Get The App

સર્ચ પછીનું કામ પણ AI કરશે !

Updated: Jul 30th, 2025

GS TEAM

Google News
Google News
સર્ચ પછીનું કામ પણ AI કરશે ! 1 - image


- Mk[o{kt yuykRLkku ÃkøkÃkuMkkhku nðu Mkíkík rðMíkhíkku òÞ Au

તમે કદાચ નોંધ્યું હશે કે કોરોના પછીના સમયગાળામાં લોકોમાં ‘પેટ પેરેન્ટ’ બનવાનો જબરો ટ્રેન્ડ શરૂ થયો છે. કદાચ તમને પણ ઘરમાં એક મજાનો ગોલ્ડન રીટ્રીવર કે અન્ય કોઈ બ્રીડનો ડોગ કે કેટ લાવવાનું મન થયું હશે અને તમે ઇચ્છા પૂરી પણ કરી હશે. ઘરમાં પાલતુ પ્રાણી રાખવાનો ટ્રેન્ડ વધ્યો છે તેમ તેમની સંભાળ લેવાની, ગ્રૂમિંગની સવલતો આપતી સર્વિસ પણ વધી છે. તમારા ઘરમાં પેટ ડોગ કે કેટ હોય તો તમે ક્યારેક ને ક્યારેક આવી સર્વિસ માટે ઓનલાઇન સર્ચ કરતા હશો.

હવે આવી સર્વિસ માટે ઓનલાઇન સર્ચ કરવાનું ઘણું સહેલું બનશે, તમારા અત્યાર સુધીના સર્ચના અનુભવ કે કલ્પના કરતાં પણ સહેલું!

અત્યારે ઼ડોગ ગ્રૂમિંગની સર્વિસ એટલે કે ડોગને નવડાવી આપે, તેના વાળ, નખ કાપી આપે, કાન સાફ કરી આપે વગેરે સર્વિસ આપતી કંપની તમે શોધતા હો તો તમે શું કરો? ગૂગલ પર જઈને ‘પેટ ગ્રૂમર્સ નીયર મી’ જેવું કંઈ સર્ચ કરો, એટલે આપણી આજુબાજુમાં આ પ્રકારની સર્વિસ આપતા બિઝનેસની અઢળક લિંક જોવા મળે.

અત્યાર સુધી એવી સ્થિતિ હતી કે આપણે આમાંની કોઈક સર્વિસની લિંક પર ક્લિક કરી, તેની વેબસાઇટ પર જવું પડે. જો સાઇટ પર આપણને જોઈતી સર્વિસ વિશે પૂરતી માહિતી ન મળે તો એ બિઝનેસને જાતે ફોન કરીને માહિતી મેળવવા સિવાય બીજો કોઈ છૂટકો ન રહે.

હવે આમાં નવું શું થશે એ જાણો.

હવે, હાલ પૂરતું યુએસમાં, આ કામ લોકો એઆઇ પર નાખી શકશે. આપણે ફક્ત સર્ચ કરવાનું, પછી જુદી જુદી સર્વિસની વેબસાઇટ્સ સાથે માથાફોડી કરવાનું, તેમની પાસેથી વધુ માહિતી મેળવવાનું કામ એઆઇ કરશે. આપણને કેટલાક સવાલો પૂછીને એઆઇ સમજી લેશે કે આપણે એ બિઝનેસ પાસેથી કઈ માહિતી મેળવવી હશે, આથી એઆઇ પોતે જ આગળના સવાલો નક્કી કરશે, પેલા બિઝનેસને ફોન કરશે, માણસની જેમ તેની સાથે વાત કરશે અને પછી બિઝનેસ તરફથી જે જવાબો મળે તે આપણને પાસ ઓન કરશે!

આ તો, અત્યારે ફક્ત યુએસમાં ગૂગલ સર્ચમાં આવી રહેલા નવા ફીચરના સમાચારની વાત થઈ. ‘ટેક્નોવર્લ્ડ’ના વાચક તરીકે તમને આ ફીચર કેવી રીતે કામ કરતું હશે એ જાણવામાં રસ પડવો જોઈએ.

