આધાર કાર્ડમાં ઓનલાઈન આ રીતે બદલો એડ્રેસ, મોબાઈલ નંબર અને નામ
દિલ્હી, 26 ફેબ્રુઆરી 2019, મંગળવાર
આધાર કાર્ડ ભારતમાં એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. આધાર કાર્ડ પર 12 આંકડાનો એક યૂનિક આઈડી નંબર હોય છે જેને કેન્દ્ર સરકાર નિયંત્રિત કરે છે. આધાર કાર્ડ બનાવવા માટે વ્યક્તિના બાયોમેટ્રિક ડેટા અને ડેમોગ્રાફિક ડેટા લેવામાં આવે છે. ક્યારેક લોકોને આધાર કાર્ડમાં પોતાની વિગતો અપડેટ કરવામાં સમસ્યા નડે છે. આધાર કાર્ડમાં ઓનલાઈન પોતાની વિગતો બદલવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે.
સરનામું બદલવાની રીત
શહેર કે ઘર બદલવાના કારણે તમારે આધાર કાર્ડમાં જો સરનામું બદલવાનું હોય તો તેના માટે આ રીતે એડ્રેસ અપડેટ કરવું. એડ્રેસ અપડેટ કરવા માટે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર સાથે રાખવો.
1. સૌથી પહેલા આધારની વેબસાઈટ પર લોગઈન કરો.
2. પોતાનું નવું એડ્રેસ જૂના એડ્રેસની જગ્યાએ એડ કરો.
3. જરૂરી ડોક્યૂમેન્ટ અપલોડ કરો.
4. રિક્વેસ્ટ સબમિટ કરો.
5. પોતાનો યૂઆરએન નંબર સેવ કરો.
એડ્રેસ પ્રૂફ ન હોય તો શું કરવું
જો તમારી પાસે વેલિડ એડ્રેસ પ્રૂફ ન હોય તો UIDAIના એડ્રેસ વેલિડેશન લેટરના માધ્યમથી એડ્રેસ અપડેટ કરવું. તેના માટે સૌથી પહેલા આધારની વેબસાઈટ પર જવું અને લેટર પર સીક્રેટ કોડ એન્ટર કરવો. એડ્રેસને પ્રીવ્યૂ કરો અને યૂઆરએન નંબર સેવ કરો.
આધાર પર નામ અને મોબાઈલ નંબર અપડેટ કરવાની રીત
આધાર પર માત્ર એડ્રેસ જ ઓનલાઈન બદલી શકે છે. નામ અને મોબાઈલ નંબર બદલવા માટે અપડેટ સેન્ટર પર જવું જરૂરી છે. સેન્ટર પર જઈ તમારી વિગતો આપી અને નામ તેમજ મોબાઈલ નંબર અપડેટ કરવા. નામ બદલવા માટે તમારે સેન્ટર ખાતે તમારી ઓળખના જરૂરી પુરાવા સાથે રાખવા. કોઈપણ ફેરફાર કરવા માટે તમારે 25 રૂપિયાનો ચાર્જ ચુકવવો પડશે.