Get The App

સ્માર્ટ વર્ક શક્ય બનાવતી એક સ્માર્ટ સર્વિસ

Updated: Jul 9th, 2025

GS TEAM

Google News
Google News
સ્માર્ટ વર્ક શક્ય બનાવતી એક સ્માર્ટ સર્વિસ 1 - image


- yuykRLkku Mkk{Lkku fhðk Lkðk Mk{ÞLke M{kxo heíku fk{ fhíkkt þe¾ðwt Ãkzþu

આપણા હાથમાં કેલ્ક્યુલેટર આવ્યું નહોતું એ સમયે, એ પહેલાંની પેઢી ફક્ત મગજ દોડાવીને જાતભાતની ગણતરીઓ કરી લેતી હતી. કેલ્ક્યુલેટર આવતાં, આપણે એ ઝંઝટ તેને જ સોંપી દીધી. હવે આપણને કોઈ ‘બાર ગુણ્યા સાત’ પૂછે તોય આપણે ફટ જવાબ આપી શકતા નથી (તમે ટ્રાય કરીને? જવાબ આપી શક્યા?!) કેલ્ક્યુલેટર તો સાવ સાદું મશીન છે. પછી કમ્પ્યૂટર આવ્યાં, એ ગણિત ઉપરાંત જાતભાતની ગણતરી કરવા લાગ્યાં. આપણે તેનો ઉપયોગ કરવા લાગ્યા,  પણ એમાં પૂરી માસ્ટરી કેળવી શકતા નથી.

અને હવે સમય આવી ગયો છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)નો. એ કેલ્ક્યુલેટર કે કમ્પ્યૂટર કરતાં ક્યાંય વધુ ચઢિયાતી છે અને આપણે તેનું સાવ શરણું લેવા લાગ્યા છીએ. બે સાદાં વાક્ય લખવાં હોય તો પણ, પૂછો એઆઇને.

પરિણામે આપણું મગજ સાવ બંધ થવા લાગ્યું છે (અનેક નવાં સંશોધનો આ ચેતવણી આપવા લાગ્યાં છે). ઘડિયા ન આવડે તો ચાલી જાય, પણ મગજ દોડાવતાં ન આવડે, તો એ નહીં ચાલે. એઆઇના સમયમાં આપણે વધુ સ્માર્ટ થયા વિના છૂટકો જ નથી.

આજના લેખમાં પોતાનું કામ વધુ ઝડપી અને વધુ સ્માર્ટ રીતે કરવાની સગવડ આપતી ‘ટેક્સ્ટ બ્લેઝ’ નામની એક સર્વિસ પર ફોકસ કર્યું છે.

તમે ફક્ત એ સર્વિસ પર ફોકસ કરવાને બદલે, તેના કન્સેપ્ટ પર ફોકસ કરજો. એઆઇનો ઉપયોગ કરતાં આવડે એમાં સ્માર્ટનેસ નથી, એઆઇ પાસેથી આપણી જરૂરિયાત મુજબ ધાર્યું કામ કઢાવતાં આવડે એ સ્માર્ટ વર્કિંગ છે. ‘ટેક્સ્ટ બ્લેઝ’માં કોઈ એઆઇ નથી, એ ફકત કામને ઝડપી બનાવવાની એક ટ્રિક છે. આવી ખૂબીઓની આરપાર જતાં આવડે તો એઆઇ સામે બાથ ભીડી શકીશું.

‘yuõMxuLþLk’ þwt Au?

આ લેખમાં જેની વાત કરી છે તે ‘ટેક્સ્ટ બ્લેઝ’ નામનું એક્સ્ટેન્શન, કમ્પ્યૂટર જેમની લાઇફનો અભિન્ન હિસ્સો છે એવા ‘પાવરયૂઝર્સ’ માટે વરદાનરૂપ છે. પરંતુ આપણું ધ્યેય કમ્પ્યૂટર કે ઇન્ટરનેટની આંટીઘૂંટીઓથી ખાસ માહિતગાર ન હોય એવા લોકોને પણ પાવરયૂઝર બનાવવાનું છે. એટલે પહેલાં એ ચોખવટ કરીએ કે આ એ‘ક્સ્ટેન્શન’ શું છે.

