મુસાફરી દરમિયાન નહીં થાય કિંમતી સામાન ચોરી, આવી ગયુ ફિંગરપ્રિન્ટવાળુ ખાસ બેગ
નવી દિલ્હી, 14 એપ્રિલ 2019, રવિવાર
મુસાફરી દરમિયાન કિમતી સામાન ચોરી થવાનો ભય હંમેશા મનમાં રહે છે. પરંતુ આ ડર મનમાં રાખ્યા વિના મુસાફરી કરવી હોય તો તેના માટે વિકલ્પ મળી ચુક્યો છે. લોકોને ચિંતામુક્ત મુસાફરી કરાવવા માટે ઈટલીની કંપની અગાજીએ ખાસ બેગ ડિઝાઈન કરી છે.
આ બેગ ફિંગરપ્રિંટના માધ્યમથી જ ખુલે છે. આ ખાસ બેગપેકની 11થી 17 હજાર જેટલી છે, જ્યારે આ બેગમાં ચાર્જર, લાઈટ્સ જેવી સુવિધા પણ આપવામાં આવી છે.
આ બેગની ખાસિયત એન્ટી થેફ્ટ ફિંગરપ્રિંટ લોકિંગ સિસ્ટમ છે જે પહેલીવાર કોઈ બેગપેકમાં આપવામાં આવ્યું છે. વળી બેગમાં અંદરની તરફ લાઈટ્સ પણ આપવામાં આવી છે જે યૂઝરને વસ્તુ કાઢવામાં સરળતા આપે છે.
બેગમાં બહારની તરફ પણ લાઈટ્સ આપવામાં આવી છે જેના કારણે રાત્રે પણ કોઈ દુર્ઘટના ન સર્જાય. બેગપેકમાં ચાર્જરની સુવિધા હોવાથી તમને મુસાફરી દરમિયાન મોબાઈલની ચિંતા પણ સતાવશે નહીં. બેગપેકમાં લેપટોપ, વોલેટ, પેન હોલ્ડર, પાવરબેન્ક પોકેટ, સનગ્લાસ હોલ્ડર પણ આપવામાં આવ્યું છે.