એન્ડ્રોઈડ બને છે વધુ ઇન્ટરેસ્ટિંગ ,વધુ સલામત
- yuLzÙkuRzLkk ÷uxuMx 15{k ðÍoLk{kt W{uhkÞu÷kt fux÷ktf ¾kMk Ve[h Ãkh yuf Lksh
જો તમે નવો એન્ડ્રોઇડ સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા હો અને બજેટની ખાસ
ચિંતા ન હોય તો હવે એન્ડ્રોઇડના લેટેસ્ટ વર્ઝન ૧૫ સાથેનો ફોન પસંદ કરજો. ફોન
ખરીદતી વખતે સામાન્ય રીતે આપણે તેમાંની ઓપરેટિંગ સિસ્ટમના વર્ઝન તરફ ખાસ ધ્યાન
આપતા નથી, પણ લેટેસ્ટ વર્ઝનમાં ચોક્કસપણે
નવાં ફીચર્સ મળે છે. અત્યારે પ્રમાણમાં મોંઘાં મોડેલ્સમાં એન્ડ્રોઇડના ૧૫મા
વર્ઝનનો લાભ મળી રહ્યો છે, પણ ટૂંક સમયમાં મીડ-બજેટ
ફોનમાં પણ તે મળવા લાગશે.
આ વર્ઝન ઓક્ટોબર ૨૦૨૪માં લોન્ચ થઈ ગયું હતું. જો તમે પાછલાં એક-બે વર્ષમાં
પ્રમાણમાં સારો (એટલે કે મોંઘો!) એન્ડ્રોઇડ ફોન ખરીદ્યો હશે તો હેન્ડસેટ કંપની
કદાચ તમને પણ એન્ડ્રોઇડના લેટેસ્ટ વર્ઝનનો લાભ આપશે - બસ થોડી રાહ જોવી પડશે.
સારી વાત એ છે કે એન્ડ્રોઇડમાં ડેટાની સેફ્ટી અને આપણી પ્રાઇવસી તથા સગવડ પર વધુ ને વધુ ફોકસ કરવામાં આવી રહ્યું છે. તમારા ફોનમાં હજી એન્ડ્રોઇડ ૧૫ ભલે ન હોય, તેમાંનાં ફીચર જાણવાં રસપ્રદ રહેશે.
yuÃk
yLkRLMxku÷ fhðkLku çkË÷u ykfkoRð fhe þfkÞ
હવેના સ્માર્ટફોનમાં આપણને વધુ ને વધુ સ્પેસ મળવા લાગી છે. તેની સામે એપ્સની
સાઇઝ પણ વધવા લાગી છે. પરિણામે આપણે ઠેરના ઠેર રહીએ છીએ!
જો તમને જાતભાતની એપ્સ ડાઉનલોડ કરવાનો શોખ હોય તથા ફોટો, વીડિયો, સોંગ વગેરે ક્લાઉડમાં લઇ
જવાને બદલે તમે ફોનમાં જ રાખતા હો તો બહુ ઝડપથી ફોનમાં સ્પેસ ભરાવા લાગે. પરિણામે
આપણે ફોનમાં નવી કોઈ એપ ડાઉનલોડ કરવી હોય તો પહેલાં અગાઉ ઇન્સ્ટોલ કરેલી એપ દૂર
કરવી પડે.
એન્ડ્રોઇડ ૧૫માં આનો સરસ ઉપાય છે. તેમાં આપણે બહુ ઓછી ઉપયોગમાં લેવાતી, પરંતુ સાવ અનઇન્સ્ટોલ ન કરવી હોય તેવી એપને આર્કાઇવ કરી શકીએ છીએ. એ કારણે જે તે
એપનો અમુક ડેટા ફોનમાં જળવાઈ રહે છે, પરંતુ બાકીની બાબતો, એ એપ જાણે ફોનમાંથી અનઇન્સ્ટોલ કરી હોય લગભગ એવી રીતે ગાયબ થાય છે. આપણે જે તે
એપના સેટિંગ્સમાં જઇને તેને આર્કાઇવ કરી શકીએ છીએ. ત્યાંથી જ તેને રિસ્ટોર પણ કરી
શકાય.
આમ એપ આર્કાઇવની સગવડથી ફોનમાં ઝડપથી વધુ સ્પેસ મેળવવાનો સહેલો રસ્તો મળે છે.
