Get The App

online આધાર કાર્ડમાં એડ્રેસ બદલવાની આ છે સરળ રીત

Updated: Jan 7th, 2019

GS TEAM

Google News
Google News
online આધાર કાર્ડમાં એડ્રેસ બદલવાની આ છે સરળ રીત 1 - image


દિલ્હી, 7 જાન્યુઆરી 2019, સોમવાર

આધાર કાર્ડ એક જરૂરી દસ્તાવેજ છે, અનેક એવા કામ છે જેને કરવા માટે આધાર કાર્ડ સાથે હોવું જરૂરી હોય છે. પરંતુ શક્ય છે કે તમારે ક્યારેક ઘર બદલવાનું થાય તો તે સમયે આધાર કાર્ડમાં નોંધાવેલું સરનામું પણ બદલી દેવું જોઈએ. આધાર કાર્ડમાં સરનામું બદલવું મુશ્કેલ કામ નથી. આ કામ કરવા માટે કોઈ ઓફિસમાં જવું પણ નહીં પડે. કારણ કે તમે આધાર કાર્ડમાં સરનામું સરળતાથી ઓનલાઈન બદલી શકો છો. 

અહીં કેટલાક સરળ સ્ટેપ્સ આપવામાં આવ્યા છે. આ સ્ટેપ્સને ફોલો કરી અને તમે આધાર કાર્ડમાં સરનામું બદલી શકો છો. આધાર કાર્ડમાં સરનામું બદલવા માટે UIDAIની વેબસાઈટ પર જવું અને તેમાં આધાર કાર્ડ અપડેટ ઓનલાઈનનો જે વિકલ્પ છે તેમાં જવું. આધાર કાર્ડ અપડેટ કરતી વખતે તમારા નોંધાવેલા ફોન નંબર પર ઓટીપી મોકલવામાં આવશે. ફોન સાથે રાખી અને નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરી અને આધાર કાર્ડ અપડેટ કરી લેવું.

1. સૌથી પહેલા  https://uidai.gov.in/ પર જવું.

2. ત્યારબાદ હોમપેજ પર એડ્રેસ અપડેટ રિક્વેસ્ટ પર ક્લિક કરવું.

3. નવી વિંડોમાં અપડેટ આધાર એડ્રેસ ક્લિક કરો.

4. આધાર કાર્ડ નંબર એડ કરી અને લોગ ઈન કરો.

5. મોબાઈલ પર ઓટીપી આવશે તેને એડ કરી અને પોર્ટલ પર જવું.

ડેટા અપડેટ રિક્વેસ્ટ

1. પોર્ટલમાં લોગ ઈન કરો અને સરનામું હોય તે વિકલ્પ પસંદ કરો.

2. વિકલ્પ પર ક્લિક કરી અને આધાર અપડેટ ફોર્મ ઓપન કરો. 

3. તમામ વિગતો એડ કર્યા બાદ સબમિટ અપડેટ રિક્વેસ્ટ પસંદ કરો.

એડ્રેસમાં ફેરફાર કરવા માટે આ દસ્તાવેજ હોવા જરૂરી

આધાર કાર્ડમાં એડ્રેસ અપડેટ કરવા માટે મુખ્ય દસ્તાવેજોની જરૂર પડે છે. જેમાં પાસપોર્ટ, બેન્ક સ્ટેટમેન્ટ, બેન્ક પાસબુક, પોસ્ટ ઓફિસ અકાઉન્ટ પાસબુક, રેશન કાર્ડ અને ચૂંટણી કાર્ડનો સમાવેશ થાય છે. આ ડોક્યૂમેન્ટની સેલ્ફ અટેસ્ટેડ ફોટો કોપી અપલોડ કરવી જરૂરી છે. 

બધા જ ડોક્યૂમેન્ટ અપલોડ કર્યા બાદ બીપીઓ સર્વિસ પ્રોવાઈડરમાં યોગ્ય વિકલ્પ પસંદ કરો અને ત્યારબાદ સબમિટ રિક્વેસ્ટ પર ક્લિક કરો. ત્યારબાદ તમને એક રિક્વેસ્ટ નંબર મળશે જેને સેવ કરી લેવો. 


Tags :