Science & Technology

જૂની મજાની યાદો, તાજી કરી આપશે એઆઈ

By GS TEAM
20 Aug 20255 mins read
જૂની મજાની યાદો, તાજી કરી આપશે એઆઈ

- økqøk÷ VkuxkuÍ yuÃk{kt yuykR ykÄkrhík ykMf VkuxkuÍ Mkøkðz ykðe hne Au, yu sur{Lke{kt Ãký fk{ ykÃkþu

અત્યારે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) આધારિત વિવિધ સર્વિસને ફક્ત કન્ટેન્ટ ક્રિએશન કે ફટાફટ સર્ચના વિકલ્પ તરીકે જોઈએ છીએ, પરંતુ એઆઇના ઉપયોગ તેનાથી ઘણા વિસ્તૃત છે. ખરેખર તો આપણે રોજબરોજ જેનો ઉપયોગ કરીએ છીએ એવી વિવિધ સર્વિસમાં એઆઇનો ઉપયોગ એકાદ દાયકા કરતાંય વધુ જૂનો છે. ફેસબુકમાં ફ્રેન્ડ્સ સજેસ્ટ કરવામાં આવે કે યુટ્યૂબ પર આપણને ખરેખર ગમે તેવા વીડિયો બતાવવામાં આવે કે ગૂગલ ફોટોઝમાં આપણે કોઈ માહિતી આપી  ન હોય તેમ છતાં જોઈતા ફોટો એપ ફટાફટ શોધી આપે એ બધું આખરે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને જ આભારી છે.

વાસ્તવમાં ગૂગલે ડિજિટલ ફોટોઝના સ્ટોરેજ અને મેનેજમેન્ટ માટેની તેની ‘ફોટોઝ’ સર્વિસમાં એઆઇનો જબરજસ્ત ઉપયોગ કર્યો છે.

વર્ષ ૨૦૧૫માં લોન્ચ થયેલી આ સર્વિસમાં આપણે પોતાના ફોટોઝ  અપલોડ કરવાથી વિશેષ કશું કરવાનું જ નહીં, બધું આપોઆપ થાય એ એઆઇનો જ ચમત્કાર છે. આમ આપણે તેમાં એઆઇનો લાભ લેતા જ હતા, ફક્ત સ્પષ્ટપણે જાણતા નહોતા. ગૂગલે પણ એ વિશે બહુ ફોડ પાડ્યો નહોતો.

હવે આ મજાની સર્વિસમાં, આગામી થો઼ડા સમયમાં ‘આસ્ક ફોટોઝ’ નામે એક નવું ફીચર આવી રહ્યું છે. ગૂગલે પોતે કહ્યું છે કે આ ફીચર તેના લેટેસ્ટ એઆઇ મોડેલ જેમિની આધારિત છે.

આ ફીચર સ્માર્ટફોનમાંના સ્માર્ટ આસિસ્ટન્ટ તરીકે  ‘ગૂગલ જેમિની’માં પણ ઉમેરાઈ રહ્યું છે. એ પછી આપણે ગૂગલ ફોટોઝમાં ધારીએ તે ફોટો-વીડિયો તો શોધી જ શકીશું, એ ઉપરાંત, મનમાં આવે એ રીતે સવાલો પૂછીને ફોટો-વીડિયો વિશે નવી માહિતી પણ મેળવી શકીશું.

{Lkøk{íkk Vkuxku Mk[o fhku, sur{Lke yuÃk{ktÚke, Lku[h÷ ÷Uøðus{kt

તમે તમારા સ્માર્ટફોનમાં ગૂગલ આસિસ્ટન્ટનો ઉપયોગ કરતા હો, તો તમે કદાચ જાણતા હશો કે ગૂગલે હવે આ સર્વિસને રિટાયર કરીને તેને સ્થાને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) આધારિત ગૂગલ જેમિની એપ ગોઠવી દીધી છે. આપણે ફોનના હોમ બટન પર જરા લાંબો સમય પ્રેસ કરીને અથવા ‘હેય ગૂગલ’ એવો વોઇસ કમાન્ડ આપીને ગૂગલ આસિસ્ટમન્ટ એક્ટિવેટ કરી શકતા હતા અને તેની પાસેથી જાતભાતનાં કામ કરાવી શકતા હતા. હવે લગભગ એ જ બધાં કામ, એઆઇના પાવર સાથે ગૂગલ જેમિની પાસે કરાવી શકાય છે.

