Get The App

ભારતીય યૂઝર્સને AI-Pro વર્ઝન્સની લ્હાણી !

Updated: Jul 23rd, 2025

GS TEAM

Google News
Google News
ભારતીય યૂઝર્સને AI-Pro વર્ઝન્સની લ્હાણી ! 1 - image


- yuykR ftÃkLkeyku yuykR{ktÚke f{kýe ðÄkhðk {kxu íkuLkku ÞqÍhçkuÍ {kuxku fhðkLke ðuíkhý{kt Au

તમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) ચેટબોટ્સ સાથે દિવસમાં કેટલીક વાર વાત કરો છો? તમે સરેરાશ યૂઝર હો, ફક્ત થોડું કુતૂહલ સંતોષવા માગતા હો કે ગૂગલનાં સર્ચ રિઝલ્ટ પેજ જોઈને કંટાળ્યા હો અને સીધા જવાબ જોઈતા હો તો તમે એઆઇ ચેટિંગ તરફ વળ્યા હશો, પણ એટલી જરૂર માટે તેના ફ્રી વર્ઝનથી તમારું કામ સહેજે ચાલી જતું હશે.

બીજી બાજુ તમે કોલેજમાં પહોંચેલા સ્ટુડન્ટ હો, કોઈ પણ પ્રકારના કન્ટેન્ટ કે ક્રિએશનમાં સંકળાયેલા પ્રોફેશનલ હો કે ડીપ સર્ચ એ તમારા પ્રોફેશનની પહેલી જરૂરિયાત હોય તો ફ્રી વર્ઝન તમને ઓછું પડે.

તમારે એઆઇ ચેટબોટની પૂરી ક્ષમતાનો ઉપયોગ કરવા માટે તેના પ્રો વર્ઝન તરફ નજર દોડાવવી જ પડે. આવાં પ્રો વર્ઝન અત્યારે ખાસ્સાં મોંઘાં છે. એ કારણે કંપનીઓને ખાસ સબસ્ક્રિપ્શન્સ મળતાં નથી.

બસ, આ કારણે કંપનીઓએ લાંબા ગોલ સાથે, શોર્ટકટ્સ અજમાવવાની શરૂઆત કરી છે. ગૂગલ અને એરટેલ જેવી કંપની આપણને એઆઇ ચેટબોટ્સનાં પ્રો વર્ઝન મફત આપવા લાગી છે.  આમાં આપણો દેખીતો ફાયદો છે - આપણે મફતમાં પ્રો વર્ઝનની અજમાયશ કરી શકીએ છીએ અને વર્ષ પછી ઉપયોગી લાગે તો જ રૂપિયા ખર્ચવાના છે!

sur{Lke «ku - ¼khíkeÞ rðãkÚkeoyku {kxu £e

ગયા અઠવાડિયે ગૂગલે ભારતના કોલેજના વિદ્યાર્થીઓને એક અનોખી ભેટ આપી. એ મુજબ, ભારતના ૧૮ વર્ષથી મોટી ઉંમરના વિદ્યાર્થીઓ એક વર્ષ સુધી ગૂગલ જેમિની એઆઇના પ્રો વર્ઝનનો મફત લાભ લઈ શકશે. અન્ય યૂઝર્સે આ વર્ઝનનો લાભ લેવો હોય તો તેમણે હાલમાં વર્ષે રૂ.૧૯,૫૦૦ ચૂકવવા પડે છે. 

ભારતમાં અને વિશ્વના અન્ય દેશોના લોકોમાં, ખાસ કરીને વિદ્યાર્થીઓમાં જેમિની એઆઇ, ચેટજીપીટી, ગ્રોક, પર્પ્લેક્સિટી જેવા એઆઇ ચેટબોટ્સનો ઉપયોગ સતત વધી રહ્યો છે. આ બધી જ સર્વિસનાં બેઝિક વર્ઝન્સ સૌ માટે ફ્રી હોય છે. પરંતુ એડવાન્સ્ડ વર્ઝન માટે માસિક કે વાર્ષિક ફી ચૂકવવી પડે છે.

ગૂગલે જેમિની ૨.૫ પ્રો વર્ઝન હેઠળ વિવિધ પ્રકારની એઆઇ સર્વિસ ભારતના વિદ્યાર્થીઓને મફતમાં આપી છે. જેમિનીનું આ મોડેલ અત્યાર સુધીનું સૌથી વધુ પાવરફુલ મોડેલ ગણાય છે.

વિદ્યાર્થીઓને કેવા લાભ મળશે?

