Get The App

પેરેન્ટ્સ અને ટીનેજર્સ બંને માટે ઉપયોગી સર્વિસ હવે ભારતમાં

Updated: Mar 9th, 2025

GS TEAM


Google News
Google News
પેરેન્ટ્સ અને ટીનેજર્સ બંને માટે ઉપયોગી સર્વિસ હવે ભારતમાં 1 - image


- RLMxkøkúk{ ÃkAe nðu Wçkh{kt Ãký xeLkusMko yufkWLxLke MkwrðÄk

ભારતના શહેરોમાં સ્કૂલ ઉપરાંત જુદા જુદા ક્લાસીસમાં ભાગાદોડી કરતાં ટીનેજર્સ અને તેમનાં પેરેન્ટ્સને હવે થોડી રાહત મળશે. હજી ૧૮ વર્ષનાં થયાં ન હોવાને કારણે ટીનેજર્સને ટુ વ્હિલરનું લાયસન્સ મળી શકતું નથી (નિયમનું પાલન ન કરે એ જુદી વાત). બીજી તરફ આ જ ઉંમરે તેમને જુદી જુદી ઘણી જગ્યાએ સમયસર પહોંચવાનું હોય છે. તેમને માટે રીક્ષા અથવા એપ કેબ એ જ મુખ્ય આધાર હોય છે.

આ બધું ધ્યાનમાં રાખીને ઉબર કંપનીએ ભારતમાં ખાસ ટીનેજર્સ પર ફોકસ્ડ સર્વિસ શરૂ કરી છે. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ વગેરે શહેરો સહિત ભારતનાં ઘણાં શહેરોમાં આ સર્વિસ લાઇવ થઈ ગઈ છે. આ સર્વિસની મદદથી મા-બાપ કે વાલી ફેમિલી પ્રોફાઇલ બનાવી, તેમાં પોતાનાં ૧૩ થી ૧૭ વર્ષનાં સંતાનોને ઉમેરી શકશે. તે સમયે તેમને પોતાનું ક્રેડિટ કે ડેબિટ કાર્ડ એકાઉન્ટ સાથે કનેક્ટ કરવું પડશે. આથી એ લોકો પોતાના જ મોબાઇલમાંથી પોતાના ઉબર એકાઉન્ટથી કેબ ટ્રિપ્સ બુક કરી શકશે.

ટીનેજર્સ મુસાફરી કરે ત્યારે સલામતીનાં બધાં ફીચર્સ સતત ઓન રહેશે. પેરેન્ટ્સને  એકાઉન્ટમાં લાઇવ રાઇડ ટ્રેકિંગની સુવિધા મળશે જેથી પોતાનું સંતાન ટેક્સીમાં જઇ રહ્યું હોય ત્યારે મા-બાપ કે વાલી પોતાના મોબાઇલમાં તેની મુસાફરી ટ્રેક કરી શકે. વધુ સલામતી માટે ટીનેજર્સ ઇચ્છે તો રાઇડ દરમિયાન ઓડિયો રેકોર્ડિંગ પણ ઓન કરી શકશે.

આ પ્રકારના એકાઉન્ટમાં મા-બાપ કે વાલી પોતે પણ ટીનેજર્સ માટે રાઇડ બુક કરી શકશે તથા ટીનેજર મહિનામાં વધુમાં વધુ કેટલી રાઇડ બુક કરી શકે તેની લિમિટ સેટ કરી શકશે. પોતાના ફ્રેન્ડઝ સાથે કોચિંગ ક્લાસમાં જઇ રહેલા ટીનેજર્સ રસ્તામાં બીજા ટીનેજર ફ્રેન્ડ્ઝને પોતાની રાઇડમાં ઉમેરી શકશે.

ટીનેજર્સ માટેની આ સર્વિસ ઉબર કંપનીએ લગભગ બે વર્ષ પહેલાં કેનેડા અને યુએસમાં શરૂ કરી હતી. હાલમાં દુનિયાના ૫૦ જેટલા દેશોમાં તે લાઇવ છે.

Tags :