અમેરિકામાં iPhone અને Android યુઝર્સ પર સાયબર હુમલો, નકલી મેસેજથી થઈ રહી છેતરપિંડી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Image Source: Freepik
Cyber Attack in America: અમેરિકાના લોકો પર ચીનના સાયબર ક્રિમિનલ્સની ખરાબ નજર છે. અમેરિકામાં iPhone અને Android યુઝર્સ સાથે ઠગાઈ કરવામાં આવી રહી છે. મામલો એટલો ગંભીર બની ગયો કે, અમેરિકાની આંતરિક ગુપ્તચર એજન્સી FBIએ તેમાં હસ્તક્ષેપ કરવો પડ્યો. તેઓ રીત એ જ અપનાવી રહ્યા છે જે આપણા દેશમાં અપનાવે છે. એટલે કે, મેસેજ કોઈ બીજાના નામનો, લિંક કોઈ બીજાની અને નુકસાન માત્રને માત્ર તમારું. ત્યાં છેલ્લા કેટલાક અઠવાડિયામાં આવા નકલી ટેક્સ્ટ મેસેજની સંખ્યા 700% થી વધુ વધી ગઈ છે.
એક અહેવાલ પ્રમાણે આ યુઝર્સ સાથે ખોટા ટેક્સ્ટ મેસેજ દ્વારા છેતરપિંડી કરવામાં આવી રહી છે. સ્કેમર્સ અમેરિકાના ડ્રાઈવિંગ વિભાગ (DMV) ના નામે મેસેજ મોકલી રહ્યા છે. તેમની પાસેથી ગાડીના નકલી ચલણ ચૂકવવાના રૂપમાં છેતરપિંડી કરવામાં આવી રહી છે.
આ સાયબર હુમલા ચીનથી થઈ રહ્યા છે: FBI
અમેરિકાની આંતરિક ગુપ્તચર એજન્સી FBI એ આ વાતની પુષ્ટિ કરી છે. FBIનું કહેવું છે કે આ સાયબર હુમલા ચીનથી થઈ રહ્યા છે. લોકોને આ ટેક્સ્ટ મેસેજ ડિલીટ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. FBI એજન્ટ ડેવિડ પામરે કહ્યું કે આ લિંક મોબાઈલમાં વાયરસ નાખી શકે છે. તેના દ્વારા યુઝર્સની પર્સનલ માહિતી અથવા પેમેન્ટ ડિટેલ્સ હેક કરી શકે છે.
The #FBI Memphis Resident Agency spoke with @3onyourside about the flurry of scam texts and calls that are targeting consumers under the guise of government agencies: https://t.co/JcuWofDv2X
— FBI Nashville (@FBI_Nashville) June 11, 2025
ગત વર્ષ સુધી અમેરિકામાં ચૂકવવામાં ન આવેલા ટોલ ટેક્સના નામે નકલી ટેક્સ્ટ મેસેજ મોકલવામાં આવતા હતા. હવે તેનું સ્થાન અમેરિકાના ડ્રાઈવિંગ વિભાગે લઈ લીધું છે. સાયબર સુરક્ષા કંપની ગાર્ડિયોના જણાવ્યા પ્રમાણે જૂનના પહેલા જ અઠવાડિયામાં આવા ટેક્સ્ટ મેસેજમાં 773% નો વધારો જોવા મળ્યો છે.
ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનનો હવાલો આપી છેતરપિંડી
મોકલવામાં આવેલા આ મેસેજમાં લોકોને તેમના વાહનોનું રજિસ્ટ્રેશન સસ્પેન્ડ કરવામાં અંગે અને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનનો હવાલો આપવામાં આવ્યો છે. મેસેજમાં એક લિંક છે. તેના પર ક્લિક કરીને લોકોને ચુકવણી કરવા માટે કહેવામાં આવે છે. આ લિંક અસલી સરકારી વેબસાઈટ જેવી જ લાગે છે. પરંતુ વાસ્તવમાં તે નકલી છે.
મેસેજ અને લિંક ઓપન ન કરવાની સલાહ
FBI અને સરકારે લોકોને આ પ્રકારના કોઈપણ મેસેજ અથવા લિંક ઓપન ન કરવાની અપીલ કરી છે. આ પ્રકારના મેસેજને તાત્કાલિક ડિલીટ કરવા માટે કહ્યું છે. શંકા જણાતા સંબંધિત વિભાગની વેબસાઈટ પર જઈને તપાસ કરવાની સલાહ આપવામાં આવી છે.