જે રીતે આપણે પોતાના સ્માર્ટફોનમાં કે કમ્પ્યૂટરમાં જુદી જુદી એપ્સ કે પ્રોગ્રામ્સ ઉમેરી શકીએ છીએ, એ રીતે કમ્પ્યૂટરના બ્રાઉઝરમાં ‘એક્સ્ટેન્શન’ ઉમેરી શકીએ છીએ, તેને ‘એડ ઓન’ પણ કહેવાય છે. એક્સ્ટેન્શન પણ નાના નાના પ્રોગ્રામ હોય છે, જે બ્રાઉઝરમાં કોઈક ખાસ, ચોક્કસ પ્રકારની સગવડ આપે છે. આવાં એક્સ્ટેન્શન્સ અનેક પ્રકારનાં હોઈ શકે છે.

ગૂગલ ક્રોમ, મોઝિલા ફાયરફોક્સ, માઇક્રોસોફ્ટ બિંગ વગેરે દરેક બ્રાઉઝર, મુખ્ત્વે વેબ બ્રાઉઝરમાં એક્સ્ટેન્શન્સ ઉમેરવાની સગવડ આપે છે. આપણે જે તે બ્રાઉઝરના વેબસ્ટોરમાં જઇને મનગમતું એક્સ્ટેન્શન શોધી શકીએ અને કેટલીક મંજૂરીઓ આપ્યા પછી તેને પોતાના બ્રાઉઝરમાં ઉમેરી શકીએ. ‘ટેક્સ્ટ બ્લેઝ’ આવું જ ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં ઉમેરી શકાતું એક્સ્ટેન્શન છે. તમે પીસી કે લેપટોપમાં ક્રોમ વેબસ્ટોર (https://chromewebstore.google.com/)માં જઇને તેમાં આ એક્સ્ટેન્શન ઉમેરી શકો છો. બાય ધ વે, હવે એન્ડ્રોઇડના ક્રોમ બ્રાઉઝરમાં પણ હવે એક્સ્ટેન્શન આવી રહ્યાં છે.

‘xuõMx yuõMkÃkkLzh’ þwt Au?

હવે આજના લેખમાં જેની વાત કરવી છે એ અમેરિકામાં ડેવલપ થયેલા ‘ટેક્સ્ટ બ્લેઝ’ નામનું એક્સ્ટેન્શન (https://blaze.today/) આપણને કઈ રીતે ઉપયોગી છે એ સમજીએ.

ટેક્સ્ટ બ્લેઝ જે સગવડ આપે છે તેવા પ્રોગ્રામ્સ ‘ટેકસ્ટ એક્સપાન્ડર  પ્રોગ્રામ’ તરીકે ઓળખાય છે. આવા થોડા ટેકનિકલ નામથી ગૂંચવાશો નહીં. મૂળ મુદ્દે તે શોર્ટકટ કે શોર્ટ યુઆરએલ જેવું કામ આપે છે.

જેમ સ્માર્ટફોનમાં કે કમ્પ્યૂટરમાં કોઈ ચોક્કસ ફાઇલ, ફોલ્ડર કે પ્રોગ્રામનો લાંબો પાથ કોપી કરીને હોમ પેજ પર તેનો શોર્ટકટ ઉમેરી શકાય, યુઆરએલ શોર્ટનર સર્વિસની મદદથી કોઈ વેબપેજના લાંબા યુઆરએલને એકદમ ટૂંકા યુઆરએલમાં ફેરવી શકીએ, બરાબર એવું જ કામ ટેકસ્ટ એક્સપાન્ડર સર્વિસ આપે છે.

આ સર્વિસ જ્યારે પણ વારંવાર, એકનું એક લાંબું લખાણ લખવાનું થતું હોય ત્યારે કામ લાગે છે. બીજા શબ્દોમાં વોટ્સએપ કે ઇન્સ્ટાગ્રામ કે એક્સ પ્લેટફોર્મ પર વપરાતા ટૂંકાક્ષરી શબ્દો જેવી આ વાત છે.

આપણે ‘ઓહ માય ગોડ’ લખવું હોય તો ફક્ત ‘ઓએમજી’ ટાઇપ કરીએ એટલે સામેની વ્યક્તિ તેનો અર્થ સમજી જાય.

પ્રોફેશનલ વર્કની વાત હોય ત્યારે આટલી ટૂંકી વાત ન હોય, ત્યારે લાંબા ઇમેઇલ્સ પણ ફટાફટ લખવાના હોય. એવે સમયે બિલકુલ એકનું એક પણ, લાંબું લખાણ (જેમ કે કંપનીનો ટૂંકો ઇન્ટ્રો, પોસ્ટલ એડ્રેસ વગેરે કંઈ પણ) ટાઇપ કરવાનું થતું હોય તો આપણે ટેક્સ્ટ એક્સપાન્ડર સર્વિસનો લાભ લઈ શકીએ.

xuõMx ç÷uÍ fuðe heíku RLMxku÷ fhþu, rÃkLk fhþku

‘ટેક્સ્ટ બ્લેઝ’ સર્વિસને તમારા ક્રોમ બ્રાઉઝરમાં ઉમેરવા માટે લેપટોપ કે પીસીમાં ક્રોમ વેબસ્ટોર (https://chromewebstore.google.com/)માં જાઓ. તેમાં ‘Text Blaze’ સર્ચ કરો. તેનું પેજ ઓપન થાય એટલે ‘એડ ટુ ક્રોમ’ બટન ક્લિક કરો (તમે ક્રોમ બ્રાઉઝરમાં લોગ ઇન નહીં હો તો લોગ ઇન કરવાનું થશે’.