આપણે એમાં થોડા ઊંડા ઊતરીએ!

rçkÍLkuMk fBÞwrLkfuþLkLke {w~fu÷e

અત્યારે અમેરિકામાં ગૂગલ સર્ચમાં આપણા વતી, બિઝનેસ સાથે એઆઇ વાતચીત કરી લે એવું જે ફીચર આવ્યું છે તેનાં મૂળ સાતેક વર્ષ પહેલાં વિકસેલી એક રસપ્રદ ટેક્નોલોજીમાં છે.

જોકે તેની વાત કરતાં પહેલાં, બિઝનેસ કમ્યુનિકેશનમાં અત્યારે શી મુશ્કેલીઓ નડે છે તેની વાત કરીએ.

અત્યાર સુધી, આપણા ફોન કે લેન્ડલાઇન સંબંધિત કોઈ ફરિયાદ હોય અને આપણે કંપનીના હેલ્પલાઇન નંબર પર ફોન કરીએ તો જીવતાજાગતા માણસ સુધી પહોંચતાં પહેલાં મશીનથી જનરેટ થતા અવાજ સાથે લાંબી માથાઝિંક કરવી પડે છે. ‘ઇન્ટરએક્ટિવ વોઇસ રિસ્પોન્સ (આઇવીઆર)’ તરીકે ઓળખાતી આ સિસ્ટમ આપણને ઘણા સવાલો પૂછે અને ન છૂટકે જ સપોર્ટ એક્ઝિક્યુટિવ સુધી પહોંચવા દે. એવું કેમ?

કારણ કે કંપનીના યૂઝર્સની સંખ્યા લાખો-કરોડોમાં હોય ત્યારે, જેને ફરિયાદ હોય એ દરેક વ્યક્તિને  હેલ્પલાઇનમાં માણસ સાથે વાત કરાવવી હોય તો એ માટે કંપનીએ બહુ મોટી સંખ્યામાં સપોર્ટ એક્ઝિક્યુટિવ્સની ટીમને કામે લગાડવી પડે. એટલે આઇવીઆરની વિધિ આપણે માટે ભલે કંટાળાજનક હોય, કંપની માટે એ સગવડભરી છે.

અલબત્ત લગભગ દરેક પ્રકારની કંપનીએ પોતાના યૂઝર્સને સપોર્ટ સર્વિસ આપવા માટે વ્યવસ્થા ઊભી કરવી જ પડે છે અને એ કારણે કોલ સેન્ટર નામની એક આખી નવી વ્યવસ્થા ઊભી થઈ છે.

પરંતુ હવે કોલ સેન્ટરમાં નોકરી કરનારા લોકો પર એઆઇ તરાપ મારવા લાગી છે.  કંપનીઓ સપોર્ટ સેન્ટરના લોકોની ફોજ ઘટાડીને એ કામ એઆઇને સોંપવા લાગી છે, આથી આપણે બધી મગજમારી એઆઇ સાથે જ કરવી પડે.

આમ પણ આઇવીઆર ટેકનોલોજીને પ્રતાપે જુદી જુદી કંપનીઓએ કે કોલ સેન્ટર્સે તેમની જરિયાત કરતાં ઓછા લોકોને નોકરીએ રાખવા પડે છે અને હવે સતત વિસ્તરી રહેલી એઆઇ ટેકનોલોજીને કારણે આ રહ્યા સહ્યા લોકોની નોકરી પણ જાય તેવી શક્યતાઓ ઊભી થવા લાગી છે.

ગૂગલે સાતેક વર્ષ પહેલાં,  મે ૨૦૧૮માં ડેવલપર્સ માટેની તેની એન્યુઅલ ઇવેન્ટ ‘ગૂગલ આઇઓ’માં ‘ગૂગલ ડુપ્લેક્સ’ નામની એક નવી ટેકનોલોજીનો ડેમો બતાવ્યો હતો. આ સર્વિસ ગૂગલની પહેલેથી કાર્યરત ‘ગૂગલ આસિસ્ટન્ટ’ સર્વિસ પર આધારિત હતી. એ સમયે રેસ્ટોરાં, સલૂન, ડેન્ટિસ્ટ વગેરેમાં ટાઇમ સ્લોટ બુક કરાવવા માગતા લોકોનું કામ આ ટેક્નોનોલોજીની મદદથી સહેલું બનાવવાનો પ્લાન હતો.

