Get The App

વિકિપીડિયામાં એઆઈ આવી અને ગઈ, જોકે પાછી આવશે !

Updated: Jul 9th, 2025

GS TEAM

Google News
Google News
વિકિપીડિયામાં એઆઈ આવી અને ગઈ, જોકે પાછી આવશે ! 1 - image


- rðrfÃkerzÞkLkk ÷ktçkk ÷u¾kuLke yuykR Mk{he ykÃkíkwt Ve[h W{uhkÞwt, Ãkhtíkw rðhkuÄ ÃkAe Ëqh fhðk{kt ykÔÞwt

થોડા સમય પહેલાં આપણે ‘ટેકનોવર્લ્ડ’માં વાત કરી હતી કે હવે વિકિપીડિયામાં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)નો પગપેસારો થવા લાગ્યો છે. તેના ભાગ રૂપે જૂન મહિનાની શરૂઆતથી વિકિપીડિયાના મોબાઇલ વર્ઝનમાં લાંબા આર્ટિકલની એઆઇ જનરેટેડ સમરી આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. વિકિપીડિયાએ આ ટ્રાયલ ફીચરને ‘સિમ્પલ આર્ટિકલ સમરી’ એવું નામ આપ્યું હતું. 

આપણો અનુભવ છે કે વિકિપીડિયા પરના મોટા ભાગના આર્ટિકલ જે તે વિષય વિશે ખાસ્સી ઊંડાણભરી વિગતો આપતા હોય છે. વિકિપીડિયાના વોલેન્ટરી રાઇટર્સ અને એડિટર્સની બહુ મોટી ફોજ આ આર્ટિકલ તૈયાર કરતી હોય છે. જે તે વિષયના નિષ્ણાતો સાથે મળીને એ વિષય અંગે લાંબો આર્ટિકલ લખે. વિકિપીડિયા પર આર્ટિકલ લખવાની પહેલી શરત એ હોય છે કે તે પૂરેપૂરો ઇન્ફર્મેટિવ હોવો જોઇએ. એટલે કે માત્ર તેમાં માહિતી હોવી જોઇએ અભિપ્રાય નહીં. માહિતી આપવાની સાથોસાથ દરેકેદરેક માહિતી ઇન્ટરનેટ પરના કોઈ ચોક્કસ સ્રોતમાંથી લીધેલી હોવી જોઇએ, તેમ જ આ સ્રોત ક્યો છે તે પણ દર્શાવેલું હોવું જોઇએ. એટલે જ વિકિપીડિયાના આર્ટિકલના અંતે આવા સ્રોતની લાંબી યાદી જોવા મળે છે. આપણે તેમાંની વિગતો પર ક્લિક કરી, મૂળ સ્રોત પર જઇને એ માહિતીની ખાતરી કરી શકીએ.

વિકિપીડિયા પરના આર્ટિકલમાં કોઈ પણ વ્યક્તિ ફેરફાર કરી શકે છે, પરંતુ તેમાં વોલન્ટરી એડિટર્સ એટલા સચેત અને સજાગ હોય છે કે આર્ટિકલમાં ખોટો ફેરફાર કરવામાં આવે તો તેને ગણતરીની સેકન્ડમાં સુધારી લેવામાં આવે છે. આ બધાને કારણે વિવિધ વિષયો વિશે વિકિપીડિયા પરના લેખોની ગુણવત્તા અને ચોકસાઈ સારા એવા પ્રમાણમાં જળવાઈ રહે છે. પરંતુ લેખ ઘણા લાંબા થઈ જાય છે.

તેના ઉપાય માટે અને આજના ટ્રેન્ડને અનુસરીને વિકિપીડિયાના આખા લેખની એઆઇ સમરી આપવાનો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો. પરંતુ એક જ મહિનામાં આ પ્રયોગ સામે મોટો વિરોધ શરૂ થયો! વિકિપીડિયા પર બહુ લાંબા સમયથી કન્ટ્રીબ્યૂટ કરી રહેલા લોકોએ કહ્યું કે આ પગલાંને કારણે વિકિપીડિયાની ગુણવત્તા અને તટસ્થતા જોખમાઈ જશે. તેમની દલીલ હતી કે ગૂગલ તેના સર્ચ એન્જિનમાં એઆઇ સમરી આપવા લાગે એનો અર્થ નથી કે વિકિપીડિયામાં આપણે પણ તેની નકલ કરવી.

આ વિરોધને પગલે, વિકિપીડિયાનું સંચાલન કરતા વિકિપીડિયા ફાઉન્ડેશને વિકિપીડિયા પર લાંબા આર્ટિકલની એઆઇ સમરી આપવાનો પ્રયોગ અટકાવી દીધો છે. જોકે એ સાથે એવી સ્પષ્ટતા પણ કરવામાં આવી કે વિકિપીડિયા પર લાંબા ગાળાના ટૂલ તરીકે જનરેટિવ એઆઇના ઉપયોગ તપાસવાનું ચાલુ રાખવામાં આવશે.

 વિકિપીડિયા ફાઉન્ડેશનની દલીલ છે કે તેની કોશિશ વિકિપીડિયાના કોમ્પ્લેક્સ આર્ટિકલને વિવિધ સ્તરના વાચકો માટે સરળ બનાવવાની છે, એ માટે એઆઇ ઉપયોગી થઈ શકે છે.

Tags :