આ એક્સ્ટેન્શન ઇન્ટરનેટ પર આપણે એન્ટર કરીએ કે કોપી-પેસ્ટ કરીએ એ ડેટા વાંચવાની કે મોડિફાય કરવાની મંજૂરી માગશે. આ એક્સ્ટેન્શનનું મૂળ કામ જ એ છે. આથી આપણે આ મંજૂરી આપીશું. એ પછી એક્સ્ટેન્શન ક્રોમ બ્રાઉઝરમાં ઉમેરાઈ જશે.

ક્રોમ બ્રાઉઝરમાં એડ્રેસ બાર પછી જમણી તરફ આપણે તેમાં ઉમેરેલા એક્સ્ટેન્શનના આઇકન જોવા મળે છે. જો તમે બ્રાઉઝરના પાવરયૂઝર હો અને એક્સ્ટેન્શન્સનો પહેલેથી ઉપયોગ કરતા હો તો અહીં પહેલેથી જુદા જુદા આઇકન હશે. આપણે જે એક્સ્ટેન્શનનો વારંવાર ઉપયોગ કરતા હોઇએ તેના આઇકન પર ક્લિક કરીને પિન કરી શકાય છે. આથી એ એક્સ્ટેન્શનનો આઇકન એડ્રેસ બાર પછી જમણી તરફ નજરમાં રહેશે.

હવે ટેક્સ્ટ બ્લેઝમાં આપણે જે તે જુદા જુદા શોર્ટક્ટ્સ અને તે લખવાથી જે લાંબું લખાણ ટાઇપ થવું જોઇએ તે સેવ કરવાનું થશે. આથી આ સર્વિસમાં આપણે એક ફ્રી એકાઉન્ટ ખોલાવવાનું થશે. તમે ઇચ્છો તો યૂઝરનેમ અને પાસવર્ડ આપીને નવું એકાઉન્ટ ખોલાવી શકો અથવા ગૂગલ એકાઉન્ટથી સાઇનઅપ કરી શકો. આ પદ્ધતિમાં આ એક્સ્ટેન્શન ગૂગલ એકાઉન્ટની આપણી માત્ર પ્રાથમિક અને પબ્લિક ઇન્ફર્મેશન જોઈ શકશે.

xuõMx ç÷uÍLkk çku ¼køk - þkuxofx, yLku yuõMkÃkkLzuz xuõMx

ટેકસ્ટ બ્લઝનો ઉપયોગ કરવા માટે આપણે તેમાં શોર્ટકટ અને તેનો ઉપયોગ કરવાથી જે લાંબી ટેક્સ્ટ આપોઆપ ટાઇપ થવી જોઇએ તેની જોડી સેટએપ કરવી પડશે.

જેમ કે માની લો કે આપણે કોઈ ઇમેઇલના જવાબમાં ફટાફટ આવો ટૂંકો જવાબ મોકલવાનો થાય છે. “Thank you for your email, I’ll get back to you soon.” તો તેને માટેનો શોર્ટકટ સેટ કરવાનો થાય (ટેકસ્ટ બ્લેઝમાં શોર્ટકટ અને લાંબું લખાણ ‘સ્નિપેટ (snippet)’તરીકે ઓળખાય છે.

ક્રોમ બ્રાઉઝરમાં ટેક્સ્ટ બ્લેઝ એક્સ્ટેન્શન ઉમેર્યા પછી આપણે તેમાં ગૂગલ એકાઉન્ટથી લોગ ઇન થઇએ એટલે આપણે આ એક્સ્ટેન્શનના ડેશબોર્ડ પર પહોંચીએ. તમે ચાહો તો ‘ક્વિક ટુર’ની મદદથી તેનાં વિવિધ ફીચર જોઈ સમજી શકશો. ડેશબોર્ડ પર ડાબી પેનલમાં કેટલીક સેમ્પલ સ્નિપેટ્સ આપેલી હશે.

