ઉલ્કાઓના ઝળહળાટ પછી ગુરુ-શુક્રની યુતિનું અનન્ય ગ્રહદર્શન પણ જોવા મળશે
- ખગોળશાસ્ત્રીઓ માટે અદભુત અવસરનું સર્જન
- 19 થી 20 ઓગસ્ટ દરમિયાન સર્જાનારી ખગોળીય ઘટનામાં બુધની સાથે ચંદ્ર પણ આ અનોખી યુતિમાં જોડાશે
નવી દિલ્હી : દર વર્ષે પૃથ્વીની નજીકથી કોઇને કોઈ ધૂમકેતુ પસાર થતા હોય છે. આવી ઘટના ગઇકાલે અને આજે રાત્રે બની ગઈ. તેથી આકાશમાં ઝળહળતી ઉલ્કાઓનો નઝારો દેખાયો હતો. કેટલાક આકાશી પથ્થરો પણ પૃથ્વી ઉપર પડયા અને પડતાં પડતાં આકાશમાં વાતાવરણ સાથે ઘસાતાં સળગી ઉઠતાં આકાશમાં ઉલ્કાઓનો ઝળહળતો નઝારો અનેક ૧૨ અને ૧૩ ઓગસ્ટની રાત્રિએ જોયો.
આ નઝારો વિશેષતઃ પશ્ચિમના દેશોમાં દેખાયો હતો. તે પૈકી એક પથ્થર અભ્યાસ કરતાં તે પૃથ્વીથી ૨ કરોડ વર્ષ જૂનો હોવાનું વિજ્ઞાાનીઓ રાફેલ મુલર હેન્ડીક અને રાકેલ દુન્સાન મુલરે જણાવ્યું હતું. આ પથ્થર જ્યોર્જીયાનાં એટલાન્ટા શહેરમાંના એક ઘરનાં છાપરાં પર પડયો હતો. આ પથ્થર એસ્ટેરાઇડ વેલ્ટમાંથી એક સૂક્ષ્મ ગ્રહ પૃથ્વી તરફ ખેંચાઈ આવતાં આ ઘટના બની હતી. આ પછી ઓગસ્ટ ૧૯ થી ૨૦ દરમિયાન અન્ય આકાશી ઘટના બનવાની છે. તેમાં ગુરૂ અને શુક્ર સાથો સાથ દેખાશે. આ નઝારો બે ત્રણ દિવસ ચાલશે. દરમિયાન બુધ પણ તેમાં ભળશે. વહેલી સવારે ચંદ્ર ઉપર આ ત્રણે ગ્રહોની યુતિ દેખાશે, તેથી તે સમ્રાજ્ઞાીના મુકુટ (તિરાના) જેવું દ્રશ્ય ઊભું કરશે. ખગોળશાસ્ત્રીઓ માટે આ એક અવસર હશે.