For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઇન્સ્ટાગ્રામનાં ફીચર્સનો થોડો નજીકનો પરિચય

Updated: Aug 17th, 2021


- VuMkçkwfLke {kr÷feLke RLMxkøkúk{ ¼khíkLkk ÞtøkMxMko{kt ðÄw Lku ðÄw ÷kufr«Þ Úkíke òÞ Au

અગિયાર વર્ષ પહેલાં, ઓક્ટોબર ૨૦૧૦માં ઇન્સ્ટાગ્રામ સર્વિસ લોન્ચ થઈ ત્યારે સોશિયલ મીડિયામાં પોતાની અલગ ઇમેજ ઊભી કરવા માટે તેણે ઇમેજ પર જ ફોકસ કર્યું! શરૂઆતમાં ઇન્સ્ટાગ્રામ એટલે ઇમેજથી કમ્યુનિકેશન માટેની એપ એવી છાપ હતી અને હજી પણ ઇમેજીસ ઇન્સ્ટાનો મોટો પ્લસ પોઇન્ટ રહ્યો છે. છતાં, એક સોશિયલ મીડિયા તરીકે ઇન્સ્ટાનો વ્યાપ ઘણો વધ્યો છે. ભારતમાં ટિકટોક પર પ્રતિબંધ પછી ઇન્સ્ટાગ્રામે એ જ પ્રકારના શોર્ટ વીડિયો માટે પોતાના પ્લેટફોર્મને લોકપ્રિય કરવા પર ફોકસ કર્યું છે. ફેસબુકની કંટાળેલી જનરેશન હવે ઇન્સ્ટાગ્રામ પર વધુ એક્ટિવ રહે છે. તેમ તેમની સાથે તાલ મિલાવવા માગતા લોકો પણ ઇન્સ્ટા પર ઝંપલાવે છે.

ડિજિટલ માર્કેટિંગની દૃષ્ટિએ ઇન્સ્ટાગ્રામ ખાસ્સી પાવરફુલ સર્વિસ છે. ખાસ કરીને ફેસબુક સાથેના તેના ઇન્ટિગ્રેશનને કારણે બંને સર્વિસ પર ઇન્ટિગ્રેટેડ માર્કેટિંગનો ટ્રેન્ડ વધુ ચાલે છે.

તમારું ફોકસ માર્કેટિંગ ન હોય તો પણ, ઇન્સ્ટાગ્રામની કેટલીક ખૂબીઓ સમજી લો તો તેના પર ઇન્ટરેસ્ટિંગ કન્ટેન્ટ શોધવું અને માણવું સહેલું બનશે.

rVÕxMkoLke MxÙuLÚk çkË÷e þfkÞ Au, yk heíku...

તમે ઇન્સ્ટાગ્રામ હેવી યૂઝર હશો તો તમે જાણતા જ હશો કે આ સર્વિસની લોકપ્રિયતાના પાયામાં તેનાં ફિલ્ટર્સ છે. ઇન્સ્ટાની ઓળખ ઇમેજ શેરિંગ સર્વિસ તરીકે ઊભી થઈ અને હવે તે બહુ વિસ્તરી હોવા છતાં, ઇમેજ હજી પણ તેનું સૌથી મોટું અને શાર્પ ટૂલ છે. તમે ગેલેરીમાંથી કોઈ ઇમેજ પસંદ કરો કે નવો ફોટો લઈ તેને ઇન્સ્ટા પર શેર કરવા આગળ વધો ત્યારે તેના પર અલગ અલગ ફિલ્ટર ઉમેરી શકો છો.

ફિલ્ટરના ઓપ્શન્સ તો ઘણા છે, પણ તમે ઇચ્છો તો પસંદગીના કોઈ ફિલ્ટરની સ્ટ્રેન્થમાં પણ વધઘટ કરી શકો છો. એ માટે, ઇમેજ માટે કોઈ એક ફિલ્ટર કરી, તે ફિલ્ટરની થમ્બનેઇલ ફરી ક્લિક કરો. આથી તેની તીવ્રતા એડજસ્ટ કરવાની સગવડ આપતું સ્લાઇડર મળશે. તેને ખસેડીને તમારા ફિલ્ટરને એડજસ્ટ કરો, ઇમેજ સંતોષજનક બની હોવાનું લાગે ત્યારે તેને શેર કરો!

¾kMk £uLzTMkLkk yÃkzuxTMk {u¤ðku, yk heíku...