શોર્ટકટ હંમેશાં ફોરવર્ડ સ્લેશ (/)થી શરૂ થાય,  જેમ કે આપણે /ty શોર્ટકટ સેટ કરીને તેને માટે  ઉપરના ઉદાહરણ મુજબ Thank you for your email, I’ll get back to you soon સ્નિપેટ સેટ કરી શકીએ છીએ.

આ પછી બ્રાઉઝરમાં કોઈ પણ જગ્યાએ /ty લખતાં આખું વાક્ય ટાઇપ થઈ જશે!

{ku‹Lkøk {uMkursMk, yuzÙuMk, zuR÷e rhÃkkuxTMko, yuykR «kuBÃxTMk...

[knku íkuLkk ÂMLkÃkuxTMk Mkux fhku

ટેકસ્ટ બ્લેઝ સર્વિસનું ફ્રી વર્ઝન પ્રમાણમાં મર્યાદિત છે. પરંતુ  આપણો હેતુ આ પ્રકારની સર્વિસ સમજવાનો છે. બિઝી એક્ઝિક્યુટિવ્સ કઈ રીતે સ્માર્ટ વર્ક કરતા હોય છે એ શીખવા માટે આજના કોલેજિયન્સ આ સર્વિસના ફ્રી વર્ઝનનો ઉપયોગ કરવાની ટેવ પાડે તો લાભમાં રહે. ટેક્સ્ટ બ્લેઝ સર્વિસનો સાવ સાદો ઉપયોગ કરવો હોય તો આપણે ઇમેઇલ કે વોટ્સએપ જેવી સર્વિસમાં વારંવાર મોકલવાના થતા મેસેજ માટે શોર્ટકટ અને સ્નિપેટ સેટ કરી શરૂઆત કરી શકીએ.

આ એક્સ્ટેન્શન સાદા ટેકસ્ટ એક્સપાન્શન કરતાં ઘણું આગળ વધે છે. તેમાં આપણે પોતાના ડિવાઇસના ક્લિપ બોર્ડમાં સેવ કરેલો ડેટા ડાયનેમિકલી એન્ટર કરી શકીએ છીએ તેમજ ટેકસ્ટનું જુદી જુદી રીતે ફોર્મેટિંગ કરવાના શોર્ટકટ પણ સેટ કરી શકીએ છીએ.

તમને કોડિંગની પાયાની સમજ હોય તો તમે ટેકસ્ટ બ્લેઝનો ઉપયોગ કરીને તમારા લખાણમાં કેટલુંક કન્ડિશનલ લોજિક અને ફોર્મ્યુલા પણ ઉમેરી શકો છો. ઊંડા ઊતરશો તો આ એક્સ્ટેન્શનનો પૂરો સ્કોપ સમજાશે!

zkÞLkur{f VeÕzTMk Ãký þõÞ Au

અહીંથી વાત થોડી વધુ ટેકનિકલ બને છે. ટેક્સ્ટ બ્લેઝ ‘ડાયનેમિક ફીલ્ડ’ પણ સપોર્ટ કરે છે. ડાયનેમિક ફીલ્ડનો અર્થ એ કે તેમાં આપણા ઇનપુટ અનુસાર, સમય-સંજોગ મુજબ ટેકસ્ટ બદલાતી જાય. જેમ કે આપણે કોઈ જગ્યાએ આજની તારીખ ટાઇપ કરવી હોય તો તેને માટે આપણે ડેટ અને ટાઇમનો ડાયનેમિક શોર્ટકટ સેટ કરી શકીએ. તારીખ અને સમય બંને જુદી જુદી રીતે લખવાના જુદા જુદા અનેક વિકલ્પો મળે.

આપણે બ્રાઉઝરમાં કોઈ પણ જગ્યાએ /d8 લખીએ તો આપણે પહેલેથી કરેલા સેટિંગ મુજબ આપોઆપ જે તે દિવસની તારીખ અને એ ક્ષણનો સમય ટેકસ્ટમાં એન્ટર થઈ જાય છે. ટેક્સ્ટ બ્લેઝમાં ડેટ અને ટાઇમ ઉપરાંત જુદા જુદા પ્રકારનાં ઘણાં ડાયનેમિક ફીલ્ડ માટે શોર્ટકટ સેટ કરી શકાય છે.

આ બધી વાતો અહીં વાંચવામાં ગુંચવણભરી લાગશે પરંતુ આજના સમયમાં એઆઇની સાથોસાથ એટલી જ કે તેનાથી વધુ ઝડપે કામ કરવા માટે આ બધાં ટૂલ્સ અને ફીચર્સ જાણવાં જરૂરી છે.

Tags :