VkuLk{kt
ykÃkýe ykøkðe, ¾kLkøke ríkòuhe W{uhkE økE
એપલની સાથેની હરીફાઈમાં એન્ડ્રોઇડમાં પણ પાછલાં કેટલાંક વર્ષથી પ્રાઇવસી પર
વધુ ને વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ગૂગલ ફોટોઝ તથા ગૂગલ ફાઇલ્સ જેવી એપમાં
આપણને પ્રાઇવેટ ફોલ્ડરની સુવિધા લાંબા સમયથી મળવા લાગી છે. આવા પ્રાઇવેટ ફોલ્ડરમાં
આપણે પોતાના ફોટોઝ કે મહત્ત્વની ફાઇલ્સ મૂવ કરી શકીએ તથા એ ફોલ્ડરને પિન, પાસવર્ડ કે ફિંગરપ્રિન્ટથી લોક્ડ રાખી શકીએ. આથી ફોન ખુલ્લી હાલતમાં અન્ય કોઈ
વ્યક્તિના હાથમાં પહોંચે તો પણ તે આપણા પ્રાઇવેટ ફોલ્ડરમાંના ફોટોઝ તથા ફાઇલ સુધી
પહોંચી શકે નહીં.
અત્યાર સુધી આવી સુવિધા જે તે એપ સુધી સીમિત હતી. હવે એન્ડ્રોઇડ ૧૫માં
ઓપરેટિંગ સિસ્ટમના ભાગરૂપે પ્રાઇવેટ સ્પેસની સુવિધા મળી ગઈ છે. આ કારણે ફોનમાં
આપણા બે અલગ પ્રોફાઇલ બની શકે છે. પ્રાઇવેટ સ્પેસ ધરાવતા પ્રોફાઇલમાં આપણે કોઈ પણ
એપ કે અન્ય પ્રકારનો ડેટા સ્ટોર કરી શકીએ છીએ. એ પછી ઇચ્છીએ ત્યારે આપણે આ
પ્રાઇવેટ સ્પેસવાળા પ્રોફાઇલમાં લોગઇન થઈને એ એપ્સ તથા ડેટા સુધી પહોંચી શકીએ.
પરિણામે ફોન કોઈને ખુલ્લો મળે તો પણ એ વ્યક્તિ પ્રાઇવેટ સ્પેસમાંની એપ કે ડેટા
સુધી પહોંચી શકતી નથી. પ્રાઇવેટ સ્પેસને આપણે અલગથી લોક કરી શકીએ છીએ, તેને હાઇડ રાખી શકીએ છીએ તથા ડિવાઇસ લોક થાય એ સાથે પ્રાઇવેટ સ્પેસ પણ અલગથી
લોક થાય એવું સેટિંગ રાખી શકીએ છીએ.
ç÷wxqÚk
fLkuÂõxrðxe Ãkh yuõþLk nðu Mknu÷kt çkLÞkt
હવે આપણે પોતાના ફોનનો ઉપયોગ બ્લુટૂથ કનેકશનને કારણે ઘણો વિસ્તારી શકીએ છીએ.
ફોનમાં હેન્ડસફ્રી વાયરલેસ હેડફોનનો ઉપયોગ કરવો હોય કે બ્લુટૂથ સ્પીકરનો ઉપયોગ
કરવો હોય ત્યારે બ્લુટૂથ કનેક્ટિવિટી એકદમ હાથવગી બને. આ સુવિધા તો જૂની છે પરંતુ
તેમાં તકલીફ એ છે કે જ્યારે પણ આપણે કોઈ ડિવાઇસ બ્લુટૂથથી ફોન સાથે પેર કરવું હોય
એટલે કે જોડવું હોય ત્યારે સેટિંગ્સમાં જઇને બ્લુટૂથના પેજ પર પહોંચીને જોઇતાં
સેટિંગ કરવાં પડે. ઘણા ફોનમાં એન્ડ્રોઇડના સ્ટોક વર્ઝનને મોડિફાઇ કરીને બ્લુટૂથનો
ઉપયોગ વધુ સહેલો બનાવતાં સેટિંગ આપવામાં આવ્યાં છે. જેમ કે બ્લુટૂથ ફક્ત ઓન-ઓફ
કરવું હોય તો ક્વિક સેટિંગ્સમાં એ સુવિધા મળે. હવે એન્ડ્રોઇડ ૧૫માં મૂળ ઓપરેટિંગ
સિસ્ટમમાં જ આવી સુવિધા ઉમેરવામાં આવી છે. આથી બ્લુટૂથ ઓન/ઓફ કરવું હોય કે અન્ય
કોઈ ડિવાઇસને કનેક્ટ કે ડિસ્કનેક્ટ કરવું હોય તો એ કામ એ બ્લુટૂથ પોપ ડાયલોગ બોક્સથી કરી શકાય છે.
