Get The App

ડોક્ટરનું સ્થાન AI લે છે !

Updated: Jun 1st, 2025

GS TEAM


Google News
Google News
ડોક્ટરનું સ્થાન AI લે છે ! 1 - image


- ík{u ík{khk MðkMÚÞ {kxu yuykR Ãkh ¼hkuMkku fhþku? ½ýk ÷kufku fhðk ÷køÞk Au!

શીર્ષક પર બરાબર ધ્યાન આપજો - ‘લેશે’ નહીં, ‘લે છે’ લખ્યું છે, એટલે કે આ કોઈ ભવિષ્યની વાત નથી, વર્તમાનમાં જ, અત્યારે જ આ શરૂઆત થઈ ગઈ છે! વર્ષોના અનુભવી ડૉક્ટર્સ એક વાતે બહુ અકળામણ અનુભવતા હોય છે - તેમના દર્દીઓ તેમને કન્સલ્ટ કર્યા પછી તેમના નિદાન કે સારવારની સલાહ વિશે ગૂગલ કરે છે! ઘણા લોકોને ડૉક્ટરને મળતાં પહેલાં જ પોતાનાં લક્ષણો ગૂગલ કરી લેવાની આદત હોય છે, તો ઘણા લોકો જુદા જુદા રોગના ઇલાજ માટે વોટ્સએપ કે યુટ્યૂબ પર ફરતા નુસખા અજમાવતાં જરાય ખચકાતા નથી. આ બધી વાતો ડૉક્ટરને અકળાવવા માટે પૂરતી છે. એમની અકળામણ વાજબી પણ છે, પરંતુ હવે એમની કુશળતા કે અનુભવ સામે ખરો પડકાર ઊભો થયો છે - એઆઇ તરફથી.

નીચે જે વાતો આપી છે તે ઇન્ટરનેટ પર વિવિધ જગ્યાએ શેર થયેલી છે. આ અનુભવો અત્યારે માનવા મુશ્કેલ લાગે અને એકલ-દોકલ હશે એવું આપણે માનીએ, પણ જાયન્ટ ટેક કંપનીઓ જે રીતે એઆઇને હેલ્થ સેક્ટર માટે ટ્રેઇન કરી રહી છે એ જોતાં લાગે છે કે આ ટ્રેન્ડ ચોક્કસપણે વેગ પકડશે.

અત્યારે વાચક તરીકે તમને આગ્રહપૂર્વક વિનંતી કે નીચેની વાતો વાંચીને તમે પણ તમારાં દુઃખદર્દ, તેનાં લક્ષણો કે રિપોર્ટ્સની એઆઇ ચેટબોટ સાથે ચર્ચા કરવા ન લાગશો, અત્યારે એ જોખમી બની શકે છે - એઆઇ ગંભીર ભૂલો પણ કરે જ છે.

સાથે સૌ ડૉક્ટર વાચકોને આદરપૂર્વક વિનંતી કે નીચેની વાતો વાંચતી વખતે આપનું બીપી કે હૃદયના ધબકારા સાચવશો!

‘‘{kuzwt Lk fhku, íkkçkzíkkuçk yuBçÞw÷LMk çkku÷kðe ÷ku...’’

હમણાં ઇન્સ્ટાગ્રામ પર યુએસની એક મહિલાએ ચેટજીપીટી સાથેની તેની એક સામાન્ય વાતચીતનો અનુભવ શેર કર્યો. વાતની શરૂઆત સાવ સામાન્ય હતી, પણ પછી આખી વાત અસામાન્ય બની ગઈ! તેની એ પોસ્ટ જોતજોતામાં વાયરલ બની કેમ કે એ મહિલાએ અમસ્તાં જ ચેટજીપીટી સાથે શરૂ કરેલી વાતચીત તેને જીવલેણ સ્થિતિમાંથી ઉગારવા માટે નિમિત્ત બની.

બન્યું એવું હતું કે એ મહિલાએ ફક્ત રમત ખાતર ચેટજીપીટીને પૂછ્યું કે ‘‘મારાં જડબાં કડક કેમ લાગે છે?’’ મહિલાને આ કોઈ ગંભીર વાત હોય તેવું લાગ્યું નહોતું, પણ તેણે અમસ્તું જ ચેટજીપીટીને પૂછ્યું. ચેટજીપીટીએ તરત જવાબ આપ્યો, ‘‘તમારું બ્લડપ્રેશર માપો.’’

