આટલા દિવસોમાં સાફ નહી કરો ACનું ફિલ્ટર તો રુમ ઠંડો નહી થાય, પરંતુ બીલ ગરમ આવશે
મોટાભાગના લોકો ગરમીથી બચવા માટે એસીનો ઉપયોગ કરતા હોય છે
એસીના ફિલ્ટર બરાબર સાફ ન હોય તો પણ કુલિંગ નથી આવતું.
Image Envato |
તા. 22 મે 2023, સોમવાર
એયર કંડીશનરના ફિલ્ટર પર થોડાક જ દિવસોમાં ધૂળ જામી જાય છે જેના કારણે AC બરાબર કુલિંગ આપતુ નથી. ઘણા સમય સુધી ACના ફિલ્ટર સાફ ન થવાથી એસીનો એયર ફ્લો ઓછો થઈ જાય છે. લાંબા સમયથી બંધ પડેલા એસીને ચાલુ કરતા પહેલા તેના ફિલ્ટરને બરાબર સાફ કરવુ જરુરી છે.
મોટાભાગના લોકો ગરમીથી બચવા માટે એસીનો ઉપયોગ કરતા હોય છે
ઉનાળાની સિઝનમાં 45 ડિગ્રી ઉપર તાપમાન પહોચતા જ લોકો ઠંડક માટે વિવિધ પ્રયોગો કરતા હોય છે. આજકાલ મોટાભાગના લોકો ગરમીથી બચવા માટે એસીનો ઉપયોગ કરતા હોય છે અને તેના કારણે ઘણી રાહત મળી રહે છે. સમગ્ર ભારત આજે ગરમીથી બળી રહ્યુ છે. તેથી મોટાભાગના લોકોના ઘરે એસી લગાવવામાં આવ્યુ છે. જો કે ઘણા લોકો વર્ષોથી એસીનો ઉપયોગ કરતા હોય છે પરંતુ તેમના ઘરના રુમમાં એસીની પુરી ઠંડક મળતી નથી. અને એસી પણ 16થી 18 વચ્ચે હોવા છતા પણ બરોબર હવા આવતી નથી.
એસીના ફિલ્ટર બરાબર સાફ ન હોય તો પણ કુલિંગ નથી આવતું.
એસીનું કુલિંગ બરાબર ન આવવા પાછળ ઘણા કારણો જવાબદાર છે. જેમાથી એક એ પણ છે કે એસીના ફિલ્ટર બરાબર સાફ ન હોય તો પણ કુલિંગ નથી આવતું. તેનુ કારણ છે એસીના ફિલ્ટર પર ધૂળ જામી ગઈ હોય છે. જે લોકો વર્ષોથી એસીનો વપરાશ કરે છે તેમને તો આ જાણકારી હશે જ.
જે લોકો વર્ષોથી એસીનો ઉપયોગ કરે છે તેમને ફિલ્ટરની સફાઈ વિશે જાણતા હશે.
જો ફિલ્ટર બ્લોક હશે તો કોમ્પ્રેસર બરાબર કુલિંગ આપતુ નથી. એટલે સલાહ આપવામાં આવે છે કે તેને સાફ રાખવી જરુરી છે. જે લોકો કેટલાક વર્ષોથી એસીનો ઉપયોગ કરે છે તેમણે તો ક્યારેકને ક્યારેક તો આ ફિલ્ટર સાફ કરાવ્યુ હશે. પરંતુ જે લોકો નવા છે તેમને કદાચ આ વાતની ખબર નહી હોય.
કેટલા દિવસોમાં સાફ કરવું જોઈએ ફિલ્ટર
એસીની અંદર આવતા એયર ફિલ્ટરમાં ખૂબ જ ઝડપથી ધૂળ જામી જાય છે. અને ધૂળથી ભરેલું ફિલ્ટર એયરફ્લોને ઓછી કરી નાખે છે અને એસીની હવાને રોકી લે છે. ફિલ્ટરની એયરફ્લો બરાબર રીત ચાલે તે માટે દર બે અઠવાડિયે સાફ કરવાની સલાહ આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે વિન્ડો એસી હોય કે સ્પ્લિટ એસી દરેકમાં ફિલ્ટર લગાવેલુ હોય છે.