Science & Technology

યુટ્યૂબમાં ઉંમરની સાબિતી, નવી રીતે

By GS TEAM
6 Aug 20256 mins read
યુટ્યૂબમાં ઉંમરની સાબિતી, નવી રીતે

- xeLkusMkoLku nkrLkfkhf ðerzÞku fLxuLxÚke çk[kððkLkku Lkðku «ÞkMk

તમે ક્યારેક તો આ સ્થિતિનો સામનો કર્યો જ હશે - યુટ્યૂબ પર તમે વિવિધ વીડિયો જોતા હો ત્યારે અથવા અન્ય કોઈ જગ્યાએથી મળેલી કોઈ વીડિયોની લિંક પર ક્લિક કરીને તમે કોઈ એવા વીડિયો સુધી પહોંચો, જે તમે સીધેસીધો પ્લે કરી શકો નહીં. એ વીડિયો પ્લે કરવાનો પ્રયાસ કરો એટલે યુટ્યૂબની સિસ્ટમ તમને પૂછે કે તમે ૧૮ વર્ષથી મોટી ઉંમરના છો?

ઘણા લોકો યુટ્યૂબમાં ‘ખાસ પ્રકારના વીડિયો’ જોવા માટે પોતાના યુટ્યૂબ એકાઉન્ટથી લોગ ઇન થયા વિના જ આવા વીડિયો પ્લે કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ આપણે એ વીડિયો પ્લે કરવા માટે પોતાની ઉંમર ૧૮ વર્ષથી વધુ હોવાનું સાબિત કરવા યુટ્યૂબ એકાઉન્ટથી લોગ ઇન થવું પડે. એટલે જ જાણકાર લોકો આ જ હેતુ માટે પહેલેથી વિચાર કરીને બનાવી રાખેલા  ફેક યુટ્યૂબ એકાઉન્ટનો ઉપયોગ કરે છે.

તકલીફ એ છે કે યુટ્યૂબ કે અન્ય સોશિયલ મીડિયાના આવા ‘જાણકાર’ લોકોમાં આપણાં બાળકો પણ સામેલ છે.

દુનિયાભરનાં અનેક બાળકો, યુટ્યૂબ પર એકાઉન્ટ ખોલાવવા માટે ૧૩ વર્ષની ઉંમર જરૂરી છે એ જાણતાં હોવાને કારણે, પોતે હજી એ ઉંમરે પહોંચ્યાં ન હોય તો પણ ખોટી ઉંમર બતાવીને એકાઉન્ટ ખોલી નાખે છે. લગભગ તમામ સોશિયલ મીડિયા સાઇટ્સની જેમ યુટ્યૂબમાં પણ એકાઉન્ટ ઓપન કરી વખતે યૂઝરની ઉંમર સાબિત કરવાની કોઈ વ્યવસ્થા નથી.

પરિણામે, બાળકો પેલા વીડિયો સુધી પહોંચે ત્યારે એક-બે ક્લિકમાં પોતે ‘એડલ્ટ’ હોવાનું સાબિત કરી લે છે.

હવે કદાચ આ સ્થિતિ બદલાશે. નવા સમય મુજબ, એ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ની મદદ લેવામાં આવી રહી છે.

Þwxâqçk{kt xeLkusMkoLkk WÃkÞkuøk Ãkh rLkÞtºkýku

પાછલાં એક-બે વર્ષથી ખાસ કરીને ઇન્સ્ટાગ્રામમાં યૂઝર્સની ઉંમર બાબતે મેટા કંપનીની સજાગતા વધી છે. ઇન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ ઓપન કરવા માટે ઓછામાં ઓછી ૧૩ વર્ષની ઉંમર હોવી જરૂરી છે. પરંતુ એથી નાની ઉંમરનાં બાળકો ખોટી ઉંમર દર્શાવીને એકાઉન્ટ ઓપન કરી લેતાં હોય છે અને ઇન્સ્ટાગ્રામ પર બેધડક એક્ટિવ થઈ જાય છે. 