એ મહિલા પાસે ઘરમાં બીપી માપવાનું સાધન હતું. બીપી માપ્યું તો ખબર પડી કે બહુ હાઇ હતું. તેણે માન્યું કે થોડી વારમાં ઘટશે પરંતુ બીપી વધતું ગયું. બીપી માપવાનું સૂચન ચેટજીપીટીનું હતું એટલે એ મહિલાએ ચેટજીપીટીને પોતાનું બીપી રીડિંગ જણાવ્યું.

ચેટજીપીટીએ તરત જ કહ્યું કે ‘‘મોડું ન કરો, તાબડતોબ એમ્બ્યુલન્સ બોલાવી લો.’’

સદભાગ્યે એ મહિલાએ ચેટજીપીટીની સલાહ માની અને એમ્બ્યુલન્સ બોલાવી. મહિલા હોસ્પિટલે પહોંચી ત્યાં સુધીમાં તેનું બ્લડપ્રેશર હજી વધતું ગયંુ.

મહત્ત્વની વાત એ હતી કે એ મહિલા પ્રેગનન્ટ હતી અને તેને આઠમો મહિનો ચાલી રહ્યો હતો! હોસ્પિટલના ડૉકટરે તેને તપાસીને કહ્યું કે ‘‘આપણે તરત ને તરત ડિલિવરી કરવી પડશે.’’

એ મહિલાએ પોતાની ઇન્સ્ટાગ્રામ પરની પોસ્ટમાં આગળ કહ્યું કે તેણે સલામત રીતે દીકરાને જન્મ આપ્યો. તેની પોતાની સ્થિતિ પણ ધીમે ધીમે સુધરી. પરંતુ એ સમયે ડૉકટરે જે કહ્યું એ તે ક્યારેય ભૂલી શકે તેમ નહોતી. ડૉકટરે કહ્યું કે ‘‘જો એ રાત્રે તું ઊંઘી ગઈ હોત તો ક્યારેય જાગી ન હોત.’’

પ્રસૂતિના પાંચ દિવસ પછી પણ એ મહિલાનું બ્લડ પ્રેશર વધતું ગયું હતું. એક તબક્કે થોડીક ક્ષણ માટે તેણે દૃષ્ટિ પણ ગુમાવી દીધી હતી.

એ મહિલાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે હજી પણ એ સમય યાદ કરીને તે થથરી ઊઠે છે. ફક્ત એક નાની અમથી ફરિયાદ કે ‘જડબાં કડક લાગે છે’ અને એ વિશે અમસ્તો જ ચેટજીપીટીને પૂછેલો પ્રશ્ન - આટલું ન થયું હોત તો એ મહિલા કદાચ જીવતી ન હોત!

એ મહિલાએ ઇન્સ્ટાગ્રામ પર અંતે લખ્યું, ‘‘થેંક્યુ ચેટજીપીટી, તેં બે જિંદગી બચાવી!’’

zkpõxhu fÌkwt, ‘‘÷køku Au, Lkðe òuçk {kxu yuÃ÷kÞ fhðwt Ãkzþu!’’

બાજુમાં એક દર્દીનો અનુભવ વાંચ્યો? હવે દુબઈના એક ડૉક્ટરે શેર કરેલો તેમનો અનુભવ જાણો.

આ ડૉક્ટર પલ્મોનોલોજિસ્ટ છે, એટલે કે ફેફસાંના રોગોના નિષ્ણાત છે. વીસેક વર્ષના અનુભવી આ ડૉક્ટરે સોશિયલ મીડિયા પર શેર કરેલો એક વીડિયો વાઇરલ થયો છે. વીડિયોમાં તેઓ છાતીનો એક એક્સ-રે બતાવીને તેમાં દર્દીને ન્યૂમોનિયા હોવાના સંકેત બતાવે છે. એ પછી, તેઓ એ જ એક્સ-રે એક એઆઇ ડાયગ્નોસ્ટિક સિસ્ટમને બતાવે છે. એ સિસ્ટમ, ડૉક્ટરે જે જગ્યાઓ બતાવી હતી એ, વત્તા અન્ય સ્પોટ્સ હાઇલાઇટ કરીને બતાવે છે. ડૉક્ટરે નિખાલસતાથી એઆઇના સચોટ નિદાનને બિરદાવ્યું અને કહ્યું કે ‘‘આ સ્પોટ્સ હું પણ કદાચ ચૂકી ગયો હોત.’’

