For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!
FOLLOW US

'મિશન સૂર્ય' ના રહસ્યો ખુલવાની શરૂઆત! Aditya L1 ને લઇ ઈસરોએ આપ્યું મોટું અપડેટ

પૃથ્વીથી 50 હજાર કિલોમીટરના અંતરેથી પણ Aditya L1એ આપી આ મહત્વની માહિતી

Updated: Sep 18th, 2023


સૂર્ય અંગેની જાણકારી એકઠું કરવા નીકળે ભારતના સૂર્ય મિશન Aditya-L1 ને લઇ આજે ઈસરો દ્વારા એક મહત્વની જાણકારી આપવા આવી છે. ઈસરો દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે, પૃથ્વીની કક્ષામાં રહીને Aditya-L1 ને આંકડાઓ ભેગા કરવાની શરૂઆત કરી દીધી છે. ઈસરોના જણાવ્યા અનુસાર, Aditya-L1માં સ્થાપિત પેલોડ (STEP)એ પૃથ્વીથી 50 હજાર કિલોમીટરના દૂર અંતરે સુપર થર્મલ આયન અને ઊર્જાસભર કણો અને ઇલેક્ટ્રોનને માપવાનું કામ શરૂ કરી દીધું છે.  STEPનું પૂરું નામ સુપ્રા થર્મલ અને એનર્જેટિક પાર્ટિકલ સ્પેક્ટ્રોમીટર છે.

Aditya-L1 દ્વારા આટલા પ્રશ્નોના મળશે જવાબો 

સુપર થર્મલનો અર્થ એ પ્રક્રિયા છે જ્યારે ચોક્કસ કણોનું તાપમાન તેમની આસપાસના કણો કરતા વધારે હોય છે. STEPS એ 6 સેન્સરથી સજ્જ છે જે દરેક દિશાની દેખરેખ રાખે છે અને સુપ્રા થર્મલ અને એનર્જેટિક આયનોને લગતી માહિતી એકત્રિત કરે છે. આ ડેટા વૈજ્ઞાનિકોને પૃથ્વીની નજીકના કણોની વર્તણૂક વિશે જાણવામાં મદદ કરશે. ખાસ કરીને તે જાણવામાં મદદ મળશે કે, આ કણો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં કેવી રીતે વર્તે છે.

Aditya-L1 માટે આજની રાત મહત્વપૂર્ણ 

ઈસરોએ કહ્યું કે, 10 સપ્ટેમ્બરે આ પ્રક્રિયા શરુ થઈ ગઈ હતી. સારા સમાચાર એ છે કે તેમાં લાગેલા પેલોડએ (STEPS) પૃથ્વીથી 50 હજાર કિલોમીટરના અંતરે પણ યોગ્ય રીતે કામ કરવાની શરૂઆત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે Aditya-L1 મિશન 2 સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવ્યું હતું. પાંચ ભ્રમણકક્ષા ફેરફારો પછી, આજે રાતે બે વાગ્યે આ મિશન પૃથ્વીની કક્ષામાંથી L-1 બિંદુ તરફ કૂદકો મારશે. ચાર મહિનાની મુસાફરી પછી તે તેના ગંતવ્ય સ્થાને પહોંચશે.

Gujarat
Worldcup 2023
English
Magazines