આદિત્ય L1 : સૂર્યનો દિવસ કેટલા કલાકનો અને તેના વગર જીવન શક્ય છે? આ 10 વાત જાણવી તમારા માટે ખૂબ જ જરૂરી
આમ તો સૂર્ય વગર જીવન શક્ય નથી, પરંતુ સૂર્યની પ્રકૃતિ કેવી છે તે જાણવું ખુબ જરૂરી છે
સૂર્ય એ સોલર સિસ્ટમનો નેતા છે, જેના વગર પૃથ્વી પર જીવન શક્ય નથી. નાસા પ્રમાણે, સૂર્ય એ 4.5 અરબ વર્ષ કરતા પણ જુનો તારો છે. હાઇડ્રોજન અને હિલીયમથી બનેલો સૂર્ય, પૃથ્વી કરતા લગભગ 15 કરોડ કિલોમીટર દુર આવેલો છે. એટલા માટે જ 3 લાખ પ્રતિ કિલોમીટરની ઝડપે ગતિ કરતા પ્રકાશને પૃથ્વી સુધી પહોચતા 8 મિનીટ 20 સેકાન્ડનો સમય લાગે છે. સૂર્યના ગુરુત્વાકર્ષણ બળના કારણે સૌર મંડળના બધા ગ્રહ સૂર્ય આસપાસ પરિક્રમા કરે છે. સૂર્યનો સૌથી ગરમ ભાગ તેનું કેન્દ્ર છે. જેનું તાપમાન 27 મિલિયન ફોરેનહીટથી વધુ હોય છે. સૂર્ય પર થતા વિસ્ફોટ અંતરીક્ષને અસર કરતા હોય છે. આ ઉપરાંત આ 10 બાબતો પણ સૂર્ય વિષે જાણવા જેવી છે.
1. સૌથી મોટો તારો - સૂર્ય
સૂર્ય પૃથ્વી કરતા લગભગ 100 ગણો અને સૌથી મોટા ગ્રહ તરીકે ઓળખાતા ગ્રહ ગુરુ કરતા 10 ગણો મોટો છે. નાસાના જણાવ્યા પ્રમાણે સૂર્યમાં લગભગ 13 લાખ પૃથ્વીનો સમાવેશ થાય છે.
2. એકમાત્ર એવો તારો જે બધાને રાખે છે સાથે
સૂર્ય એ આપણા સૌર મંડળનું કેન્દ્ર છે. અને તેના ગુરુત્વાકર્ષણ બળના કારણે તે સૌરમંડળને બાંધી રાખવાનું કામ કરે છે. સૌર મંડળના બધા ગ્રહ, લઘુ ગ્રહો અને ધૂમકેતુ સૂર્યની આસપાસ પરિક્રમા કરે છે. સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ આ બધાને સાથે રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
3. સૂર્યનો એક દિવસ હોય કેટલા કલાકનો ?
પૃથ્વી પર થતા દિવસ અને રાત એ સૂર્યની દેન છે. પરંતુ સૂર્યનો એક દિવસ એ કેટલા કલાકનો હોય છે તે તમે જાણો છો? આમતો પૃથ્વી પોતાની ધરી પર એક ચક્કર પૂરું કરે એટલે એક દિવસ થાય છે. પણ સૂર્યમાં આ બાબત શક્ય નથી કારણ કે સૂર્ય એ પૃથ્વીની જેમ કોઈ એક ઠોસ ધરી પર ભ્રમણ કરતો નથી આથી સૂર્ય પર કેટલી કલાકનો દિવસ હોય એ માપવું ખુબ મુશ્કેલીભર્યું કામ છે.
આવું એટલા માટે થાય છે કે પૃથ્વીની સપાટી ઠોસ નથી. સૂર્યની સપાટી ગેસથી ભરેલા પ્લાઝમાથી બનેલી છે. આ પ્લાઝમા ખુબ જ ગરમ હોય છે તેમજ તે સૂર્યના અલગ અલગ હિસ્સામાં અલગ અલગ ગતિથી ફર્યા કરે છે. જેના કરને સૂર્યનો દિવસ દરેક જગ્યા એ એક જ રહતો નથી. જેમાં સૂર્ય તેની ભૂમધ્ય રેખા પર 25 દિવસમાં એક ચક્કર પૂરું કરે છે જયારે તેના ધ્રુવ પર 36 દિવસનો સમય લાગે છે.
4. આપણે સૂર્યનો કયો ભાગ દેખાય છે?
પૃથ્વી પરથી આપણે સૂર્યનો જે ભાગ જોઈએ છીએ તેને ફોટોસ્ફીયર કહેવામાં આવે છે. આ સંપૂર્ણ ભાગ પૃથ્વીને પ્રકાશ આપે છે. જેના કારણે ધરતી પર જીવન શક્ય છે.
5. ગતિશીલ વાતાવરણ
સૂર્યની સપાટી ગેસથી બનેલી છે, જેની ઉપર પણ એક લેયર છે જે ક્રોમોસ્ફીયર અને કોરોનાનું બનેલું છે. જ્યાં સોલર ફ્લેયર, કોરોનલ માસ ઇન્જેક્શનની ક્રિયાઓ થતી હોય છે.
6. સૂર્યને નથી કોઈ ઉપગ્રહ
સૌર મંડળમાં લગભગ બધા ગ્રહો ઉપગ્રહ ધરાવે છે. જે ગ્રહ્બી આસપાસ ભ્રમણ કરતો હોય છે. પૃથ્વીને પણ એક ઉપગ્રહ છે, ચંદ્ર. સૂર્યને કોઈ ઉપગ્રહ નથી. પણ આઠ ગ્રહ અને કરોડો ધૂમકેતુ સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે.
7. સૂર્ય પર કોની કોની છે નજર?
નાસા પ્રમાણે સોલર પાર્કર પ્રોબ, સોલર ઓર્બીટર, સોહો, સોલર ડાયનેમિક્સ ઓબ્ઝાવેર્ટરી, હિનોડ, આઈરીસ અને વિંડ જેવા મિશન અને ઉપકરણની સૂર્ય પર નજર છે. આ ઉપરાંત શનિવારે ભારત પણ આદિત્ય L-1ને સૂર્ય પર મોકલશે.
8. સૂર્યની ચારે તરફ ધૂળનો ઘેરાવો
નાસા અનુસાર, જ્યારે સૌરમંડળ 4.6 અબજ વર્ષ પહેલા વિકસિત થયું હશે, ત્યારે તે ગેસ અને ધૂળથી ઘેરાયેલું હશે. આજે પણ તે સૂર્યની આસપાસ ભ્રમણ કરતા વલયોમાં જોવા મળે છે.
9. સૂર્ય પર જીવન શક્ય નથી
સૂર્ય પર જીવન શક્ય નથી, પરંતુ સૂર્યથી જ જીવન શક્ય છે. સૂર્યના કારણે હજારો વર્ષોથી પૃથ્વી પર જીવન ખીલી રહ્યું છે. લાખો ડિગ્રી સેલ્સિયસ તાપમાનના કારણે સૂર્ય પર માનવી જીવે તેવી શક્યતા અસંભવ છે.
10. ઘણા હાનિકારક કિરણો પૃથ્વી પર આવે છે
જો કે સૂર્ય પૃથ્વી પર જીવનનો સ્ત્રોત છે, પરંતુ તેની સાથે સૂર્યમાંથી આવા ઘણા કિરણો માનવી માટે હાનિકારક છે.