હવે ધાર્યા મુજબ ગૂગલ જેમિની એપ અને ગૂગલ ફોટોઝ એપ એકમેકની નજીક આવી ગયાં છે. ગૂગલ ફોટોઝ એપમાં અત્યારે આપણે વિવિધ રીતે પોતાના ફોટોગ્રાફ સર્ચ કરી શકીએ છીએ. પરંતુ તેમાં પણ નજીકના સમયમાં એઆઇ આધારિત સર્ચની સુવિધા આવી રહી છે. આ પછી આપણે બિલકુલ નેચરલ લેંગ્વેજમાં એઆઇ ચેટિંગની જેમ પ્રોમ્પ્ટ આપીને ગૂગલ ફોટોઝમાં સ્ટોર કરેલા પાર વગરના ફોટોગ્રાફમાંથી જોઇતા ફોટોગ્રાફ સહેલાઈથી શોધી શકીશું.

બરાબર એ જ સુવિધા હવે ગૂગલ જેમિની એપમાં પણ મળશે.

બાજુના બોક્સમાં જણાવ્યા મુજબ આપણે ગૂગલ જેમિની એપ અને ગૂગલ ફોટોઝ એપને કનેક્ટ કરીશું એ પછી જેમિની સાથે વાતવાતમાં ગૂગલ ફોટોઝમાંના આપણા ફોટોગ્રાફ કે વીડિયો શોધી શકીશું.

આપણે ગૂગલ ફોટોઝમાં ફેસ રેકગ્નિશન ઓન કર્યું હોય તથા જે તે વ્યક્તિને નામ આપ્યું હોય (જેમ કે ‘પરેશ’) તો ચોક્કસ લોકોના ફોટોગ્રાફ શોધી શકાશે તથા કોઈ ચોક્કસ લોકેશન કે તારીખે લીધેલો ફોટોગ્રાફ કે વીડિયો શોધી શકાશે. આ માટે આપણે જેમિની એપમાં @google photos અથવા my photos એવા શબ્દો સાથે પ્રોમ્પ્ટ  આપવાનો રહેશે. આ પછી નીચે મુજબના પ્રોમ્પ્ટ આપીને આપણે ગૂગલ જેમિની પાસેથી, ગૂગલ ફોટોઝમાંના વિવિધ ફોટો-વીડિયો શોધી શકીશું, આપણે ફોટોઝ એપમાં જવાની જરૂર રહેશે નહીં.  જેમ કે…

‘‘ફાઇન્ડ ફોટોઝ ઓફ પરેશ’’ કહેશું તો ગૂગલ જેમિની આપણા ફોટો કલેકશનમાંથી પરેશભાઈના ફોટો શોધી આપશે.

‘‘શો માય ફોટોઝ ટેકન ઇન સિંગાપોર’’ કહેશું તો ગૂગલ જેમિની સિંગાપોરમાં આપણે લીધેલા ફોટોગ્રાફ્સ શોધી આપશે.

‘‘શો માય ફોટોઝ ફ્રોમ લાસ્ટ મોનસૂન’’ એટલું કહેતા ગૂગલ જેમિની છેલ્લા ચોમાસા દરમિયાન આપણે લીધેલા ફોટોગ્રાફ બતાવશે.

એ જ રીતે આપણે ગૂગલ જેમિનીને ‘‘શો મી રીસન્ટ સેલ્ફીઝ’’, ‘‘શો માય ફોટોઝ ફ્રોમ માય મોસ્ટ રીસન્ટ ટ્રીપ’’ કે ‘‘ફાઇન્ડ માય ફોટોઝ ઓફ સનસેટ’’ જેવા કમાન્ડ આપીને ચોક્કસ પ્રકારના ફોટોગ્રાફ ઝડપથી શોધી શકીશું.

આપણા ફોટો કલેકશનમાં સર્ચમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉમેરાવાની મજા એ છે કે આપણે મનમાં જે વિચાર આવે એ મુજબ ફોટોગ્રાફ શોધી શકીશું. જેમ કે તમને પ્લેનની મુસાફરી દરમિયાન બારીમાંથી દેખાતા આકાશની ઇમેજિસ લેવાનો શોખ હોય તો ‘‘શો મી માય ફોટોઝ શોટ ફ્રોમ એરપ્લેન વિન્ડોઝ’’ એવો પ્રોમ્પ્ટ આપીને એ પ્રકારના ફોટો પણ શોધી શકાશે!

અત્યારે ગૂગલ ફોટોઝમાં ‘એરપ્લેન વિન્ડોઝ’ જેવું કંઈક સર્ચ કરીને પણ આ કામ કરી શકાય છે, પરંતુ ગૂગલ જેમિનીમાં આ સર્ચ સાથે નિશ્ચિત સમયગાળો કે અન્ય વ્યક્તિનું નામ વગેરે ઉમેરીને પણ સર્ચ કરી શકાશે.

