Get The App

WhatsApp પર થઈ રહ્યો છે નવો ફ્રોડ, ફોટો પર ક્લિક કરતાં જ થઈ જશો કંગાળ, જાણો આ સ્કેમથી કેવી રીતે બચશો

Updated: May 6th, 2025

GS TEAM


Google News
Google News
WhatsApp પર થઈ રહ્યો છે નવો ફ્રોડ, ફોટો પર ક્લિક કરતાં જ થઈ જશો કંગાળ, જાણો આ સ્કેમથી કેવી રીતે બચશો 1 - image


New Cyber Scam on WhatsApp : હાલમાં છેલ્લા કેટલાક સમયથી WhatsApp પર નવો ફ્રોડ થઈ રહ્યો છે. જેમાં કોઈ અજાણ્યા નંબરથી આવેલા ફોટા અથવા ઈનવિટેશન મોકલવામાં આવે છે. અને તેના પર ક્લિક કરતાંની સાથે તમારી સાથે મોટો ફ્રોડ થઈ શકે છે. જો તમે આવા ફોટો કે ઈનવિટેશન પર ક્લિક કરતાં પહેલા સાવધાન થઈ જજો. કારણ કે આ નવા સાયબર ફ્રોડથી તમારુ બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે.

આ પણ વાંચો : બ્લેક આઉટ સમયે નાગરિકોએ શું કરવું? ઘરો, ઓફિસો અને વાહનોમાં તમામ લાઇટ બંધ કરવી, લિફ્ટનો ઉપયોગ ના કરવો, જાણીલો ઉપયોગી માહિતી

વિશ્વના સૌથી મોટી મેસેજીંગ એપ WhatsApp પર હવે સાયબર અપરાધીઓ એક ખતરનાક નુક્સાથઈ લોકોને શિકાર બનાવી રહ્યા છે. ભારતમાં WhatsAppના 50 કરોડથી વધુ યુઝર્સ છે, જેથી સ્કેમર્સ યુઝર્સને ટારગેટ કરી રહ્યો છે. 

કેવી રીતે થાય છે સ્કેમ

સાયબર અપરાધી WhatsApp પર કોઈ અજાણ્યા નંબરથી ફોટો મોકલે છે, જે સામાન્ય રીતે લગ્નમાં આવવાનું આમંત્રણ, કોઈ આયોજન પરનું પોસ્ટર અથવા માહિતી માંગવાના બહાને ફોટો મોકલવામાં આવે છે. ફોટો સામા્ય દ લાગતો હોય છે, પરંતુ તેની પાછળ ખતરનાક માલવેર છુપાયેલો હોય છે. જ્યારે યુઝર આ ફોટા પર ક્લિક કરે છે, ત્યારે તેનો ફોન હેકર્સના કન્ટ્રોલમાં જતો રહે છે. 

આ માલવેર તમારા ફોનનો સંપૂર્ણ એક્સેસ લઈ લે છે. તે ટુ-ફેક્ટર ઓથેંટિકેશનને પણ બાયપાસ કરી શકે છે. તેની મદદથી બેંક એપ્સ અને પાસવર્ડની ઍક્સેસ મેળવીને પૈસા ઉપાડી શકે છે. આ કૌભાંડ એન્ડ્રોઇડ અને iOS બંને ડિવાઈસને ટારગેટ કરી રહ્યા છે. તેથી, તમે ગમે તે સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા હોવ આ છેતરપિંડીથી બચવા માટે સાવધાન રહેવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

આ પણ વાંચો : બેંગકોકથી મોસ્કો જઈ રહ્યું હતું વિમાન, દિલ્હી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ, કારણ જાણી ચોંકી જશો

આ સ્કેમથી કેવી રીતે બચવું?

૧. અજાણ્યા નંબર પરથી મળેલા કોઈપણ ફોટા, લિંક કે ફાઇલ પર ક્લિક કરશો નહીં.

2. WhatsApp સેટિંગ્સમાં જાઓ અને તરત જ ઓટો-ડાઉનલોડ સુવિધા બંધ કરો.

3. તમારા ફોન અને એન્ટીવાયરસ એપ્સને હંમેશા અપડેટ રાખો.

4. જો તમને કોઈ શંકાસ્પદ નંબર અથવા સામગ્રી મળે, તો 'સંચાર સાથી' પોર્ટલ અથવા એપ પર તેની જાણ કરો. 

Tags :