ટ્વીટરમાં વળી નવી એક મુશ્કેલી .


ઇલોન મસ્કે ટ્વીટર ખરીદી લીધા પછી આડેધડ એમ્પ્લોઇની છટણી કરવાનો વિવાદ અત્યારે ચાલી જ રહ્યો છે અને તેની સાથોસાથ ટ્વીટર સર્વિસનાં ફંકશન્સમાં પણ તકલીફો ઊભી થઈ રહ્યાનું બહાર આવ્યું છે. ટ્વીટરના ઘણા બધા યૂઝર્સે નોંધ્યું છે કે તેમને ટ્વીટરમાં લોગ-ઇન માટે ટુ- ફેકટર ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરવામાં મુશ્કેલી પડી રહી છે.

જો તમે અન્ય મહત્ત્વના ઓનલાઇન એકાઉન્ટ્સની જેમ ટ્વીટરમાં ટુ-ફેકટર ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરતા હો તો તમે જાણતા જ હશો કે તેમાં લોગ-ઇન થવા માટે આપણો પાસવર્ડ આપ્યા પછી આપણને એસએમએસ દ્વારા એક ઓટીપી આવે છે, તે કોડ આપ્યા પછી જ ટ્વીટરમાં લોગ-ઇન થઈ શકાય છે.

પરંતુ ઘણા બધા યૂઝર્સે અન્ય સોશિયલ મીડિયા પર નોંધ્યું છે કે તેમને ટ્વીટરમાં લોગ-ઇન સમયે એસએમએસમાં આવો કોડ આવતો જ નથી. જોકે ટ્વીટરના દાવા મુજબ તેનું ટુ-ફેકટર ઓથેન્ટિકેશન બરાબર કામ કરી રહ્યું છે. માત્ર અમુક યૂઝર્સના કિસ્સામાં કંઈક અવરોધ હતો અને કંપની તેની તપાસ કરી રહી છે. 

City News

Sports

RECENT NEWS