Get The App

આપણી લાઈબ્રેરી બનાવી આપતી એક મસ્ત સર્વિસ બંધ થઈ રહી છે

Updated: Jun 1st, 2025

GS TEAM


Google News
Google News
આપણી લાઈબ્રેરી બનાવી આપતી એક મસ્ત સર્વિસ બંધ થઈ રહી છે 1 - image


તમારો અનુભવ પણ હશે કે ઇન્ટરનેટ પર આપણે અલગ અલગ વેબસાઇટ્સ પર કે જુદી જુદી સર્વિસમાં જાતભાતની વસ્તુઓ સર્ફ કરતા હોઇએ ત્યારે એમાં ઘણું બધું એવું હાથ લાગે કે તે ત્યારે ને ત્યારે આખેઆખું જોઇ કે વાંચી લેવાનો આપણી પાસે સમચ ન હોય, પરંતુ પૂરતી ફૂરસદ હોય ત્યારે એ જોવાનું કે વાંચવાનું આપણને ચોક્કસ ગમે.

એ માટે ઉપયોગી થાય ‘રીડ લેટર’ એપ્સ. આવી કોઈ પણ એપમાં એકાઉન્ટ ખોલાવ્યા પછી, સ્માર્ટફોનમાં કોઈ વેબપેજ પર હોઇએ તો ત્યાંથી તેને પેલી એપમાં શેર કરી શકીએ અને પીસી/લેપટોપમાં, બ્રાઉઝરમાં તેનું એક્સ્ટેન્શન ઉમેર્યું હોય, એ વેબપેજને એક ક્લિકમાં પેલી એપમાં મોકલી શકીએ.

આવી એક સરસ એપ છે ‘પોકેટ’, જે હવે હતી થઈ જશે. ‘ટેક્નોવર્લ્ડ’માં આપણે ‘પોકેટ’નો વિસ્તૃત પરિચય મેળવ્યો હતો. પાછલાં કેટલાંક વર્ષોથી આ સર્વિસ મોઝિલા ફાયરફોક્સ બ્રાઉઝરનો જ એક ભાગ બની હતી અને હવે તે બંધ થઈ રહી છે.

જો તમે પોકેટનો ઉપયોગ કરતા હો તો પોકેટ સર્વિસ તરફથી કરવામાં આવેલી જાહેરાત અનુસાર આ સર્વિસ જુલાઈ ૮, ૨૦૨૫થી બંધ થશે. એ પછી આપણે આ સર્વિસમાંના પોતાના એકાઉન્ટમાં કોઈ નવું કન્ટેન્ટ સેવ કરી શકીશું નહીં. આ લખનારની જેમ, જો તમે પણ પોકેટ સર્વિસનો વર્ષોથી ઉપયોગ કરતા હશો તો તેમાં તમને ગમતા વિષયોના લેખોની એક વિશાળ લાયબ્રેરી તૈયાર થઈ હશે.  આ સમગ્ર ડેટાબેઝ તમે ઓક્ટોબર ૮, ૨૦૨૫ સુધી ડાઉનલોડ કરી શકશો. આ ડેડલાઇન વીતી ગયા પછી આપણું પોકેટનું એકાઉન્ટ સદંતર બંધ થશે અને તેમાંનો આપણો બધો ડેટા પણ ડિલીટ થશે. પોકેટમાંના ડેટાનો બેકઅપ લેવા માટે https://getpocket.com/export પેજ પર જાઓ. તમારા પોકેટ એકાઉન્ટથી લોગ-ઇન થાઓ. Export CSV File પર ક્લિક કરો. આથી પોકેટમાંના તમારા તમામ ડેટાનો બેકઅપ તૈયાર થશે અને પોકેટમાં આપણે આપેલા ઇમેઇલ એડ્રેસ પર તેની ફાઇલ આવી જશે. આપણે તેને એક્સેલમાં ઓપન કરી શકીશું.

જો તમે ‘પોકેટ’ જેવી સર્વિસનો ઉપયોગ કરતા ન હો, તો મોડું ન કરશો - તેનો કોઈ વિકલ્પ શોધી લો, ઇન્ટરનેટનો પૂરો લાભ લેવાની એ સ્માર્ટ રીત છે!

Tags :