આમ મોટી કંપનીએ કસ્ટમર્સને સપોર્ટ આપવો હોય કે કસ્ટમર્સ નાના બિઝનેસ પાસેથી ચોક્કસ સર્વિસ મેળવવા માગતા હોય તો બંને વચ્ચેની વાતચીતની જવાબદારી એઆઇ સંભાળી લે છે.

અત્યારે યુએસમાં એઆઇ આપણે સર્ચ કરેલા બિઝનેસ સાથે જાતે વાત કરી લે એવું જે ફીચર આવ્યું છે, તેના મૂળમાં આ ગૂગલ ડુપ્લેક્સ ટેક્નોલોજી જ છે.

Mk[o{kt W{uhkÞu÷wt Lkðwt Ve[h fE heíku fk{ fhu Au?

કોઈ વ્યક્તિ પાલતુ પ્રાણીની સંભાળ માટે સર્ચ કરે છે ‘‘પેટ ગ્રૂમર્સ નીયર મી’’. આવી જુદી જુદી સર્વિસના લિસ્ટ સાથે એક બટન જોવા મળશે ‘‘હેવ એઆઇ ચેક પ્રાઇસિંગ’’.

તેને ક્લિક કરતાં, એઆઇ આપણને આવી કઈ કઈ સર્વિસ ઉપલબ્ધ હોય છે તેની યાદી આપે છે, આપણે તેમાં જોઈતી સર્વિસ પસંદ કરી, આગળ વધવાનું.

એઆઇ પૂછશે કે તમે જવાબો કઈ રીતે મેળવવા માગો છો, એસએમએસ કે ઇમેઇલ?  પછી આપણે તેને જે કોઈ સૂચના આપી તેનો સારાંશ બતાવશે.

હવે આપણે વાત ભૂલી જવાની, એઆઇ આપણા વતી નજીકની વિવિધ સર્વિસમં કોલ કરી, દરેક પાસેથી માહિતી મેળવશે અને આપણને તે પાસ ઓન કરશે!

økqøk÷ zwÃ÷uõMk þwt Au?

બાજુમાં આપેલા સ્ક્રીનશોટ્સ જોઈને તમને મનમાં કોઈ ઝબકારો થયો? આ સર્વિસ બીજા અનેક પ્રકારના બિઝનેસ અને તેના કસ્ટમર્સ માટે ઉપયોગી થઈ શકે છે!

રેસ્ટોરાંની વાત કરીએ...

હવે રિટાયર થઈ રહેલી ગૂગલ  વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ સર્વિસનો તમે પોતાના સ્માર્ટફોનમાં પૂરતો ઉપયોગ કર્યો હશે, તો તમે જાણતા હશો કે આપણે ઇન્ટરનેટ પરથી કંઈ પણ જાણકારી મેળવવી હોય તો જાતે ટાઇપ કરીને શોધવાને બદલે ગૂગલ આસિસ્ટન્ટ સાથે વાત કરીને પૂછી શકતા હતા. જેમ કે આપણે કોઈ રેસ્ટોરામાં જમવા માટે જવું હોય તો તેનું એડ્રેસ ગૂગલ આસિસ્ટન્ટને પૂછી શકીએ. ગૂગલ આસિસ્ટન્ટ આપણા સવાલોના ઇન્ટરનેટ પરથી જવાબો શોધે અને પછી આપણને જણાવે. એટલે કે જેના જવાબો ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ન હોય એવા સવાલોમાં આસિસ્ટન્ટ આપણને કોઈ મદદ કરી શકે નહીં.

આ જ ઉદાહરણ આગળ ધપાવીએ તો, આપણે કોઈ રેસ્ટોરાંમાં સાંજના ૭-૩૦ વાગ્યે  કે ત્યાર પછી ડિનર માટે ટેબલ બુક કરાવવું હોય તો એ કામ ગૂગલ આસિસ્ટન્ટ કરી શકે નહીં. પરંતુ ગૂગલ ડુપ્લેક્સ કરી શકે!