વીડિયોમાં આગળ ડૉક્ટર થોડી હળવાશ સાથે કહે છે કે ‘‘હું મારી નોકરી ગુમાવું તેમ છું. આ ડર લાગે એવું છે કેમ કે મેં વીસ વર્ષે સ્કિલ ડેવલપ કરી અને એક્સ-રે જોઈને ન્યૂમોનિયા પોઇન્ટ આઉટ કરતાં શીખ્યો, પણ એઆઇ સેકન્ડ્સમાં તેને પારખી લે છે. લાગે છે કે મારે હવે મેકડોનાલ્ડ્સમાં નોકરી માટે જલદી એપ્લાય કરવું પડશે...’’

‘‘yk fuLMkh nkuE þfu Au’’

૪૦ વર્ષની એક અમેરિકન મહિલા બહુ ટૂંકા સમયમાં વજન ખાસ્સું ઊતરી જવાથી પરેશાન હતી. એ સાથે તેને પેટમાં તીવ્ર દુઃખાવો હતો. તેણે જુદા જુદા ડોક્ટર્સને બતાવ્યું. પરંતુ તેમણે કંઈ ગંભીર કારણ ન હોવાનું કહ્યું.

તકલીફ યથાવત રહેતાં આખરે એ મહિલાએ ચેટજીપીટીને કન્સલ્ટ કરવાનું વિચાર્યું! એ મહિલા પોતાના પ્રોફેશનલ વર્ક માટે ચેટજીપીટીનો ઉપયોગ કરતી હતી. ચેટજીપીટી સાથેની લાંબી વાતચીતને અંતે, એ મહિલાનાં વિવિધ લક્ષણો જાણ્યા પછી ચેટજીપીટીએ તેને એક ચોક્કસ પ્રકારનો રોગ હોવાની સંભાવના દર્શાવી અને થાઇરોઇડ સંબંધિત કેટલાક ટેસ્ટ કરાવવાની સલાહ આપી.

એ મહિલાના પરિવારમાં એ રોગની કોઈ હિસ્ટ્રી ન હોવાથી ડૉકટરને તેની કોઈ સંભાવના દેખાઈ નહીં. પરંતુ મહિલાએ ટેસ્ટ કરાવવાનો આગ્રહ રાખ્યો.

તેમાં બહાર આવ્યું કે તેને ગળાના ભાગમાં કેન્સરની બે નાની ગાંઠ હતી અને તેને થાઇરોઇડનું કેન્સર હતું. ચેટજીપીટીએ દર્શાવેલી સંભાવના સાચી ઠરી!

હવે એ મહિલા કહે છે કે ‘‘શરૂઆતમાં ડૉકટરોના નિદાનથી હું નિરાશ હતી. મારી તકલીફો જેમની તેમ હતી. હું મારા કામકાજ માટે ચેટજીપીટીનો નિયમિત ઉપયોગ કરતી હતી એટલે મેં તેની સલાહ લેવાનું વિચાર્યું.’’

હવે ડૉકટર કહે છે કે એ મહિલા બહુ ભાગ્યશાળી હતી કે તેના કેન્સરનું બહુ વહેલું નિદાન થઈ ગયું. ચેટજીપીટીએ ચોક્કસ તપાસ કરાવવાનું કહ્યું ન હોત તો કેન્સર ફેલાઈ ચૂક્યું હોત. ચેટજીપીટીએ તેનો જીવ બચાવ્યો.

‘‘zkpõxh fhíkkt nwt ðÄw òýðk ÷køÞku’’

વધુ એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર શેર કરેલો અનુભવ વાંચો...

‘‘એકાદ અઠવાડિયાથી મેં વર્કઆઉટ કરવાનું શરૂ કર્યું હતું. મારા મતે આ કસરત બહુ આકરી નહોતી છતાં મારી સાથે જાણે કોઈ બસ અથડાઇ હોય એવો થાક મને લાગવા લાગ્યો.

બેએક દિવસ સુધી આવો અસાધારણ થાક અનુભવ્યા પછી મેં એઆઇ ચેટબોટને મારી સ્થિતિ વર્ણવી. તેણે મને તરત જ હોસ્પિટલે પહોંચવાની સલાહ આપી અને કહ્યું કે મારાં લક્ષણો કિડની સંબંધિત એક મધ્યમથી ગંભીર સમસ્યા હોવાનું દર્શાવે છે. મેં એઆઇ સાથે થોડી વધુ વાતચીત કરી અને તેણે જે કંઈ કહ્યું તે સાચું લાગતાં હું હોસ્પિટલે પહોંચ્યો.