આ મોડેલ હેઠળ વિદ્યાર્થીઓ જેમિની એઆઇના ૨.૫ વર્ઝનમમાં ડીપ રિસર્ચનો લાભ લઈ શકશે તથા તેની ખાસ એઆઇ આધારિત સર્વિસ નોટબુકએલએમમાં પોતાની નોટ ઓર્ગેનાઇઝ્ડ કરીને પોતાની જ નોટ્સમાંથી એઆઇ તરફથી જવાબો મેળવી શકશે.

વિદ્યાર્થીઓને તેમના આ પેઇડ પરંતુ ફ્રી વર્ઝનમાં, સામાન્ય ફ્રી વર્ઝનની સરખામણીમાં પાંચ ગણી વધુ લિમિટનો લાભ લઈ શકાશે. એટલે કે સાદા વર્ઝનમાં ધારો કે દિવસમાં ૧૦૦ ક્વેરી કરી શકાય, તો વિદ્યાર્થીઓના ફ્રી વર્ઝનમાં ૫૦૦ ક્વેરી થઈ શકશે. એ જ રીતે જેમિની લાઇવની મદદથી વિદ્યાર્થીઓ એઆઇ ચેટબોટ સાથે વોઇસ મોડ, પ્રો વર્ઝનમાં વાતચીત કરીને જુદા જુદા વિષયો વિશે બ્રેઇનસ્ટોર્મ કરી શકશે. તે ઉપરાંત જેમિની તથા ફ્લોમાં વીઓ૩ વર્ઝનની મદદથી ટેકસ્ટ અથવા ફોટોના ઇનપુટ આપીને ડાયનેમિક વીડિયો ક્રિએટ કરી શકાશે. ગૂગલની વિવિધ એપ્સ જેમ કે જીમેઇલ, ડોક્સ, શીટ્સ તથા અન્ય એપ્સમાં ડાયરેક્ટ એઆઇની મદદ મેળવી શકાશે.

વિદ્યાર્થીઓ માટેના ફ્રી લાભ અહીં પૂરા થતા નથી. આ પ્લાન હેઠળ વિદ્યાર્થીઓને ગૂગલ ડ્રાઇવ, જીમેઇલ તથા ગૂગલ ફોટોઝ ત્રણેયમાં કમ્બાઇન્ડ કુલ ૨ ટીબીની ક્લાઉડ સ્ટોરેજ પણ મફત મળશે (આપણા ફ્રી પ્લાનમાં ૧૫ જીબી હોય છે!). વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ્સ તથા રિસર્ચ સંબંધિત ફાઇલ્સ અને ફોલ્ડર સ્ટોર કરવા માટે આટલી સ્ટોરેજ સામાન્ય જરૂર કરતાં ઘણી વધુ છે.

લાભ કેવી રીતે લેશો?

વિદ્યાર્થીઓએ આ ઓફરનો લાભ લેવા માટે https://gemini.google/students/?gl=IN પર જવાનું થશે. અહીં તેઓ પોતાની કોલેજ તરફથી મળેલા ઇમેઇલ એકાઉન્ટનો ઉપયોગ કરવાનો થશે. આ પેજ પર પોતાનીકોલેજનું નામ, પોતાનું નામ તથા જન્મ તારીખ અને સ્ટુડન્ટ ઇમેઇલ આઇડી આપીને પોતે સ્ટુડન્ટ હોવાનું વેરિફાઇ કરી શકશે. જો તેમની પાસે સ્ટુડન્ટ આઇડી ન હોય તો સામાન્ય ગૂગલ એડ્રેસ આપીને પણ શીયરઆઇડી નામની એક કંપનીની મદદથી પોતે વિદ્યાર્થી હોવાનું સાબિત કરી શકશે. કોલેજનું ઇમેઇલ આઇડી હોય તો વાત એકદમ સહેલી બની જશે.

ÃkÃ÷uoÂõMkxe «ku - yuhxu÷ ÞqÍMko {kxu £e

એક તરફ ગૂગલે ભારતીય વિદ્યાર્થીઓને જેમિની એઆઇ પ્રો વર્ઝનની ભેટ આપી છે, તો બીજી તરફ એરટેલે તેના તમામ ભારતીય યૂઝર્સને પર્પ્લેક્સિટી એઆઇના પ્રો વર્ઝનની ભેટ આપી છે.

પર્પ્લેક્સિટીના સાદા વર્ઝનની સરખામણીમાં પ્રો વર્ઝનમાં રોજેરોજ ૩૦૦ પ્રો સર્ચ કરી શકાય છે. આ તમામ સર્ચમાં એડવાન્સ્ડ એઆઇ મોડેલ્સનો લાભ લઈ શકાય છે. ગૂગલ નોટબુકએલએમની જેમ અહીં પણ પોતાની ફાઇલ્સ અપલોડ કરીને તેનું એઆઇની મદદથી એનાલિસિસ કરી શકાય છે.