હવે કંપની યૂઝરની સાચી ઉંમર જાણવા માટે વધુ પ્રયાસો કરી રહી છે. એટલું જ નહીં ૧૩ થી ૧૬ વર્ષના કિશોર વયના યૂઝર્સને ઓળખીને તેમનો ઇન્સ્ટાગ્રામ પરનો અનુભવ વધુ સલામત બનાવતાં ફીચર્સ પણ અમલમાં મૂકવામાં આવ્યાં છે. કંપની આ રીતે ટીનેજર યૂઝર્સને ઓળખવા માટે તેમણે દર્શાવેલી ઉંમર પર આધાર રાખવાને બદલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ની મદદ લેવા લાગી છે.

હવે સમાચાર છે કે યુટ્યૂબમાં પણ કંઈક આવું જ કરવામાં આવશે.

અત્યાર સુધીના પ્રયાસો

યુટ્યૂબ પર બાળકો માટે ઉપયોગી એજ્યુકેશનલ કન્ટેન્ટ જેટલું છે, એટલું જ કે તેનાથી ઘણુ વધુ, તેમને માટે હાનિકારક કન્ટેન્ટ પણ છે. આથી કંપનીએ દસેક વર્ષ પહેલાં ‘યુટ્યૂબ કિડ્સ’ નામે અલગ સર્વિસ લોન્ચ કરી હતી. એ પછી, ચારેક વર્ષ પહેલાં પ્રી-ટીન્સ કે ટીનેજર્સ પેરેન્ટ્સના સુપરવિઝન સાથે યુટ્યૂબનો લાભ લઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવી.

એ સિવાય, યુટ્યૂબ પર ઘણા વીડિયો જોવા માટે યૂઝરે સ્પષ્ટપણે પોતે ૧૮ વર્ષથી મોટી ઉંમરના છે એવું દર્શાવવું પડે છે. આવી ખાતરી માટે યૂઝરે પોતાના યુટ્યૂબ એકાઉન્ટથી સાઇન ઇન કરવું પડે છે. મતલબ કે યૂઝરે યુટ્યૂબ પર એકાઉન્ટ ખોલાવ્યું હોય ત્યારે તેણે દર્શાવેલી ઉંમરને જ સાચી માની લેવામાં આવે છે. પરંતુ અન્ય સોશિયલ મીડિયાની જેમ યુટ્યૂબ પર પણ કાચી ઉંમરનાં બાળકો ખોટી ઉંમર દર્શાવીને એકાઉન્ટ ખોલાવી લે છે.

યુટ્યૂબ પર પણ એકાઉન્ટ ઓપન કરવા માટે ઓછામાં ઓછી ૧૩ વર્ષની ઉંમર હોવી જરૂરી છે. આ નિયમને નવા સમયનાં ‘સ્માર્ટ’ ટાબરિયાં ઘોળીને પી જાય છે અને બેધડક ખોટી ઉંમર બતાવી દે છે. એકાઉન્ટ ઓપન કરતી વખતે યૂઝરની ઉંમર સાબિત કરવાની કોઈ વ્યવસ્થા હોતી નથી.

આથી ૧૮ વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિ તરીકે વીડિયો જોતી વખતે ગમે તે ઉંમરના યૂઝરે પોતે એડલ્ટ હોવાનું દર્શાવવા માટે ફક્ત એક ક્લિક કરવાની છે. યુ્ટ્યૂબ પ્રોફાઇલમાં જ તેમની ઉંમર ખોટી આપેલી હોવાથી આગળ કશું ચેક કરવામાં આવતું નથી.

હવે શું થશે?