હોસ્પિટલમાં વિવિધ તપાસ પછી બહાર આવ્યું કે કસરત દરમિયાન મારા મસલ્સ ફાટી ગયા હતા અને તેમાંનું પ્રોટિન મારી કિડનીમાં જમા થવા લાગ્યું હતું.

મારે સારવાર માટે એક અઠવાડિયા સુધી હોસ્પિટલમાં રોકાવું પડ્યું. પછી જિજ્ઞાસાવશ મેં મારા બધા લેબ રિપોર્ટ્સ એઆઇને બતાવ્યા. તેનું એનાલિસિસ મેડિકલ ટીમ જે કહેતી હતી બરાબર એવું જ હતું.

પછી તો એવું થવા લાગ્યું કે મને ડૉકટર મારી સ્થિતિ સમજાવે તે પહેલાં એઆઇ સાથેની વાતચીતને કારણે હું એ જાણતો જ હોઉં!

ચેટજીપીટી શું કરી શકે છે અને આ ટેકનોલોજી કેટલી આગળ વધી ગઈ છે એ જાણીને હું ખરેખર ઇમ્પ્રેસ થઈ ગયો છું. અગાઉ ચેટજીપીટીએ લોકોના જીવ બચાવ્યા એવી વાતો મેં વાંચી હતી. પરંતુ હવે મેં પોતે એનો અનુભવ કર્યો.’’

‘‘y{u yuõMk-hu yuykRLku çkíkkÔÞk’’

આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરી ૨૦૨૫માં ઇલોન મસ્કે એક્સ પર એક પોસ્ટ મૂકીને ગૌરવભેર કહ્યું હતું કે હવે તમે ગ્રોક પર મેડિકલ ઇમેજિસ, રિપોર્ટ્સ, વગેરેથી માંડીને વીડિયો ગેમ્સના સ્ક્રીનશોટ સુધીની કોઈ પણ ઇમેજ ગ્રોક પર અપલોડ કરી શકો છો અને એ વિશે તેની સલાહ લઈ શકો છો.

એ સંદર્ભમાં, એક વ્યક્તિએ શેર કરેલો પોતાનો અનુભવ વાંચો...

‘‘એક કાર અકસ્માતમાં સપડાયા પછી, મારી દીકરીને હાથમાં તીવ્ર દુઃખાવો હતો. મને ખાતરી હતી કે તેનો હાથ ભાંગ્યો છે પરંતુ અમે ડૉકટરની સલાહ લીધી તો તેમણે હાથના એક્સ-રે લીધા પછી કહ્યું કે ફ્રેકચર નથી.

તેમણે ફક્ત કેટલીક દવાઓ લખી આપીને અમને ઘરે જવા કહ્યું. અમે ડૉકટરને એક્સ-રે ઇમેજિસ આપવા વિનંતી કરી.

એ પછી હાથમાં દુઃખાવો સતત વધતો ગયો.

મેં એક પોસ્ટમાં વાંચ્યું હતું કે ગ્રોક એઆઇ હવે મેડિકલ ઇમેજિસ પણ વાંચી શકે છે. અમે ગ્રોક પર દીકરીના એક્સ-રે અપલોડ કર્યા. ડૉકટરે અમને ફક્ત ‘‘ફ્યૂઝ્ડ ગ્રોથ પ્લેટ’ની સ્થિતિ હોવાનું કહ્યું હતું.

મેં ગ્રોકને પૂછ્યું કે એક્સ-રેમાં હાડકામાં કંઈ ભાંગતૂટ હોવાનું લાગે છે? ગ્રોકે કહ્યું કે એક્સ-રેમાં સ્પષ્ટપણે ફ્રેકચર લાઇન દેખાઈ રહી છે.

