં 256 ગિગાબાઇટની સ્ટોરેજ કેપેસિટી છે. એમાં સિરામિક શિલ્ડ 2નો સમાવેશ કરવામાં આવ્યો છે અને એથી એના પર સ્ક્રેચ નહીંવત જોવા મળશે. આઇફોન 17ના 256 ગિગાબાઇટ્સની શરૂઆતની કિંમત 82,900 રૂપિયા છે.
એપલ આઇફોન એર
એપલ દ્વારા તેની આઇફોન સિરીઝમાં નવું મોડલ આઇફોન એરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આઇફોન પ્રોના ફીચર્સ અને પર્ફોર્મન્સનો ઉપયોગ કરવા માગતાં હોય, પરંતુ તેમને આઇફોન પાતળો અને હલકો જોઈતો હોય તેમના માટે આઇફોન એર મોડલ લોન્ચ કરવામાં આવ્યું છે. એમાં 48 મેગાપિક્સલનો સિંગલ ફ્યુઝન કેમેરા સિસ્ટમ છે. તેમજ 24 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે. ડ્યુઅલ કેપ્ચર અને એક્શન મોડ ધરાવતાં આ આઇફોનમાં ડોલ્બી વિઝન 4K60 વીડિયો રેકોર્ડિંગ ક્ષમતા છે. અગાઉના મોડલ કરતાં આઇફોન એરમાં સિરામિક શિલ્ડ 2નો ઉપયોગ કરવામાં આવ્યો છે. એથી આગળની સાઇડ ત્રણગણું સ્ક્રેચ પ્રોટેક્શન મળશે અને બેક સાઇડ ચારગણું સ્ક્રેચ પ્રોટેક્શન મળશે. આ આઇફોનમાં A19 પ્રો ચીપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મોબાઇલ ચાર કલરમાં ઉપલબ્ધ છે. 6.5 ઇંચની ડિસ્પ્લે ધરાવતો આ આઇફોન 5.6 mm જાડો છે. આઇફોન એરના 256 ગિગાબાઇટ્સની શરૂઆતની કિંમત 1,19,900 રૂપિયા છે.
એપલ આઇફોન 17 પ્રો અને પ્રો મેક્સ
એપલ દ્વારા આઇફોન 17 પ્રો અને પ્રો મેક્સ એમ બે પાવરફુલ પર્ફોર્મન્સ ધરાવતાં મોડલ લોન્ચ કરવામાં આવ્યા છે. એપલ દ્વારા A19 પ્રો ચીપસેટને ખૂબ જ અલગ રીતે ડિઝાઇન કરવામાં આવી છે. આ સાથે જ એપલમાં નવા વેપર ચેમ્બરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ માટે એપલ દ્વારા એલ્યુમિનિયમ યુનિબોડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એરોસ્પેસ લેવલનું એલ્યુમિનિયમ મોબાઇલમાં ઉપયોગ કરવામાં આવ્યું છે જે ટાઇટેનિયમ કરતાં 20 ગણું વધુ મજબૂત છે. એલ્યુમિનિયમનો ઉપયોગ કરવાથી આઇફોન 17 પ્રોના બન્ને મોડલ વજનમાં પણ થોડા હલકાં છે. આ આઇફોન રિફાઇન સિલ્વર, એલીગન્ટ ડીપ બ્લુ અને કોસ્મિક ઓરેન્જ કલરમાં લોન્ચ કર્યાં છે. એમાં 6-કોર CPU અને હાઇ-પર્ફોર્મન્સ 6-કોર GPUનો સમાવેશ કરવામાં આવ્યો છે. દરેક GPUમાં ન્યુરલ એક્સેલેરેટરનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં નવી થર્મલ ડિઝાઇનનો સમાવેશ કરવામાં આવ્યો છે. નવી થર્મલ ડિઝાઇનને કારણે આઇફોનમાં જેટલી ગરમી ઉત્પન્ન થશે એટલી જ જલદી એ ગરમી બહાર નીકળી જશે. આથી આઇફોન ખૂબ જ જલદી ઠંડો રહેશે. આઇફોન 16 પ્રો કરતાં આ મોબાઇલ 40 ટકા વધુ જોરદાર પર્ફોર્મન્સ આપે છે. ગેમિંગ, ફોટો અને વીડિયો એડિટિંગ એમાં ખૂબ જ જોરદાર રીતે કરી શકાશે. આથી એમાં એપલ ઇન્ટેલિજન્સ ફીચર્સ માટે એમાં લોકલ લાર્જ લેન્ગવેજ મોડલનો પણ ઉપયોગ કરી શકાશે.
આઇફોન 17 પ્રોના મોડલમાં 48 મેગાપિક્સલનો ફ્યુઝન ટેલિફોટો કેમેરાનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં 4x અને 8x ઝૂમનો સમાવેશ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આઇફોનના ઇતિહાસમાં આ સૌથી વધુ ઓપ્ટિકલ ઝૂમનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ મોડલમાં 3D સેન્સર શિફ્ટ ઇમેજ સ્ટેબિલાઇઝેશન સિસ્ટમનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ કેમેરા સેન્સર ખૂબ જ મોટા બનાવવામાં આવ્યા છે એનાથી ફોટોમાં બ્રાઇટનેસ ખૂબ જ સારી જોવા મળશે. પ્રો મોડલ્સમાં 18 MPનો સેન્ટર સ્ટેજ કેમેરા આપવામાં આવ્યો છે. પહેલી વાર આઇફોનમાં પાછળના ત્રણેય કેમેરા 48 મેગાપિક્સલનો સમાવેશ કરવામાં આવ્યો છે.
eSIM મોડલમાં હવે પહેલાં કરતાં મોટી બેટરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આથી એક વાર આઇફોન ચાર્જ કરતાં eSIMને કારણે બે કલાકનું વધુ બેટરી બેકઅપ આપશે. આથી પ્રો મોડલ્સ હવે 39 કલાકનું વીડિયો પ્લેબેક આપશે. પહેલીવાર આઇફોનમાં સૌથી વધુ એટલે કે 2 TBની સ્ટોરેજ આપવામાં આવી છે. 6.3 ઇંચ ધરાવતા 17 પ્રોના 256 ગિગાબાઇટ્સની શરૂઆતની કિંમત ₹1,34,900થી શરૂ થાય છે. 6.9 ઇંચ ધરાવતા 17 પ્રો મેક્સના 256 ગિગાબાઇટ્સની શરૂઆતની કિંમત ₹1,49,900 છે.