એરટેલના તમામ પ્રીપેઇડ, પોસ્ટપેઇડ, બ્રોડબેન્ડ તથા ડીટીએચ યૂઝર્સ આ ઓફરનો લાભ મેળવી શકે છે.  સામાન્ય યૂઝર્સ માટે પર્પ્લેક્સિટીના ૧૨ મહિનાના પ્રો વર્ઝન માટે રૂ.૧૭,૦૦૦ જેટલી ફી છે. ખાસ કરીને પ્રોફેશનલ્સ અને સ્ટ્ુડન્ડ્સ માટે ઓફર ખરેખર સારી છે. ફક્ત આ કારણે લોકો, ખાસ કરીને સ્ટુડન્ટ્સ પોતાનું સિમ બદલીને એરટેલ કંપની તરફ વળે એવી શક્યતા છે.

પર્પ્લેક્સિટી કઈ રીતે અલગ છે?

પર્પ્લેક્સિટીની મજા એ છે કે તે કોઈ પ્રકારનું એઆઇ મોડેલ નથી. તે વિવિધ કંપનીના એઆઇ મોડેલ્સના એગ્રિગેટર તરીકે કામ કરે છે.

તેમાં હાલના સૌથી વધુ પોપ્યુલર, અલગ અલગ કંપનીના એઆઇ મોડેલ્સનો લાભ લઈ શકાય છે. એ કારણે ચેટજીપીટીના જીપીટી ૪.૧, જેમિની, ગ્રોક, ક્લોડ ૩.૫ તથા સોનાર જેવા વિવિધ એઆઇ મોડેલનો પર્પ્લેક્સિટીમાંથી લાભ મળી શકે છે.

ખાસ નોંધવાની વાત એ છે કે આ બધા વર્ઝનમાં જે તે કંપનીના લગભગ સૌથી એડવાન્સ્ડ મોડેલનો લાભ મળી શકે છે. આપણા પ્રોપ્ટ મુજબ, સૌથી યોગ્ય મોડેલ આપોઆપ સિલેક્ટ થાય, અથવા આપણે પોતે તેને બદલી શકીએ.

એરટેલના યૂઝર તરીકે આપણને મળતી ફ્રી સર્વિસમાં આપણએ પોતાની પીડીએફ, સીએસવી ફાઇલ, ઇમેજ અને અન્ય બાબતો અપલોડ કરીને તેમાંથી જોઇતા જવાબો મેળવી શકીએ છીએ.

ઓફરનો લાભ કઈ રીતે લેવો?

આ ઓફરનો લાભ લેવા માટે એરટેલના યૂઝરે પોતાના ફોનમાં એરટેલ થેંક્સ એપમાં લોગ ઇન થવાનું રહે છે. તેમાં ‘બેનિફિટ્સ’ સેકશનમાં ‘ક્લેઇમ ઓટીટી એન્ડ મોર’ અથવા ‘ડિસ્કવર એરટેલ થેંક્સ’ બેનરમાં ‘પર્પ્લેક્સિટી પ્રો’નું કાર્ડ જોવા મળશે. તેને ક્લિક કરીને ‘ક્લેઇમ નાઉ’ અને પછી ‘પ્રોસીડ’ પર ક્લિક કરવાનું રહેશે.

આ પછી આપણે પર્પ્લેક્સિટીની સર્વિસમાં પોતાના ગૂગલ આઇડી કે એપલ આઇડીથી લોગ ઇન થવાનું રહેશે. આપણે પોતાના ફોનમાં પર્પ્લેક્સિટીની એપ ડાઉનલોડ કરીને તેમાં પણ તેના પ્રો વર્ઝનનો લાભ લઈ શકીએ છીએ.

એરટેલના યૂઝર્સ ૧૭ જાન્યુઆરી ૨૦૨૬ સુધીમાં ગમે ત્યારે આ ઓફરનો લાભ લઈ શકે છે. ફ્રી ઓફરનો સમયગાળો પૂરો થયા પછી આપણે પેઇડ પ્લાનમાં અપગ્રેડ ન થઈએ તો આપણું એકાઉન્ટ આપોઆપ ફ્રી એકાઉન્ટમાં ફેરવાઈ જશે.

સારી વાત એ છે કે અન્ય પ્રકારનાં સબસ્ક્રિપ્શનની જેમ, પર્પ્લેક્સિટી પ્રો વર્ઝનનું સબસ્ક્રિપ્શન તેની મુદત પૂરી થતાં ઓટો િરન્યૂ થશે નહીં. શરત માત્ર એટલી છે કે આ ઓફરનો લાભ લેવા માટે પૂરેપૂરા ૧૨ મહિના સુધી આપણે એરટેલના કસ્ટમરના એક્ટિવ કસ્ટમર રહેવું જરૂરી છે.

Tags :