હવે ગૂગલ ડુપ્લેક્સ ટેક્નોલોજી નવા ‘એઆઇ અવતાર’માં આપણી સામે આવી રહી છે ત્યારે એ કેવી રીતે કામ કરશે એ પણ સમજીએ.

રેસ્ટોરાંમાં ટેબલ બુક કરાવવાનુ ઉદાહરણ આગળ વધારીએ તો, એ માટે આપણે ગૂગલ જેમિનીમાં કે સર્ચમાં એઆઇ મોડમાં કહેવાનું કે "બુક અ ટેબલ ફોર મી બિટવીન  ૭-૩૦ ટુ ૮-૩૦ પીએમ ટુડે એટ સો એન્ડ સો રેસ્ટોરાં... (ફલાણી રેસ્ટોરાંમાં આજે સાંજે સાડા સાતથી સાડા આઠ વચ્ચે, મારા માટે એક ટેબલ બુક કરાવી દો).’’

આટલું કહીએ એટલે આપણી જવાબદારી પૂરી. એ કામ એઆઇને માથે નાખ્યા પછી આપણે આપણા બીજા કોઈ પણ કામમાં ફરી પરોવાઈ શકીશું.

આપણા આદેશને પગલે એઆઇ, ઇન્ટરનેટ પરથી આપણે જણાવેલી રેસ્ટોરાંનો ફોન નંબર શોધશે અને પછી ગૂગલ ડુપ્લેક્સ ટેકનોલોજીની મદદથી એ નંબર પર ફોન જોડીને રેસ્ટોરાંના મેનેજર સાથે વાતચીત કરશે.

આપણે જણાવ્યા મુજબ પહેલાં તે સાંજે ૭-૩૦ વાગ્યે ટેબલ બુક કરવાનો પ્રયાસ કરશે. જો રેસ્ટોરાં મેનેજર જણાવશે કે એ સમયે કોઈ ટેબલ ઉપલબ્ધ નથી, તો આસિસ્ટન્ટ ત્યાર પછીનો ઉપલબ્ધ સમય જાણવાનો પ્રયાસ કરશે.

આપણે સાડા સાતથી સાડા આઠ વચ્ચે ટેબલ બુક કરવાનું કહ્યું છે, એટલે ૮-૩૦ વાગ્યા પહેલાંના કોઈ પણ સમયે ટેબલ બુક થઈ શકતું હશે તો એઆઇ આપણા વતી બુકિંગ કરશે, રેસ્ટોરાં મેનેજરને ‘થેંક યુ’ કહીને ફોનકોલ પૂરો કરશે અને પછી આપણને જાણ કરશે કે આટલા વાગ્યે ટેબલ બુક થઈ ગયું છે!

ધ્યાન આપજો...

આ ઉદાહરણમાં બે-ત્રણ મુદ્દા તરફ ખાસ ધ્યાન આપવા જેવું છે. (૧) એઆઇની પહોંચ હવે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી સુધી સીમિત રહી નથી. તે તેનાથી આગળ વધીને જાતે માહિતી મેળવી શકે છે. (૨) મશીન હવે અદ્દલ માણસના જેવા જ અવાજમાં વાતચીત કરી શકે છે (ઉપરના ઉદાહરણમાં એઆઇ સ્પષ્ટતા ન કરે કે તે મશીન છે તો રેસ્ટોરાં મેનેજરને કદાચ જાણ પણ ન થાય કે તેમણે કોઈ મશીન સાથે વાતચીત કરી અને તેના કહેવાથી ટેબલ બુક કરી નાખ્યું!). (૩) મશીન માણસ સાથેની વાતચીત વખતે તેને જે જણાવવામાં આવે (જેમ કે ૭-૩૦ વાગ્યે ટેબલ ઉપલબ્ધ નથી) તે એ માહિતી બરાબર સમજીને તેને આધારે તથા આપણે અગાઉથી આપેલી સૂચના (૭-૩૦ થી ૮-૩૦ દરમિયાન) સાથે તેનો તાળો મેળવીને આગળ શું કરવું તેનો નિર્ણય પણ કરી શકે છે!

Tags :