Albedo Effect : ધૂળના રજકણોથી પિઘળી રહ્યો છે હિમાલયનો બરફ
- ઝડપથી હિમાલયના બરફ પિઘળવાની ઘટના ચિંતાનો વિષય બની ગઇ છે
નવી દિલ્હી, તા. 07 ઑક્ટોબર 2020, બુધવાર
હિમાલયમાં ઝડપથી પીઘળી રહેલા બરફને લઇને શોધકર્તાઓએ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે એશિયા અને આફ્રીકાના દેશમાં વધતા પ્રદૂષણ અને ધૂળના રજકણોને બરફ પીઘળવાનું મોટુ કારણ માન્યું છે. શોધકર્તાઓએ આ દિશામાં અસરકારક પગલા લેવાનો આગ્રહ કર્યો છે. આ શોધ અનુસાર, એલ્ડિબો અસરથી હિમાલયના પર્યાવરણ પર ખરાબ અસર પડી રહી છે.. અમેરિકાના વૈજ્ઞાનિક યુન ક્વૉઇન (Yun Qian) અને ભારતીય ટેક્નોલોજી સંસ્થા (મદ્રાસ)ના વૈજ્ઞાનિક ચંદન સારંગીના સહ-અભ્યાસ અનુસાર, જાણવા મળ્યું છે કે આફ્રીકા અને એશિયાના કેટલાક ભાગમાં સેંકડો માઇલના અંતરે ઉડતી ધૂળ હિમાલય વિસ્તારમાં બરફના ચક્ર પર વ્યાપક અસર છોડી રહી છે. જ્યારે ઝડપથી પિઘળી રહેલ હિમાલયી બરફ એક ચિંતાનો વિષય છે.
ગ્લેશિયર પિઘળીને નદીઓમાં ભળી રહ્યા છે જે બરફ પિઘળવાની પ્રક્રિયાઓમાંથી એક છે. શોધ અનુસાર, દક્ષિણ પૂર્વ એશિયાના લગભગ 700 મિલિયન લોકો મીઠા પાણીની જરૂરિયાત માટે હિમાલયના બરફ પર નિર્ભર છે. ત્યારે, ભારત અને ચીનની પ્રમુખ નદીઓ ગંગા, બ્રહ્મપુત્ર, યંગેતેજ અને હોંગ જ જીવજંતુ અને માનવ જીવન, કૃષિ અને ઇકોલોજીની દ્રષ્ટિએ ખૂબ જ જરૂરી છે. ઉલ્લેખનીય છે કે આ તમામ નદીઓનું ઉદ્દગમ પણ હિમાલયમાંથી થાય છે. શોધકર્તાઓએ કહ્યુ છે કે પ્રાકૃતિક રીતે વિશ્લેષણ કરવા માટે આ પ્રકારનો અભ્યાસ ખૂબ જ જરૂરી હોય છે કારણ કે આ વિસ્તારમાં બરફ ખૂબ જ ઝડપથી પિઘળી રહ્યો છે જે કોઇ મોટા જોખમના સંકેત હોઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે નાસા દ્વારા કરવામાં આવેલા એક ભૂતપૂર્વ અભ્યાસમાં બરફની સપાટી પર જામી ગયેલી ધૂળ, પ્રદૂષણ અને એરોસોલના સ્તરને માપવામાં આવ્યું હતું. આ ધૂળના રજકણોના પરિણામ સ્વરૂપ હિમાલયના બરફ પિઘળવાની ઘટનાને એલ્બિડો પ્રભાવ કહેવામાં આવે છે. એલ્બિડો પ્રભાવમાં બરફની પરત પર કાર્બનનું પ્રમાણ વધી જાય છે જે રોશનીનું શોષણ કરી લે છે. આ જ કારણ છે કે લોકો કાળા રંગની જગ્યાએ સફેદ રંગની કાર લેવાનું પસંદ કરે છે કારણ કે આ ગરમીને કાપે છે.
આ જ રીતે હિમાલયના શુદ્ધ અને ચમકતા સફેદ બરફ પર પડતી તડકાંની રોશની આકાશમાં દૂર-દૂર સુધી ફેલાય છે, પરંતુ બરફ પર જામતાં પ્રદૂષણ અને ધૂળના કારણે બરફ પર પડતી સૂર્યની રોશનની ચમક ફીક્કી પડવા લાગી છે. કારણ કે પ્રદૂષણ, ધૂળ અને એયરોસોલ્સ સૂર્યની રોશનીમાંથી નિકળતા કિરણોનું શોષણ કરી લે છે. શોધ અનુસાર, શહેરીકરણથી હિમાલય પર ધૂળનું પ્રમાણ દિવસો ને દિવસ વધી રહ્યું છે. ત્યારે જંગલોનું છેદન, કૃષિ અને મોટાપાયે ઔદ્યોગિકરણ, ધૂળ અને પ્રદૂષણના મોટા સ્ત્રોત છે.