છેવટે અમે ફરી ઓર્થોપેડિક ડૉકટરને બતાવ્યું. એમણે જુદા જુદા એંગલથી નવા એક્સ-રે લીધા. દીકરીની લાંબી તપાસ પછી તેમણે જે નિદાન તારવ્યું, તેણે ગ્રોકના નિદાનને સાચું ઠેરવ્યું.’’

nkÚkLkk fktzk Ãkh nksh hnuþu zkpõxh

આપણા કાંડા પર એપલની સ્માર્ટવૉચ હોય તો એ અત્યારે જ હેલ્થ અને ફિટનેસ સંબંધિત સંખ્યાબંધ ફીચર્સ ધરાવે છે. અલબત્ત અત્યારે આ બધાં ફીચર્સ આપણી એક્ટિવિટીના ટ્રેકિંગ પૂરતાં સીમિત છે. મતલબ કે દિવસ દરમિયાન આપણે કેટલાં સ્ટેપ્સ ચાલ્યા, કેટલી કેલરી બાળી, હૃદયના ધબકારા નિયમિત હતા કે અનિયમિત, રાત્રી દરમિયાન આપણી ઊંઘની ક્વોલિટી કેવી રહી આ બધી બાબતોનું સ્માર્ટવૉચ સતત ટ્રેકિંગ કરે છે અને તેના રિપોર્ટ્સ આપણને બતાવે છે.

પરંતુ હવે જમાનો એઆઇનો છે. એટલે એપલ સ્માર્ટવૉચમાંનાં હેલ્થ ફીચર્સને સાદા ટ્રેકિંગ- રિપોર્ટિંગથી આગળ લઈ જવા માગે છે. એક શક્યતા અનુસાર એપલ (બીજી કંપનીઓ પણ) સ્માર્ટવૉચ, એઆઇની મદદથી આપણે વાસ્તવિક ડૉકટરના માર્ગદર્શનની લગભગ જરૂર  ન પડે એવી સ્થિતિ સર્જવા માગે છે!

હાલમાં એપલના આ પ્રોજેક્ટને ‘મલબેરી’ નામ આપવામાં આવ્યું છે. આ પ્રોગ્રામ હેઠળ એપલની હેલ્થ એપમાં ‘હેલ્થ કોચ’ ઉમેરવામાં આવશે. આ ફીચર્સ - જો અને જ્યારે - વાસ્તવિકતા બનશે તો આઇફોન, એપલવૉચ, ઇયરબડ્સ અને અન્ય કેટલાંક થર્ડ પાર્ટી ડિવાઇસની મદદથી એપલની હેલ્થ એપ આપણી હેલ્થ અને ફિટનેસ સંબંધિત વિવિધ પ્રકારનો ડેટા કલેક્ટ કરશે. આ ડેટાનું મોટા ભાગે આપણા ડિવાઇસમાં એઆઇ પ્રોસેસિંગ કરવામાં આવશે અને તેને આધારે એઆઇ એજન્ટ દરેક વ્યક્તિ માટે અલગ અલગ, તેને માટે યોગ્ય એવી ભલામણો કરશે.

એ જ રીતે એપલ વિવિધ અસલી ડૉકટર્સની મદદથી હેલ્થ સંબંધિત વિવિધ સ્થિતિ કે સમસ્યામાં માર્ગદર્શન આપતા વીડિયોનો વિરાટ ડેટાબેઝ તૈયાર કરી રહી છે. આ માટે સ્લીપ, ન્યૂટ્રીશન, ફિઝિકલ થેરપી, મેન્ટલ હેલ્થ, કાર્ડિયોલોજી જેવાં વિવિધ ક્ષેત્રોના એક્સપર્ટ્સની મદદથી વીડિયો તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ પછી આપણા આઇફોન કે સ્માર્ટવૉચમાંની હેલ્થ એપને એવો ડેટા મળે કે આપણા હૃદયના ધબકારા અનિયમિત થઈ રહ્યા છે તો તેને આધારે હૃદયરોગનાં જોખમો વિશે માર્ગદર્શન આપતો વીડિયો આપણને બતાવવામાં આવશે!

એપલ ફૂડ ટ્રેકિંગ પર પણ ફોકસ કરી રહી હોવાના સમાચાર છે. શક્યતા છે કે આપણા આઇફોનના કેમેરાથી આપણે પોતાની ફૂડ ડિશનો ફોટોગ્રાફ લઇએ તો એ ફૂડથી કેટલું પોષણ મળશે, કેટલી કેલરી મળશે અને તેને બાળવા માટે કેટલું વર્કઆઉટ કરવું જોઇશે એ બધું એનાલિસિસ કરી આપશે. આઇફોનના કેમેરાથી આપણે પોતાના વર્કઆઉટની ઇમેજિસ કે વીડિયો લઇએ તો તેનું એનાલિસિસ કરીને આપણે બરાબર કસરત કરીએ છીએ કે કોઈ સુધારાની જરૂર છે તે સૂચવવામાં આવશે.