અત્યારની ગૂગલ ફોટોઝ એપમાં હાલના સાદા સર્ચને બદલે એઆઇ ‘આસ્ક ફોટોઝ’ આધારિત સર્ચ આવી જશે એ પછી આપણે ફોટોગ્રાફ સંબંધિત વિવિધ માહિતી પણ જાણી શકીશું. એ જ સુવિધાનો લાભ ગૂગલ જેમિનીમાં પણ મળશે.

જેમ કે આપણે ‘આસ્ક ફોટોઝ’માં કે ગૂગલ જેમિનીને નીચે મુજબનાં સવાલો (અત્યારે સરળ સમજ ખાતર, ગુજરાતીમાં સવાલો લખ્યા છે,  શરૂઆતમાં આપણે આ પ્રકારે માત્ર ઇંગ્લિશમાં કમાન્ડ આપવા જોઇશે)

‘‘@google photos,ઉદેપુરની છેલ્લી ટ્રીપમાં અમે કયાં દસ સ્થળો જોયાં હતાં?’’ અથવા ‘‘પિંકીની બર્થ ડે પાર્ટીમાં અમે કઈ થીમ રાખી હતી?’’

કે પછી ‘‘નૈનિતાલમાં ફલાણી હોટેલમાં અમે શું જમ્યા હતા?’’

આ પ્રકારના સવાલો પૂછતાં ગૂગલ જેમિની કે ગૂગલ ફોટોઝ આપણા સવાલના સંદર્ભ સમજીને એ મુજબના ફોટોગ્રાફ શોધશે અને તેને આધારે આપણા સવાલોના જવાબ પણ આપશે!

sur{Lke yuÃk, økqøk÷ VkuxkuÍLku yk heíku fLkuõx fhe þfkþu...

હાલમાં ગૂગલ જેમિની અને ગૂગલ ફોટોઝને એકમેક સાથે કનેક્ટ કરવાની સુવિધા માત્ર એન્ડ્રોઇડ પર અમુક યૂઝર્સને આપવામાં આવી રહી છે. એ પછી ધીમે ધીમે તે વ્યાપક પ્રમાણમાં અન્ય યૂઝર્સને પણ આપવામાં આવશે.

આ સુવિધા આપણા સુધી પહોંચી જાય તે પછી  ગૂગલ જેમિની એપ અને ગૂગલ ફોટોઝને એકમેક સાથે કનેક્ટ કરવા માટે નીચેનાં પગલાં લેવાં જોઇશેઃ

તમારા ફોનમાં ગૂગલ જેમિની એપ ન હોય તો પ્લે સ્ટોરમાંથી તેને ઇન્સ્ટોલ કરો.

હવે ગૂગલ તેની જૂની આસિસ્ટન્ટ એપને સ્થાને ગૂગલ જેમિની એપનો ઉપયોગ વિસ્તારી રહી છે. આથી એ માટેની મંજૂરી માગવામાં આવશે.

આ મંજૂરી આપ્યા પછી આપણે ‘હેય ગૂગલ’ વોઇસ કમાન્ડથી અથવા ફોનનું હોમ બટન જરા લાંબો સમય પ્રેસ કરીને ગૂગલ જેમિની એપ ઓપન કરી શકીશું.

અથવા, ફોનમાં અન્ય એપની જેમ જેમિની એપ શોધીને તેને ઓપન કરો. પછી ઉપર જમણા ખૂણે દેખાતા તમારા પ્રોફાઇલ પિકચર પર ક્લિક કરો.

આથી ગૂગલની અન્ય એપની જેમ જેમિની એપનાં વિવિધ સેટિંગ્સનું મેનૂ ઓપન થશે. તેમાં એપ્સ પર ક્લિક કરો.

તેમાં નીચેની તરફ સ્ક્રોલ કરીને મીડિયા સેકશનમાં જાઓ. તેમાં ‘ગૂગલ ફોટોઝ’ જોવા મળશે, તેને ઓન કરી દો (અત્યારે મીડિયા સેકશનમાં તમને સ્પોટીફાય, યુટ્યૂબ તથા યુટ્યૂબ મ્યુઝિક જેવી મીડિયા એપ્સને ગૂગલ જેમિની સાથે કનેક્ટ કરવાના વિકલ્પ મળશે. અહીં હાલમાં ‘ગૂગલ ફોટોઝ’નો વિકલ્પ ન જોવા મળે તો, તમને આ સગવડ મળે ત્યાં સુધી થોડી રાહ જોવી પડશે)