હવે ઇન્સ્ટાગ્રામની જેમ, યુટ્યૂબમાં પણ યૂઝરની સાચી ઉંમરનો અંદાજ મેળવવા માટે એઆઇની મદદ લેવામાં આવશે. શરૂઆતમાં અમેરિકામાં ઓગસ્ટ ૧૩થી આ ફીચર અમલમાં આવી જશે અને એ પછી ધીમે ધીમે સમગ્ર વિશ્વમાં લાગુ કરવામાં આવશે.

આ ફીચરને કારણે યૂઝરે એકાઉન્ટ ક્રિએટ કરતી વખતે ખોટી ઉંમર દર્શાવી હોય તો પણ તે ખરેખર ૧૮ વર્ષથી મોટી છે કે કેમ તે જાણી શકાશે. આ માટે જે તે યૂઝર સામાન્ય રીતે ક્યા પ્રકારના વીડિયો સર્ચ કરે છે કે જુએ છે તથા તેમનું યુટ્યૂબ એકાઉન્ટ કેટલા વર્ષ જૂનું છે તે ધ્યાને લેવામાં આવશે. જો યૂઝર ૧૮ વર્ષથી નાનો હોવાનું ધ્યાનમાં આવશે તો નીચેનાં પગલાં લેવામાં આવશે.

એ યૂઝર એજ રીસ્ટ્રિક્ટેડ વીડિયો જોઈ શકશે નહીં, પોતાની ઉંમર ૧૮ વર્ષથી વધુ છે તેવું કહ્યા પછી પણ નહીં.

એ યૂઝર માટે પર્સનલાઇઝ્ડ એડ્સ બંધ કરી દેવામાં આવશે.

નિશ્ચિત સમય પછી ‘ટેક અ બ્રેક’ બતાવતું નોટિફિકેશન બતાવવામાં આવશે, અત્યારે સૌ યૂઝર માટે આ ફીચર ઉપલબ્ધ છે. પરંતુ તેઓ ઇચ્છે તો તેને બંધ રાખી શકે છે. ટીનેજર યૂઝર્સ આ ફીચર બંધ કરી શકશે નહીં.

સંવેદનશીલ વિષયો પરના વીડિયોની ભલામણ ઘટાડી દેવામાં આવશે.

ટીનેજર યૂઝર્સ પોતે કોઈ વીડિયો અપલોડ કરે કે અન્યના વીડિયો પર કમેન્ટ કરે ત્યારે તેમને પ્રાઇવસી સંબંધિત સૂચના બતાવવામાં આવશે.

યુટ્યૂબનું આ નવું ફીચર એઆઇ આધારિત હોવાથી યૂઝરની ઉંમરનો અંદાજ બાંધવામાં તે ભૂલ કરે તેવી પણ શક્યતા છે. આથી કોઈ યૂઝર ખરેખર એડલ્ટ હોય છતાં તે ટીનેજર હોવાનું સિસ્ટમ નક્કી કરી લે એવું બની શકે છે. આ સ્થિતિમાં યૂઝર ગવર્નમેન્ટ આઇડી પ્રૂફ આપીને કે ક્રેડિટ કાર્ડ કે પોતાની સેલ્ફી અપલોડ કરીને પોતે ટીનેજર નહીં પરંતુ એડલ્ટ હોવાનું સાબિત કરી શકશે. આમાં પણ ઘાલમેલ થવાની શક્યતા ખરી પરંતુ કંપની શક્ય એટલી કોશિશ કરશે!

