એપ્પલે આપી કોલાબોરેશનની નવી અનોખી સગવડ

Updated: Jan 21st, 2023


- yuÃk÷u ykÃke fku÷kçkkuhuþLkLke Lkðe, yLkku¾e Mkøkðz

નવા સમયમાં વિશ્વના જુદા જુદા ખૂણે રહેતા લોકો એક સાથે એક પ્રોજેક્ટ પર કામ કરતા હોય એવું હવે સામાન્ય થઈ ગયું છે ત્યારે આવી ગ્લોબલ ટીમ વચ્ચે કમ્યુનિકેશન અને કોલાબોરેશનની નવી નવી પદ્ધતિઓ પણ વિકસી રહી છે. ગયા મહિને એપલે તેના આઇઓએસ ૧૬.૨ વર્ઝનમાં ફ્રીફોર્મ (Freeform) નામે એક નવી એપ લોન્ચ કરી છે.

આ એપ એક પ્રકારના ડિજિટલ બોર્ડ કે કેનવાસ જેવું કામ આપે છે. કોઈ પણ યૂઝર આ એપમાં પોતાનું ડિજિટલ બોર્ડ તૈયાર કરી શકે છે અને તેને બીજા લોકો સાથે શેર કરી શકે છે. આ એપ એક પ્રકારનો ફ્લેક્સિબલ કેનવાસ પૂરો પાડે છે તેના પર જુદા જુદા લોકો એક સાથે પોતાના વિચાર દર્શાવી શકે છે.  પેજ સાઇઝની કોઈ લિિમટ પણ નહીં - આંગળી કે એપલ પેન્સિલ ઉઠાવો અને શુરુ હો જાઓ!

એપમાં જુદા જુદા ઘણાં પ્રકારની ફાઇલ્સ શેર કરીને જોઈ પણ શકાય છે. આ એપમાં બોર્ડ શેર કરીને તેની સાથોસાથ ફેસટાઇમ કોલની મદદથી લોકો એક બીજા સાથે સહેલાઈથી વાત પણ કરી શકે છે. આ એપના ડિજિટલ બોર્ડનો ડેટા આઇક્લાઉડમાં સ્ટોર થાય છે.

જો તમે તમારા ડિજિટલ નોટકીપિંગ માટે માઇક્રોસોફ્ટની વનનોટ સર્વિસનો લાભ લેતા હો તો ફ્રીફ્લોઇંગ, ફલેક્સિબલ કેનવાસ ફોર્મેટથી પરિચિત હશો. સામાન્ય રીતે આપણે વર્ડ કે અન્ય પ્રોગ્રામ્સમાં એ૪ કે એ૩ જેવા પેપરની સાઇઝના પેજ પર કામ કરી શકતા હોઇએ છીએ. જેમાં ટેકસ્ટ, ઇમેજિસ વગેરે એક નિશ્ચિત ક્રમમાં મૂકી શકાય છે. ત્યારે ફ્લેક્સિબલ કેનવાસમાં લગભગ અનલિમિટેડ એવો કોરો કેનવાસ આપણને મળે છે. જેમાં આપણે ગમે ત્યાં જુદાં જુદાં પ્રકારનું કન્ટેન્ટ ઇનસર્ટ કરી શકીએ છીએ. સ્કૂલ, કોલેજના બ્લેકબોર્ડ કે ઓફિસના વ્હાઇટ બોર્ડ જેવો જ અનુભવ આપણને આવા ડિજિટલ કેનવાસ પર મળી શકે છે. ‘ટેકનોવર્લ્ડ’માં આપણે અગાઉ આ પ્રકારની ગૂગલની જેમબોર્ડ તથા અન્ય ડિજિટલ વ્હાઇટબોર્ડ સર્વિસની વાત કરી છે.

તમારી પાસે આઇફોન કે આઇપેડ ન હોય તો પણ, માઇક્રોસોફ્ટ વનનોટ જેવી ફ્રી સર્વિસમાં ફ્લેક્સિબલ કેન્વાસ ફોર્મેટમાં કામ કરવાનો અનુભવ લેવા જેવો છે, કરિયરમાં કામ લાગશે!

    Sports

    RECENT NEWS