ત્રણ દિવસ એન્ડ્રોઇડનો ઉપયોગ નહીં કર્યો તો રિસ્ટાર્ટ થઈ જશે, જાણો કેમ…
Android Will Restart Automatic: એન્ડ્રોઇડ દ્વારા હવે મોબાઇલની સિક્યોરિટીમાં વધારો કરવામાં આવી રહ્યો છે. મોબાઇલનો ઉપયોગ જો સતત ત્રણ દિવસ સુધી નહીં કરવામાં આવે, તો એ ઓટોમેટિક રિસ્ટાર્ટ થઈ જશે. ગૂગલ દ્વારા આ નવું ફીચર તેમની ઓપરેટિંગ સિસ્ટમમાં ઉમેરવામાં આવ્યું છે. આ ફીચરનો સમાવેશ કરવાનું મુખ્ય કારણ યુઝર્સની સેફ્ટી અને તેમના ડેટાને સુરક્ષિત રાખવા માટે છે.
શું છે આ ફીચર?
આ ફીચર હેઠળ, જો યુઝર તેના મોબાઇલને ત્રણ દિવસ સુધી અનલોક પણ નહીં કરે, એટલે કે મોબાઇલ જમાની સ્થિતિમાં રહે, તો એ ઓટોમેટિક રીતે રિસ્ટાર્ટ થઈ જશે. રિસ્ટાર્ટ થવાની સાથે જ મોબાઇલમાં એડિશનલ સિક્યોરિટી પ્રોગ્રામ્સ કાર્યરત થઈ જશે. એન્ડ્રોઇડ ઓપન સોર્સ હોવાથી તેને હેક અથવા તો ક્રેક સરળતાથી કરી શકાય છે. આથી, તેને વધુ સુરક્ષિત બનાવવા માટે આ ફીચરનો સમાવેશ કરવામાં આવ્યો છે.
રિસ્ટાર્ટ પછી અને રિસ્ટાર્ટ પહેલાં
એન્ડ્રોઇડ દ્વારા સિક્યોરિટીમાં આ ફેરફારને બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવ્યું છે:
બિફોર ફર્સ્ટ અનલોક: જ્યારે ફોન બંધ કરીને ચાલુ કરવામાં આવે અથવા તો રિસ્ટાર્ટ કરાય અને યુઝરે પાસકોડ દાખલ ન કર્યો હોય.
આફ્ટર ફર્સ્ટ અનલોક: જ્યારે યુઝર પાસકોડ દાખલ કરે ત્યારે અમુક ડેટા ડિક્રિપ્ટ થાય છે.
ફોન બંધ થાય ત્યારે તમામ ડેટા ઇન્ક્રિપ્ટ રહે છે. એક વાર પાસકોડ દાખલ કર્ય પછી ડેટા ડિક્રિપ્ટ થાય છે, જે ડેટાને હેક અથવા તો ક્રેક કરવાનું વધુ સરળ બનાવી શકે છે. સરકારી એજન્સીઓ ડેટા ચકાસવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરે છે, પરંતુ આ માટે ફોન રિસ્ટાર્ટ થયા બાદ પાસકોડ દાખલ કરેલો હોવો આવશ્યક છે.
આઇફોનમાં આ ફીચર પહેલેથી છે
એપલ દ્વારા આઇફોનમાં આ ફીચરનો સમાવેશ ગયા વર્ષે કરવામાં આવ્યો હતો. મોબાઇલ અથવા તો ડેટાની ચોરી અટકાવવા માટે આઇફોન જ્યારે પ્રથમવાર ચાલુ કરવામાં આવે ત્યારે ફેસ આઇડી અથવા ફિંગરપ્રિન્ટ કાર્યરત નથી થાય. પ્રથમવાર પાસકોડનો જ ઉપયોગ કરવો પડે છે. હવે એન્ડ્રોઇડ યુઝર્સ પણ આ ફીચરનો લાભ લઇ શકશે.