ykuMxÙur÷Þk{kt xeLkusMko {kxu Þwxâqçk Ãkh Ãký {ÞkoËkyku

ઓસ્ટ્રેલિયાની સંસદે નવેમ્બર ૨૦૨૪માં ઓનલાઇન સેફ્ટી એમેડમેન્ટ (સોશિયલ મીડિયા મિનિમમ એજ) એક્ટ પસાર કર્યો હતો. આ કાયદા અનુસાર આ ડિસેમ્બર મહિનાથી ઓસ્ટ્રેલિયામાં વિવિધ સોશિયલ મીડિયામાં ૧૬ વર્ષથી નાની ઉંમરના લોકો માટે નવું એકાઉન્ટ ખોલાવવા પર પ્રતિબંધ મુકાયો છે. અત્યાર સુધી આ પ્રતિબંધમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટિકટોક તથા સ્નેપચેટ જેવી એપ્સ સામેલ હતી. હવે તેમાં યુટ્યૂબ પણ ઉમેરી દેવામાં આવી છે. એનો અર્થ એ અત્યાર સુધી ઓસ્ટ્રેલિયામાં ૧૩ થી ૧૬ વર્ષ સુધીના ટીનેજર્સ યુટ્યૂબમાં એકાઉન્ટ ઓપન કરી શકતા હતા. હવે તેમને માટે યુટ્યૂબના દરવાજા પણ બંધ થઈ ગયા છે.

સોશિયલ મીડિયાની અન્ય વેબસાઇટ્સ ટીનેજર્સ માટે હાનિકારક હોવાનું તારવવામાં આવ્યું હતું. પરંતુ યુટ્યૂબને ‘એજ્યુકેશનલ કે ‘હેલ્થ’ સંબંધિત કન્ટેન્ટને કારણે ટીનેજર્સ માટે તે જોખમી હોવાનું ગણવામાં આવ્યું નહોતું. પરંતુ હવે યુટ્યૂબને પણ પ્રતિબંધિત સાઇટ્સમાં ઉમેરી દેવાના દબાણ સામે ઓસ્ટ્રેલિયાની સરકાર ઝૂકી છે.

એ નોંધવા જેવું છે કે નવા કાયદા અનુસાર ૧૬ વર્ષથી નાની ઉંમરના ટીનેજર્સ યુટ્યૂબ પર પોતાનું એકાઉન્ટ ક્રિએટ કરી શકશે નહીં. પરંતુ યુટ્યૂબનું કન્ટેન્ટ એક્સેસ કરી શકશે - અન્ય સોશિયલ સાઇટ્સ માટે પણ આ જ સ્થિતિ છે. ટીનેજર્સ એકાઉન્ટ વિના આ બધી એપ્સનો ઉપયોગ કરી જ શકે છે.

વિશ્વના અનેક દેશોની જેમ ઓસ્ટ્રેલિયાની શાળાઓમાં પણ યુ્ટ્યૂબના એજ્યુકેશન વીડિયોઝનો ભરપૂર ઉપયોગ થતો રહ્યો છે. પરંતુ યુટ્યૂબના કન્ટેન્ટ વિશેના વિવિધ કિસર્ચમાં બહાર આવ્યું કે યુટ્યૂબ પર ૧૦ થી ૧૫ વર્ષનાં બાળકો કે ટીનેજર્સ જે કન્ટેન્ટનો ઉપયોગ કરતા હતા તેમાં તેમને માટે જોખમી કન્ટેન્ટનું પ્રમાણ અન્ય તમામ પ્લેટફોર્મ કરતાં ઊંચું હતું. એ જ કારણે યુટ્યૂબને ટીનેજર્સ માટે પ્રતિબંધિત સાઇટ્સમાં ઉમેરવા આવી છે.

ઓસ્ટ્રેલિયાએ ટીનેજર્સમાં સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની પહેલ કરી છે, પણ તેના અસરકારક અમલ સામે હજુ પણ પ્રશ્નાર્થો છે. ઓસ્ટ્રેલિયાના પગલે નોર્વે અને યુકે જેવા દેશો પણ આ જ પ્રકારના પ્રતિબંધ મૂકવાની તૈયારીમાં છે. પરંતુ ૧૬ વર્ષથી નાની ઉંમરના ટીનેજર્સને સોશિયલ મીડિયામાં એકાઉન્ટ ઓપન કરતાં કેમ અટકાવવા એ હજી ઘણો મોટો પ્રશ્ન છે.