Get The App

અમેરિકામાં પિતા-દીકરીની જોડીએ એલિયન સિગ્નલ ડિકોડ કર્યો, મંગળ ગ્રહથી આવ્યો હતો મેસેજ

Updated: Oct 30th, 2024

GS TEAM


Google News
Google News
અમેરિકામાં પિતા-દીકરીની જોડીએ એલિયન સિગ્નલ ડિકોડ કર્યો, મંગળ ગ્રહથી આવ્યો હતો મેસેજ 1 - image


American Father-Daughter Decode Alien Signal: એક વર્ષથી મહેનત બાદ અમેરિકાની બાપ-દીકરીની જોડીએ એલિયન સિગ્નલ ડિકોડ કર્યું છે, જેને મંગળ ગ્રહથી મોકલવામાં આવ્યું હતું. આ બંનેનું નામ કેન શૈફિન અને કેલી શૈફિન છે. આ સિગ્નલને ગત વર્ષે મે મહિનામાં યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) ના એક્સોમાર્સ ટ્રેસ ગેસ ઓર્બિટર (TGO) એ મંગળવારે રીસિવ કર્યું હતું. 

આ સિગ્નલને ડિકોડ કરવા માટે SETI Institute, Green Bank Observatory, ESA અને INAF એ મળીને એક સિટિઝન સાઇન્ટિસ્ટ કોમ્પિટિશન રાખી હતી. ધરતી પર હાજર ત્રણ રેડિયો એસ્ટ્રોનોમી ઓબ્ઝર્વેટરીએ આ સંદેશને પકડ્યો. બાદમાં તેને ડિકોડ કર્યો. આ દિવસ બાદ દુનિયાભરથી પાંચ હજારથી વધારે સિટીઝન સાઇન્ટિસ્ટ આ સિગ્નલને ડિકોડ કરવામાં લાગ્યા હતાં. આ તમામ લોકો ઓનલાઈન કામ કરી રહ્યાં હતાં. 

કોણ કર્યો આ કોડનો ખુલાસો? 

અમેરિકાના કેન અને કેલી શૌફિને આ સિગ્નલને ડિકોડ કર્યું. જેમાં સફેદ ડૉટ્સ અને લાઇન્સના પાંચ જૂથ હતાં. જેનું બેકગ્રાઉન્ડ કાળું હતું. આ કોશિકા બનવા તરફનો ઈશારો કરી રહ્યાહતાં. એટલે કે, જીવન નિર્માણની તરફ. કેન અને કેલીએ જણાવ્યું કે, અમારા ડિકોડેડ મેસેજમાં પાંચ અમીનો એસિડ્સ છે, જે બ્રહ્માંડ જીવન નિર્માણ કરે છે. આ તમામ જૈવિક મૉલીક્યૂલર ડાયગ્રામ છે. એટલે કે, લાઇફ આપનાર એમીનો એસિડ્સના ડાયગ્રામ.

આ પણ વાંચોઃ યુ.એન.રીલીફ એજન્સી પર ઇઝરાયેલે રોક મુકી પરિણામે, ગાઝામાં સહાય કાર્ય સ્થગિત થયું

આ બ્લૉક્સમાં 1, 6, 7, 8 પિક્સેલના એટૉમિક નંબર મળશે. એટલે કે, હાઇડ્રોજન, કાર્બન, નાઇટ્રોજન અને ઓક્સિજન. સિંગલ અને ડબલ બૉન્ડ્સના આ ડાયગ્રામમાં લાઇન્સ બનેલી છે. જેમ સામાન્ય એટૉમિક ડાયગ્રામ હોય છે. ડૉટ્સ તેને જોડવાનું કામ કરે છે.

સિગ્નલ ડિકોડ થયાં પછી શું?

કેન અને કેલીએ સિગ્નલ ડિકોડ કરી લીધું છે, પરંતુ હજુ પણ સિટિઝન સાઇન્ટિસ્ટ લોકો તેને સમજવાનો પ્રયાસ કરી રહ્યાં છે. સ્પર્ધા હજુ પણ ચાલી રહી છે. હવે આગળનો હેતુ આ ડિકોડેડ સંદેશનો અર્થ સમજવાનો છે. હવે શૈફિન પરિવાર અલગથી અમુક ટેસ્ટ કરશે. જેથી તેની પાછળ છૂપાયેલા સંદેશને પણ સમજી શકાય. 

Tags :