{w~fu÷
Mktòuøk{kt Mkuxu÷kRx fLkuõxurðxeÚke {ËË {¤e þfþu
કટોકટીની સ્થિતિમાં, જ્યારે ફોનમાં પરંપરાગત રીતે
ઇન્ટરનેટ કે મોબાઇલ કનેક્ટિવિટી મળતી ન હોય ત્યારે સેટેલાઇટની મદદથી એસએમએસ દ્વારા
મદદ મળી શકે તેવી સવલત અમુક ફોનમાં શરૂ થઈ ગઈ છે. એ માટે ખાસ પ્રકારના સેટેલાઇટ
ફોનની જરૂર રહેતી નથી. આપણા સાદા ફોનમાં પણ સેટેલાઇટ કનેક્વિટી મેળવીને ટેકસ્ટ
મેસેજ મોકલી કે મેળવી શકાય છે. અલબત્ત આ માટે ફોનમાં આ ફીચર હોવાની સાથોસાથ આપણને
મોબાઇલ કનેક્ટિવિટી આપતી કંપની પણ સેટેલાઇટ કનેક્ટિવિટીની સુવિધા આપતી હોય તે
જરૂરી છે.
એન્ડ્રોઇડ ૧૫થી ઓપરેટિંગ સિસ્ટમમાં સેટેલાઇટ કનેક્ટિવિટીનું ફીચર ઉમેરી
દેવામાં આવ્યું છે. બીજી તરફ આપણા દેશમાં પણ જિઓ, એરટેલ જેવી કંપની સેટેલાઇટ કનેક્ટિવિટી આપવાની તૈયારીમાં છે. એ કારણે કુદરતી
આફત જેવા સંજોગમાં એન્ડ્રોઇડ ૧૫નું આ ફીચર આપણા માટે જીવનરક્ષક બની શકે છે.
VkuLk{ktLkk
zuxkLke Mk÷k{íke ðÄkhíkkt çku Lkðkt Ve[h
હવે આપણે પોતાના ફોનમાં બેંક એકાઉન્ટ્સ કનેક્ટ કરીએ છીએ તથા કેટલાય પ્રકારનો
સંવેદનશીલ ડેટા સ્ટોર કરીએ છીએ, એટલે ફોન હાલતીચાલતી તિજોરી
જેવો બની ગયો છે! એ કારણે એન્ડ્રોઇડ ૧૫માં થેફ્ટ પ્રોટેકશન તથા આઇડેન્ટિટી પ્રોટેકશન નામની બે સુવિધા ઉમેરાઈ છે.
આમાંથી થેફ્ટ પ્રોટેકશનની સુવિધા એન્ડ્રોઇડ ૧૪ વર્ઝનમાં પણ મળવા લાગી છે. આપણે
આ ઓપ્શન ઇનેબલ કરી દઇએ એ પછી ફોન આપણા હાથમાંથી ખૂંચવીને કોઈ વ્યક્તિ ભાગવા લાગે
તો ફોનના મોશન સેન્સર તથા વાઇ-ફાઇ, બ્લુટૂથ કનેક્શન વગેરેમાં
થયેલા ફેરફારને ધ્યાનમાં રાખીને ફોનની સિસ્ટમ ફોનને પૂરેપૂરો લોક કરી દે છે.
એ જ રીતે આઇડેન્ટિટી ચેકની સુવિધા થેફ્ટ પ્રોટેકશન ફીચરનો એક ભાગ છે. તેને
કારણે આપણા રોજિંદા લોકેશન સિવાયની કોઈ જગ્યાએ ફોનના મહત્ત્વના સેટિંગ કે
એકાઉન્ટ્સમાં કોઈ ફેરફાર કરવાનો પ્રયાસ કરવામાં આવે ત્યારે ફિંગરપ્રિન્ટ કે ફેસિયલ
રેકગ્નિશન જેવાં બાયોમેટ્રિક ફીચરની મદદથી યૂઝરનું ઓથેન્ટિકેશન કરવામાં આવે છે. એ
કારણે આપણો ફોન કોઈ ખોટી વ્યક્તિના હાથમાં પહોંચે અને એ કોઈક રીતે ફોનમાં ઘૂસી શકે
તો પણ આપણને ખાસ નુકસાન થતું નથી!