આ બધાં ફીચર આવતા વર્ષ સુધીમાં આઇફોન તથા એપલ સ્માર્ટવૉચમાં આવી જવાની શક્યતા છે!

Q¼wt ÚkE økÞwt Au yk¾uyk¾wt yuykR Âõ÷rLkf

બેંગલુરુના એક સ્ટાર્ટઅપે આપણી તકલીફો વિશે તબીબી માર્ગદર્શન આપે એવી સર્વિસ ડેવલપ કરી છે, પણ તેમાં ડૉક્ટર નહીં, એઆઇ આપણું કન્સલ્ટેશન કરે છે! meetaugust.ai નામની આ કંપનીના દાવા અનુસાર, યુએસની મેડિકલ લાઇસન્સિંગ એક્ઝામમાં ચેટજીપીટીને ૫૮.૭ ટકા, જીપીટી-૪ને ૮૭.૮ ટકા અને ઓગસ્ટ એઆઇને ૯૪.૮ ટકા મળ્યા છે! આ એઆઇ મફતમાં મેડિકલ હિસ્ટ્રી રિવ્યૂ, સ્પેશિયાલિસ્ટનું ગાઇડન્સ, સેકન્ડ ઓપિનિયન, પ્રીસ્ક્રિપ્શનનું એનાલિસિસ વગેરે સર્વિસ આપે છે. હમણાં તમે સમાચાર વાંચ્યા હશે કે હૈદ્રાબાદની એક સરકારી હૉસ્પિટલે ફક્ત ચહેરો સ્કેન કરીને બ્લડ ટેસ્ટ જેવાં જ રિઝલ્ટ્સ આપે એવી એક એપ વિક્સાવી છે!

ચીનનું એક સ્ટાર્ટઅપ (synyi.com) એથી પણ આગળ વધ્યું છે - તેણે સાઉદી અરેબિયાના રિયાધમાં વિશ્વનું પહેલું એઆખેઆખું એઆઇ ક્લિનિક ડેવલપ કર્યું છે. આ ક્લિનિકમાં દર્દીઓની તપાસ, નિદાનથી લઈને સારવાર  કે દવાઓ લખવા સુધીનું બધું જ કામ એઆઇ સંભાળે છે. ક્લિનિકમાં હ્યુમન ડૉક્ટર્સ છે, પણ એ માત્ર ‘સેફ્ટી ગેટકીપર્સ’ તરીકે કામ કરે છે અને નિદાન તથા સારવારનાં પરિણામો પર દેખરેખ રાખે છે. આ ક્લિનિકમાં દાખલ થતા દર્દીઓને રિસેપ્શન પરથી ઓપીડી માટે કોઈ ડૉક્ટરની ચેમ્બરમાં મોકલવાને બદલે, તેમને કિઓસ્ક કે ડિજિટલ સ્ક્રીન પર દોરી જવામાં આવે છે અથવા હાથમાં ટેબલેટ પકડાવી દેવામાં આવે છે, તેમાં કોઈ ને કોઈ ‘એઆઇ ડૉક્ટર’ તેમની સાથે વાતચીત કરે છે.

‘એઆઇ ડૉક્ટર્સ’ મશીન લર્નિંગ, વોઇસ રેકગ્નિશન અને મેડિકલ ડેટાબેઝિસની મદદથી દર્દીનાં લક્ષણો તપાસે છે અને તેની મેડિકલ હિસ્ટ્રી એનેલાઇઝ કરે છે. આ બધી પ્રોસેસ દસેક મિનિટમાં પૂરી થાય છે અને તેના આધારે દર્દીને સારવાર કે દવાઓ સૂચવવામાં આવે છે!

દેખીતું છે કે આ રીતે જીવતા જાગતા માણસની સારવાર માટે લગભગ પૂરેપૂરી રીતે એઆઇ પર આધાર રાખવાનાં જોખમો વિશે મેડિકલ પ્રોફેશનલ્સે ચિંતા દર્શાવી છે, પણ એક નવા ટ્રેન્ડની શરૂઆત થઈ ગઈ છે.

Tags :