સ્માર્ટફોનમાં નોટિફિકેશન્સ એક ‘અનએવોઇડેબલ ન્યૂસન્સ’ છે! કોઈ એપ ઓપન કર્યા વિના, તેમાં આવેલી નવી બાબતો જાણવી એ કામની સગવડ છે, પણ ફોનમાં ઇન્સ્ટોલ કરેલી લગભગ બધી જ એપ, તેની સાથે જરા સરખું ઇન્ટરએક્શન કરો એટલે ધડાધડ નોટિફિકેશન્સ મોકલવા લાગે છે. ઇન્સ્ટામાં, સદભાગ્યે તમારે માટે ખરેખર મહત્ત્વની વ્યક્તિ કે એકાઉન્ટ્સનાં જ નોટિફિકેશન મેળવવાનું સેટિંગ કરી શકાય છે. આ સગવડ આપણે જેમને ફોલો કરી રહ્યા હોઈએ એમને જ લાગુ પડશે.

ફેસબુકની જેમ અહીં પણ, જે વ્યક્તિનાં નોટિફિકેશન્સ મેળવવા માગતા હોય તેની કોઈ પણ પોસ્ટ સાથેનાં ત્રણ ડોટ પર ક્લિક કરો અને તેમાં ‘ટર્ન ઓન પોસ્ટ નોટિફિકેશન્સ’ પસંદ કરી લો. હવે એ વ્યક્તિ તરફથી ઇન્સ્ટા પર કોઈ અપડેટ હશે તો એ તમને નોટિફિકેશન દ્વારા જાણવા મળશે.

VkuxkuÍLkkt f÷uõþLk çkLkkðku, yk heíku...

ફેસબુકની જેમ ઇન્સ્ટાગ્રામમાં પણ પણ ખરેખર ઇન્ટરેસ્ટિંગ એકાઉન્ટ્સને ફોલો કરતા હો તો તમને એવા ઘણા ફોટો કે વીડિયો જોવા મળે જે તમને સેવ કરી લેવાનું મન થાય. એ માટે ઇન્સ્ટાગ્રામ ‘બુકમાર્ક’ની સગવડ આપે છે. લગભગ દરેક ફોટો-વીડિયો નીચે, જમણા ખૂણે અડધી કાપેલી રિબન જેવો બુકમાર્કનો વિકલ્પ જોવા મળશે. તેને ક્લિક કરી, જે તે ઇમેજ/વીડિયોને બુકમાર્ક કરી શકાય.

ફેસબુકની જેમ જ, અહીં પણ આપણે જુદાં જુદાં કલેક્શન તૈયાર કરી શકીએ છીએ. આ રીતે સેવ કરેલ પોસ્ટ કે કન્ટેન્ટ કે કલેક્શન તમારા સિવાય બીજું કોઈ જોઈ શકશે નહીં, તમે જે એકાઉન્ટમાંથી કન્ટેન્ટ સેવ કર્યું હોય તેને પણ આ જાણ થતી નથી.

સેવ્ડ કન્ટેન્ટ જોવા માટે, તમારા પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરી, તેમાં ત્રણ આડી લીટીના મેનૂ પર ક્લિક કરતાં, ‘સેવ્ડ’ના પેજ પર જવાનો વિકલ્પ મળશે. 

yuÂõxrðxe MxuxMk ykuV fhe þfkÞ, yk heíku...

સોશિયલ મીડિયા એકમેકના લાઇવ કોન્ટેક્ટમાં રહેવા માટે જ છે, પણ એ માટે આપણે થોડી પ્રાઇવસીનો ભોગ આપવો પડે છે. ઇન્સ્ટાગ્રામ પર તમે, જે તે ક્ષણે તમારા કોન્ટેક્ટ્સમાંથી કોણ અત્યારે લાઇવ છે તે જોઈ શકો છો. એપમાં ડાઇરેક્ટ મેસેજ મોકલતી વખતે, તમે તમારા કોન્ટેક્ટસના નામ સાથે ગ્રીન ડોટ પરથી, એ અત્યારે લાઇવ હોવાનું જાણી શકો છો. મતલબ કે, બીજા લોકો આવું જ તમારા વિશે જાણી શકે છે! અલબત્ત, તમે ઇચ્છો તો ઇન્સ્ટાગ્રામ પર તમે તમારું એક્ટિવિટી સ્ટેટસ ઓફ રાખી શકો છો, શરત એટલી તો તમારે બીજા લોકોનાં એક્ટિવિટી સ્ટેટસ જાણવાની ઇચ્છા પણ જતી કરવી પડે (વોટ્સએપના ‘લાસ્ટ સીન’ ફીચર જેવી જ આ વાત છે).

આ સેટિંગ્સ તપાસવા, તમારા પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરી, સેટિંગ્સમાં પ્રાઇવસી અને તેમાં ‘એક્ટિવિટી સ્ટેટસ’માં જાઓ. અહીં તમે તેને ઓફ કરી શકશો.

Gujarat